AN incredible love story ( આ કહાની સંપૂર્ણ પણે કાલ્પનિક છે )
"ઇતિહાકસને જાણવામાં જ નહિ પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોવામાં જે ગાથા છે તેની કહાની જ એક અનેરી દાસ્તાન છે", પ્રોફેસર. મેધનાએ કહેલા આ શબ્દો અનુરાગને સ્પર્શી ગયા...
લેકચર પૂરું થતા અનુરાગે પોતાના મિત્રો સાથે આ વાત ઉપર ચર્ચા કરી અને ઇતિહાસના sy ના વિદ્યાર્થીઓની એક એવા ઐતિહાસિક સ્થળની મુલાકાતે જવાની અરજ પોતાના પ્રોફેસર મેઘના મેંમને કરવાનું વિચાર્યું... અને બીજા દિવકસની રાહ જોવાનું નક્કી કર્યું..
અનુરાગે ઘરે આવ્યા પછી બપોરનું ભોજન ગ્રહણ કર્યું, થોડા આરામ કર્યા બાદ તેણે ક્યારે આંખ લાગી ગઈ અને એ આરામ ક્યારે સપનાની અવિરત ભાષા બની વહેતી સમાંતર રેખા બની ગઈ તેને ખબર જ ન રહી....
સપનામાં પહેલાતો ધૂંધળા દ્રશ્યો દેખાતા હતા, બાળપનમાં તેના નાનીબા (નાની )એ કહેલા શબ્દો ગુંજતા હતા, અભય પૂર એ શ્રાપિત શહેર તરીકે ઓળખાય છે એવી લોકોમાં ઘણી ચાલતી વાતો તેના કાને પડતી હતી એ અવાજના ઘણા ખરા દાયકાઓ વીતેલા શ્રાપિત લોકો અને તેનો ઇતિહાસ તેની નજરે પડતો હતો....
અનુરાગને સામાન્ય વાતાવરણમાં પણ પસીનો છૂટવા લાગ્યો હતો, બેડ ઉપર સુતેલી તેની આંખ અચાનક ખુલી અને તેની નજરે તેણે જે સપનામાં જે જોયું હતું તેના વિચારોમા તે ફરીથી ખોવાઈ ગયો...
ફરીથી અભયપુરના વિચારોમાએ ખોવાયો, સાંજે ચાર વાગતા તેની ઉપર એક કોલ આવ્યો કોલની રિંગ વાગતા તેના બધા કાલ્પનિક સપનાઓ તૂટ્યા, તેણે કોલ ઉઠાવ્યો, તે કોલ તેના પપ્પાનો હતો, ટ્રાફિકના અવાજમાં પરોવાયેલા એના પપ્પાએ કહ્યું હું અને તારી મમ્મી, મામાના ઘરે જવાના એટલે આજે લેટ થશે અને તારે આજે કાકાના ઘરે જવાનુ છે ત્યાં જમવા માટે કારણકે આજે તારા નાનીની તબિયત થોડી નાજુક છે એટલે ત્યાં જવું પડશે ચિંતા ન કરજે અમે જલ્દી આવીશું....
અનુરાગ ફરીથી વિચારોમા ખોવાયો નાનીથી આજે સવારેતો વાત થઇ છે, અને અચાનક કઈ રીતે એમની તબિયત બગડી શકે,એના મનમાં વિચારોનું શીત યુદ્ધ ચાલવા લાગ્યું, એકબાજુ કોલેજના વિચારો અને એકબાજુ નાનીની તબિયતનું ટેન્શન, આખરે ઘણી કલ્પનાઓ પછી તે રાતે કાકાના ઘરે ગયો....
કાકાને ઘરે થોડી વાતો થઇ પછી જમવાનું પીરાસવામાં આવ્યું, જમતા -જમતા કાકી જોડે કોલેજની વાતો થઇ, અનુરાગે તેની કઝીન સિસ્ટર આરાધ્યા જે તેની કોલેજમાંથી પ્રવશે ગયેલી હતી તેના વિશે માહિતી લીધું 2 દિવસમાં એ આવવાની હતી એની વાતો થઇ....
કાકાએ અનુરાગ જોડે થોડી મજાક કરી, જમ્યા પછી કાકા સાથે ચેસ રમવાની તેને બહુ મજામાં આવી, બાળપનથી જ તેને કાકા જોડે અતૂટ લાગણી બંધાયેલી, ચેસનો રસ પણ જેને કાકા જોડેથી જ જાગેલો સાથે- સાથે કેરમ રમવામાં પણ તેને એટલો જ રસ રહેલો ... ધીમે - ધીમે રાત્રી આગળ વધવા લાગી સાડા દસ થઇ ગયા અને એના પાપાનો કોલ આવ્યો અમે ઘરે આવી ગયા છીએ તારે કાકાને ત્યાં રોકાવું હોય તો રોકાવું હોય તો રોકાઈ શકે છે... અનુરાગે સવારે વહેલું કોલેજમાં જવાનુ હોવાથી રોકાવાની ના પાડી અને ત્યાંથી ઘરે જવાનુ નક્કી કર્યું તેને કાકા અને કાકીને કહ્યું દીદી 2 દિવસમાં ઘરે આવે એટલે હું એમને મળવા ફરીથી અહીં આવીશ તેને જય શ્રી કૃષ્ણ કહીને પોતાનું બાઇક સ્ટાર્ટ કર્યું... અને વેહિકલને સુમસાન રોડ ઉપર દોડાવવાની શરુ કરી...
ઠંડીના દિવસોમાં હાથ કંપતા હતા, વેહિકલ ઉપર વધારે મોસમી વાયરો લાગતો હોય છે, આમતોર પર શિયાળાની ઠંડીમાં ખુબ જ મુશ્કેલ હોય છે વેહિકલ ચલાવવું, આખરે તે ઘરે પહોંચ્યો મમ્મી- પપ્પા જોડે નાનીની તબિયત વિશે જાણકારી લીધી, હવે ઠીક છે પણ બ્લડ પ્રેસર વધ -ઘટ થઇ જવાથી હજી થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે એમને, કાલે તું કોલેજ જતી વખતે ત્યાં જઈ શકે છે હોસ્પિટલમાં, એના મમ્મી -પપ્પાને ખબર હતી નાની અનુરાગ માટે કેટલા અગત્યના વ્યક્તિની ભૂમિકા ભજવે છે, તેને હામી ભરી અને ગુડ નાઈટ કહી બેડ ઉપર જવાનુ નક્કી કર્યું..
અનુરાગે આંખો બંધકારી આખાદિવસની વીતેલી ક્ષણો તેને ઘેરાઈ રહી હતી, જાણે કે કોઈ માદક પદાર્થનો ધીમો- ધીમો નશો તેની આંખો ઉપર છાંયો હોય પરંતુ તે હવે સપનામાં છવાઈ ગયેલો હતો તેના લોહીના દરેક કતરામાં તેના દિલની ધડકનની ધ્વનિ તેના કાનોમાં ગુંજી રહી હતી...
એલાર્મ વાગ્યું તેની આંખો બધી ભ્રમનાઓ છોડી હવે આગળ ધૂંધળી દીવાલ પરની ઘડિયાળ જોઈ શકતી હતી તેની આંખોને હાથ વડે, હૂંફ આપી આંખ ખોલી સવારના 6 વાગ્યાં હતા, તેની 8 વાગ્યાની કોલેજ હતી, તેને બેડ ઉપરથી ઉભા થયાં પછી ફ્રેશ થવાનો નિર્ણય કર્યો ફ્રેશ થયાં પછી નાસ્તો કર્યો ન કર્યો અને તે કોલેજમાં ગયો...
કોલેજમાં જતા જ તે તેની બેસ્ટ ફ્રેન્ડ નિત્યા જોડે ગયો અને આગળના દિવસે બનેલી દરેક ઘટનાઓ વિશે વાત કરી... એટલામાં લેકચર શરુ થવાનો બેલ વાગ્યો... થોડીવારમાં લેકચર શરુ થયું... બધા ક્લાસમેંટ અને ફ્રેન્ડ મળ્યા વાતો થતી હતી મેમ કોને પોતાની recherch માં સાથે લઇ જશે એટલામાં જ મેઘના મેમ આવ્યા અને એમને અનાઉન્સ કર્યું કે મારી સાથે આવશે અનુરાગ, નિત્યા રચિત અને ચિત્રા મેં એમની ઇતિહાસ પ્રત્યેના પ્રોજેક્ટસ જોયા પછી જ એમને નક્કી કર્યા છે congratulations સાથે આખો ક્લાસ તાળીઓથી એમને વધાવવા લાગ્યો... અને સાંભળો ઐતિહાસિક સ્થળ છે અભયપુર.... બધા શોક થઇ ગયા અને ચર્ચા કરવા લાગ્યા શ્રાપિત શહેર?.... અનુરાગ ના પાડવા જતો હતો મેંમને ત્યાં નિત્યાએ તેને બોલાવ્યો અને કહ્યું ના આપણે જઈશું... અનુરાગે ચુપ્પી સાધી...
મેઘના મેમએ કહ્યું ઇતિહાસને નજીકથી જાણીને જ ખબર પડશે કે અભયપુરની કહાની સાચે જ શ્રાપિત છે કે કોઈ કલ્પના?
ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો....
ક્રમશ :......