ભાગ….૩૨
(સજજનભાઈ સાન્યાના એક્સિડન્ટ વિશે ખબર પડતાં તે ગભરાઈ જાય છે. માનવતેમને સાન્યાની યાદદાસ્ત આવી ગઈ છે કહેતાં તેમની ખુશ થઈ જાય છે. કોર્ટે રાજનની દલીલ માની કેસને જલ્દી ચલાવવાનો હુકમ કરે છે અને જામીન નામંજૂર કરે છે. હવે આગળ....)
અશ્વિનની ભળીને જ જજે ફેંસલો આપટતાં કહ્યું કે,
"પોલીસના મત સાથે કોર્ટ સંમત છે અને આ કેસ જલ્દી નિકાલ લાવવા કાલે જ તારીખ આપવામાં આવે છે. ત્યાં સુધી તેમના જામીન નામંજૂર કરવામાં આવે છે."
કોર્ટ પૂરી થતાં જ રાજ સિંહ બોલ્યો કે,
"સર તમે ચિંતા ના કરો, હું બધું જ સંભાળી લઈશ."
રાજન,
"પણ.."
ત્યાં સાવન બોલ્યો કે,
"હું એની સાથે જ રહીશ અને કાલે કોર્ટમાં પણ હાજર રહીશ માટે તું કંઈ પણ વિચાર્યા વગર સાન્યા પાસે જા."
હામી ભરીને અશ્વિન હોસ્પિટલ જવા નીકળી ગયો.
ડૉકટરની કેબિનમાં તેમને સજજનભાઈ અને ચિંતનને કહ્યું કે,
"સાન્યાને બહારથી ચોટ નથી પણ અંદરની જરૂર આવી છે. એ વાતને સાબિત આ એકસ-રે અને એમઆરઈ કરી રહ્યા છે."
એમ કહીને તે એમને બતાવ્યું.
"ડૉક્ટર તમે આવું કેમ કહો છો, સાન્યા તો અમને ઓળખી રહી છે..."
સજજનભાઈએ કહ્યું તો માનવે કહ્યું,
"હા સર, અત્યાર સુધી અજાણી બનીને ફરતી હતી, પણ હવે તો તેને અમને એ જ લહેકાથી બોલાવ્યા છે."
"બની શકે, આ તો મગજ રિલેટડ છે, તો કંઈ પણ બની શકે. કદાચ એવું પણ બને કે મેમરી ટેમ્પરરી પાછી આવી હોય પણ એનાથી એવું ના કહી શકીએ કે તેમની યાદદાસ્ત પાછી આવી ગઈ. "
બંને થોડા નિરાશ થઈ ગયા. ડૉક્ટરે એમને કહ્યું કે,
"તમે એકવાર સાન્યાને મળી લો."
બંને સાન્યાને મળવા જાય છે તો સાન્યા તેમની સાથે થોડીઘણી વાત કરે છે અને જુનું યાદ કરવા મથે છે. આ મથામણમાં જ અચાનક સાન્યા બેભાન થઈ જાય છે. તો માનવડૉક્ટરને બોલાવી લાવ્યો તે જોઈને ડૉ.એ કહ્યું કે,
"મને હતું જ કે આવું કંઈક થશે. હવે તો મગજનું ઓપરેશન કરવું જ પડશે."
"ના કરીએ તો?"
"આ એના માટે શક્ય નથી. નહીંતર આ તકલીફ વધવાની શકયતા છે. એમ પણ કહીશ કે તેનાથી મોટી વાત એ છે કે આ ઓપરેશનમાં ગમે તે થઈ શકે છે."
"ગમે તે એટલે?"
"એટલે કે જુઓ હું તમને બંનેને કોઈ ખોટી આશા બંધાવવા નથી માંગતો, પણ ગમે તે થઈ શકે છે. એમ પણ બને કે તેને બધું જ યાદ રહે કાં તો તેની આ મેમરી પણ લોસ્ટ થઈ જાય છે અને તે તમને ક્યારે ઓળખે પણ નહીં."
"ના ડૉકટર એવું ના કહો..."
"સોરી અંકલ અને મિત્ર પણ હું જે ફેક્ટ છે તે જ કહી રહ્યો છું. તમે મંજૂરી આપો તો હું ઓપરેશનની તૈયારી કરું."
સજજનભાઈએ અસમંજસમાં જ ડૉક્ટરને સંમતિ આપી અને તે જોઈ તેમને નર્સને ઓપરેશન થિયેટર રેડી કરવાની સૂચના આપી. સજજનભાઈના ખભા પર હાથ મૂકીને સાંત્વના આપી અને તે જતા રહ્યા. ડૉકટરે તેમને સહી કરવા પેપર આપ્યા તો સજજનભાઈ ભાંગી પડયા અને રોવા લાગ્યા કે,
"સાન્યાને કંઈ થઈ જશે તો? સાન્યા ગાંડી થઈ જશે કે પછી સાન્યા મેન્ટલ એસાઈમેન્ટમાં જતી રહેશે તો? બોલને માનવમારી સાન્યા મને ભૂલી જશે તો... તેને કેટલા દિવસ પછી મને પપ્પા કહ્યું છે, મને તેનો મીઠો લહેકો સાંભળવા મળ્યો છે. એ સાંભળીને મારા હ્રદયમાં જે ઠંડક વળી તે ક્ષણિક જ હશે, તે છીનવાઈ જશે? તેની આંખોમાં મારા માટે દાદી જેવો સ્નેહ, મા જેવો પ્રેમ અને દીકરી જેવી લાગણી જતી રહેશે તો?'
"અને તે ડૉક્ટરે એવું ના કીધું કે કંઈ પણ થઈ શકે છે? એવું કેમ બને એ પૂછને જરાક? ભગવાન આટલો નિષ્ઠુર ના થા, મારી દીકરી મને પાછી આપ. આટલા સમયથી એક અજાણી વ્યક્ત બનીને રહ્યો છું, એની સાથે. હવે તો મારી સામે, મારા ઘડપણ સામે અને એની સામે તો જો...'
"બસ કંઈ નથી જોઈતું ફક્ત તેને સાજી રાખ. બાકી અજાણ્યો બનીને, તેને દૂરથી પણ જોઈને જીવી લઈશ. આટલી કૃપા કર, ભગવાન..."
માનવનો અવાજ પણ રુંધાઈ ગયો અને તે કંંઈ ના બોલી શક્યો. એટલામાં નર્સ આવી અને કહ્યું કે,
"અંકલ જલ્દી સાઈન કરો, જેથી પ્રોસેસ પૂરી થાય. એ પૂરી થશે પછી જ ઓપરેશન ચાલુ થશે."
માનવે તેમના ખભા પર હાથ મૂકીને કહ્યું કે,
"અંકલ સાઈન કરી દો..."
"હા, બેટા જે થવાનું છે તે જ થશે. આપણા હાથમાં કંઈ નથી."
કહીને તેમને આસું લૂછયા અને સાઈન કરીને પેપર આપ્યા. પલ્લવઅને અશ્વિન જે આ વાત સાંભળી રહ્યા હતાં, તે બંને ડરી જાય છે કે,
'નાની અમથી અથડામણ અને વાતમાં આ શું બની ગયું?"
પલ્લવપાણી પીવાના બહાને ત્યાંથી જતો રહ્યો અને ભગવાન આગળ હાથ જોડીને કહ્યું કે,
"ભગવાન મને મારો પ્રેમ આપી દો. ભલે હું તેને યાદ નથી પણ તે મને પ્રેમ કરે છે તો ખરી. મારી સાથે તો છે. હું એના વગર કેમ કરીને જીવીશ. હું તેને અને તેના પપ્પાને સાચવી લઈશ. બસ તું કઠોર ના બન.'
"ના... ના, મારો પ્રેમ એટલો સ્વાર્થી નથી કે એક બાપને દીકરી કહેવાનો હક પણ છીનવી લઉં. અને સાન્યાને પણ તેની યાદ, તેના ભૂતકાળ જાણવાનો હક છે, એ હું છીનવી ના શકું. ભલે તે મારાથી દૂર થઈ જાય. હું તેને ફરીથી મારો પ્રેમ વ્યક્ત કરીશ અને તેનો પ્રેમ જીતવા માટે મથીશ. અને મારી જીવનસાથી બનાવવા પ્રયત્ન કરીશ.'
"ખબર નથી પડી રહી કે શું માંગું કે શું ના માંગું... ભગવાન તું જ રાહ દેખાડ..."
જયારે આ બાજુ અશ્વિન તે સાંભળીને મનમાં જ,
"હું ખુશ થાવ કે દુઃખી તે જ ખબર નથી પડી રહી. કેવી વાત છે નહીં, મારું મન કૂદકા મારી રહ્યું છે કે મને મારો પ્રેમ મળી જાય એ માટે સાન્યા બધું જ ભૂલી જાય, પલ્લવને ભૂલી જાય તેવી પ્રાર્થના કરવાનું મન થાય છે. જેથી તે મારી સાથે, મારી આંખ આગળ, મારી જીવનસંગીની બનીને રહે. હું મારો પ્રેમ તેના આગળ કહી શકું.'
"અને એકબાજુ મન થાય છે કે તેને પણ તેનો ભૂતકાળ યાદ હોવો જોઈએ. પછી ભલે તે મારી બને કે ના બને."
"તેને તેનો ભૂતકાળ યાદ આવે કે ના આવે પણ આ વખતે તું તેને તારી લાગણીઓ કહેજે. પછી તેને નક્કી કરે તે સ્વીકારી લે જે. પણ પ્રયત્ન કર્યા વગર કે કહ્યા વગર ના રહેતો, મિત્ર."
એને પાછળ વળીને જોયું તો સાવન હતો.
"તું અહીં?"
"હા, સાન્યા વિશે જાણવા આવ્યો હતો. પણ તારું હ્રદય એટલી જોરથી ધબકી રહ્યું હતું તે મેં સાંભળી લીધું. સાન્યાને કેવું છે?"
"હા, હાલ તો આ ના કહી શકાય કે ના સહી શકાય તેવી સ્થિતિ નથી એની અને મારી પણ..."
"મને ખબર છે, પણ તું શંકા થાય તો તું પાછો નહીં પડે હવે, સમજ્યો."
"હું ધ્યાન રાખીશ..."
એટલામાં સાન્યાને હોસ્પિટલ વોર્ડમાં થઈ ઓપરેશન થિયેટર તરફ લઈ જવામાં આવી રહી હતી. એટલે રાજન, સાવન, માનવઅને સજજનભાઈ તેને ડરતાં જોઈ રહ્યા અને ડૉક્ટર સામે આશાભરી નજરે કે તે સાન્યાને બચાવી લેશે. એટલામાં પલ્લવપણ ત્યાં આવ્યો.
(કેસમાં આગળ શું થશે? કોર્ટતેમને સજા આપશે કે છોડી દેશે? સાન્યાનું ઓપરેશન સકસેસ જશે કે અનસકસેસ? પલ્લવઅને અશ્વિન પોતાના મનની વાત સાન્યાને કરી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, . ભાગ....33)