ભાગ….૩૩
(સજજનભાઈ સાન્યાને યાદદાસ્તને લઈ ઘડીકમાં નિરાશ અને ઘડીકમાં તો દુ:ખી થાય છે. પલ્લવઅને અશ્વિન પણ એટલા જ દુઃખી થાય છે. ઓપરેશન થિયેટરમાં સાન્યાને લઈ જવામાં આવે છે. હવે આગળ....)
એટલામાં સાન્યાને હોસ્પિટલ વોર્ડમાં થી ઓપરેશન થિયેટર તરફ લઈ જવામાં આવી રહી હતી, એટલે રાજન, સાવન, માનવઅને સજજનભાઈ તેને ડરતાં જોઈ રહ્યા અને ડૉક્ટર સામે આશાભરી નજરે કે તે સાન્યાને બચાવી લેશે. એટલામાં પલ્લવપણ ત્યાં આવ્યો. તેને જોઈ અમને,
"આ પલ્લવઅહીં?"
"હા, તું ભૂલી ગયો લાગે છે કે હાલ આ ન્યૂઝ બ્રેકિંગ ન્યુઝ બનીને દરેક ચેનલ પર બ્રોડકાસ્ટ થઈ રહ્યા છે,એ પણ ટીવીમાં જોઈને જ અહીં આવ્યો હશે. પલ્લવઅહીં આવે જ ને, આફ્ટર ઓલ તેની મનગમતી વ્યક્તિ હોસ્પિટલમાં છે."
"હમમ... પણ તું મારી વાત યાદ રાખજે."
"ભલે પણ એ તો કહે કે કોર્ટમાં શું થયું?"
"પેલા તો ખૂબ ઉહાપોહ અને પછી બાવાજી આશ્રમ બહાર ટપરીવાળાની અને ચંપાનંદ મહારાજની ઓડિયો સાંભળી અને તરત જ કેસ ચલાવવાનો નક્કી કર્યો."
"હા, ખબર છે આ તો, એ પછી હું અહીં આવ્યો ને."
"બસ શું એક જ... દલીલ અને પછી ચુકાદો, બીજું શું વળી?"
"પણ ચુકાદો શું આવ્યો?"
અશ્વિને આંખ કાઢીને પૂછ્યું તો,
"હા, એ જ કહેતો હતો કે, કોર્ટમાં દલીલો ખૂબ જ ચાલી, આત્માનંદનો એક ભકતે વકીલ રોક્યો હતો એટલે તેમની દલીલ કરી, પણ આપણા ભેગા કરેલા સબૂતોથી તેઓ ચૂપ થઈ ગયા પણ માની નહોતા રહ્યા અને વારેવારે હોબાળો કરતા હતા. પણ સવાઈલાલઅને આત્માનંદ મહારાજની ગવાહી થી તેમનો નઝરીયો બદલાઈ ગયો. તને ખબર છે કે કોર્ટનો જજ પણ તેમનો ભકત હતો પણ દલીલ અને ગવાહી બાદ તેને સારા એવા શબ્દોમાં ઝાટકણી કરી."
"ચાલો સરસ અને આગળ?..."
"જજે ચંપાનંદ એટલે કે કાળુને દસ વર્ષની સખત કેદ, આત્માનંદ અને કેતાનંદએમાં એટલા સંડોવાયા નહોતા એટલે તેમણે સાત વર્ષની સખત કેદ ફરમાવી. એમનો એક ચેલો મુકતાનંદ ખૂબ બોલી રહ્યો હતો એટલે તેને એક વર્ષની કેદ અને આશ્રમની જમીન જપ્ત કરી દેવામાં આવી. એ બધાને જેલમાં મોકલી અને જેલરને એમની કસ્ટડી આપી.અને એ બધું જ કામ પતાવીને જ અહીં આવ્યો."
સાવન આટલું કહીને રાજનની સામે જોયું તો,
"ચાલો, એક કેસ સોલ્વ થયો. હવે આ....?"
"હું તો કહેવાનું ભૂલી ગયો કે સાન્યાને પડેલી તકલીફ માટે, તેની યાતના, તેની યાદદાસ્ત જતી રહેવાથી અને એ માટે તો તેનો થયેલો એક્સિડન્ટ જવાબદાર છે અને એ જવાબદારી એમલે મન્થનરાયે પોતાના પર લીધી છે."
"સવાઈલાલએટલે શું આ પલ્લવના પપ્પા, એમલે જ ને?"
"હા..."
"પણ તેમને કેમ આવું કર્યું?"
"સાન્યાએ અને પલ્લવકોલેજમાં સાથે ભણતાં હતાં. પલ્લવસાન્યાને પસંદ કરતો હતો પણ સાન્યાએ તેને સ્વીકાર ના કર્યો એટલે તે ઉદાસ રહેવા લાગ્યો. એ જોઈ એમલેને ગુસ્સો આવ્યો અને તેમને મારી નાખવા આ કાળુને કહ્યું હતું અને કાળુએ એ એક્સિડન્ટ પ્લાન કર્યો. પણ નસીબજોગે તે ભલે બચી ગઈ, પણ તે બધું જ અને બધાંને ભૂલી ગઈ."
"ઓહો.."
"અને એ માટે તેને દસ લાખનું વળતર આપવાનું તેમજ એમને એક વર્ષની સાદી કેદમાં મોકલ્યા છે."
"આ તો શોકિંગ ન્યુઝ છે. પલ્લવને ખબર પડશે તો તેને દુઃખ થશે અને મિડિયાને તેેમની ચેનલ માટે નવો મસાલો મળી જશે."
"આપણા માટે કે કોઈપણ માટે દુઃખદાયી વાત મિડિયા માટે હંમેશા મસાલો જ હોય છે, એ પણ તેમની ટીઆરપી વધારવાનો..."
"એવું તો નથી ને કે આ એક્સિડન્ટ અને સાન્યા વિશે જાણતો જ ના હોય અને પલ્લવને ફોરેન મોકલી દીધો હોય..."
આમ અશ્વિન અને સાવનની વાતચીત ચાલી રહી હતી. તેને કંઈ જરૂર હોય તો કહેજે કહીને તે પણ જતો રહ્યો.
આ બધાથી, બધી વાતોથી અજાણ માનવઅને સજજનભાઈ એકબીજા સાથે ઓપરેશન થિયેટરની બહાર હાથ પકડીને બેસ્યા હતા. શરીરથી ભલે ત્યાં હતો પણ તેેનું મન ત્યાં નહીં પણ સાન્યા સાથે ઓપરેશન થિયેટરમાં હતું અને સાન્યાને જોવી હતી, તેની વાતો સાંભળવી હતી અને કહેવું હતું કે,
"સાન્યા હું તને યાદ ભલે નથી પણ મને તો તું યાદ છે.ભલે કોઈની દીકરી કે કોઈની પ્રેમિકા છે. પણ તું તો મારી મિત્ર છે, જે મને મારી સાવકી માંના દુઃખથી બચાવનારી, મારા ભૂખ્યા પેટનો ખાડો પૂરનારી અન્નપૂર્ણા હતી. મારી ના કહેલી વાતો સમજનારી મા હતી. મારા ના વહેલા આસું લૂછનારી મારી સખી તું હતી.'
"અંકલને ગભરાટ છે કે તેમને તેમની દીકરી ભૂલી જશે તેનો, જયારે પલ્લવઅને રાજનને તેમની પ્રેમિકા ખોવાઈ જવાનો ડર. પણ આ બધા કરતાં સૌથી વધારે ડર તો મને છે તારા જ ખોવાઈ જવાનો. એકની એક મિત્ર, મા, અન્નપૂર્ણા અને મારી સખી ખોવાઈ જવાનો ડર.'
"જોકે મારી મિત્ર તો આમ પણ કયારની ખોવાઈ ગઈ જ હતી ને, પણ બસ એક આશા જાગતી હતી કે કદાચ તે મને મળી જશે. એ માટે મેં પૈસા ભેગા કરવા તારાંંથી દૂર પણ ગયો, જે મારા માટે ખૂબ મુશ્કેલ હતું. પણ... કદાચ... હવે શું થાય?'
"મારું મન પણ વાંદરા જેવું છે. થોડી આશા જાગવાની શકયતા લાગી નથી કે કૂૂદી કૂદીને તે બાજુ જાય છે. પણ પાછું નિરાશ થઈ જાય છે.
"હું શું કામ ચિંતા કરું છું, ઉપરવાળો છે ને... જે થવાનું હશે તે થશે. જે લખાઈ ગયું છે તે રોકનાર નથી.આમ પણ આનાથી વધારે ખરાબ શું થવાનું?"
આટલું વિચારતાં ચિંતનને ચીસો પાડી પાડીને કહેવાનું મન થયું કે,
"સાન્યા મને નહીં તો તને પ્રેમ કરનારા, તારું હિત જોનારા ઘણા બધા છે. આ અગંદ, અશ્વિન તેમનો વિચાર કરજે,જે તારી રાહ જોઈ રહ્યા છે. ભગવાન તમે પણ ખાસ વિચારજો કે હવે બહુ પરીક્ષા કોઈની પણ ના લઈશ."
માનવઅશ્વિન અને પલ્લવસામે જોઈ હસ્યો અને તે કંંઈ કહે તે પહેલાં જ રાજનનો ફોન રણકયો.
અશ્વિને અકળામણ સાથે ફોન ઉપાડયો તો સામેના છેડે સબ ઇન્સ્પેક્ટર રાજ સિંહ હતો,
"સર, સાન્યા મેમને કેવું છે?"
"બસ ઓપરેશન ચાલુ છે, બાકી..."
"બાકી? એટલે?"
"કંઈ નહીં, કેમ કોલ કર્યો?"
"હા સર, આ એમલે સવાઈલાલહોસ્પિટલ આવવા માંગે છે, તો શું કરવું?"
"આપ પહેલાં એમને, પછી કહું?"
મન્થનરાયે સાથે તેમને કંઈક વાત કરી અને પછી રાજ સિંહ ને કહ્યું કે,
"એમને હોસ્પિટલ લઈ આવ. હા, પણ ધ્યાન રાખજે."
"યસ સર..."
ઓપરેશન થિયેટરમાં થી બહાર આવેલી નર્સે કહ્યા મુજબ ઓપરેશન શરૂ થઈ ગયું હતું અને તેની બહાર ઊભેલા ચારે જણાના મનમાં એક જ પ્રશ્ન કે,
"હવે શું થશે?"
પણ આ બધામાં સાન્યાના પપ્પા અને માનવકરતાં પણ અશ્વિન અને લ્લવના મનમાં થોડોક ગભરાટ અને થોડીક નિરાશા આંખોમાં દેખાઈ રહી હતી.
એવામાપલ્લવના ફોન પર રીંગ આવી તો તેને દૂર જઈને ઉપાડ્યો તો,
"સર, તમારી ફોરેન ક્લાયન્ટ સાથે મીટિંગ છે."
"પણ તું એને કેન્સલ કરી દે..."
"પણ સર..."
"મેં તને કહ્યું ને... એક વારમાં ખબર નથી પડી રહી."
"જી સર..."
"અને હા, મારી બધી જ મીટિંગ કેન્સલ કરી દે જે. જેથી તું વારે વારે મે હેરાન ના કરે. મારા જીવનની આ ઈમ્પોર્ટન્ટ મીટિંગ ચાલી રહી છે, પછી બીજી વાત... ઓકે..."
કહીને તેને ફોન મૂક્યો અને રાજ સિંહ મન્થનરાયને લઈને ત્યાં આવ્યો.
(સાન્યાનું ઓપરેશન સકસેસ જશે કે અનસકસેસ? પલ્લવને તેના પપ્પા જ સાન્યાની હાલત માટે જવાબદાર એ જાણીને તે શું કરશે? સવાઈલાલશું પલ્લવને શું કહેશે?
જાણવા માટે વાંચો આ ધારાવાહિકનો આગળનો અંતિમ ભાગ....)