૭
"ગોપાલ, તને શું લાગે છે? આપણે અહીં રહેવું જોઈએ?" વિરલ ઝરૂખામાં બેસીને બગીચા તરફ જોઈ રહી હતી.
"ફરવા આવી છે અહીં? આ કોઈ બીજો દેશ છે કે હમણાં ફ્લાઇટ પકડીને ઘરે જતાં આવશુ, અહીં ફોન પણ નથી 'ને તું એક તો.... અહીં રેહવું જોઈએ એ કોઈ પ્રશ્ન છે તારો યાર વિરલ." ગોપાલને તેના ફોનની યાદ આવી રહી હતી.
"જો, કુંવર અભયસિંહ..." વિરલએ હમણાં બગીચામાં આવેલા અભયસિંહ તરફ આંગળી ચીંધી.
"તું સાચી હતી વીરુ, કુંવર અભયસિંહતો શર્ટ પે'રતા જ નથી." ગોપાલ અભયસિંહના આકર્ષક વ્યક્તિત્વને જોઈને પ્રભાવિત થઇ ગયો હતો.
"ડોન્ટ ફૉલ ઈન લવ વિથ હિમ, હી ઇઝ અ બેડ મેન." વિરલએ મોઢું ચડાવ્યું.
"માં અને બાપુની યાદ આવે છે મને, મારું ઘર અને મારો ફોન.... બધું બઉ યાદ આવે છે." ગોપાલની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.
"મારે પણ ઘરે જઉં છે, પણ અહીંથી નીકળવું કેમ કરીને? કંઈક રસ્તો તો શોધવો જ પડશે બાકી આ લોકો આપણને જવા દે એવુ લાગતું નથી." વિરલની નજર હજુયે કુંવર અભયસિંહ પર હતી.
"આ લોકો જવા દે કે નઈ પણ એક માણસ નઈ જવા દે." ગોપાલએ અભયસિંહ સામે જોઈને વિરલને કોણી મારી.
"તું આડુંઅવળું વિચાર્યા વગર અહીંથી નીકળવા વિશે વિચાર." વિરલએ ડોળા કાઢયા.
"હા, હા. આડુંઅવળું નઈ સીધું વિચારીશ." ગોપાલ હસી પડ્યો.
"ચાલ મારી સાથે." વિરલ ગોપાલને ખેંચીને લઇ ગઈ.
"આપણે આ શહેર જોઈને શું કરવું છે?" ગોપાલ રથમાં વિરલની બાજુમાં બેઠો હતો.
"મને લાગ્યું કે આપણને એકલા જવા મળશે બા'ર, પણ ક્વિન ઇઝ સચ અ સ્માર્ટ લેડી." વિરલએ ઘોડા પર તેની આજુબાજુ ચાલતા સૈનિકો તરફ ગુસ્સાથી જોયું.
"પણ તારે જવું છે ક્યાં?" ગોપાલ કંટાળી ગયો હતો.
"હું આ શહેરમાં તળાવ છે કે નઈ એ શોધવા માંગુ છું, તળાવ મળી જશે તો કદાચ પાછા ઘરે જવાનો રસ્તો મળી જશે." વિરલએ ધીમેથી ગોપાલના કાનમાં કહ્યું.
બન્ને રથ પર બેસીને આ સુંદર નગરનો નજારો માણી રહ્યાં હતાં, અચાનક વિરલની નજર એક તળાવ પર પડી અને તેણીએ રથ ઉભો રાખવા બુમ પાડી.
"પેલા તળાવ તરફ ચાલો." વિરલએ સૈનિકોને કહ્યું.
"ક્ષમા કરશો, પરંતુ રાજપરિવાર સિવાય કોઈને એ તળાવ તરફ જવાની છૂટ નથી." સૈનિકએ નીચું માથું રાખીને જણાવ્યું.
વિરલના કાન સૈનિકની વાત સાંભળીને ચમક્યા હતા, તેની શોધ પુરી થઇ હતી અને તેથી જ તેં ખુબજ ખુશ થઇ ગઈ હતી.
"શું થયું? કેમ ગાંડાની જેમ એકલી એકલી હસી રઈ છે?" ગોપાલએ વિરલના માથા પર ટપલી મારી.
"કંઈ નઈ ચલો, શહેર જોઈ લઈએ." વિરલ રથમાં બેસીને વિચારવા લાગી, "આ એજ તળાવ છે જેમાંથી અમે અહીં આવ્યાં પણ છતાંય એકવાર ખાતરી કરી લેવી જોઈએ, જોં મારું અનુમાન સાચું ઠરસે તો અહીંથી અમે બન્ને અમારી દુનિયામાં પાછા જઈ સકશું અને અમે બન્ને જઈશુંજ."
"રાત્રે ફરીથી એ પાણી આવશે અને આપણને બધાંને વહાવી જશે." નિર્મળાએ કહ્યું.
"આપણે હાલથીજ બચાવની યોજના બનાવવી પડશે જેથી..." નિર્માણ તેની વાત પુરી કરે એ પહેલાંજ નિર્મળા વચ્ચે બોલી, "ઉહું, આપણે બચાવની યોજના નથી બનાવવાની પણ બચાવના પ્રયત્ન કરીએ છીએ એવો અભિનય માત્ર કરવાનો છે."
"કેમ?" વિહારએ પૂછ્યું.
"કેમકે આપણે વિરલ અને ગોપાલ પાસે જવાનું છે." હિના તરત નિર્મળાની યોજના સમજી ગઈ હતી.
"ઇન્ટેલીજન્ટ લેડીઝ." વિહારએ બન્ને છોકરીઓની પીઠ થાબડી, પણ બન્નેના ચેહરા પર તેમની યોજનાની સફળતાની આશા અને નિષ્ફ્ળતાનો ડર હતો.
"વિરલ અને ગોપાલને લીધા વગર પાછા ઘરે નઈ જઇયે." નિર્માણએ બન્નેને ખભા પર હાથ મુક્યો, બન્નેએ નિર્માણની છાતી પર માથું ઢળી દીધું.
"હું પણ." વિહાર દોડીને ગ્રુપહગમાં સામેલ થયો અને બધાંએ જીતવાનો ઈરાદો મજબૂત કરી લીધો.
રાતનું અંધારું વધ્યું તેમ તેમ બધાયના દિલના ધબકારા પણ વધી રહ્યા હતા, યુવાનીનું જોમ અને સાહસ તો હતુંજ પણ ઊંડે ઊંડે પોતાના જીવ માટે પ્રેમ પણ હતો. સ્વપ્રેમ કે મિત્રપ્રેમની અવઢવમાં ફસાયેલ યુવાનો કોઈ નિર્ણય પર આવે એવી રાહ પાણીએ જોઈ નહોતી, કાલના જેમજ એ પાણી ફરીથી કિનારા તરફ આગળ વધી રહ્યું હતું.
પૂર્વનિશ્ચિત યોજના મુજબ બધાં સ્વપ્રેમને કિનારે કરીને તળાવના કિનારેથી દૂર ભાગ્યાં, બધાંને બચવું હતું એવો અભિનય બધાય એટલો બખુબી નિભાવી રહ્યાં હતાંકે બધાયને રંગમંચનો સર્વોત્તમ એવોર્ડ મળી જાય.
પાણી બધાંને પોતાની સાથે તળાવ તરફ લઇ જઈ રહ્યું હતું અને તળાવથી દૂર જવાનો અભિનય બધાં બખૂબી કરી રહ્યાં હતાં, બસ અમુક ક્ષણો પછી ચારેય જણ વિરલ અને ગોપાલ પાસે પહોંચી જવાનાં હતાં, બસ થોડીક જ ક્ષણો અને આ બધું કદાચ ખતમ થઇ જવાનું હતું પણ માનવીએ બનાવેલી યોજનાને ઘણીવાર બીજા માણસની યોજના એટલી ખરાબ રીતે બગાડતી હોય છે કે માણસ એ દુઃખ આજીવન ભૂલી નથી શકતો.
અમુક ક્ષણોમાં સફળ થવા જઈ રહેલી આ માનવીય યોજનાને પણ બીજી માનવીય યોજનાએ જોરદાર થપ્પડ મારીને નિષ્ફ્ળતા તરફ ફેંકી દીધી હતી, અચાનકજ આસ્થા ગાડી સાથે ત્યાં આવી પહોંચી હતી અને તેની સાથે ચાર વ્યક્તિઓને પણ લાવી હતી.
નિર્માણ, હિના, વિહાર અને નિર્મળા આસ્થાને જોઈને ગભરાઈ ગયાં હતાં કેમકે આસ્થાને તેમની યોજના વિશે કોઈજ માહિતી નહોતી અને ઉપરથી તેની સાથે ચાર વ્યક્તિ હતા.
કોઈ કંઈ કરે, કંઈ વિચારે, કંઈ સમજે કે બચાવનો પ્રયાસ કરે એ પહેલાંજ તોફાની પાણી ગાડીસહિત ૯ જણને વહાવી ગયું અને આ એક ઘટનાએ પાયો નાખ્યો એક અતિભયંકર સંહારનો, એક અતિભયાનક પ્રકરણની શરૂઆત આસ્થાના આવવાથી થઇ ચુકી હતી.
ક્રમશ: