Trikoniy Prem - 29 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | ત્રિકોણીય પ્રેમ - 29

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ત્રિકોણીય પ્રેમ - 29

ભાગ…૨૯

(કાળુ સવાઈલાલ ધમકાવીને કાઢી મૂકે છે. રાજ સિંહ કાળુ ભાગી જતાં ચિંતા કરે છે. સાન્યાના બયાનથી બીજા પકડાઈ જાય છે. કાળુને પણ પોલીસના હાથે પકડાઈ જાય છે. હવે આગળ....)

"આ બ્રેસલેટમાં એક જીપીએસ ચીપ છે અને જે અમારી સિસ્ટમ સાથે કનેકટડ છે. એટલે જ અમે તને પકડી શક્યા."

કાળુ નિરાશ થઈ ગયો છતાં તેને હિંમત કેળવીને ઇન્સ્પેક્ટર રાજ સિંહ ને ધક્કો મારી અને તે ભાગવા લાગ્યો. પણ આ વખતે અશ્વિન અને તેની ટીમ તૈયાર હતી એટલે તેમને કાળુને ભાગવા ના દીધો, તેને પકડી લીધો અને ગાલ પર બે ધોલ મારી દીધી. બે ધોલ પડતાં જ કાળુ પોલીસની ગાડીમાં બેસીને પોલીસ સ્ટેશન આવ્યો.

કાળુને પણ આત્માનંદ અને કેતાનંદજોડે જ જેલમાં મૂક્યો. કાળુને જોઈ જયાનંદે કહ્યું કે,

"આ બધું તારા કારણે જ થયું છે, કાળુ..."

"મેં એમાં શું કર્યું? જે પણ કંઈ કર્યું તે આપણે મળીને જ કર્યું છે."

કાળુએ જવાબ આપતાં કહ્યું.

"એમ મારી ના હોવા છતાં તે તારા મનનું ધાર્યું કર્યું છે, છતાં આવું હળાહળ જુઠું બોલવાનું?"

"હું ક્યાં જુઠું બોલ્યો? અને મેં શું મારું ધાર્યું કર્યું એ તો કહે? મેં તને બધી વાત જણાવી નહોતી."

"એમ તારે મારા મોઢેંથી સાંભળવું જ છે, એમ ને..."

કહીને આત્માનંદ તેને બધું ગણાવવા લાગ્યા અને કાળુએ,

"અરે આપણા ભલાઈ માટે કર્યું હતું નહીં કે ફકત મારા માટે નહીં, સમજયા..."

"ના ફકત તારી જીદ પોસવા જ..."

"બસ બંધ કરો તમે બંને... કાળુએ કંઈ એકલાએ કામ નથી કર્યા, આપણે પણ જવાબદાર છીએ."

કેતોનંદે કહ્યું તો આત્માનંદ બોલ્યા કે,

"તું આની સાઈડ લે છે, જેની સાથે તારે ઊભું નહોતું બનતું."

"હા, કેમ આપણે બધા જ બરાબર સંડોવાયેલા છીએ."

"હું નથી... આ બધામાં હું નથી."

"એમ તો સાન્યાને આશ્રમમાં લાવ્યા ત્યારે કેમ તેને બચાવવા કંઈ ના કર્યું?"

આત્માનંદ ચૂપ થઈ ગયા.

"આપો જવાબ જય, જયારે સાન્યાને મારવા કાળુ તૈયાર થયો ત્યારે તને કેમ પોલીસ યાદ ના આવી?'

"કેમ કે તમે સ્વાર્થ વગર, સંતોષ સાથે કેમ કરીને જીવી શકાશો. પૈસા.... લકઝરીયુસ લાઈફ સ્ટાઈલ જીવવા માટે પૈસા જોઈએ જ ને. અને પૈસા ના મળે તો... આ માણસ પૈસા ના આપે તો...'

"મેં તો તને આ કામ કરવાની જ ના પાડી હતી, કાળુ સાથે રહેવાની ના પડી હતી કે નહીં. પણ મારી મજબૂરીએ મને મજબૂર કર્યો અને આમાં આવું પડયું. પણ તું પૈસામાં એવો તો લોભાયો કે તે સંત બનીને લૂંટ ચાલુ કરી અને મને પણ આમાં પરાણે જોડયો.'

"હું પણ થોડો લલચાયો એટલે આ દળદળમાં અંદરને અંદર ધસતો ગયો અને આજે આ જગ્યાએ આવી ગયો.'

"એટલે જ કહું છું એકબીજાને દોષ દેવાનું બંધ કરો. આપણે બધા સ્વાર્થી છીએ અને પેલો પણ..."

કેતન બોલતો અટકી ગયો તો ચંપાનંદ,

"શું કામ વાત અધૂરી મૂકે છે, પુરું બોલ."

પણ કેતને કાળુને હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને સળિયાની બહાર ઝાંકવા પ્રયત્ન કર્યો પણ તે ફાવી ના શક્યો.

"બસ હવે બધી વાત મૂકો અને અહીંથી કેવી રીતે નીકળી શકાય તે જ વિચારો..."

જેલની ભીંત પાછળ ચંપાનંદ એટલે કે કાળુ, આત્માનંદ મહારાજ અને કેતોનંદનું બોલવું સાંભળીને આઈપીએસ અશ્વિન અને સીઆઈડી એજન્ટ સાવન પાલ જે તેેમનું કન્ફેશન લેવા સંતાયા હતા, તે ત્યાંથી તેમની કેબિનમાં જતા રહે છે. તેમને રંગેહાથે પકડેલા હોવાથી અને હવે તો કન્ફેશન મળી જવાથી કેસ મજબૂત બની ગયો. તેઓ ફરીથી રેકોર્ડિંગ સાંભળ્યું અને અશ્વિને કહ્યું કે,

"કેસ તો મજબૂત થઈ ગયો પણ કેતન જે બોલતા અટકી ગયો તે કોના વિશે કહી રહ્યો છે."

"અશ્વિન આઈ થીન્ક કે તે આ લોકોને બચાવવા બહાર આવી જશે અને જો એ બહાર નહીં આવે તો રિમાન્ડ લેતી વખતે જાણી લેજે."

"એ બરાબર..."

"તું તેમને કોર્ટમાં હાજર કરવાની તૈયારી કર અને આ રેકોર્ડિંગ જ તને રિમાન્ડ પર લેવાની પરમિશન મળી જશે."

અશ્વિને હા પાડી અને અમને તેની વિદાય લીધી.

અશ્વિને રાજ સિંહ ને પણ ઘરે આરામ કરવા મોકલી દે છે અને પોલીસ સ્ટેશનની જવાબદારી ઇન્સ્પેક્ટર વિનયને આપી તે પણ ઘરે જાય છે.

આ બાજુ બાવાજી પકડાઈ જતાં તેમના અમુુક માણસો ભેગા થઈને મુકતાનંદ મહારાજને ઘેરે છે અને એક ભકત પૂછે છે કે,

"બાવાજી મહારાજને પોલીસે કેમ પકડયા છે? શા માટે અને કેવી રીતે?"

"કેમ પકડયા તે ખબર નથી પણ પોલીસ કહે છે કે તે ફ્રોડ કરી રહ્યા હતા, દેશવિરોધી પ્રવૃત્તિમાં સામેલ હતા પણ તે હું સાચું નથી માનતો."

"હા, હું પણ... અમારા ગુરુ તો સાત્વિક, ઉચ્ચ સાધુ હતા. એમના પર આવો આરોપો કેવી રીતે? ઘોર કળિયુગ છે..."

"હા ઘોર કળિયુગ છે, પોલીસના બે માણસો રામઅને માયા નામે આવ્યા. પહેલાં અમારો વિશ્વાસ જીત્યો અને પછી ખોટા સબૂતો બનાવ્યા એમ કહો કે પ્લાન્ટ કર્યા અને તેમના નામ પર ચડાવી દીધા. મને તો આમાં સરકાર અને પીડબલ્યુની મિલીભગત લાગે છે."

"હાસ્તો વળી એમાં નવાઈ શી... સરકારને આ જમીન પડાવી લેવાના લાગમાં હશે એટલે જ આવું બન્યું હશે. આપણે કંઈ કરવું જોઈએ."

"હા પણ કેવી રીતે?"

"ચિંતા ના કરો, હું કરું છું... બસ તમે આ જ રીતે તેમને સમજાવજો અને ઉશ્કેરજનક ભાષણ આપજો. બાકી હું ફોડી લઈશ, પણ ભગવાન જેવા મારા ગુરુને એ લોકોને હાથ પણ નહીં લગાડવા દઉં જોજો."

તે ભક્તે બીજા ભક્તોને ઉશ્કેર્યા અને તેમને ભેગા કર્યા અને તેને એક ટોળું બનાવીને આશ્રમમાં ભેગા થયા તો મુકતાનંદ કહે છે કે,

"આત્માનંદ મહારાજ જેવા સાચા સાધુને પોલીસે ખોટી રીતે સબૂત ભેગા કર્યા એ માટે તેમના માણસો વેશ બદલીને આવ્યા અને પુરાવા ઊભા કરીને તેમને પકડી લીધા."

"આ તો ખોટી રીત છે, તે માટે કંઈ કરવું જ જોઈએ."

બીજા ભકત કહે છે.

"હા, કરવું જોઈએ. આ પોલીસ અને સરકારને સબક શીખવાડવો જોઈએ."

તો એકે કહ્યું કે,

"હા, બાવાજી તો અમારા આસ્થાનું પ્રતીક છે. તેમને બચાવવા કંઈ કરવું જ જોઈએ."

"હા અમે એ માટે ધરણા કરીશું, હલ્લો મચાવીશું, વિરોધ કરવા રેલી કાઢીશું પણ ગમે તેમ કરીને બચાવીશું જ."

ત્રીજો ભક્તે કહ્યું.

"અમે પણ તમારી સાથે છીએ."

મુકતાનંદે કહ્યું અને બધા ટોળું બનીને કોર્ટ તરફ જવાનું નક્કી કર્યું.

આત્માનંદ, ચંપાનંદ અને કેતોનંદને થર્ડ ડીગ્રી દ્રારા તેઓ વાતો કઢાવવા કામાયબ તો થઈ ગયા, પણ સૌથી વધારે તો તેમને કોર્ટમાં પેશ કરવા પડે એમ હતાં. તેમના બધા જ ગુના નોંધી લેવામાં આવ્યા અને જે જગ્યાઓ પર છાપા મારીને માલ પકડવામાં આવ્યો. એમલે સાહેબને પકડી લેવામાં આવ્યા. આત્માનંદ અને કેતોનંદને અલગ અલગ બેસાડિને કહેવામાં આવ્યું કે,

"જુઓ તમે સરકારીસાક્ષી બની જશો અને તમારા સાથીદાર વિરુદ્ધ જુબાની આપશો તો તમને ઓછી સજા થશે."

આત્માનંદે કહ્યું કે,

"હું એમની વિરુદ્ધ જુબાની આપીશ. ગમે તે થાય, પણ મને અહીંથી છોડાવો. હું તો ભલો ભોળો સંત છું, આ બંને જણાએ મને ઠગ્યો છે."

પોલીસે તેમને જ માર્યા અને કહ્યું કે,

"ખૂબ ભલો ભોળો સંત, આ તમારો કાળો ચિઠ્ઠો અમને ખબર જ છે, સમજ્યા? જુઠો, લબાડ કયાંનો..."

જયારે કેતોનંદે કહ્યું...

(પેલો વ્યક્તિ કોણ છે? ભકત આત્માનંદ મહારાજ અને તેમના શિષ્યોને છોડવવા શું કરશો? આત્માનંદ ની જેમ કેતાનંદપણ ચંપાનંદને દગો આપશે? તેની વિરુદ્ધ જુબાની આપવા તૈયાર થશે?

જાણવા માટે વાંંચો આગળનો ભાગ,  ભાગ....30)