A Chhokri - 16 in Gujarati Fiction Stories by Violet books and stories PDF | એ છોકરી - 16

The Author
Featured Books
Categories
Share

એ છોકરી - 16

(ભાગ-15 માં આપણે જોયું કે રૂપાલીનો સંપૂર્ણ લુક ચેન્જ થઈ ગયો હતો, સોમવારથી એના ક્લાસીસ શરૂ થવાના હતા) હવે આગળ જુઓ

આખરે એ દિવસ આવી ગયો, સોમવારની ખુશનુમા સવાર હતી, મારી આજે છેલ્લી રજા હતી, રૂપાલીના ક્લાસીસનો પહેલો દિવસ હોવાથી રજા રાખી હતી જેથી એને એકલુ ના લાગે. હું સવારનો મારો નિત્યક્રમ પતાવીને નીચે આવી ગઈ હતી. રૂપાલીને પણ લગભગ પંદર દિવસ થવા આવ્યા હતા પણ મારે કહેવાની જરૂર પડતી ન હતી તે વહેલી ઊઠી જતી હતી અને પોતાનું દૈનિક કામ પતાવીને તૈયાર થઈ જતી હતી. ગામડામાં રહેલી હોવાના કારણે વહેલા ઊઠવાની તેની આ ટેવ ખૂબ સારી હતી.

અમે ચા-નાસ્તા માટે ભેગા થયા હતા રોનક અને મેં અમારી થોડી ચર્ચાઓ કરી, દિવસ દરમ્યાનના અમારા કામની વાતો કરી રોનકને ઓફિસ જવાનું હોવાથી તે તૈયાર થઈને ઓફિસ જવા માટે નીકળી ગયા. રૂપાલી પણ મારી સાથે બેસીને વાતો કરતી હતી. ત્યારબાદ જમીને ક્યારે 2 વાગ્યા ખ્યાલ જ ના આવ્યો.

2.15 વાગ્યે મૃણાલી હાજર થઈ ગઈ. મેં મૃણાલી સાથે રૂપાલીની ઓળખાણ કરાવી. મૃણાલીએ પણ હાસ્ય કરી ને રૂપાલી સાથે સરસ વાત કરી. મૃણાલીએ રૂપાલીને પૂછ્યુ શું રૂપાલી એકદમ પરફેક્ટ બની જવું છે ને તારે ? રૂપાલી બોલા હા બહેન ચોક્કસ હું ખૂબ મહેનત કરીશ. મૃણાલી બોલી, ગુડ ગુડ. મને કહે વીણાબહેન આ છોકરી ચોક્કસ ખૂબ આગળ વધશે.

આજે પહેલો દિવસ હોવાથી સામાન્ય બાબતોથી શરૂઆત કરવાની હતી. આ મુજબ દરરોજ રૂપાલીના ક્લાસીસ શરૂ થઈ ગયા. રૂપાલી પણ મૃણાલીએ આપેલ દરેક કામ ચોક્કસતા પૂર્વક સમજીને કરતી હતી. તેને જે પણ હોમવર્ક આપવામાં આવતુ તે પૂરુ કરીને જ તે જંપતી હતી. આ દરમ્યાન કદાચ મારી સાથે પણ તેની વાત ઓછી થઈ ગઈ હતી કારણકે જ્યારે પણ તે નવરી હોય તે પોતાને જે શીખવાડવામાં આવતુ તેની પ્રેક્ટીસ કર્યા કરતી હતી. જોકે મને આ ખૂબ સારુ લાગતુ હતુ કે તે આટલા ધ્યાનથી બધુ કરી રહી છે. વચ્ચે વચ્ચે તે સમય કાઢીને તેના પિતાજી સાથે પણ વાત કરી લેતી હતી. મારે દરરોજ કોલેજ જવાનું હોવાથી હું મારા નિત્યક્રમ મુજબ કોલેજ જતી પણ રૂપાલીને હવે કોઈ ચિંતા ન હતી તે સંપૂર્ણપણે એડજસ્ટ થઈ ગઈ હતી. રૂપાલીના પિતાને હું નાણાંકિય મદદ સમયાંતરે કરતી રહેતી હતી જેથી તેમને પણ કોઈ તકલીફ ના પડે.

આમને આમ છ મહિના ક્યાયં પસાર થઈ ગયા ખબર જ ના પડી. અને ખરેખર રૂપાલીએ કહ્યા મુજબ કર્યુ, તેનામાં ઘણો ફેરફાર આવી ગયો હતો. તેની બોલી તો બિલકુલ બદલાઈ ગઈ હતી, કોઈ જો એને પહેલીવાર મળે તો માની પણ ના શકે એ છ મહિના પહેલા જ નાનકડા ગામડામાંથી આવી છે. તેના વર્તનમાં પણ ખૂબ ફેરફાર હતો. બધુ બદલાઈ ગયુ હતુ. અંગ્રેજી ભાષા પણ સારુ પ્રભુત્વ મેળવી લીધુ હતુ.

આજે હું મૃણાલીની જ રાહ જોતી હતી, તેની સાથે વાત કરીને નક્કી કરવાનું હતું કે શું હજુ રૂપાલીને ક્લાસીસ ચાલુ રાખવાની જરૂર છે કે પછી તેને સ્કૂલમાં એડમીશન લેવડાવી દઉ ? રૂપાલીને આઠ-નવ ધોરણ સાથે કરવાના હતા. આ અંગે હવે યોગેશભાઈ સાથે વાત કરવી જરૂરી હતી. સાંજે મૃણાલી આવી એટલે મેં તેની સાથે બેસીને વાત કરી, મૃણાલીએ કહ્યું વીણાબહેન રૂપાલી મારી દૃષ્ટિએ હવે સ્કૂલમાં જવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તમે તેને મૂકી શકો છો.

મને સારુ લાગ્યું, તેથી મેં કહ્યું સારુ તો હવે આ માટે યોગેશભાઈ સાથએ વાત કરીને આગળની કાર્યવાહી કરીશ. અને તમારો આભાર મારે ફરી જરૂર પડે હું તમને ચોક્કસ યાદ કરીશ. મૃણાલીએ કહ્યું જરૂર જરૂર વીણાબહેન.

મૃણાલીના રવાના થયા બાદ મેં યોગેશભાઈ સાથે ફોન પર વાત કરી મારી ઓળખાણ અને રૂપાલીની વાત તાજી કરાવી. તેમણે મને બીજા દિવસે બપોર પછી મળવા જણાવ્યું. તેમણે કહ્યું નવું સત્ર લગભગ તૈયાર થવાની શરુઆત છે તેથી તમે એડમીશન લઈ શકો છો. તેને બે ધોરણ સાથે કરાવવાની જવાબદારી મારી. મેં કહ્યું આભાર યોગેશભાઈ.

બીજા દિવસે બપોર પછી હું રૂપાલીને લઈને યોગેશભાઈની ઓફીસ પહોંચી, અગાઉથી વાત થઈ ગઈ હોવાથી તરત જ મળવા માટે બોલાવી લીધા. યોગેશભાઈને મેં રૂપાલીની ઓળખાણ કરાવી. ત્યાં તો રૂપાલી બોલી પડી ગુડ આફ્ટર નૂન સર. હું તો આશ્ચર્યચકિત નજરે જોઈ જ રહી, વાહ વાહ શું વાત રૂપાલી ? તું તો છૂપી રૂસ્તમ નીકળી? મને ઘરમાં કંઈ કહેતી નથી અને અહીં તો જો ? યોગેશભાઈ પણ હસી પડ્યા. પછી તેમણે નોર્મલ જનરલ નોલેજને લગતા પ્રશ્નો કર્યા જે બધાના જવાબ તેણે સાચા આપ્યા. તેણે છ મહીના દરમ્યાન ખૂબ મહેનત કરી હતી તે દેખાઈ આવતી હતી. યોગેશભાઈએ એડમીશન ફોર્મ ભરાવીને તે પ્રક્રિયા પૂરી કરી. એક અઠવાડીયા પછી શાળા શરૂ થવાની હોવાથી યુનિફોર્મ અને બુક્સ અંગેની માહિતી આપી.

રૂપાલી તો ખુશખુશાલ હતી. યોગેશભાઈનો આભાર માની અમે ઘરે પાછા ફર્યા. રૂપાલીએ આવીને તરત તેના પિતાજીને સારા સમાચાર આપ્યા.

બસ મે કહ્યું રૂપાલી એક અઠવાડિયુ પછી તો તું સ્કૂલમાં જઈ. એ દરમ્યાન તને જે શીખવાડ્યુ છે તેની પ્રેક્ટીસ કરતી રહેજે. તારો યુનિફોર્મ અને બુક્સ આપણે લઈ આવીશું. શરૂઆતમાં તને અલગ લાગશે પણ એ બધુ ધ્યાને ના લઈશ અન મન લગાવીને ભણજે.

રૂપાલી બોલી સ્યોર વીણાબહેન, યુ ડોન્ટ વરી આઈ વીલ પ્રુવ ઈટ.

હું તો જોઈ જ રહી આ એ છોકરી હતી ? જેને મેં ખેતરમાં જોઈ હતી ?

હું પણ ખૂબ ખુશ હતી. રોનકને પણ સારા સમાચાર આપ્યા તેમણે કહ્યું વીણા તારી મહેનત રંગ લાવી રહી છે.

બસ હવે રૂપાલીની શાળા શરૂ થાય એની રાહ જોવાની હતી.

(શું થશે રૂપાલી શાળાના વાતાવરણમાં એડજસ્ટ થઈ શકશે? જુઓ આગળ ભાગ – 17)