રાજલે વસુધાને આ બધી વાત વિગતવાર કરી હતી. એક સાંજે ડેરીએ બંન્ને એકલાં બેઠાં હતાં ત્યારે રાજલે પોતાની કથની કીધી હતી.. એણે કહ્યું “કેટલી હોંશમાં અને આનંદમાં ગયાં હતાં ત્યાં કેટલો આનંદ કરેલો અને પાછા આવવાનાં દિવસે જ.. પેલો કાળમુખો...”
વસુધાએ કહ્યું “રાજલબેન પછી શું થયેલુ?.” વસુધાને જાણવાનો રસ પડેલો. રાજલે કહ્યું “પછી અમારુ નસીબ ચાર ડગલાં આગળ ચાલવાનુ હતું જેની અમને ખબર નહોતી આમે હું મારો ઘણી જીવતો છે છતાં રાંડેલી છું.” વસુધાને સાંભળી દુઃખ થયુ એણે આગળ પૂછવાની હિંમત ના થઇ.
રાજલે કહ્યું “વસુ.. રાત્રે એમણે બીયર પીધો એ પીતાં રહેલાં હું તો ક્યારે ઊંધી ગઇ મને ખબરજ નહોતી મોડાં પીને એ પણ સૂઇ ગયાં હશે.. વહેલી સવારે કદાચ પરોઢ થઇ હશે મયંક તો ડ્રાઇવીંગ કરી થાકેલાં પછી બે બે બીયર પીધી હતી એ પણ કેટલાય સમયે કે કદાચ પહેલીવાર એમને નશો અને ઘેન હતું એ ઘસઘસાટ ઊંઘતા હતાં અને અમારાં બારણે ટકોરા પડ્યાં.”
“મેં સાંભળ્યા પણ ઉઠીજ નહીં મેં મયંકને ખૂબ ઢંઢોળ્યા કહ્યું કોઇ બારણે ટકોરા મારે છે પણ ઉઠેજ નહીં મને થયુ આટલી રાત્રે કે સવાર છે કોણ છે ? મેં દરવાજે જઇ પૂછ્યું કોણ છે ? તો બહારથી કોઇ બોલ્યું પોલીસનું ચેકીંગ છે દરવાજો ખોલો તમે પરણેલા હોવ તો ચિંતાનું કારણ નથી એકવાર ખોલી વાત કરી લો.”
“મને થયુ પોલીસ છે વાંધો નહીં અમે તો પરણેલાંજ છીએ ને મેં બારણુ ખોલયું જોયુ તો સામે પેલો કડીવાળો છોકરો જે મને તાકી રહેલો હું સમજી ગઇ મેં તરતજ બારણું બંધ કરવા પ્રયત્ન કર્યો પણ એનાં બળ સામે મારી અબળાનું કંઇ ના ચાલ્યું એણે અંદર પ્રવેશ કર્યો મારું બાવડુ ઝાલીને મને બહાર તરફ ખેંચી.”
“વસુ મેં ખૂબ બૂમો પાડી મયંક મયંક પણ એ ઉઠે નહીં મેં પેલાને ધક્કો મારી મયંકનાં બુટ જોરથી એનાં મોઢાં પર ફેક્યાં પેલો મને બહાર તરફ ખેંચી ગયો. મેં જોયુ બુટ મયંકનાં મોઢાં પરજ જોરથી વાગ્યું એ ઉઠી ગયેલો. મેં ચીસો પાડી મયંક બચાવ મયંક.. પેલાએ મારાં મોઢાં પર હાથ દાબ્યો ત્યાં કોઇ બીજો બદમાશ દોડી આવ્યો એણે મારાં પગ પકડી લીધાં અને બાજુની રૂમમાં લઇ જવા લાગ્યાં.”
“ત્યાં સુધી મયંક ઉઠી બહાર આવી ગયાં એ મારી તરફ દોડ્યાં રાજુ રાજુ કરતાં બચાવવા મારી પાછળજ આવ્યાં બીજા રૂમનો દરવાજો પેલો બંધ કરવા જાય એ પહેલાં મયંકે કૂદકો મારી એનો પગ દરવાજામાં નાંખી દીધો.. પેલાએ મયંકને બે પગ વચ્ચે જોરથી લાત મારી દરવાજો જોરથી બંધ કર્યો પણ ત્યાંજ હતો. પેલા રાક્ષસી શેતાનો પર વાસના સવાર થઇ હતી મારી ચીસો રૂમમાં ગૂંજતી હતી... “
“અમારા નસીબ પાવરધા હોટલમાં દારૂ પીને ઊંઘેલા પણ ચીસ સાંભળીને દોડી આવ્યાં મયંકને માંડ કાઢ્યો એનો પગ ખલાસ થઇ ગયેલો એને પગમાં અને બાથરૂમ જવાની જગ્યાએ લોહી નીકળતું હતું બધાં ભેગા થઇ ગયાં પેલાં બદમાશો ત્યાંથી ભાગી છૂટ્યાં મેનેજર આવ્યો એણે પોલીસ બોલાવી બધી કાર્યવાહી થઇ પણ મયંકનો પગ કાયમ માટે નકામો થઇ ગયો.”
વસુધાની આંખો આંસુ સાથે લાલ થઇ ગઇ એણે પૂછ્યું “પછી શું કર્યુ મયંકભાઇને કેવી રીતે લાવ્યાં ?” રાજલે કહ્યું “પોલીસ ફરીયાદ થઇ અમારી જુબાની લીધી મેનેજરની જુબાની લીધી મયંકને લોકલ ડોક્ટરની સારવાર અપાવી ત્યાંથી સવારે એમ્બ્યુલન્સમાં અહીં લાવ્યા. બાઇક એમ્બ્યુલન્સની ઉપર મૂકાવી. ત્યાં કેસ ચાલ્યો પેલા લોકો પકડાઇ ગયાં સજા થઇ હોટલવાળા પાસેથી લાખ રૂપિયા મળ્યાં”.
“વસુધા પછી જીવનમાં છેલ્લા લાખ રૂપિયા મળ્યાં બાકી બધો આનંદ કાયમ માટે છીનવાઇ ગયો.” એમ બોલતાં બોલતાં હીબકે હીબકે રડી પડી.
અત્યારે વસુધાને રાજલે કીધેલી બધીજ એની કરૂણ કથની યાદ આવી ગઇ એણે રાજલને કહ્યું “તારી કથા સાંભળી હતી આજે મારી સાથે અહીં ગામમાં થઇ ગયું પણ હું નહીં છોડું પોલીસ કે કોર્ટ સજા આપે પહેલાં એમણે મારી સજામાંથી પસાર થવું પડશે ભલે ન્યાયપાલિકા પછી મને સજા કરે.” રાજલે કહ્યું “સાચી વાત છે તું બદલો લઇશ તો હાંશ જાણે મને થશે. મેં તને એટલેજ કહેલું કે વસુધા તું રાંડીને બધુ સુખ ખોયું હું રાંડ્યા વિના વિધવા થઇ ગઇ કોઇ સુખ ના જોયું. આજે મયંક અપંગ થયા છે હું એમની બધીજ સેવા કરુ છું અને સેવામાં બધોજ આનંદ લઊં છું એમની જ્યારે વિવશ અને બિચારી આંખો જોઊં છું મારાં કાળજાંનાં કટકા થયા છે એ ભરજુવાનીમાં વિવશ અને હું વસુ અભાગી છું”.
વસુધા બધું સાંભળી રહી હતી એને સાંભળી વધુ ગુસ્સો આવી રહેલો એણે કહ્યું “રાજલ આ ભાગ્ય છે જે કદી બદલી નથી શકાતું પણ આ ભાગ્યને સ્વીકારી આગળ વધી જવું પડે છે. મેં મારાં કુટુબમાં દીકરીમાં અને ગામલોકોમાં મન વાળી લીધુ છે હું બધુજ સારુ કરવા ઇચ્છું છું છતાં મારી સાથે આવું થયુ.”
“પેલો કાળીયો જે મારુ શરીર જોઇને બોલી રહેલો મારાં કાનમાં જાણે કીડા પડી રહેલાં મારું આ અમાનત રહેલું શરીર એ વાસનાની નજરોથી જોઇ રહેલો એણે મારાં વસ્ત્ર ઊંચા કરી દીધાં હતાં મને લાગે મારો જીવ કેમ ના નીકળી ગયો ?”
“મારાં શરીર ઉપર મને નફરત થઇ ગઇ છે રાજુ હું શું કરું ? મારાં મનને કેમ મનાવું ? મારો સ્વાભીમાની સ્વભાવ મારો ગુરુર જાણે ચૂરચૂર કરી નાંખ્યો મારું આવું અપમાન કરી એ શેતાન અપશબ્દ બોલી રહેલો. મારાં શરીરને જોનાર એ હેવાન કોણ ? એની શું હેસીયત ?”
“મારો રંડાપો પણ એ.. નીચે.. અભડાવી દીધો હું શું કરું ? મને સમજ નથી પડતી.” ત્યાં વસુધાની મુઠ્ઠીઓ વળી ગઇ એને ખૂબ ગુસ્સો આવી રહેલો એનાંથી સંયમ નહોતો થઇ રહ્યો એણે એક નજર પોતાનાં વસ્ત્ર પોતાનાં શરીર ઉપર કરી અને જોરથી ચીસ પાડી.. “સાલા.. સુવવર સાલા છીનાળનાં પેટનાં.. શેતાન હું તને નહીં છોડું.” અને બધાં પાછા વસુધા પાસે દોડી આવ્યાં એ ફરીથી મૂર્છામાં ઢળી ગઇ....
વધુ આવતા અંકે - પ્રકરણ-96