જાનકી સવાર થી પૂછી રહી હતી કે નિહાન તું ઠીક છે ને...!? પણ નિહાન તેને ચિંતા ના થાય એટલે હા બધું બરાબર જ છે આવા જવાબ આપી રહ્યો હતો... પણ જાનકી ને તે માનવા માં આવતું ના હતું.. એટલે તે વારે વારે મેસેજ કરી ને નિહાન સાથે વાતો કરે રાખતી હતી... નિહાન ને હજું સુધી ઘર માં થયેલ બોલા ચાલી ને લીધે શાંતિ થતી ના હતી..
બરાબર ત્યારે જ બની શકે કે બરાબર ત્યારે કૃપાલી નો મેસેજ આવ્યો...
" Happy diwali Nihan...🎊🎉"
નિહાન ખાલી
"Hmmm " આવો જવાબ આપે છે...
ભલે ને હાલ જાનકી અને નિહાન એક બીજા ની આંખ ના પલકારા થી મન ની વાત જાણી લેતા પણ એક સમય માં કૃપાલી તેની ફ્રેન્ડ હતી.. તેથી તે નિહાન ના આવા જવાબ થી સમજી ગઈ કે કંઈક ગડબડ છે.. તે નિહાન સાથે વાતો કરવા લાગે છે તેને ખબર હતી નિહાન થોડી વાર પછી જ બોલશે કે શું થયું છે.. તેથી વાતો કરતા કરતા અચાનક પૂછયું કે "શું થયું છે તને કેમ વાત બરાબર નથી કરતો...!?"
નિહાન પણ બોલી જાય છે કે "પપ્પા સાથે થોડું બોલવાનું થઈ ગયું છે..."
કૃપાલી સારા મિત્ર ની જેમ શાંત થવા કહે છે.. પણ તેને એકલો નથી રહવા દેતી.. લગભગ આખો દિવસ તે નિહાન સાથે વાત કરે છે.. કે નિહાન ને એકલું ના લાગે... આ તરફ જાનકી પણ મેસેજ માં હોય છે.. પણ ફેમિલી ના કારણે તે વચ્ચે વચ્ચે ગાયબ થઈ જતી હતી.. નિહાન પણ સમજી રહ્યો હતો કે જાનકી ને તેની ચિંતા થાય છે પણ તે વાત કરી શકે તેમ નથી.... બીજી તરફ કૃપાલી મેસેજ થી સાથે જ હતી... નિહાન ને જે જાનકી ના બહાર ગયા પછી એકલું લાગતું હતું એ હાલ કૃપાલી સાથે વાતો થી એવું લાગતું ન હતું... રાતે પણ જાનકી થોડી વાર મેસેજ માં આવી ને જતી રહેલ.. પછી પણ નિહાન કૃપાલી સાથે વાત કરતો હતો... પણ કંઈક અધૂરું લાગતું હતું.. જે સમજાતું ના હતું...
બીજા સવારે ફેમિલી થી થોડી વાર માટે દૂર જઈ એકલી થઈ ને નિહાન ને વિડિયો કોલ કરી લીધો... જાનકી નો આમ અચાનક કોલ આવી જશે તે નિહાન ને કોઈ અંદાજો જ ના હતો... જાનકી ને સામે જોઈ ને નિહાન બધું બરાબર થઈ જાય છે.. પાછલી રાત જે કૃપાલી સાથે આટલી વાત કર્યા પછી પણ જે મન ના એક ખૂણા માં અધૂરું લાગતું હતું તે જાનકી ને જોવા માત્ર થી હવે પરિપૂર્ણ થઈ ગયું હતું.. જાનકી એ કહ્યું તે કાલ આવી જશે.. તો જાણે એમ કે કોઈ વર્ષો બાદ ઘરે આવતું હોય એવું લાગ્યું હતું... બસ પછી રજા ના થોડા દિવસ જ બાકી રહ્યા હતા... બસ કૉલેજ ખૂલવાની રાહ જોવાઈ રહી હતી.. કાલ કોલેજ જવાનું હતું..
સવારે રોજ ની જેમ જાનકી યુગ ના ગયા પછી કોલેજ જવા માટે નીકળે છે... આજ તે થોડી મોડી હતી એટલે જલ્દી જલ્દી ક્લાસ માં જાય છે તેને ખબર હતી કે નિહાન રાહ જોતો હશે... નિહાન તેની રાહ જોતો બેઠો હતો મન વગર ગેમ રમી રહ્યો હતો.. જાનકી પાછળ થી તેની આંખો પર હાથ રાખે છે.. નિહાન એક જ સેકન્ડ માં બોલ્યો..
" Jaaan,..."
જાનકી તેની સામે આવે છે.. ના જાનકી કે ના નિહાન કોઈ પોતાની જાત ને રોકી શક્યા નહીં અને ટાઈટ હગ કરી લીધી.. લગભગ 2 મિનિટ પછી ઘ્યાન આવ્યું કે આપણે ક્લાસ માં છીએ... બસ માંડ શ્વાસ મળ્યો હોય એક બીજા ને એમ છુટા ના પડી રહ્યા હતા આખો આખો દિવસ સાથે ને સાથે રહતા...
લગભગ દસ દિવસ પછી એક દિવસ નિહાન જરા મોરો મોરો હતો.... જાનકી તેને આમ જોઈ ને ક્યાર ની પૂછતી હતી..
"Oyy, બોલને શું થયું છે... આમ કેમ મોહ પર બાર વગાડી ને બેઠો છો...?!"
નિહાન લગભગ જાનકી ના ત્રણ ચાર વાર પૂછ્યા પછી બોલ્યો...
" જાનકી બેસ અહીં માટે વાત કરવી છે તારા સાથે... તેને કંઈક કેહવુ છે.. પણ સમજાતું નથી કેવી રીતે કહું.. ક્યાં થી શરૂ કરું... મને ડર લાગે છે કે તું શું વિચારીશ મારા માટે.. તું મને નહીં બોલાવે તો આ વાત પછી...."
જાનકી તેને અટકાવતા બોલી..
" જો તું સીધું સીધું બોલ.. આમ બોલી ને મને ચકડોળે ના ચડાવ..."
નિહાન જાનકી નો હાથ પકડી ને બોલ્યો....
" જાનકી હમણાં તું જ્યારે દ્વારકા ગઈ હતી ત્યારે કંઈક થયું હતું..."
જાનકી બોલી
" હા, મને ખબર છે પણ શું એ તું બોલ્યો જ નહીં... બોલ શું થયું હતું..."