Prem - Nafrat - 69 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૬૯

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૬૯

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૯

આરવ રચના સાથે સુહાગરાત માણ્યા પછી સહેજ અળગો થઇને બોલ્યો:'તેં આજે મને ન્યાલ કરી દીધો છે. મને કલ્પના ન હતી કે તું વિદેશ સુધી દોડી આવીશ. તારા અંગેઅંગની મસ્તીનો રોમાંચ મારા શરીર પરથી ઓછો થયો નથી... પણ હવે એ કહે કે આ બધું અચાનક કેવી રીતે ગોઠવી દીધું?'

'આરવ, તું જે રીતે સુહાગરાત માણવા તડપતો હતો એ રીતે હું પણ એ સુખની ઘડીના ઇંતજારમાં હતી. મમ્મીની કેન્સરની બીમારીએ આપણા મિલન પર બ્રેક લગાવી દીધી હતી. મને પણ કલ્પના ન હતી કે મમ્મીનું કેન્સર આટલું જલદી મટી જશે. તમારા જવાના બે દિવસ અગાઉ જ મને ખબર પડી કે મમ્મી કેન્સર મુક્ત થઇ ગઇ છે. અને હવે હું તારી સાથે દિવસ જ નહીં રાત પણ ગાળી શકું છું! મારી બાધા પૂરી થઇ ગઇ હતી. મમ્મીને તો ખબર જ ન હતી કે એને કેન્સર થયું હતું. એટલે એમને એ સમાચાર આપવાની જરૂર જ ન હતી. મેં તારી સાથે જ દુબઇ આવવા માટે એજન્ટને ફ્લાઇટનું બુકિંગ કરવા કહ્યું. પરંતુ એ દિવસની દુબઇની ટિકિટ ઉપલબ્ધ ન હતી. મેં એક દિવસ પછીની ટિકિટ મેળવી લીધી અને હા, હોટલમાં તારા રૂમમાં જ બુકિંગ કરાવી દીધું. કેમકે જે એકાઉન્ટથી બુકિંગ થયું હતું એનાથી જ રિવાઇઝ બુકિંગ કર્યું હતું. આમ પણ તારો ડબલ બેડનો જ રૂમ બુક કરાવ્યો હતો. તું દુબઇમાં બેડ પર પાસાં ઘસતો રહે અને તડપતો રહે એમ હું ત્યાં પડખાં ફેરવતી રહું એના કરતાં દુબઇ જ પહોંચી જઉં એવું નક્કી કર્યું...' કહી રચના એને અલ્પ વસ્ત્રોમાં બાઝી પડી.

આરવ પર જાણે ફરી અનંગનો રંગ ચઢ્યો હોય એમ એના હોઠ અને ગળાને ચૂમતાં બોલ્યો:'રચના તારું પડખું સેવીને તો આજે હું આનંદના ફુવારામાં નહાઇ રહ્યો છું...'

'મને પણ આનંદના ફુવારામાં નહાવાની મજા આવી છે. હું ઇચ્છું છું કે તું હંમેશા મારા પડખે રહેજે. સુ:ખ હોય કે દુ:ખ આપણા સંબંધ તૂટવા- તરડાવા ના જોઇએ...' રચનાએ વાતવાતમાં પ્રેમભર્યા શબ્દોમાં એક ચીમકી ઉચ્ચારી દીધી. તેને ડર હતો કે તેના આગામી સમયના ઘણા નિર્ણયો આરવને જ નહીં એના આખા પરિવારને આંચકો આપવાના હતા.

'આપણો સાત જન્મોનો સંબંધ બંધાયો છે. આપણાને કોઇ સમય- સંજોગ અલગ કરી શકશે નહીં.' આરવ એક પ્રેમીની જેમ બોલી રહ્યો હતો.

બંને ઘણીવાર સુધી પ્રેમની મસ્તીમાં ડૂબેલા રહ્યા.

બીજા દિવસે મોબાઇલ નિર્માણની નવી તકનીક માટેના એ સેમિનારમાં રચનાએ પણ હાજરી આપી. આ સેમિનાર સાથે એનું 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની સાથેનું એક પગલું સંકળાયેલું હતું. તે કોઇ એવી તકનીક શીખી લેવા માગતી હતી જેના દમ પર પોતાના પગલાની જાહેરાત કરે શકે.

સેમિનારમાં દુનિયાના અનેક દેશના મોબાઇલ નિર્માણ કરતા તજજ્ઞો હાજર હતા. મોબાઇલ કંપનીઓ નવા નવા ફીચર્સ સાથે પોતાનું વેચાણ કેવી રીતે વધારી શકે એની તેઓ માહિતી આપી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે આ કોઇ ગિમિક્સ નથી. ઘણી કંપનીઓ ફોનના વેચાણમાં તેજી લાવવા માર્કેટિંગ ગિમિક્સ કરે છે પરંતુ આ તકનીક એવી નથી. એમણે ભવિષ્યમાં કેવા કેવા ફીચર્સ આવી શકે છે પણ એ ગિમિક્સ નહીં હોય એની માહિતી આપી હતી. અત્યારે 5G ના ફોન ધૂમ મચાવી રહ્યા છે ત્યારે એમણે 6G વિશે કહ્યું અને રચના ચમકીને કાન સરવા કરી સાંભળવા લાગી. ભલે એ 6G ની રાહ જોઇ શકવાની ન હતી પણ એટલી જ ઝડપથી આરવની કંપની માટે એક નિર્ણય લેવા જઇ રહી હતી.

એક અમેરિકી વૈજ્ઞાનિકે મોબાઇલ હવે વાયરલેસ તકનીકથી ચાર્જ થવાની તકનીક આવી રહી હોવાની માહિતી આપી. એ માટેના ટ્રાયલ અને ટેસ્ટીંગ ચાલી રહ્યા હોવાના અહેવાલનો હવાલો પણ આપ્યો. એ સાથે કહ્યું કે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટફોનની બેટરી જ એવી શોધાઇ રહી છે કે ચપટી વગાડતામાં ચાર્જ થઇ જશે. સીમકાર્ડ કાઢવાની- નાખવાની ઝંઝટ દૂર થઇ ગઇ હશે. એમાં ઇ સીમ આવી ગયા હશે.

સેમિનારમાં જુદા જુદા દેશના વૈજ્ઞાનિકોએ ભવિષ્યના આધુનિક મોબાઇલની એવી ઝલક આપી કે આરવ ખરેખર મોંમાં આંગળા નાખી ગયો. ત્યારે રચના હસીને મનમાં જ બોલી:'ભારત ગયા પછી બહુ જલદી તને એક એવા ભવિષ્યની ઝલક આપીશ કે તું આવી જ રીતે મોંમાં આંગળા નાખી જશે! પણ સાચવજે જો ગુસ્સો વધારે આવશે તો આંગળા પર દાંત વાગી જશે!'

ક્રમશ: