Valentine in Gujarati Love Stories by Jay Dave books and stories PDF | વેલેન્ટાઈન

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

વેલેન્ટાઈન

I LOVE YOU.

અનિતા ઓફિસનું કામ પતાવીને ઘરે આવી. આજે કામના લીધે માથું બહું ભારે લાગતું હતું. ગરમ પાણીનો શાવર નીચે પણ કામના વિચારોમાં હતી. ફ્રેશ થઈને હોલમાં આવીને બેઠી, ચેહરા પરથી બહુ થાક લાગતો હતો. ત્યાં અનિતાના દાદીએ તેને કહ્યું,


" આવી ગઈ મારી દીકરી".


",હા આજે તો બહુ કામ હતું, પાછું વેલેન્ટાઇન વીક આવે છે, એટલે ડિઝાઇન માટે બહુ ઓર્ડર પૂરા કરવાના છે". આ પ્રેમ બીજા કરે અને માથાકૂટ મારે હોય છે, આ પરોજણ જલ્દી પૂરી થાય તો સારું. "
" થઈ જશે, બેટા. બહુ ટેન્શન ના કરીશ, દાદી એ કહ્યું.
ત્યાં એનો ભાઈ અનિકેત આવે છે.


"તું પણ કોઈ સારો બોય ફ્રેન્ડ શોધી લે, એટલે તું અહીંયાથી જાય અને તારો રૂમ મને મળે, '' અનિકેત એ કહ્યું.


" હા, એનો તો બોયફ્રેન્ડ છે જ, પણ આપણને ખબર નથી." દાદી એ કહ્યું.


" દાદી, શું તમે પણ! મારો કોઈ બોયફ્રેન્ડ નથી. ને વાયડા સાંભળી લે, હું એટલી જલ્દી અહીંયાથી જવાની પણ નથી."


" તો પછી, કાલે રાત્રે કોને ફોનમાં I love you baby, I love you baby કહેતી હતી?" દાદી એ આતુરતાથી પુછ્યું.


"એતો મારી ફ્રેન્ડ હતી, પણ તમે રોજ મારી વાતો છુપાઈને સાંભળો, છો.?".


"હા, દીકરી જુવાન જોધ છે, એમાંય હું તારી મિત્ર છું ને, તો સાંભળી શકું જ ને.! "


" ફ્રેન્ડ ને, કોણ I love you કહે.?" દાદી એ પુછ્યું.


" દાદી, આજે દરેકને I love you, કહેવું પડે છે, જેને પ્રેમ કરીએ છીએ એને કહેવું પડે છે.


"દાદી, આ એક ફેશન છે , પ્રેમ કરીએ છીએ એ બતાવવાની રીત છે, ".અનિકેત એ કહ્યું.


દાદી :- " શું, જે I love you નથી કહેતા એ લોકો એકબીજાને પ્રેમ નથી કરતા? ". એ પ્રેમ છે થોડી કહેવાય કે જે બતાવવો પડે?


અનિકેત :-" રહેવા દો, દાદી. તમને નહીં સમજાય આ વાત. આજના સમયમાં રોજ કેટલીય વાર I love you, I love you કહેવું પડે છે, ત્યારે સામેથી પ્રેમ મળે છે, એ પણ થોડોક સમય જ. "


દાદી :- " ભાઈ, અમારા સમયમાં તો જીવનસાથી પસંદ કરવાનો પણ હક નહોતો. માં-બાપ કે એની સાથે પરણી જવાનું,અમારે તો પ્રેમ લગ્ન પછી જ થતો. એમાં આવું I love you, જેવું ક્યાં કહેવું? અને અમારા સમયે આવું હતું નઈ. એકબીજા સાથે કહ્યા વગર આખી જીંદગી કાઢી નાખતા. અમારે તો ક્યારેય જતાવવું નથી પડયું કે અમે પ્રેમ કરીએ છીએ. અમારા પ્રેમની નિશાની તો અમારો સાથ-સહકાર, સમજણ અને અમારા સંતાનો છે. "


અનિકેત :- " દાદી, તમારા સમયની વાત અલગ હતી, અત્યારે યાદ ના કરાવી તો લોકો એ પણ ભૂલી જાય છે કે આપણે જીવીએ છીએ ".

દાદી :- " એમ તો, અમારી વખતે સારું હતું, કે એકબીજાના હ્રદયથી યાદ કરતા રહીએ એજ અમારું I love you.અમે તો આંખોથી કહી દેતાં કે હૈયામાં કેટલો પ્રેમ છે. એટલે જ અમે જતાવ્યો ઓછો અને અનુભવ્યો વધારે છે.

" હા, એટલે તો દાદાના ગયાને દસ વર્ષ પછી પણ રોજ શ્વાસેશ્વાસે એમને યાદ કરો છો. "અનિતા એ કહ્યું અને રૂમમાં સ્મિત ફેલાયું.

( મિત્રો, વેલેન્ટાઈન વિશે લખવાનો આ મારો સૌ પ્રથમ વખત પ્રયાસ છે, આશા રાખું છું કે આપને ગમશે અને આપના સૂચનો અને પ્રતિભાવ આવકાર્ય છે. આપ વાંચશો અને આપનો કીંમતી પ્રતિભાવ જરૂરથી આપશો, એવી વિનંતી 🙏).

-🖊️ Jay Dave