Prabhana Kinarani Raahma - 9 in Gujarati Love Stories by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | પ્રભાના કિનારાની રાહમાં - 9

Featured Books
Categories
Share

પ્રભાના કિનારાની રાહમાં - 9

ગત અંકથી શરુ....


ગાડી આગળ વધી, રસ્તામાં ફેલાયેલા સન્નાટા સાથે કારએ કોર્ટના દરવાજાની ભીંતો તરફ પ્રયાણ કર્યું....


કરમાંથી પ્રભા સાથે વિશ્વાસ ઉતાર્યો ધીમેથી પ્રભાએ કારનો દરવાજો બંધ કરતા સાથે રહેલી બેગમાંથી કાળો કોટ પહેર્યો વિશ્વાસ પહેલેથી જ કોટ પહેરીને નીકળેલો, બંનેના ડગલા આગળ વધવા લાગ્યા કોર્ટની કાર્યવાહીમાં માત્ર 15 મિનિટની જ વાર હતી, પ્રભાના ચહેરા ઉપર માયુશી છવાયેલી વિશ્વાસ અનુભવી શકતો હતો કારણકે છેલ્લી 30 મિનિટમાં પ્રભાએ કઈ બોલ્યા વગર જ ક્ષણો વિતાવી હતી....

થોડીવારમાં કોર્ટમાં રહેલી ઘડીયાળનો ટકોરો વાગ્યો, કોર્ટમાં થોડીવારમાં ચહલ પહલ થવા લાગી... જજએ આગમન લીધું કેશની શરૂઆત થઇ સામે પક્ષના વકીલે દલીલો રાજુ કરી પરંતુ પ્રભા અને વિશ્વાસ જોડે કઈ ગવાહ ન હોવાથી કઈ સાબિત ન થયું પ્રભાએ કોર્ટમાં અરજ મુકતા કહ્યું મારી મુવકીલ ઉપર અટેક થયો છે તેની જાંચ થાય અને મને થોડો સમય મળે...

જજ એ હકારમાં ઉત્તર આપતાં કહ્યું આ કેશ સાથે કહ્યું આ કેશ સાથે એ જોડાયેલા છે તેથી તેમની સિક્યોરિટી પણ હવેથી પોલિશ કરશે અને આવનારા 1 મકહિનામાં આ કેશનો છેલ્લો ચુકાદો હશે જો એમાં કોઈ સબૂત કે ગવાહ, સાબિતી કે ગવાહી સાબિતી સાબિત નહિ કરી શકે છે કેશ ક્લોઝ થઇ જશે... જજે ગૈવેલના અવાજથી આંગળી તારીખ આપતાં કેશ એડજન્ક્ટ કહ્યું....,


કારનો દરવાજો ખુલ્યો ફરીથી તેનામાં ખામોશી ચવાયેલી રહી વિશ્વાસને કંઈ ઈ બોલવું હતું પરંતુ તેણે પ્રભાની ખામોશી અનુભવતા વાત તાળી.... ગાડી પ્રભાના ઘરે રુકી ત્યારે માત્ર પ્રભાએ કાલે ઓફિસની રજા છે વિશ્વાસ આશ્રમમાં મળીએ એટલું કહેવું જ સારુ લગતા બાય કહ્યું...

સુરજ ઢળ્યો અને સવાર પડી રજાનો દીવસ હતો પ્રભાના ચહેરા ઉપર છાંયેલી માયુશી એની મમ્મી જોઈ શકતી હતી, પરંતુ એમને આશ્વાસન આપતાં કહ્યું " પ્રભા જીવન અનેરું છે જો આ પંછીઓનો કલરવ એમને એ પણ ખબર નથી ક્યારે કઈ ક્ષણે કોઈ એમને પોતાનો શિકાર બનાવે તો પણ આકાશમાં ખુલી પાંખે ડર્યા વિના ઉડવું એ તેમની નિયમિતતા છે.... તું પણ એક એવી દુનિયા જોઈ શકીશ જયારે તું ખુદ ઉપર વિશ્વાસ કરીશ કારણકે સમય ક્યારેય એક સરખો રહેતો નથી આજે નહિ તો કાલે પણ અપરાધીને દંડ અને ન્યાય મંગનારને ન્યાય જરૂર મળશે.... પ્રભાએ મન હાલકુ કરતા હામી ભરી...



પ્રભાએ ગડિયાળમાં જોયું તો સવારના 8 વાગ્યાં હતા એને ઘરની બહાર જોયું તો બહાર એક કાર હતી, એને તરત કાર તરફ જઈ નોક કર્યું કાચ નીચો થયો અને પ્રભા બોલી અરે કેયા દીદી તમે આ વિશ્વાસના ડ્રાંઇવર અનુપમ કાકા આજે નથી તમે ડ્રાઈવ કરી રહ્યા છો... હા પછી કહું તું બેસ મોડું થાય છે પાછળ બેઠેલા વિશ્વાસએ કહ્યું... હા હું ત્યાં આવીશ પણ થોડી લેટ આવું મારી કરમાં મમ્મી સાથે જવાનુ છે એમના ચેકઅપ માટે એટલે હું 10 વાગ્યાં આસપાસ આવી જઈશ.... હા નો પ્રોબ્લેમ પણ જરૂર આવજે પ્રભા કારણકે મને તારે હજી ઘણું બતાવવાનું છે આશ્રમમાં કેયાએ હસતા - હસતા કહ્યું... પ્રભાએ હામી ભરી..

કાર આગળ વધી અને ધીમે ધીમે આશ્રમની યાંદોમાં વિશ્વાસ ધકેલાયો પરંતુ એની યાદો તાજા થાય એ પહેલા કાર આશ્રમના ગેટ પાસે આવીને ઉભી રહી.... કાર પાર્ક થઇ.. દરવાજો ખુલ્યો કેયાએ ધીરેથી પાછળનો દરવાજો ખોલ્યો અને વિશ્વાસને ઉતારવામાં મદદ કરી.... સ્ટિક સાથે વિશ્વાસએ આશ્રમમાં પગ મુક્યો ત્યાંજ આશ્રમમાં રહેલા એક બાળકની નજર એમની ઉપર પડી અને અને એને કહ્યું વિશ્વાસ ભાઈ આવ્યા છે ચાલો.... થોડીવારમાં વિશ્વાસ નાના બાળકોથી ઘેરાઈ ગયો કેયાએ પણ બાળકો સાથે વાતો શરુ કરી....

ધીરે ધીરે કલાક વીતવા લાગ્યા અને કચાનક પ્રભાની કાર આવી કરમાંથી પ્રભા ઉતરી એને જોતા જ કેયા બોલી અરે વાહ બધા જોવો પ્રભા આવી ગઈ છે... પાછળનો દરવાજો ખુલ્યો અને આવાજ આવ્યો અને હું પણ.......

વધુ આવતા અંકમાં....