Collegeni Jindagi - 6 in Gujarati Love Stories by Smit Banugariya books and stories PDF | કોલેજની જિંદગી - 6

Featured Books
Categories
Share

કોલેજની જિંદગી - 6

આગળના ભાગમાં આપણે જોયું કે પ્રિન્સિપાલનાં આદેશથી મિત હવે કોલેજ સ્ટુડન્ટ યુનિયમ લીડરનું ઇલેશન લડવાનો છે.એ પણ રાઘવની સામે.જેની સામે છેલ્લા બે વર્ષથી ઉભું રહેવાની કોઈની હિંમત નહતી થઈ.તે સની અને બીજા લોકોને મિતને ગોતીને તેની પાસે લાવવા માટે મોકલે છે.આ બાજુ મિતના ક્લાસમેટ તેને અભિનંદન આપતા હતા.કોઈને પણ આવનારી પરિસ્થિતિની કલ્પના પણ ન હતી.આ બધા વચ્ચે મિત એક વ્યકિત સાથે હાથ મિલાવે છે અને તેને જાણે પોતાના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ હોય તેવું લાગે છે.મિત તેનો ચહેરો જોવા માંગે છે પણ આટલા લોકો વચ્ચે મિત તેનો ચહેરો જોઈ શકતો નથી.

તો કોણ હશે એ વ્યક્તિ?
શું મિત તેને જોઈ શકશે?
શું મિત તેને મળશે?
શું થશે જ્યારે મિત અને રાઘવ સામસામે હશે?
મિતની જીંદગીમાં એકસાથે આટલા પરિવર્તનો?

આ બધાં સવાલો તમને થતા હશે....
તો આ બધા સવાલોના જવાબ મળશે આજના આ ભાગમાં.જેનું નામ છે - કોણ હતી એ...


કોણ હતી એ...

હજુ પણ બધા લોકો મિતની આજુબાજુ જ ઉભેલા હતા.અત્યારે રિશેષ હતી એટલે કોઈ પોફેસર આવવાના હતા નહિ.મિત હવે આ બધાથી કંટાળી ગયો હતો.હવે તેને આ બધા લોકોથી દૂર જવું હતું.તે પ્રિતની સામે જોવે છે.પ્રિત મિતની વાત સમજી જાય છે.તે પોતાની જગ્યા પરથી ઉભો થાય છે અને બધાને મિતને એકલો છોડવા માટે દૂર કરવા લાગે છે.પાંચ-દસ મિનિટમાં બધા લોકો જતા રહે છે ત્યાં જ મિતની સામે બે છોકરીઓ ઉભેલી હોય છે.તેમાની એક છોકરી આગળ આવીને મિતને કહે છે, "આજે તો પાર્ટી આપવી પડશે તારે.."

મિત : હા હા કોઈ વાંધો નહીં.

પ્રિત : અરે યાર પિંકી, તું હવે એ વાત છોડને.

મિત : અરે કોઈ વાંધો નહીં. હું સાંજે તમને લોકોને પાર્ટી આપીશ.તમે લોકો પણ મને વોટ આપજો...(મિત આટલું કહીને હસવા લાગે છે.)

પ્રિત : જો આ તો અત્યારથી જ નેતાગીરીમાં આવી ગયો.

મિત અને પિંકી બંને લોકો પ્રિતની વાત સાંભળી હસતા હોય છે.તેટલામાં પિંકીની પાછળ ઉભેલી છોકરી બોલે છે,"હું પણ આવી શકું તમારી પાર્ટીમાં?"

અચાનકથી આ બીજા કોઈ વ્યક્તિનો અવાજ સાંભળીને ત્રણે લોકો તેની સામે જોવે છે.ત્યાં જ પિંકી કહે છે, "અરે હા આની તો હું તમને ઓળખાણ કરાવવાનું તો ભૂલી જ ગઈ.હું પણ ખરી છું." પેલી છોકરી કહે છે, "રહેવા દે હવે.તારી આદત તો બધાને ખબર જ છે.હું પોતે જ મારો પરિચય આપી દઉં." આટલું કહીને તે મિતનીપાસે આવે છે અને પોતાનો હાથ આગળ કરીને કહે છે,"ફરી એકવાર મારા તરફથી તમને અભિનંદન."

મિત એ હાથ ઓળખી જાય છે કે આ તો બસ તે જ હાથ છે કે જેને અડતાની સાથે જ પોતાને એક અલગ અનુભવ થયેલો. હવે તમને લોકોને એવું થતું હશે કે મિતને આવી રીતે કઈ રીતે ખબર પડી કે આ તે જ વ્યક્તિનો હાથ છે.તો એનું એક કારણ છે કે તે છોકરીએ પોતાના હાથમાં બ્રેસલેટ પહેરેલું હતું જે મિતને યાદ હતું અને તેના પરથી જ મિત ઓળખી ગયો કે આ તે જ છોકરી છે.પહેલીવાર મિત તેનો ચહેરો જોઈ રહ્યો હતો અને તેને જોતા જ મિત જાણે આજુબાજુનું બધુ ભૂલીને બસ તેને જોતો જ રહી ગયો.

પ્રિત હળવેકથી મીતને ધક્કો મારે છે.જેનાથી મિત ફરી વાસ્તવિક દુનિયામાં પાછો ફરે છે અને તે પોતાનો હાથ આગળ કરીને બોલે છે, "આમ તો મારું નામ હવે તમને ખબર હશે તેમ છતાં કહી દઉં.મારું નામ મિત અને તમારું?"

મિતને અત્યારે એ ખબર ન હતી પડી રહી કે શું બોલવું...?પહેલી વખત તેને એવું લાગી રહ્યું હતું કે તેની પાસે શબ્દોની કમી છે.સામે છેડે થી પેલી છોકરી કહે છે, "મારું નામ યામિની.'

હવે મિતને તો ક્યાં કોઈ વાતનો હોશ હતો.તે તો બસ યામીનીનો હાથ પકડી અને પોતાની જગ્યા પર બેઠો હતો.તેને તો એવું જ લાગતું હતું કે જાણે આ સમય અહીં જ રોકાઈ જાય અને તે આ પળ આખી જિંદગી જીવતો રહે.ખબર નહિ મિતને આજ શું અનુભવ થતો હતો પણ આ કંઈક અલગ જ અનુભવ લાગતો હતો.તે આ પળને ક્યારેય પણ પૂરી થવા દેવા માગતો ન હતો.

લગભગ બે મિનિટ થઈ જાય છે પણ મિત યામિનો હાથ પકડીને એમનેમ બેઠો હોય છે.ત્યાં પિંકી હળવેથી મિતના ગાલ પર તપલી મારે છે અને કહે છે, "ઓ ભાઈસહાબ, કઈ દુનિયામાં ખોવાઈ ગયા?હવે તો હાથ છોડો..!! કે પછી ઘરે જ લઈ જશો??"

આ વાતથી પ્રિત અને પિંકી બંને હસવા લગે છે.પણ આ બાજુ મિત અને યામિની એ બંને તો શરમથી લાલ થવા લાગે છે. એમાં પણ મિત તો ખાસ. આ બધી વાતમાં આપણે પિંકીનો પરિચય તો જોયો જ નહીં.

તો પિંકીએ મિતની કલ્સમેટ.તે પહેલાં વર્ષથી જ મિતની મિત્ર બની ગયેલી.પણ પ્રિત સાથે પિંકીનો કઈક અલગ જ વ્યવહાર હતો.ના તર બંને વચ્ચે કોઈ લડાઈ ન હતી.ન તો એકબીજાથી કોઈ સમસ્યા. પણ પિંકીના દિલમાં પ્રિત માટે એક અલગ જગ્યા હતી.એક મિત્રથી વિશેષ.પણ હજુ સુધી આ વાત તેને ના તો પ્રિતને કહી હતી કે ના તો મિતને.તો પ્રિત માટે તો એક મિત્ર જ હતી.પિંકી અને પ્રિતની જોડીમાં આગળ શું થશે એ તો પછી જોઈશું પણ હવે આપણે આગળ જઈએ.

પિંકી : અરરર.... મિત તો જો કેવો લાલ થઈ ગયો.મિત શુ છે આ બધું....?

મિત તો હવે કંઈ જવાબ આપવાની હાલતમાં હતો જ નહીં એટલે તે બસ નીચે જોઈને બેઠો હતો.

પ્રિત : અરે, પિંકી પણ આ યામિની છે કોણ?અને તું કઈ રીતે એને ઓળખસ?તે આપણી કોલેજમાં શું કરે છે?તેને પહેલા તો જોઈ નહીં ક્યારેય...

પિંકી : ઓ ડિટેકટિવ પ્રિત.બસ કર હવે.આટલા બધાં સવાલ?અને તને યામિની વિશે જાણવાની બહુ ઈચ્છા છે.

(પિંકી પ્રિતને થોડી ગુસ્સાથી જોવે છે.)

પ્રિત : ના એવું કંઈ નથી.આ તો તું એને લઇને આવી એટલે..

પિંકી : એટલે શું?હા...એટલે બધી વાત જાણવાની તને શું પડી છે....?

પ્રિત : ના હું તો બસ એમ જ પૂછતો હતો.

પિંકી : એમ જ પૂછતો હતો...તો આટલો બધો ઉત્સાહમાં કેમ છે....?

યામિની : અરે બસ બસ.તમે લોકો લડો નહીં હવે.. હું કહું છું બધું.હું આજથી જ આ કોલેજમાં આવી છું.એ પણ તમારા લોકોના ક્લાસમાં.મેં બીજી કોલેજમાંથી અહીં ટ્રાન્સફર લીધું છે. એટલે હું તમારા સાથે આ જ ક્લાસમાં રહીશ હવે અને યામિની અને હું અમે લોકો એક અઠવાડિયા પહેલા મળ્યા હતા.જ્યારે હું અહી કોલેજના એડમિશન માટે આવી હતી.ત્યારે પિંકીએ મારી બહુ મદદ કરેલી.એટલે ત્યારથી અમે મિત્ર બની ગયા.

પ્રિત : બરાબર.તો હવે તું આ જ ક્લાસમાં રહીશ અને પિંકી અમારા ગ્રુપમાં છે તો તું પણ.....

પ્રિત પોતાની વાત પૂરી કરે એ પહેલાં પિંકી પ્રિતને તેના પેટ પર એક મુક્કો મારે છે.

પ્રિત : આહ.... આટલું જોરથી કેમ માર્યું..?

પિંકી : તને પિંકીમાં બહુ રસ પડે છે ને એટલે....

પ્રિત : ના એટલે હું તો...

પિંકી : બસ મારે નથી સાંભળવું....

આટલુ કહીને તે ક્લાસમાંથી બહાર જતી રહે છે...

પ્રિત : અરે સાંભળતો ખરી....

પ્રિત પણ તેની પાછળ જાય છે.હવે અહીં મિત અને યામિની એકલા જ રહ્યા.

યામિની : (થોડી શરમાતા) શું હું બાજુની જગ્યા પર બેશું?

મિત કઈ બોલતો નથી બસ તે માથું હલાવીને હા કહે છે.યામિની મિતની બાજુમાં બેસી જાય છે.બંને લોકો કંઈ બોલતા નથી બસ એમ જ બેઠા છે...પાંચ મિનિટ આવું જ ચાલ્યું.ત્યાં અચાનક કોઈ મિતની બાજુમાં આવીને ઉભું રહી જાય છે અને મિતની બેન્ચ પણ જોરથી હાથ પછાડે છે.તેના આ અવાજથી બધા લોકો શાંત થઈ જાય છે અને ત્યાં જોવા લાગે છે.

કોણ હશે એ વ્યકિત?
શું થશે હવે આગળ?
શું મિતને તેના જીવનમાં કોઈ ખાસ મળી ગયું?
શું હવે મિતની જિંદગીમાં પરેશનીનું આગમન થશે?

શું થશે આગળ એ તો કોને ખબર...પણ તમે જાણી શકશો કે આગળ શું થયું પણ એ વાર્તાના આગળના ભાગમાં.તો આજના માટે બસ આટલું જ.ફરી મળીશું વાર્તાના નવા ભાગમાં....🙏