મગનાને મોઢે સાંભળેલી વાત જાણી કાળીયાએ તરતજ ગંદી ગાળ મોઢેથી બોલીને કહ્યું “એ ટેણીયાનો ટોટો પીસી નાંખીએ એ સાલો ત્યાં ક્યાંથી હતો ? છોડ… હશે જે થશે એ પહેલાં અહીંથી નીકળી ખાવા પીવાની વ્યવસ્થા કરીએ”.
રમણાએ કહ્યું “બધાએ સાથે જવામાં જોખમ છે કાળીયા તું અને મગનો અહીંજ રહો હું અને પકલો જોઇએ છીએ બધી વ્યવસ્થા કરીને આવીએ છીએ તમે લોકો અહીંજ રહો. તું પૈસા આપ મારી પાસે નથી.” કાળીયાએ ગાળો ભાંડી અને ખીસ્સાંમાંથી બે હજાર રુપીયા આપી કહ્યું “ખાવા પીવાનું વધારે લાવજે.”
રમણાએ કહ્યું “આટલાથી શું થાય ? મારી પાસે 800 રૂપિયા છે બીજા કાઢ..” કાળીયાએ કહ્યું “પકલા મગના તમારી પાસે શું છે ? કેટલાં છે ?” પકલાએ કહ્યું “મારી પાસે 200 જ છે”. મગનો કહે “મારી પાસે બીડી અને બાક્સ સિવાય કંઇ નથી મારી પાસે કેવી રીતે હોય ? તમારાં જેવો ધનવાન નથી મજૂરી કરીને ખાઊં છું ક્યાંથી કાઢું ?”
કાળીયાએ બીજા હજાર રૂપિયા આપીને કહ્યું “જા આટલાજ છે આ ભીખારીઓને ખવરાવવું પડશે લઇ આવ તમે નીકળો ત્યાં સુધી હું આ મગનાની સેવા લઇશ એમ કહી ખંધુ હસ્યો પછી બોલ્યો પેલી તો બચી ગઇ પણ મારુ શરીર હજી ગરમ છે મગનો ઠંડુ કરશે.” એમ કહીને ફરીથી ગંદુ હસ્યો.
પકલો અને રમણો પણ હસ્યાં બોલ્યાં “અમે જઇને આવીએ તમે બીડીઓ ફૂંકો અને લહેર કરો..” એમ કહી બંન્ને જણાએ ત્યાંથી નીકળવા ઝાડીમાંથી રસ્તો કર્યો..
************
વૈદ્યજીએ વસુધાને ફાકી પીવરાવ્યાં પછી થોડાં સમયે વસુધાએ આંખો ખોલીને જોયું. એની આજુબાજુ બધાં ઉભા છે એની માં અને પાપા એનાં પગ પાસે બેઠાં છે એણે માં ને જોઇને ઉઠીને વળગી પડી ક્યાંય સુધી માં દિકરી રડતાં રહ્યાં. પાર્વતીબેન વસુધાનાં બરડે વાસાંમાં હાથ ફેરવી રહેલાં..
વસુધા અને એની માં પાર્વતીબેન એકબીજાને વળગી આક્રંદ કરી રહેલાં. બધાએ ક્યાંય સુધી એમને રડવા દીધાં એમને જોઇને સરલા, ભાનુબહેન ભડ જેવા ગુણવંતભાઇ પુરષોત્તમભાઇની આંખમાં પાણી આવી ગયાં.
દિવાળીફોઇએ રડતાં રડતાં કહ્યું “નખ્ખોદ જાય એ કાળીયાનું મારો મહાદેવ એને નહીં છોડે મારી આટલી બહાદુર દીકરી પર હાથ નાંખ્યો છે એનો હાથ ભાંગી નાંખીશ હું..” એમ કહેતાં કહેતાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં..
ભાનુબહેને કહ્યું “અમારા કુટુંબ પર જાણે કોઇની નજર લાગી છે મહાદેવ અમારી રક્ષા કરો”. ત્યાં લખુકાકાએ કહ્યું “નજર નહીં આ શેતાનો ને ઇર્ષ્યા આવી છે પહેલા પીતાંબર ને હવે આ દીકરીને.. પણ અમે એને નહીં છોડીએ જેલ ભેગા કરાવીશુંજ આકરામાં આકરી સજા કરાવીશું અને ગામમાંથી એમનાં આખા કુટુંબને ઉલેચા ભરાવીશું નહીં છોડીએ.”
બહાર ઉભેલાં લોકોમાં ગણગણાટ થવા લાગ્યો બધાં બોલ્યાં “હાંશ વસુધાને હોંશ આવી ગઇ દીકરી ભાનમાં આવી ગઇ ઇશ્વરે પ્રાર્થના સાંભળી લીધી”,
રાજલે ઉભા થઇને કહ્યું “હું બહાર જઇને બધાને કહુ છું હવે વસુધાને ભાન આવી ગયું છે બધાં પોત પોતાનાં ઘર જાવ એને આરામની જરૂર છે.”
સરલાએ કહ્યું “હું બધાનો આભાર માની લઊં. આખુય ગામ આપણાં સાથમાં છે એ લોકોને પકડી પોલીસ પટેલ આકરી સજા અપાવશે”.
પોલીસ પટેલે ટીનીયાનાં મોઢે કાળીયાનું એનાં ભાઇબંધોનું નામ સાંભળ્યુ અને ઉભા થઇ ગયાં અને ગુણવંતભાઇનાં ફોનનો ઉપયોગ કરી શહેરનાં પોલીસ સ્ટેશનમાં એમનાં ઉપરણીનો સંપર્ક સાંધ્યો અને બધી માહિતી આપી.
વસુધા થોડી સ્વસ્થ થઇ પણ એની આંખમાંથી આંસુ નહોતાં સૂકાતાં વારે વારે પગ લાંબા કરીને એની સાડી સરખ કરતી હતી રડી રહી હતી એની આંખો બધુ જાણે યાદ કરી રહી હતી એને એટલો આઘાત લાગેલો કે એ પચાવી નહોતી રહી એણે ચીસ પાડીને કહ્યું “સરલાબેન મને ચારસો.. ઓઢાડો.. મને કોઇ અડો નહીં મને...” આમ બોલતાં બોલતાં ફરીથી એની માંને વળગીને રડી રહી હતી એનાં આંસુ જોઇને એની આવી પીડા જોઇને બધાની આંખો ભરાઇ આવી હતી.
ગુણવંતભાઇએ કહ્યું “ચાલો આપણે બહાર બેસીએ બધી સ્ત્રીઓ એની સાથે ભલે બેઠી.. એમની આંખોમાં એટલુ ખુન્નસ હતું એમણે પોલીસ પટેલને કહ્યું પટેલ પોલીસ કુમક બોલાવો મીલીટ્રી બોલાવો જે કરવું પડે એ કરો એ કાળીયા અને એનાં સાથીદારોને પકડી લાવે મારી વિનંતી છે કે એમને પોલીસ ચોકીએ લાવો ત્યારે અમે હાજર હોવા જોઇએ. હવે હિસાબ અમે પુરો કરીશું પછી તમને સોપીશું.”
પુરષોત્તમભાઇએ કહે ”અમે નહીં છોડીએ એ નરાધમોને. ત્યાં દુષ્યંત રડતો રડતો ગુસ્સામાં બોલ્યો દીદીને હેરાન કરનારનું હું ખૂન કરી નાંખીશ”. સરલાએ એને પોતાનામાં વળગાવી દીધો માથે હાથ ફેરવી શાંત કરવા પ્રયત્ન કરવા લાગ્યો.
બધાં પુરુષો બહાર નીકળી ગયાં. હવે માત્ર સ્ત્રીઓજ અંદર હતી. વસુધાએ રાજલની સામે જોયું રાજલ એને જોઇ રહી હતી.
વસુધાએ પોતાની પાસે બોલાવીને કહ્યું “રાજુ હમણાં ડેરીએ નહીં આવુ તમે લોકો જોઇ લેજો.” રાજલ એને આવીને વળગી ગઇ બંન્ને જણાં વળગીને ખૂબ રડ્યાં. રાજલે કહ્યું “કંઈ ચિંતા ના કર. બધુ સારું થશે.”
વસુધાએ પછી રાજલનાં કાન પાસે ચહેરો લઇ ગઇ અને એં કાનમાં 5 મીનીટ સુધી કંઇક કહ્યું રાજલ તાણ સાથે બધુ સાંભળી રહી પછી કોરી આંખ વસુધાની સામે જોયું અને એટલુંજ બોલી “ભલે.. વસુ, અમે બધા તારાં સાથમાં છીએ.”
પાર્વતીબેન-સરલા-ભાનુબહેન-દિવાળીફોઇ આશ્ચર્યથી વસુધાની સામે જોઇ રહેલાં વસુધાની આંખો ભાવવિહીન હતી છતાં આંખોમાં કોઇ અડગ નિર્ણય લીધો હોય એવું લાગતું હતું.
સરલાએ પૂછ્યું “શું થયું વસુધા ? રાજલને શું કીધું ? બોલને શું કામ છે ?” સરલાએ પૂછ્યું તો વસુધાએ કહ્યું “નહીં બહેન તમે તબીયત સાચવો...”.
વધુ આવતા અંકે - પ્રકરણ-92