Vasudha - Vasuma - 94 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-94

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-94

વસુધા રાજલનો ભૂતકાળ જાણતી હતી.. એ લોકો આબુ ફરવા ગયાં હતાં. મયંકને બાઇકનો ખૂબ શોખ એણે રાજલને અને એનાં પિતા લખુકાકાને જીદ કરી કહ્યું “બધાં જાય છે આબુ એ ક્યાં દૂર છે માંડ 250 કિમી છે. પહેલાં અંબાજી જઇશું. પછી આબુ બે દિવસ ફરીને આવી જઇશું. એમાં ચિંતા શું એ બસમાં અથડાતા કૂટાતાં નથી જવું.”

લખુકાકાને એ સમયે એમની જવાની યાદ આવી ગયેલી એમણે કહ્યું “જાવ જાવ પણ આમ એકલાં જાવ છો એનાં કરતાં કોઇને સાથ કરીને જાવ તો સારું..” ત્યારે મયંકે કીધું “બાપા બધાને સમય હોવો જોઇએ અને ખર્ચ પણ થાય હું તો તમારે જોરે જઊં છું.” એમ કહી હસ્યો.

રાજલે કહ્યું “પાપા માં અંબાનાં દર્શન કરવાનીજ ખૂબ ઇચ્છા છે ત્યાં દર્શન કરીશું એક દિવસ રહી..આબુ સાવ નજીક છે તો એ બહાને.”. પછી કંઈ બોલી નહીં લધુકાકાએ કહ્યું “સારુ જઇ આવો માં છે ને ધ્યાન રાખશે.”

મયંક અને રાજલ બંન્ને જણાં બાપાની રજા લઇને થોડોક સામાન કપડાં લીધાં અને બાઇક પર નીકળી ગયેલાં સવારે 6.00 વાગે નીકળેલાં બપોરે 1.00 વાગે પહોચ્યાં અંબાજી ત્યાં દર્શન કર્યા.. ફરી દર્શન કર્યા અને ચાર વાગે ત્યાંથી આબુ જવા નીકળી ગયાં.

માઉન્ટ આબુ ઉપર સમી સાંજે 7.00 વાગે પહોચ્યાં અંધારુ થઇ ગયું હતું રાજલે કહ્યું “મયંક રાત અંબાજીમાં રહેવાનુ હતું સવારે આબુ આવવાનું હતું હવે અહીં સારી હોટલ શોધવી પડશે. આપણે એકલા છીએ.”

મયંકે કહ્યું ”ચિંતા શું કરે છે ? હું છું ને ભડ જેવો તારો વર.. હમણાં શોધી નાંખીશું હોટલ બસ પછી જલ્સાજ જલ્સા છે”. એ લોકોએ ત્યાં એક હોટલ શોધી રૂમનાં ભાવતાલ કરી ભાડે લઇ લીધો. પેલાએ રૂમનાં 300/- કીધાં બધી ફેસીલીટી સાથે.

મયંકે 300 ચૂકવીને રૂમ લીધી તો રૂમમાં આવ્યાં અને સામાન બાજુમાં મૂકીને સીધો પલંગ પર આડો પડ્યો. રાજલે રૂમ બંધ કરી દીધો એણે કહ્યું “તમે તો અત્યારથી ... મને ભૂખ લાગી છે પહેલાં જમી લઇએ પછી આરામ કરીશું.”

મયંકે કહ્યું “રાજુ મને પણ ભૂખ લાગી છે.” એમ કહીને લુચ્ચુ હસ્યો. રાજલે કહ્યું “મને ખબર છે બધી પહેલાં અહીં હોટલમાં જમી લઇએ પછી બધી વાત.. અને મોડું થશે તો જમવા પણ નહીં મળે. રાત પડવા આવી છે. અજાણ્યાં શહેરમાં છીએ”. મયંક ઉભો થઇ ગયો એણે કહ્યું “સારું ચાલ જમી લઇએ તારી વાત સાચી છે.”

મયંકે પોતાનું પાકીટ લીધુ સાચવીને ખીસામાં મૂક્યું બંન્ને જણાં રૂમની બહાર નીકળ્યાં રૂમ લોક કર્યા અને નીચે જમવા ગયા. એમનો રૂમ પહેલાં માળે હતો. ડાઇનીંગ રૂમમાં ઘણી ભીડ હતી ખાલી ટેબલ જોઇને બંન્ને બેસી ગયાં પછી મયંકે કીધું “રાજુ તું બેસ અહીં ખાવાનું આવે ત્યાં સુધીમાં હું બાજુમાં જઇને આવું છું.”

રાજુ કહે “મને એકલી મૂકીને ક્યાં જાવ છો”. મયંકે બીજા ટેબલ પર પડેલી બીયરની બોટલ બતાવીને કહ્યું “અહીં નહીં મળે બાજુમાંથી લઇને આવું આ લોકો સાથે લાવવા દે છે પછી ચાન્સ નહીં મળે.”

રાજલે ખોટો ગુસ્સો કરતાં કહ્યું “મને ખબર છે અહીં સુધી લાંબા આનાં માટેજ થયા છીએ જાવ જાવ જલ્દી આવજો વાર ના કરશો.”

મયંકે કહ્યુ “ના ના આ ગયો અને આવ્યો.” કહી ઝડપથી બહાર નીકળી ગયો. રાજલ એકલી બેઠી હતી ત્યાં વેઇટર ઓર્ડર લેવા આવ્યો. રાજલે કહ્યું “પછી આવો એ આવે પછી”. પેલો સમજી ગયો હોય એમ હસતો હસતો જતો રહ્યો.

કેટલી યે વાર પછી મયંક બે બોટલ લઇને આવ્યો અને રાજલે ગુસ્સામાં કહ્યું “કેમ બે બોટલ લાવ્યા ? હું થોડી પીવાની છું ?” મયંકે લુચ્ચી હાસ્ય કરી આંખની મસ્તી કરતાં કહ્યું “અરે બંન્ને મારી છે તને થોડો પીવરાવુ ? એક અત્યારે એક રાત્રે…” ફરીથી આંખ મારી.

રાજલે કહ્યું “તમને તો ઘડો નથી બોટલ જોઇને ગાંડા થઇ જાવ છો અને પીધાં પછી પાગલ.” મયંકે કહ્યું “ગાંડા અને પગાલ એકજ.” એમ કહી હસ્યો.

રાજલ મયંકની એકદમ નજીક આવીને બેઠી પછી બોલી “મયંક તમે બોટલ લેવા ગયાં ત્યારથી પેલાં ટેબલવાળો છોકરો મનેજ જોયાં કરે છે મને ડર લાગે છે. તમે એકદમ ના જોશો સમજી જશે ધીમે રહીને જુઓ.”

મયંકે રાજલને સાંભળી રહ્યો પછી બીયરની બોટલ ખોલી પીવાની ચાલુ કરી પીતાં પીતાં એણે એ ટબલ તરફ જોયું પેલો રાજલને અને એને તાકી રહેલો મયંકે હવે સીધુ એનાં તરફ જોયું પેલાએ નજર ફેરવી લીધી. એનાં ચહેરો કાળો કાનમાં બુટ્ટીઓ પહેરી હતી હાથમાં સોનાનું કડુ હતું. મયંકને થયું આ પ્રવાસી નથી લાગતો લોકલ છે.. કંઈ નહીં ફરીથી એવી રીતે જુએ તો ગલ્લે ફરીયાદ કરીશ.

વેઇટર આવીને જમવાનો ઓર્ડર લઇ ગયો. રાજલને ભાવતું બધુ મંગાવ્યુ હતું રાજલને તો આકરી ભૂખ લાગી હતી કે એણે જમવાનું શરૂ કરી દીધુ. એણે કહ્યું “ વાહ ટેસ્ટી છે મસ્ત.. મજા આવી ગઇ એમાં આ આલુ પરાઠા ખૂબ સ્વાદીષ્ટ છે”.

મયંક બીયર પી રહેલો અને પેલા ટેબલ પર એનું ધ્યાન હતું. પેલો એનું ડ્રીંક પી પૈસા ચૂકવીને નીકળી ગયો. રાજલ અને મયંક બંન્નેએ હાંશ કરી બંન્ને જણાં શાંતિથી જમી અને ઉપર રૂમમાં આવ્યાં

રૂમમાં આવી કપડાં બદલી ફ્રેશ થઇને બંન્ને જણાં સૂવા આડા પડ્યાં મયંક રાજલને વળગીને વાતો કરી રહેલો.. ધીમે ધીમે સુંવાળા સ્પર્શે બંન્નેને પ્રેમ ઘેલાં કર્યા અને મધુરજની માણી લીધી.

રાજલે કહ્યું “કેટલાય સમયે આવી નિશ્ચિતતા અને એકાંત મળ્યું છે લગ્ન પછી પહેલીવાર તમને આવો પ્રેમ કરતાં માણ્યાં. લગ્ન થયે 15-20 દિવસ થયાં પણ આવો આનંદ નહોતો આવ્યો.”

મયંકે કહ્યું “એટલે તો આબુ લઇ આવ્યો અને નસીબે બાપા પણ માની ગયાં.” બંન્ને વાતો કરતાં રહ્યાં. મયંકે કહ્યું “કાલે તો પાછા નીકળી જવું પડશે સમય ક્યાં જતો રહ્યો ખબરજ ના પડી.”

રાજલે કહ્યું “કાશ આપણી પાસે વધારે પૈસા હોત તો બે દિવસ વધુ અહીં રોકાઇ જાત. કંઇ નહીં ફરીથી આવીશું”. મયંકે કહ્યું “ફરીથી અહીં નહીં કોઇ દરિયા કિનારે જઇશું પહાડ પર આવી ગયાં હવે દરિયાનાં દર્શને...”

આમ વાત કરતાં કરતાં એણે પડેલી બીયરની બોટલ ખોલી.. રાજલે કહ્યું “અત્યારે અડધી રાત્રે ? તમે ખરાં છો ? હા પાડી એટલે પાછળ પડી જવાનુ સૂઇ જાવ હવે...” મયંકે ક્હ્યું “રાજુ... “

વધુ આવતા અંકે - પ્રકરણ-95