Kasak - 5 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 5

Featured Books
Categories
Share

કસક - 5

ચેપ્ટર-૫

કવન જ્યારે રૂમ માં પહોંચ્યો ત્યારે વિશ્વાસ હજી નહોતો આવ્યો.તેને થયું કે કદાચ હજી કોઈ નહિ આવ્યું હોય.તે તેના રૂમની બાલ્કની માં ગયો અને ત્યાં રહેલ ખુરશીમાં બેસી ગયો.તે મનમાં જ વિચારતો હતો કે કેટલી સુંદર સવાર હતી, આ સવાર વિશે પોતે કઇંક લખવું જોઈએ.ત્યારે એકાએક તેને યાદ આવ્યું કે ગાર્ડનમાં તેણે આરોહીનો હાથ પકડી લીધો હતો આટલી હિંમત તેનામાં ક્યાંથી આવી?, તે મનમાં જ પોતાનાં પર હસતો હતો.

થોડીકવાર માટે કવન દીર્ધ વિચારોમાં ખોવાઈ ગયો હતો. ત્યાંજ કોઇકે બહારથી બેલ માર્યો.કવને બે બેલ સુધી તો સાંભડયું નહીં પણ પછી તેને ખ્યાલ આવ્યો કે કોઈક ક્યારનું બેલ મારી રહ્યું છે.હા, સાચેજ કોઈક ક્યારનું બેલ મારી રહ્યું છે, તે ઝડપ થી દરવાજો ખોલવા માટે ગયો.દરવાજો ખોલતા બહાર જોયું તો બહાર વિશ્વાસ ઊભો હતો.

"તું કરી શું રહ્યો હતો કવન?હું ક્યારનો બેલ મારી રહ્યો હતો." વિશ્વાસે કવનને કહ્યું

"હા, હું બહાર બાલ્કનીમાં બેઠો હતો કેટલાક મનગમતા વિચારો સાથે."

"ઓહહ.. મનગમતા વિચારો સાથે. મને પણ કહે કયા મનગમતા વિચારો સાથે?"

કવન હસી રહ્યો હતો

"અરે બોલને શરમાય છે શું?,તું છોકરી છું?"

કવન અને વિશ્વાસ બંને બહાર બાલ્કનીમાં બેસવા માટે ગયા.ત્યારે કવને વિશ્વાસને સવાર વાળી સંપૂર્ણ વાત કહી.વિશ્વાસને વાત સાંભળવાની મજા આવી ગઈ.વાત પતી ગયા બાદ વિશ્વાસે કવનની સામે જોઈને જાણે કઈંક ઊંડો વિચાર કરતો હોય તેમ બોલ્યો "શું આ બધુ સાચેજ બન્યું હતું?"

કવને તેની સામે ગુસ્સા ભરેલી નજરે જોયું.કવનની સામે જોઈ વિશ્વાસ જોર જોરથી હસવા લાગ્યો. તે ખરેખર મજાક કરી રહ્યો હતો. ઠીક છે સારું થયું તું આરોહી સાથે શાંતિથી એકલામાં વાત તો કરી શક્યો, હવે બીજી વાર તું તેની સાથે વાત કરવામાં નહીં શરમાય.”

"હા,તે તો છે ચલ તે જવા દે તારું કેવું રહ્યું?"

"ખુબ સારું, મજા આવી સવારમાં અને તે લોકો મારા કરતાં વધુ અનુભવી છે તો સાથે સાથે મને શીખવા પણ બહુ મળ્યું.બસ ખાલી ચાલવું વધુ પડ્યું.પણ ચિત્રો દોરવામાં આવેલી મજા સામે તો તે કઈં ના કહેવાય."

આ સાંભળી કવન અને વિશ્વાસ બંને જોરજોરથી હસવા લાગ્યા.

"ઓહહ કેટલા વાગ્યા?" જાણે વિશ્વાસ કઈંક ભૂલી ગયો હતો અને તેને અત્યારેજ યાદ આવ્યું.

"ખબર નહિ નવ વાગ્યાને ત્રીસ મિનિટ જેવુ થયું હસે"

કવને મોબાઇલમાં જોઈને પાકુ કર્યું નવ ત્રીસની ઉપર થયું હતું.

"હા,નવ ચાલીસ થઈ છે, કેમ શું થયું."

"અરે મારે તને કહેવાનું જ રહી ગયું કે ૧૦ વાગ્યે બધાએ નીચે નાસ્તા માટે મળવાનું હતું.આપણે ૧૧ વાગતા હોટેલમાંથી ચેકઆઉટ કરીને બહાર જવાનું છે આગળની તરફ."

"એટલે કયાં?"

"તે મે પૂછ્યું નથી સુહાસ અંકલ નીચે જઈશું ત્યારેજ કહેશે."

નીચે પહોંચતા પહોંચતા સવા દશ જેવુ થઈ ગયું હતું.કવન અને વિશ્વાસ બંને વાદવિવાદ કરતાં કરતાં નીચે આવતા હતા.

"તારે જરૂરી વાત પહેલા કરી દેવી જોઈએ ને વિશ્વાસ.આપણને પહોંચતા ખાસું મોડું થઈ ગયું છે કદાચ બધા ક્યારના બંને ની રાહ જોતાં હશે.તેમને કેટલું ખરાબ લાગી શકે છે."

"હું ક્યાંથી કહું એક તો તે દરવાજો મોડો ખોલીને મને ગુસ્સે કરી દીધો એટલે હું તે વાત ને ભૂલી ગયો અને બાદમાં તે મને તારી પ્રેમલાપ્રેમલીની વાતો માં ઉલજાવી દીધો."

"તું પણ તે વાતો ને પછી શું થયું?,પછી શું થયું?, કરીને બહુ ધ્યાન થી સાંભળતો હતો."

"ચલ હશે જવાદે હું તેમને પ્રેમથી સમજાવી દઇશ.'

કવન અને વિશ્વાસ બંને આ બધી વાતો કરતાં કરતાં ટેબલ પાસે પહોંચી ગયા. વિશ્વાસને જોઈને સુહાસ અંક્લે અભિવાદન કરીને કીધું "આવ આવો અહિયાં બેસી જાઓ"

સુહાસ અંકલ કાંઈ કહે તે પહેલાજ વિશ્વાસે કહ્યું "માફ કરજો થોડુંક મોડું થઈ ગયું હું કવનને કહેવુજ ભૂલી ગયો હતો કે આપણે ૧૦ વાગ્યે નાસ્તા માટે ભેગા થવાનું છે."

સુહાસ અંક્લે કહ્યું "અરે કાંઈ વાંધો નહિ ચાલો તમે પણ નાસ્તો કરવા માંડો."

સુહાસ અંકલના સ્વભાવ જેવો સ્વભાવજો દરેક ગર્લફ્રેન્ડ ના પિતાનો થઈ જાય તો ભારતમાં લવમેરેજ નો અને અરેન્જમેરેજ નો રેસિયો ૭૦ જેમ ૩૦ નો થઈ જાય.જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ સુધરી તો છે હાલ ૫૦ જેમ ૫૦ નો રેસિયો તો છે, જે પહેલા કદાચ ૨૦ જેમ ૮૦ નો હશે.હાલ જોવા જઈએ તો છોકરા છોકરીના સ્વભાવ વિચિત્ર થઈ ગયા છે.તે લોકો તે વાતો કહેતા ડરે છે જેના ઉપર તેમનું જીવન નિર્ભર છે.કેટલીક વાતો બસ કડવી દવા જેવી હોય છે આપણે તેમાં સ્વાદ નથી શોધવાનો બસ તે આપણા માટે કેટલી જરૂરી છે તે યાદ રાખવાનું છે.

કવન અને વિશ્વાસે પોતાનો નાસ્તો પતાવી દીધો હતો અને સુહાસ અંકલે બધાને કહી દીધું હતું કે આપણે વશિષ્ટ ચોક થી બાઇક ઉપર સોલંગ વેલી જઈશું.સુહાસ અંકલ હોટેલ ના મેનેજર સાથે વાત કરી રહ્યા હતા કે તે ચેક આઉટ નથી કરવાના તેથી તેમનો સામાન અહિયાજ રાખવાનો છે.તે સાંજે પરત ફરશે.

બધાજ વશિષ્ટ ચોક પહોંચી ગયા અને તેમણે પાંચ બાઇક એક દિવસ માટે લઈ લીધા.અંકલ સુહાસ અને તેમના પત્ની આરતી બહેન એક બાઇક પર બેસી ગયા જ્યારે ખુશાલભાઈ અને સુલોચના બહેન પણ એક બાઇક પર બેસી ગયા.જ્યારે નીરવભાઈ ના પત્ની સાથે નહોતા આવ્યા તેથી તે વિશ્વાસ ની પાછડ બેસી ગયા.જ્યારે મિહિર અને કાવ્યા એક બાઇક પર બેસી ગયા.હવે માત્ર આરોહી અને કવન જ બાકી હતા તે બંને એક બાઇક પર બેસી ગયા અને સોલંગ વેલી તરફ પ્રયાણ કર્યું. સોલંગ વેલી નો રસ્તો વશિષ્ટ ચોકથી આશરે દશ થી પંદર કિલોમીટર નો હતો પણ પહોંચતા પહોંચતા એક કલાક તો થઈ ગયું કારણકે રસ્તા ખૂબ સુંદર હતા અને પવન ખૂબ ઠંડો તેથી બાઇક થોડુંક ધીમે ચલાવવું આવશ્યક હતું.તથા રસ્તા ઉપર ઘણી સુંદર જગ્યા હતી એટલે ફોટોસ લીધા વગર બધાનું મન માને તેમ ના હતું. ઠંડી ખૂબ હતી તેથી જેકેટ પણ ઓછું કામ લાગે તેમ હતું . આરોહીએ કવન ને ચુસ્ત રીતે પકડી રાખ્યો હતો જોકે રસ્તા અલગ હતા તેથી તેનું ધ્યાન આરોહી કરતાં વધુ બાઇક અને રોડ ઉપર હતું.ઠંડા પવનના સુસવાટા મોં ઉપર બહુ વધારેજ વાગતા હતા.હેલ્મેટ તથા ગોગલ્સ પહેર્યા હોવા છતાં જો આટલું ઠંડુ લાગતું હતું તો જો તે ના હોત તો કેટલી ઠંડી લાગત તેનો અંદાજો લગાવો મુશ્કેલ હતો.સોલંગ વેલી પહોંચતાની સાથે તડકો નિકડી ગયો હતો ત્યાં ભીડ પણ ઘણી હતી.બધાજ બાઇક પાર્ક કરીને વેલી પાસે આવી ગયા ખૂબ સુંદર જગ્યા હતી.બધા ફોટોસ પાડી રહ્યા હતી.ત્યાં આવતા જ બધા પોતાની મસ્તીમાં ખોવાઈ ગયા.સોલંગ વેલી ખાસ કરીને પેરાગ્લાઈડિંગ માટે તથા સ્કીઇંગ કરવા માટે ખૂબ પ્રખ્યાત છે.આરોહી અને કાવ્યા તો જતાંની સાથેજ સ્કીઇંગ ની મજા લેવામાં વ્યસ્ત થઈ ગયા જ્યારે આસપાસ ઘણા લોકો બરફ સાથે રમી રહ્યા હતા.કેટલાક પેરાગ્લાઈડિંગની મજા લઈ રહ્યા હતા.કવન અને વિશ્વાસે પણ પેરાગ્લાઈડિંગ કરવાનું નક્કી કર્યું.સુહાસ અંકલ અને ખુશાલભાઈ તેમની પત્ની સાથે બરફમાં ચાલનારી બાઇકમાં સવાર થઈ તેની મજા માણી રહ્યા હતા. જ્યારે નીરવ અંકલ છોકરીઓ સાથે સ્કીઇંગ કરી રહ્યા હતા.મિહિર પણ સ્કીઇંગ કર્યા બાદ પેરાગ્લાઈડિંગ કરવા માટે ગયો.કવન અને વિશ્વાસ બંને પેરાગ્લાઈડિંગ કરીને પાછા આવ્યા અને તે એક જગ્યાએ નાના ટેકરા ઉપર બેસી ગયા.જ્યાં આરોઈ અને કાવ્યા સ્કીઇંગ કરી રહ્યા હતા.કવન વિચારમુદ્રા બેઠો હતો અને રમણીય વાતાવરણ ને અનુભવી રહ્યો હતો.તે તેવી મુદ્રા માં બેઠો હતો કે જાણે હમણાં આ સુંદર દ્રશ્યો પર કવિતા બનાવી દેશે.ખરેખર આ દિવસો ભવિષ્યમાં ખૂબ યાદગાર બનશે જેમાં આજનો દિવસ તો ખાસ કારણકે આ પહેલા કવને ખાલી તેની સાથે વાત કરવાના અને તેની પાસે જવાના વિચારોજ કર્યા હતા.પણ હવે તે હકીકતમાં બની રહ્યું હતું. આ બાબતે કવન ભગવાનનો આભાર માને તેટલો ઓછો હતો.

જ્યારે બીજી બાજુ વિશ્વાસ પણ કાવ્યા પ્રત્યે કઈંક લાગણી અનુભવી રહ્યો હતો.જો કે તે હજી શરૂઆત હતી.તેથી તે સમય જતાં નિષ્ક્રિય બની જઈ શકે છે.જે કવન ના પ્રેમમાં અશક્ય હતું.તે બાબતે કવન ખાસો દૂર પહોંચી ગયો હતો.પોતપોતાંની મોજમસ્તીથી ઓતપ્રોત થઈને બધા ત્યાં નજીકના કેન્ટીનમાં મળ્યા.બધાને કકડીને ભૂખ લાગી હતી અને ઠંડી પણ ખૂબ સારી એવી હતી.

સાંજ પડી ગઈ હતી. ચાર વાગ્યાનો સૂરજ ધીમે ધીમે કયારેક બહાર આવતો તો ક્યારેક વાદળોમાં છુપાઈ જતો, પણ વાતાવરણ માં તેનાથી જરાય ફરક પડતો ના હતો.તે મનાલીના હમેશાં ના વાતાવરણની જેમ ઉત્કૃષ્ટ રહેતું.હવે અહિયાથી જવાનો સમય પણ થઈ ગયો હતો.સુહાસ અંકલએ એવી રીત નું જ કઈંક પ્લાન કર્યું હતું.હવે તેમને ત્યાંથી વશિષ્ટ ટેમ્પલ જવાનું હતું.જે વશિષ્ટ ચોક જયાંથી બાઇક લીધું હતું તેની નજીક હતું.

બાકી બધાનું બાઇક નજીક પડ્યું હતું તેથી તે લોકો જલ્દી નીકળી ગયા.જયારે કવન અને આરોહી આવતી વખતે કઈંક વહેલાજ આવ્યા હતા.તેથી તેમને નીકળવામાં મોડું થયું. કવન જ્યારે બાઇક રોડ ઉપર લઈ રહ્યો હતો ત્યારે આરોહીએ તેને પૂછ્યું શું બાઇક હું ચલાવું?,કવનને આશ્ચર્ય થયું તેણે એકાએક પૂછી લીધું “શું તને બાઇક ચલાવતા આવડે છે?

આ એક મૂર્ખતા ભર્યો સવાલ હતો પણ તેવું જરૂરી નથી કે વાર્તાના પાત્રો મૂર્ખતા ના કરે.

આરોહીએ તેની સામે જોયું. તે સમજી ગયો કે આરોહી તેની સામે કટાક્ષ થી જોઈ રહી છે.

તો જ મે તને કહ્યું હોય ને મારી પાસે લાઇસન્સ પણ છે.આરોહી એ કવનને હસી ને કહ્યું

ઓહહ ઠીક છે મને કાંઈ વાંધો નથી તું ચલાવી શકે છે.

આરોહી એ પોતાના વાળ ખુલ્લા કરીને એકવાર ફરીથી પોતાના વાળમાં રબર લગાવ્યું અને તે હેલ્મેટ પહેરીને બાઇક પર બેસી ગઈ.કવન તેની પાછડ બેસી ગયો.


આરોહી એ ખુબજ સારી રીતે બાઇક ચલાવ્યું હતું. કવન અને આરોહી પણ વશિષ્ટ ટેમ્પલ પહોંચી ગયા અને ત્યાં બધા તેમની રાહ જોતાં બહાર ઊભા હતા.વિશ્વાસ આરોહીને બાઇક ચલાવતી જોઈ આશ્ચર્યમાં પડી ગયો. તેણે કવન સામે કઇંક ઈશારો કર્યો જોકે તેની માત્ર કવનને જ ખબર હતી પણ તેણે શું ઈશારો કર્યો તે તો કવનને પણ ના ખબર પડી. વશિષ્ટ મંદિર એક સુંદર મંદિર હતું.તે નામ પ્રમાણે ગુરુ વશિષ્ટ નું મંદિર હતું.જ્યાં પાણીના ગરમ કુંડ છે ત્યાં લોકો સ્નાન કરી રહ્યા હતા.તે પાણી માં કવનને કઈંક જાદુ જેવુ લાગ્યું કારણકે તેમાં સ્નાન કરતાંની સાથેજ બધો જ થાક દૂર થઈ ગયો.ત્યારબાદ બધાએ દર્શન કર્યા અને ત્યાંથી બાઇક પાછું આપવા માટે તે વશિષ્ટ ચોક ગયા બાઇક પરની જર્ની સૌ માટે ઉત્તમ હતી. વશિષ્ટ ચોકથી પાછા આવતી વખતે તેઓ મોલ રોડ પર ફર્યા ત્યારબાદ એક સુંદર લોકલ રેસ્ટોરન્ટ માંથી રાતનું જમણ લીધું અને હોટલ પાછા આવી ગયા. આજ નો દિવસ કવન માટે ખૂબ સુંદર રહ્યો હતો. માત્ર કવન માટેજ નહીં પણ દરેક જણ માટે સુંદર હતો પણ એમ કહી શકાય કે કવન માટે કઇંક વધારે જ સુંદર હતો.રાત્રે સૂતી વખતે કવનની મમ્મીનો ફોન આવ્યો ત્યારે કવન કઈંક અલગજ અંદાજથી એટલે કે ખુશ મિજાજથી વાતો કરી રહ્યો હતો.તેની મમ્મી પણ તેનો તે અવાજ સાંભળીને ખુશ થઈ.દરેકના જીવનમાં તેમની માતાનું ખાસ મહત્વ હોય છે.બીજી તરફ વિશ્વાસના ઘરેથી પણ તેના માતા-પિતાનો ફોન આવ્યો હતો તેણે પણ આજના દિવસમાં જે કાંઈ કર્યું તેની ખુશી વ્યક્ત કરી.જયારે કવન રાત્રે સૂતો હતો ત્યારે વિશ્વાસ છત એટલે કે ઉપરની દીવાલ પર જોઈ કઈંક વિચારી રહ્યો હતો.

કવને સ્વાભાવિક રીતે તેને પૂછ્યુંતું શું વિચારી રહ્યો છું?”

જોકે વિશ્વાસે તેની વાત પર ખાસ ધ્યાનના આપ્યું અને કાંઈ ખાસ નહીં.તેમ કહીને તે સૂઈ ગયો.જો કે તે સૂતો ના હતો,તે મોડી રાત સુધી જાગતો હતો.

ક્રમશ

વધુ આવતા અંકે...

આપને અત્યાર સુધીની વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો અને આપના અમૂલ્ય પ્રતિભાવો મોકલી આપશો. આપના મિત્રો તથા પ્રિયજનો જેને વાંચન નો શોખ છે તેમને આ વાર્તા જરૂર થી વંચાવશો..આભાર..