The hidden secret of golden marriage in Gujarati Short Stories by Krishna books and stories PDF | સુવર્ણમય દાંપત્ય નો છૂપો રહસ્ય

The Author
Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

સુવર્ણમય દાંપત્ય નો છૂપો રહસ્ય






સ્મિતા અને મનન નાં લગ્નનો આજે ચોથો વરસ ચાલતો હતો. બન્ને એકબીજા સાથે સુખી હતા, મનન સ્મિતાનો ખૂબ સારી રીતે ધ્યાન રાખતો હતો, એને કોઈ પન વાતની કમી મહેસૂસ થવા દેતો નહતો. પણ સ્મિતાના લગ્ન મનન સાથે એની મરજી વિરૂદ્ધ થયા હતા,એટલે મનન ક્યારે સ્મિતાના મનનો માણીગર બની શક્યો નહીં. લગન બાદ મનન સ્મિતાને લઈને મુંબઈ આવી ગયો હતો. ત્યાં બન્ને એકલા જ રહેતા હતા. મનન કામ માટે સવારે જલદી નીકળી જાય ને સાંજે મોડેથી ઘરે આવે. સ્મિતા પણ એ સમયમાં પોતે એકલી ક્યાંય ને ક્યાંય ફરવા નીકળી જાય. પોતે એકલી થઈ જાય છે એ મનન સમજતો હતો એટલે એને કોઈ દિવસ સ્મિતાને રોકી નહીં. ને સામે સ્મિતા પણ મનન નાં પાછા આવવાની પહેલા જ ઘરે આવી જતી. આમ બંનેની લાઈફ શાંતિથી પસાર થઈ રહી હતી.

આમજ એક દિવસ સ્મિતા મનનનાં ગયા પછી મહાલક્ષ્મી મંદિર જવા નીકળી. બસ સ્ટોપ પાસે પોચવાની જ હતી ત્યાં એનો પગ નીચે ખાડામાં આવતાં એનું બેલેન્સ ગુમાવી નીચે પડવા જતી હતી, ત્યાંજ પાછળથી કોકે એને પકડી ને પડતા બચાવી લીધી. સ્મિતા પોતાને સાચવીને એ વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા જેવું ઉપર જુએ છે ત્યાં તો મોઢામાંથી હર્ષનાં ઉદ્દગાર અને આંખે આશ્ચર્યની ધાર સાથે શબ્દો સરી પડે છે "કાના"તું!!!સ્મિતા તું!!!. બન્ને એકબીજાને અનાયસે જ ભેટી પડ્યા. આ કાનો એટલે સ્મિતા સાથે કોલેજમાં ભણતો સ્મિતાના મનનો માણીગર મોહન. નામ મોહન હતું પણ સ્મિતા એને હમેશા કાનો કહીને જ બોલાવે. દુનિયા ને લોકોની પરવા વગર બન્ને એકબીજાના આલિંગનમાં ખોવાઈ ગયા હતા. પણ અચાનક લોકોના અવાજો એ બંનેની તંદ્રા તોડી. પગ મરડાઈ ગયો હોવાથી સ્મિતા ચાલી નોતી શકતી. એટલે મોહન એને હાથ પકડીને ઘરે મૂકી આવ્યો. રસ્તામાં બન્ને વચ્ચે ઘણી બધી વાતો થઈ. બન્નેના મનનો સુકો રણ પાછું પ્રેમની વરસાદથી ભીંજાઈ ગયું. નંબર ની આપલે સાથે ફરી મળવાનો વાયદો પણ થયો. સ્મિતા હવે વધુ ખુશ રહેવા લાગી.

મનનને પણ સ્મિતામાં બદલાવ દેખાવા લાગ્યો હતો, પણ એણે કઈ પૂછવું યોગ્ય ન સમજ્યું.હવે સ્મિતા અને મોહનની મુલાકાતો ને નજદીકી સમય વધતા વધતી ગયી, જોત જોતામાં સ્મિતાનો બર્થડે આવ્યો. આ દિવસ પન બન્ને સાથે ઉજવશે એવું નક્કી કર્યું. મનન રાતે 12 વગે જ સ્મિતાને સરપ્રાઈઝ આપવા કેક અને સરસ મજાની ગિફ્ટ લઈ આવે છે,બન્ને એકબીજાનો સાથ માણે છે, બીજા દિવસે પણ મનનએ ઓફિસથી રજા લીધી હોય છે, આ સાંભળીને સ્મિતાને થોડો ડર લાગે છે, જો મોહન આવી જસે તો!!!!

પણ સ્મિતની મૂંઝવણ જાણે ભગવાન પોતેજ ઉકેલતા હોય, મનનને ઓફિસથી ફોન આવે છે, ને એને અર્જન્ટ મિટિંગ માટે ઓફિસ બોલાવે છે. આ બાજુ મનન નાં જતાની થોડીજ વારમાં મોહન આવે છે, આજે સ્મિતા પોતાની બધીજ લાજ શરમ નેવે મૂકીને મોહનની થઈ જાય છે.આ બાજુ ઓફિસમાં મિટિંગ ની વચ્ચેજ મનનને અચાનક ચક્કર આવે છે એ બેભાન થઈને ત્યાંજ પડી જય છે. એને તરત જ ઓફિસ તરફથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ડોક્ટરે એને કેન્સર ( પ્રોસ્ટેટ )નિદાન કર્યું. હવે મનન ક્યારે બાપ નહિ બની શકે, એવું ડોકટરે જણાવ્યું. મનન પોતે આવાત સ્મિતાને કઈ રીતે જણાવશે,સ્મિતા પર શું વિતશે એની મૂંઝવણમાં હતો.


આ બાજુ સ્મિતાને કોઈ વાતની જાણ જ નહતી, હવે મનન સ્મિતથી વાત છુપાવવા અને પોતાની સારવાર માટે બે મહિના માટે ઓફિસ ટુર નું બહાનું કાઢીને સ્મિતાથી થોડો સમય દૂર જતો રહે છે. સ્મિતા અને મોહન ને તો જે જોઈતું હતું એ મળી ગયું. આ બે મહિનામાં સ્મિતાને પોતે પ્રેગનન્ટ છે એવા સમાચાર મળ્યા. મોહને ખુબ ચાલાકીથી પોતાને સ્મિતા અને એના બાળકથી પીછો છોડાવી ત્યાંથી હમેશા માટે જતો રહ્યો.સ્મિતાએ મનન નાં આવતાની સાથે જ આ સમાચાર મનનને આપ્યા. આ સાંભળીને મનનના પગનીચેથી ધરતી સરકી જાય છે, ને પોતે આ બાળકનો પિતા નથી એ વાતનું રહસ્ય ફકત એને જ ખબર હોયછે. પણ હવે જો પોતે પોતાની સચ્ચાઈ સ્મિતાને કહે છે તો બન્નેનો દામ્પત્ય જીવન વેર વિખેર થઈ જસે. ને જો આ રહસ્ય પોતે પોતાની છાતી એ છુપાવી દેશે તો બાળકને બાપ મળી જસે, ને પોતાનું સુખી દામ્પત્ય જીવન પણ સુખી જ રેસે. બસ આ જ વિચારે મનનને પોતાના જીવનના બે રહસ્યો પોતાની અંદર જ દબાવી દીધા. ને આજે બન્નેનું દામ્પત્ય જીવન દિકરીના રૂપે સુવર્ણ રંગે રંગાયો છે. ને એક છુપુ રહસ્ય હમેશા માટે છુપાઈ ગયો.


જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏