Pranay Parinay - 15 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 15

The Author
Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

Categories
Share

પ્રણય પરિણય - ભાગ 15

પાછલા પ્રકરણનો સારાંશ:


એબોર્શન કર્યા પછી ઘરે આવીને કાવ્યા પોતાના મેરેજના પેપર્સ વાંચ્યા વગર વોર્ડરોબમાં મુકી દે છે.

તેને મલ્હાર સાથે વાત કરવી હોય છે પણ મલ્હારનો ફોન સતત બંધ આવે છે. તે આરોહી મારફત મલ્હાર સુધી મેસેજ પહોંચાડે છે.

અને વિવાન ટ્રીપ પરથી આવી જાય ત્યાર બાદ ઘરમાં બધાને મલ્હાર સાથે મળીને તેમની રિલેશનશિપ વિષે જણાવી દેવાનું નક્કી કરે છે, અને કૃષ્ણકાંત પાસેથી જે માંગે તે આપવાનું વચન લે છે.

પરંતુ મલ્હાર ઓસ્ટ્રેલિયા જવાનુ બહાનુ આગળ ધરે છે એટલે તેનો બધાને સરપ્રાઈઝ આપીને રિલેશનશિપ જાહેર કરવાનો પ્લાન ઘોંચમાં પડે છે.

બીજી તરફ મલ્હાર, મિહિર કાપડિયાને મળવાનું નક્કી કરે છે. સામે ગઝલના ઘરે પણ મલ્હાર-ગઝલના પ્રકરણ વિષે વાત થાય છે અને મિહિર મલ્હારને મળીને તેનુ મન જાણવાનું નક્કી કરે છે.

હવે આગળ..


પ્રણય પરિણય ભાગ ૧૫




દરરોજની જેમ આજ રાત્રે પણ ગઝલ પર મલ્હારનો ફોન આવ્યો.

પહેલી રીંગમાં જ ગઝલએ ફોન ઉપાડ્યો.


'હેલ્લો..'


'તું શું ફોન હાથમાં લઈને જ બેઠી હતી કે? એક જ રીંગમાં ઉપાડી લીધો.' મલ્હાર હસીને બોલ્યો.


'હા, એક ફ્રેન્ડનો ફોન હતો એટલે હાથમાં જ હતો. બોલ ને.'


'મારી સાથે થોડી વાર બહાર આવીશ?'


'અત્યારે?' ગઝલએ ઘડિયાળમાં જોઈને પુછ્યું.


'હાં, ફક્ત અડધો કલાક..'


'પણ ટાઈમ જો.. કેટલું મોડું થઈ ગયું છે? અને ઘરે પણ હું શું કહું?'


'તારા ઘરની બાજુમાં આઇસક્રીમ પાર્લર છે, ત્યાં સુધી તો આવી શકીશ ને? પ્લીઝ.. ખૂબ અગત્યનુ કામ છે.'


'પણ ફોન પર જ કહી દે ને..'


'ફોન પર કહી શકાય તેમ નથી. પ્લીઝ કમ ના..'


'હું ટ્રાઇ કરુ આવવાની.. શ્યોર નહીં..' ગઝલ બોલી.


'ટ્રાઇ નહીં, હું રાહ જોઉં છું તારી.. જયાં સુધી તુ નહીં આવે ત્યાં સુધી હું અહીં જ ઉભો રહીશ.'


'અને હું આવી જ નહી તો..?'


'તો હું જિંદગીભર અહીં જ ઉભો રહીશ.. ને તારા આવવાની રાહ જોતો રહીશ.'

ગઝલને મલ્હારની આ વાત સ્પર્શી ગઈ. એ જવા માટે તૈયાર થઇ ગઇ: 'આઈ એમ કમિંગ..' ગઝલ હસીને બોલી.


'યસ્સ..' કહીને મલ્હારે ફોન મુક્યો.


**


એ દિવસે તો સમાઈરાનો પીછો છોડાવવા માટે રઘુ, વિક્રમ અને વિવાનની ત્રિપુટીએ વિક્રમના બર્થડેનુ ખોટું નાટક કર્યું હતું. પણ આજે વિક્રમનો અસલી બર્થડે હતો એટલે આજે એ ત્રણેય વિક્રમના ઘરે ભેગા થયા હતા.

વિવાન રેગ્યુલર ડ્રિન્ક નહોતો કરતો. પણ ક્યારેક કોઈ એકદમ ખાસ પ્રસંગ હોય કે ફોરેનની કોઈ પાર્ટી સાથે ના છુટકે કરવું પડે તેમ હોય તો જ તે ડ્રિન્ક કરતો.

આજે તેના ખાસ માણસ તથા સાથી વિક્રમનો બર્થડે હતો, અને વિક્રમે આગ્રહ કર્યો હોવાથી તે પણ રઘુ અને વિક્રમ સાથે ડ્રિન્ક કરવા બેઠો હતો.

ડ્રિન્ક કરતાં કરતાં તે કયાંક ખોવાઈ ગયો હતો, તે મનમાંને મનમાં હસી રહ્યો હતો.


'શું વાત છે ભાઈ.. મનમાં જ બહું ખુશ થઈ રહ્યાં છો..?' રઘુ એનુ નિરિક્ષણ કરતાં બોલ્યો.


જવાબમાં વિવાને શાયરી ઠપકારી:


નશા હમ કિયા કરતે હૈં,

ઈલ્ઝામ શરાબ કો દિયા કરતે હૈં,,

કસુર શરાબ કા નહીં, ઉનકા હૈં..

જિનકા ચહેરા હમ જામ મે ઢુંઢા કરતે હૈં..


'ભાભીની યાદ આવે છે કે?' રઘુએ એની શાયરી સાંભળીને પૂછ્યું.


'હમ્મ.. ચેન્નઈથી આવ્યો ત્યારથી એને જોઇ જ નથી. વિવાન માથું હલાવતાં બોલ્યો.


'તમને કામમાંથી ફુરસદ મળે તો ને..!' રઘુ મોઢું મચકોડીને બોલ્યો.


'એ જ.. રઘુ.. એજ વાત છે.. કામમાં સમય કેમ વહી જાય છે એ ખબર જ નથી પડતી..' વિવાન ડ્રિન્કની સીપ લેતા બોલ્યો.


'તો પછી કહી દો તેને.. કરી દો પ્રપોઝ.. અને નાખો માંગુ તેના ભાઈ પાસે.. પછી જુઓ કેવી રીતે ચટ મંગની અને પટ બ્યાહ થાય છે. એ બહાને અમારા ભાભી પણ એટલા જલ્દી આવી જશે.' વિક્રમ બોલ્યો.


'અહં.. કાવ્યાના લગન પહેલા હું કેવી રીતે લગ્ન કરી લઉં.' વિવાને માથું ધુણાવ્યુ.


'અરે પણ એવું કંઈ થોડુ હોય..? એમ પણ આપણે કાવ્યા માટે મુરતિયો શોધી જ રહ્યા છીએ ને? તમને ભાભી ગમી ગયાં છે તો પહેલા તમારા હાથ પીળા કરી નાખીએ.' રઘુ બોલ્યો.


'નહીં.. બિલકુલ નહીં.. પહેલાં કાવ્માના લગ્ન.. પછી મારા.'


'તો ત્યાં સુધી કરવાનું શું? આમ જ બૂકે અને ચોકલેટ મોકલે રાખવાના? એટલી ધીરજ પણ સારી નહીં સર.. બીજુ કોઈ આવીને ભાભીને પટાવીને લઈ જશે..' વિક્રમ બોલ્યો.


'એ ફક્ત મારી છે.. ગઝલ બીજા કોઈની થાય શક્ય જ નથી.. હું એવું થવા જ નહીં દઉં.' વિવાન ગુસ્સાથી ટીપોઈ પર હાથ પછાડીને બોલ્યો.


ત્યાં વિક્રમના ફોનની રીંગ વાગી.. એની ગર્લફ્રેન્ડનો ફોન હતો.

'એક્સક્યુઝ મી, હું થોડીવારમાં આવું. યૂ કેરીઓન.' કહીને એ રૂમની બહાર ગયો.


'જોયું ભાઈ..? આ વિક્રમ પણ સેટ થઈ ગયો, પણ તમે હજુ હલતા નથી.' રઘુ બોલ્યો.


'હમ્મ.. એલા પણ મારુ તો ફિક્સ જ છે ને.. ' વિવાન ગ્લાસમાંથી ઘૂંટ ભરતાં બોલ્યો.


'હાં પણ ભાભીને ખબર તો હોવી જોઈએ ને કે તમે તેને પસંદ કરો છો? આપણે જેમ કાવ્યા માટે મુરતિયો શોધીએ છીએ તેમ એ લોકો પણ ગઝલ ભાભી માટે ઠેકાણું શોધતાં હશે ને? અને ભાભી એટલા સુંદર છે કે તેને માટે તો મુરતિયાની લાઈન લાગે..' રઘુની વાત સાંભળીને વિવાનની બધી દારુ ઉતરી ગઈ..


તે વિચારમાં પડી ગયો: આવી રીતે તો મેં વિચાર્યું જ નહોતું.. મારી જેવા તો ઘણાં હશે જે તેને લાઈક કરતાં હશે. એ જ વિચારોમાં તેણે ફરી ગ્લાસ ભર્યો. એ જોઈને રઘુએ પોતાનો ગ્લાસ નીચે મૂકી દીધો. તેને ખબર હતી કે વિવાન દારુ પચાવી શકતો નથી. થોડું વધારે પીવાય જાય તો આખું ગામ માથે લે છે.


થોડી ક્ષણો શાંતિમાં વીત્યા પછી વિવાન બોલ્યો:

'તું કંઈ પણ કર રઘુ.. એ ફક્ત મારી જ બનવી જોઈએ.. જ્યારથી એને જોઇ છે ત્યારથી એ રોજ મારા સપનામાં આવે છે. જ્યારથી એને મળ્યો છું ત્યારથી મેં કોઈ બીજી છોકરી સામે જોયુ પણ નથી.. તને.. તને તો ખબર છે ને યાર..'

તેની જીભ થોડી લડખડાઈ.


તેણે એમજ હવામાં હાથ હલાવ્યો પછી બોલ્યો: 'તને તો ખબર છેને કે અત્યાર સુધી કેટલીય છોકરીઓ મારી નજીક આવી હશે પણ એકેય મારા દિલને સ્પર્શી શકી નથી.. કોઈની તરફ ખેંચાણ થયું નથી.. પણ એ દિવસે ગઝલ મારી રૂમમાં મારી બાહોંમા હતી ત્યારે જાણે મને આખી દુનિયા મળી ગઈ હતી.. એ થોડા સમય માટે હું પરિપૂર્ણ થઈ ગયો હતો.. મને બીજુ કશું મેળવવાની ઈચ્છા રહી નહોતી. રઘુ.. કંઈ તો સ્પેશિયલ છે એનામાં જે મને સતત એના તરફ ખેંચી રહ્યું છે.' એ ભાવુક થઇ ગયો.


વિવાનને ધીરે ધીરે નશો ચડી રહ્યો હતો. અને તે રઘુ પાસે પોતાના મનની ભાવના રજુ કરી રહ્યો હતો.


'તને ખબર છે રઘુ..?' વિવાને પૂછ્યું.


'શું..?'


'મેં છેને.. મેં અમારા બાળકોના નામ પણ નક્કી કરી લીધા છે બોલ..' વિવાન એકદમ ઉત્સાહિત થઈને બોલ્યો.


'લગન પહેલા બાળકો?'


'થઇ ગયા છે ભાઈ અમારા લગન..'


'હેએએ.. કયારે?'


'મારા સપનામાં...'


'હમમ્ તો તો હનીમૂન પણ થઇ ગયું હશે ને?'


'હા.. એના સિવાય બાળકો ક્યાંથી થાય ઈડિયટ..?' વિવાન થોડો ચિડાઈને બોલ્યો.


'હાં એ વાત સાચી ભાઈ..' રઘુ માથું ખજવાળતા બોલ્યો.


'આપણાં બંગલામાં દસ બાર બાળકો આમતેમ દોડાદોડી કરતાં હશે..'


'એટલાં બધાં?' રઘુ આંખો પહોળી કરીને બોલ્યો.


'હોવ્વે.. નેક્સ્ટ ઈંડિયન ક્રિકેટ ટીમ શ્રોફ ફેમીલીમાંથી જ તૈયાર થશે.. ડેડી, ફઈ, દાદી એની પાછળ પાછળ ભાગતા હશે.. ઘરના ખૂણે ખૂણા એની કાલીઘેલી ભાષાથી ગૂંજી ઉઠશે..' વિવાન એના સપનાની દુનિયામાં ખોવાઇ ગયો હતો. હવે તેને બરાબરની ચઢી ગઈ હતી.


'પછી છેને.. પછી.. એ બધાં રાતના તારી પાસે આવશે..' વિવાન રઘુ સામે આંગળી ચીંધીને બોલ્યો.


'મારી પાસે કેમ?' રઘુએ મૂંઝાઇને પૂછ્યું.


'કેમ ભઈ..? તું એમનો કાકો છે.. તારે એને વાર્તા સંભળાવવાની અને સુવડાવી દેવાનાં..' વિવાન આદેશ આપતો હોય તેમ બોલ્યો.


'શોલેની રીલ ચડી ગઈ લાગે છે..' રઘુ મનમાં બબડ્યો પછી બોલ્યો: 'એ બધું હું કરીશ તો પછી તમે શું કરશો?'


'અમે રોમાન્સ કરીશું.' વિવાન ખુશ થતાં બોલ્યો.


'વાહ! આ સારુ લ્યો.. અમારે છોકરાં સાચવવાના અને તમારે રોમાન્સ કરવાનો.'


'ચાલ ઉભો થા અત્યારે જ જવું છે ચાલ..' વિવાન ગ્લાસ ખતમ કરતાં બોલ્યો.


'ક્યાં..?'


'મારે મારી સ્વીટહાર્ટને જોવી છે.'


'પણ અત્યારે બહુ મોડું થઈ ગયું છે.. સાડા દસ વાગી ગયાં છે.. ભાભી અત્યારે ઉંઘી ગયા હશે.' રઘુ તેને એક હાથે રોકતાં બોલ્યો. બીજા હાથે તેણે વિક્રમને ફોન લગાવ્યો, પણ વિક્રમનો ફોન વ્યસ્ત આવતો હતો.


'નહીં એ જાગતી જ હશે.. મારે એને જોવી છે..' વિવાને જિદ પકડી.


'ભાઈ સાહેબ મારી વાત સાંભળો, આપણે ભાભીને કાલે સવારે મળવા જઈશું પાક્કું.' રઘુ વિવાનને સમજાવવાની સાથે વિક્રમને પણ ફોન લગાવી રહ્યો હતો. પણ હજુ એનો ફોન એંગેજ જ આવી રહ્યો હતો.


'..#@*#@..' રઘુએ વિક્રમને મનમાં જ ગાળ દીધી.


'તુ મારો દોસ્ત નથી.. તું મારી સ્વીટહાર્ટ સાથે મને મળવા દેતો નથી.. જા તારા સાથે કટ્ટી.. એ જાલિમ દુનિયા વાલો..' વિવાન બરાડો પાડીને બોલ્યો.


'કોણ દુનિયા વાલો..?' રઘુ આજુબામાં જોતા બોલ્યો.


'તું.. બીજુ કોણ? તુ જ છે મારો દુશ્મન.. મારી મોહબ્બતનો મોગલે આઝમ..' વિવાન રઘુ સામે આંગળી ચીંધીને બોલ્યો.


'કોણ હું?' રઘુએ આંખો ફાડીને પુછ્યું.


'તારી તો… સાલા અલ્લાઉદ્દીન ખિલજી..' વિવાન ચિડાઈને બોલ્યો.


'હવે આ અલ્લાઉદ્દીન કોણ છે ભાઈ..?' રઘુ આંખો નચાવીને બોલ્યો.


'તુ જ મારી અનારકલીને..સોરી.. મારી પદ્માવતીને મળાવવાના બદલે વચ્ચે ટાંગ અડાવે છે.' વિવાન થોથરાતા બોલ્યો.


'અચ્છા તો હું પદ્માવતનો રણવીર સિંહ?' રઘુ માથું ખજવાળતા બોલ્યો.


'આતા માઝી સટકલી.. હવે તારો શિરછેદ થશે.. હર હર મહાદેવ..' વિવાને રઘુ પર ખાલી ગ્લાસ ઉગામ્યો.


'ભાઈ સાહેબ.. એક મિનિટ.. હું તમને લઇ જઉં છું ભાભી પાસે.. તમે આ ગ્લાસ નીચે મૂકો.. સાચે મારી દેશો તો મારુ માથું ફાટી જશે.' રઘુએ એના હાથમાંથી ગ્લાસ લઈ લીધો અને મનમાં જ વિક્રમને વધુ બે ચાર ચોપડાવી.


'સાચે..!! તુ મારો સાચો દોસ્ત છે.. તુ ન હોતા તો મેરા ક્યા હોતા રે રઘુ.. ' વિવાન રઘુના ગાલ પર પપ્પી કરવાની કોશિશ કરતાં બોલ્યો.


'એ બધુ ભાભી માટે સાચવી રાખો.. અને ચાલો.' રઘુ પોતાના હાથ વડે વિવાનનું મોઢુ દૂર કરીને બોલ્યો.


'હાં ચલ..'


રઘુએ વિવાનનો એક હાથ પોતાના ખભા ફરતે લીધો અને પોતાના એક હાથે વિવાનને કમર પાસેથી પકડ્યો, વિવાનને વિક્રમના ઘરની બહાર લાવીને કારમાં બેસાડીને કાર ગઝલના ઘર તરફ લીધી.


**

ગઝલ રૂમની બહાર નીકળીને નીચે આવી. આજુબાજુ જોઈને કોઈ જાગે છે કે નહીં એનો અંદાજ કાઢ્યો.

કૃપા અને મિહિર તેમના રૂમમાં ઉંઘી ગયા હતા.

નોકરનાં રૂમમાં પણ લાઈટ બંધ હતી.

ગઝલએ ઘરની એકસ્ટ્રા ચાવીઓ સાથે લીધી. હળવેથી મુખ્ય હોલનો દરવાજો ખોલીને એ બહાર નીકળી. બંગલાના ગેટ પરના વોચમેનને ઝપકી આવી ગઈ હતી એટલે તેને બહાર નીકળવામાં આસાની થઈ ગઈ.


ગઝલના ઘરથી લગભગ પાંચેક મિનિટના અંતર પર એક આઇસક્રીમ પાર્લર હતું. એના થોડા ટેબલ બહાર ફૂટપાથ પર અને થોડા અંદર ગોઠવેલા હતાં.

મલ્હારે બહારનું ટેબલ બુક કરાવ્યું હતું.


વિવાન અને રઘુ પણ ત્યારે ગઝલના ઘર નજીક પહોંચ્યા હતા. રઘુએ આઇસક્રીમ પાર્લરની સામેની ફૂટપાથ પાસે કાર ઉભી રાખી. એ લોકો કારમાંથી ઉતરવાના જ હતા કે રઘુને સમેથી ગઝલ આવતી દેખાઈ.


"ભાભી! અત્યારે કેમ ધરની બહાર નીકળ્યા હશે?" રઘુ મનમાં બોલ્યો.


'ચલને રઘુ.. નીચે ઉતર.. કેમ અટકી ગયો?' વિવાન બોલ્યો.


'શશશીશીઈઈઈ.. ત્યાં જુઓ ભાભી સાહેબ આવી રહ્યા છે..' રઘુ ગાડીમાંથી જ સામે આંગળી ચીંધીને બોલ્યો.


'ક્યાં..' વિવાન અધીરાઇથી બોલ્યો અને રઘુએ દર્શાવેલી દિશામાં જોયું. એને ગઝલ દેખાઇ. સફેદ ટીશર્ટ અને બ્લેક શોર્ટ્સમાં એ ગજબની હોટ લાગી રહી હતી.


'કેટલી મસ્ત લાગી રહી છે ને?' વિવાન અનિમેષ એની સામે જોતા બોલ્યો.


'પણ ભાભી અત્યારે અહીં કેમ આવી રહ્યાં છે?' રઘુ હજુ પણ એજ મુંઝવણમાં હતો.


'મને મળવા આવી રહી છે..' વિવાન ખુશ થઈને બોલ્યો અને ફટ કરતો ગાડીમાંથી ઉતર્યો.


'ભાઈ, એક મિનિટ.. ઉભા રહો..' રઘુ ઉતાવળે ગાડીમાંથી બહાર નીકળ્યો અને એણે વિવાનને રોક્યો.


'શું કામ રોકે છે મને..? ત્યાં મારી ગઝલ છે..'


'હાં, પણ તમે ડ્રિન્ક કર્યું છેને.. આવી હાલતમાં ભાભીને મળશો તો ખરાબ ઈમ્પ્રેશન પડશે.' રઘુ એને સમજાવતાં બોલ્યો.


'રઘુ... આજથી પીવાનું બંધ.'


'જી, તો પછી આપણે અહીંથી જ ભાભીને જોઈએ ઓકે?


'હાં..' એમ કહીને વિવાન ગાડીને ટેકો દઇને ગઝલને જોતો ઉભો રહ્યો. રઘુ પણ એની બાજુમાં ઉભો. પણ એને એક વાત સમજમાં નહોતી આવતી કે તે અત્યારે એકલી બહાર શું કામ આવી હશે?


ગઝલ આઇસક્રીમ પાર્લર પર પહોંચીને મલ્હારને શોધી રહી હતી એટલામાં જ એના પર આકાશમાંથી ગુલાબની પાંદડીઓની વૃષ્ટિ થઈ. તેણે ઉપર જોયું તો એક ડ્રોનમાંથી ગુલાબની પાંદડીઓ વરસી રહી હતી. તે ખુશ થઈને બે હાથ પહોળા કરીને પોતાના પર પાંદડીઓ ઝીલવા લાગી.


'રઘુ.. સામે ગુલાબનો વરસાદ થતો હોય તેવું લાગે છે.'


'હું પણ એ જ વિચાર કરુ છું ભાઈ..' રઘુ ગંભીર થઇ ગયો. કારણ કે સામે જે કંઇ દેખાઈ રહ્યું હતું એના પરથી તે એટલું તો સમજી ચૂક્યો હતો કે ગઝલ બીજા કોઈ છોકરાને મળવા આવી છે.


અને ત્યાં જ સામેથી મલ્હાર ગઝલની પાસે આવતો દેખાયો.


'મલ્હાર રાઠોડ..' વિવાને તેને જોયો.


'આ અહીં ક્યાંથી?' રઘુ મુંઝાઈને બોલ્યો.


'અરે મલ્હાર આ બધું શું છે?' ગઝલ તેના શરીર પર પડતી ગુલાબની પાંખડીઓ તરફ જોતાં બોલી.


મલ્હાર સ્માઈલ કરતો ગઝલની સામે ઘૂંટણ પર બેઠો. એણે તેનો હાથ પોતાના હાથમાં લઈને ચૂમ્યો.

એ જોઈને વિવાનને ભયંકર ગુસ્સો આવ્યો. એનો હતો નહોતો એ બધો નશો ઉતરી ગયો. તેણે ગુસ્સામાં મુઠ્ઠીઓ વાળી.


આ તરફ મલ્હાર ગઝલનો હાથ પકડીને બોલ્યો: 'જે ક્ષણથી તને જોઈ છે તે તે ક્ષણથી આ હૃદય તારુ થઇ ગયું છે, ઉઠતાં બેસતાં ફક્ત તારા જ વિચારો આવે છે. હવેથી આ હૃદયની માલીક તું છે.. ગઝલ, આઈ લવ યૂ.' કહીને મલ્હારે હાથ પહોળા કર્યા.


એ સાંભળીને ગઝલને આશ્ચર્યની સાથે ઉત્તેજનાની પણ ફીલિંગ થઈ. આશ્ચર્યથી એનુ મોઢું ખૂલ્લું રહી ગયું એણે પોતાના મોઢા પર હાથ રાખ્યા. ઉત્તેજનાથી એને નાચવાનું મન થઈ ગયું.

એના કાન જે સાંભળ્યું એનો વિશ્વાસ નહોતા કરી શકતા.


અહીં વિવાનનો ગુસ્સો આસમાને પહોંચી રહ્યો હતો. તે આવેશમાં આવીને તેની બાજુમાં જવાનો હતો પણ રઘુએ તેને રોક્યો.


'રઘુ.. છોડ મને..' વિવાન ભયંકર ગુસ્સાથી બોલ્યો.


'નહીં, હું તમને ત્યાં નહીં જવા દઉં.' રઘુ એને રોકી રહ્યો હતો. એ દરમિયાન વિવાને સામે જોયુ તો ગઝલ હા બોલીને મલ્હારને ભેટી પડી હતી.

એ દ્રશ્ય જોઈને વિવાને એનું શરીર ઢીલું છોડી દીધું. હવે તે હતાશ થઇને સામે જોઈ રહ્યો. તેની આંખોમાં આંસુ ઉભરાઇ આવ્યાં.


'ચલો ભાઈ અહીથી..' મામલો સમજાતા રઘુએ વિવાનને ગાડીમાં બેસાડ્યો અને ગાડી ઘર તરફ ભગાવી.


'આઇ એમ સો હેપ્પી મલ્હાર.. આઇ લવ યૂ ટૂ..' ગઝલ બોલી.


'વીલ યૂ મેરી મી?' મલ્હારે રોમેન્ટિક્લી પૂછ્યું.


'હાં.' ગઝલ મલ્હારની છાતી સાથે પોતાનો ચહેરો ઘસતા બોલી. આજે એનુ સપનુ પૂરૂ થવાથી એ ખૂબ ખુશ હતી.


મલ્હારે પોકેટમાંથી એક રીંગ કાઢી અને તેની સામે ધરી. ગઝલએ પોતાનો હાથ આગળ કર્યો અને મલ્હારે એની તર્જનીમાં રીંગ પહેરાવી. પણ એ રીંગ ગઝલને મોટી થઇ રહી હતી એટલે આંગળીમાંથી નીકળી જતી હતી.


'સોરી.. મને તારી સાઈઝ નહોતી ખબર.. આપણે કાલે જ જ્વેલરને ત્યાં જઈને બદલાવી લઈશું.'


'ઈટ્સ ઓકે, મને ચાલશે. તુ એટલા પ્યારથી લાવ્યો છે તો ભલે રહી.'


'થેન્કસ્ મારી લાઈફમાં આવવા માટે.' મલ્હારે તેને ફરીથી આલિંગી.


'સેમ ટૂ યૂ.. ' ગઝલ બોલી.

થોડી વાર બંનેએ ત્યાં બેસીને વાતો કરી.


'મારે હવે જવુ પડશે ઘણું મોડું થઈ ગયું છે. ભાભી જાગી જશે તો આખુ ઘર માથે લેશે.' ગઝલ મોબાઈલમાં ટાઈમ જોતાં બોલી.


'હમ્મ.. ચલ તને ગેટ સુધી છોડી દઉં.'

ગઝલએ માથું હલાવીને હાં કહ્યુ અને બેઉ જણ ગઝલના ઘર તરફ ચાલ્યા.


વતો કરતાં કરતાં ઘર આવી ગયું.


'બાય..' કહીને ગઝલ ઘર તરફ ફરી. મલ્હારે પાછળથી એનો હાથ પકડ્યો. ગઝલ આંચકાથી અટકી અને પાછળ ફરી.

મલ્હારની આંખોમાં મસ્તી રમી રહી હતી, એ જોઈને ગઝલનું હૃદય જોરથી ધડકવા લાગ્યું.


'ગઝલ..' મલ્હાર રોમાન્ટિક સ્વરે બોલ્યો.


'હં..' ગઝલ તેની આંખોમાં જોઇને બોલી.


'મે આઈ કિસ યૂ..?' મલ્હાર એને હજુ નજીક ખેંચીને બોલ્યો.

એ સાંભળીને ગઝલની અંદર કંઈક થયું.


'મલ્હાર…' ગઝલનાં હોઠ ફફડ્યા.


મલ્હારે તેનો ચહેરો હથેળીમાં લીધો અને તેની ઉપર ઝૂક્યો.


'મલ્હાર પ્લીઝ નો..' ગઝલના મોઢેથી અસ્પષ્ટ શબ્દો નીકળ્યા.


પણ મલ્હાર તેના હોઠ પર હોઠ મૂકવા માટે હજુ વધુ ઝૂકી રહ્યો હતો. ગઝલએ આંખો બંધ કરી લીધી. મલ્હારના હોઠ તેના હોઠને સ્પર્શ કરવાના જ હતા કે તેણે આંખો ખોલી અને થોડી પાછળ ખસી. કોણ જાણે કેમ પણ ગઝલને એ યોગ્ય નહોતું લાગતું.


'વ્હોટ હેપન્ડ?' મલ્હાર બોલ્યો.


'કંઇ નહીં.. મલ્હાર આ બધું હમણાં નહીં પ્લીઝ.. આઇ કાન્ટ.. આઈ એમ સોરી..' ગઝલ ખેદ પૂર્વક બોલી.


'ઈટ્સ ઓકે, તું કમ્ફર્ટેબલ ન હોય તો હું તને બિલકુલ ફોર્સ નહીં કરુ. હવે આપણે બધુ લગ્ન પછી કરીશું.' મલ્હાર હસીને બોલ્યો.


'થેન્ક યૂ મલ્હાર..' ગઝલ તેને હગ કરીને બોલી.


'ઓકે.. તને પણ ઘણું મોડું થઈ ગયું છે બાય..' મલ્હાર તેને ઘરમાં મોકલતાં બોલ્યો.


'બાય.. સી યૂ.. ' કહીને હળવેકથી ગેટ ખોલીને ગઝલ અંદર ગઈ અને મલ્હાર પણ ત્યાંથી નીકળી ગયો.

.

.

**


ક્રમશઃ


❤ Waiting for your comments and ratings ❤