ભાગ…૨૭
(સાન્યાને ધક્કો મારીને કાળુ આવેલી સ્કોર્પીઓમાં બેસીને જતો રહે છે. સવાઈલાલ બહેશબાજી કરીને તેને ફોરેન મોકલવાનો હુકમ કરે છે. તે કેવી રીતે છટકી શકયો અને કેવી રીતે ડાઉટ પડયો તે યાદ કરે છે. હવે આગળ...)
"હું ભૂલી ગયો એ પહેલાં મારી વાત સુધારી લઉં, એને હું કહીશ કે તેની પ્રેમિકાને મારવાની સોપારી મને જ આપવામાં આવી હતી, પછી તો માનશે જ ને..."
"તું એવું કશું નહીં કરે..."
"હું શું કરી શકું છું એ તો તને હજી ખબર જ કયાં છે, છતાં કહી દઉં હું બધું જ કરી શકું છું... તારા દીકરાની કોલેજની પ્રેમિકા અને અત્યારની પ્રેમિકાને જે એક જ છે અને હાલ મારા કબજામાં છે. જો તું મને નહીં બચાવે તો હું તેને મારી નાખીશ."
કાળુએ ધમકી આપતાં સવાઈલાલને કહ્યું તો તેમને,
"તું એવું કંઈ જ નહીં કરે..."
"હજી બાકી છે દોસ્ત... એનું આળ તારા પર... શું છે ને કે હું તો ડૂબીશ જ પણ તને સાથે લઈને, એ પણ તારી દીકરાની નજરમાં થી ….
સસવાઈલાને નાછૂટકે મારી વાત માનવી પડી અને તેને ગાડી મોકલાવી અને એ લોકોને હું ચકમો આપી શકયો.
કેવા કેવા સંજોગો બને છે અને ક્યાંથી ક્યાં તાર જોડાય છે, તેની ખબર પણ કોઈને ના પડે છે અને ના પડવાની છે. જયારે સવાઈલાલ પોલીટીકસમાં હજી પા પા પગલી જ માંડી રહ્યો હતો. એક વાર તે પ્રચારના ભાગરૂપે અને ટ્રેનિંગ માટે બહાર ગયેલો અને અડ્ડા પર કયાંથી પોલીસની રેડ પડી, મારો મુદ્દામાલ પકડાઈ ગયું. મારે જીવ બચાવવા ત્યાંથી ભાગવા સિવાય કંઈ જ થઈ શકે એમ નહોતું. એ પહેલાં મેં સવાઈલાલને ઘણીવાર ફોન ટ્રાય કર્યો, પણ તેેને ઉપાડયો નહીં અને ના છૂટકે હું ત્યાંથી ભાગ્યો. હું ક્યાં જાવ અને ક્યાં છુપાવું તે મારા માટે ચિંતાજનક વાત હતી. ભાગતાં ભાગતાં બાવાજી આશ્રમ તરફ આવ્યો અને ત્યાં આશરો લેવો પડે એમ હતો. હું આશ્રમમાં સંતાયો અને ત્યાં જ મારો પીછો કરતી પોલીસ આવી પહોંચી. તેમને આશ્રમના મુખ્ય મહંત તારકનંદ મહારાજને પૂછ્યું કે,
"અહીં કોઈ ગુંડો છુપાયો છે. અમે તપાસ કરીએ."
"કેમ નહીં, આશ્રમ ખુલ્લો જ છે, જે ઈચ્છો તે જોઈ શકો છો."
પોલીસ તપાસ કરવા આગળ વધી અને તે એક પાટ ઉપર બેઠા. પોલીસે આખા ખંડમાં તપાસ કરી પણ પાટ નીચે જ તપાસ ના કરી. તે બીજી બાજુ ગયા તો તેમને મને કહ્યું કે,
"વત્સ આશ્રમના મંદિરમાં છુપાઈ જાવ, ત્યાં કોઈ તપાસ નહીં કરે."
પોલીસ ગયા બાદ મને બહાર બોલાવ્યો અને મને કહ્યું કે,
"વત્સ ખોટા કામ કે ગોરખધંધા ના કરવા જોઈએ."
"હા મહારાજ, મને બચાવવા માટે તમારો મારા પર મોટો ઉપકાર છે. હું સમજી ગયો કે ખોટા કામ કરીએ, ક્યારેક તો પકડાઈ જ જાય. હું છોડી દઈશ."
એમ મારું કહેવું સાંભળી તેમને મને એક કુટિરમાં રહેવા સ્થાન આપ્યું. મેં થોડા જ દિવસમાં જોયું કે તેમના ભક્તગણ તેમને ઘણો ચડાવો દેતા પણ મહંત તેને હાથ ના લગાવતા અને તેેનો આશ્રમના મેનેજમેન્ટ કરવા માટે ઉપયોગ થતો. આ જોઈ મારી દાઢી સળકી અને મારા મનમાં આ પૈસા હડપવાની ઈચ્છા જાગી એટલે મેં સુધરવાનો અને સારા હોવાનો ઢોંગ કર્યો અને તેમને વિશ્વાસમાં લઈને સંન્યાસ લીધું અને ભગવો ધારણ કર્યો. એમના નામ હેઠળ મેં લોકોના ચડાવાના પૈસામાં ગોલમાલ કર્યો.
એક વખતે તેમને મારા ગોલમાલની ખબર પડી ગઈ અને મને તેમને બોલાવ્યો અને ઠપકો આપતાં કહ્યું કે,
"ચંપાનંદ મહારાજ આ શું?"
"મેં શું કર્યું, મહારાજ?"
મેં ભોળા થઈને કહ્યું તો તારકનંદ,
"શું કર્યું નહીં, શું કરે છે તું? મારા નામે લોકોને લૂંટે છે, હિસાબમાં ગોલમાલ કરે છે."
"કોઈ મારા વિશે ખોટી વાત કરે છે અને તમને ભરમાવે છે."
"એમ તને ખોટું બોલતા શરમ પણ નથી આવતી."
કહીને તેમને મને હિસાબ કિતાબની બુકસ બતાવી અને એક ભક્તે મેં કેવી રીતે તેને પૈસા આપવા કહ્યું તે પણ સંભાળવ્યું.
મારી પાસે કોઈ ઓપ્શન ના રહ્યો એટલે તેમનો ટોટો જ પીસી નાખ્યો અને આ મારું પહેલું મોટું કાંડ હતું. કોઈ મારા પર શક ના કરે તે માટે તે ગરીબ માણસને લાલચ આપી અને આ ધંધામાં જોતરી લીધો. તેને લોકોને સમજાવવાના બહાને લોકોનો કયાસ કાઢી લેતો અને તેને હું અમુક ભાગ આપતો. હવે મુખ્ય મહંત તરીકે સોફટ પણ લાલચીને ગોઠવવો જરૂરી હતો એટલે જ જયને ગોઠવવા વિચાર્યું. જયના કારણે કેતન પણ આ કાંડમાં ઈન્વોલ થયો. મેં જયને ભગવા કપડાં પહેરાવી ભકતગણો સામે એવી જાહેરાત કરી કે,
"તારકનંદ મહારાજે આશ્રમની જવાબદારી તેમના પરમ શિષ્ય આ મહારાજનેને સોંપી છે, એના માટે તેમને બાર વર્ષથી કાશીમાં અધ્યયન કરવા મોકલવામાં આવ્યા હતાં."
બધાએ મારી વાત માની લીધી. હું અને કેતન તેમના મુખ્ય શિષ્ય બની ગયા. કેતન સંતોષી હતો પણ હું નહીં એટલે મેં મારો દાયરો વધાર્યો. અને એ માટે બે માણસ દ્વારા એકાઉન્ટ હેક કરતો પૈસા લૂંટતો અને અહીં બચાવવાના નામે વધારે લૂંટતો. એમને અહીં લાવવા માટે એક ઘરડો માણસ, જે વિસામો પરવાળા સાથે મળીને લોકોને અહીં ખેંચી લાવતા. આમ મારા બંને હાથમાં જ નહીં પણ બંને પગથી પણ ઘી કેળા જ હતા. આ વેશની કારણે હું બરાબરનો ખીલ્યો. એક બાજુ સાયબર ક્રાઇમના નામે, બચાવવાના નામે લૂંટ અને બીજી બાજુ ડ્રગ્સ અને ગનનું સ્મગલીંગ કરીને.
વિચારતો વિચારતો કાળુ સોફા પર જ રાતભર સૂઈ ગયો. સવાર પડી તો ત્યાં જ સવાઈલાલઆવ્યા અને તેને ઉઠાડયો અને કહ્યું કે,
"આ લે તારી દુબઈની ટિકિટ અને આ લાવેલો વેશ પહેરીને એરપોર્ટ જજે, જેથી તું નહીં પકડાય અને તું દુબઈ રવાના થઈ જઈશ."
સવાઈલાલે તેની સામે કપડાંની બેગ મૂકી. કાળુએ બેગ ખોલીને જોયું તો તેમાં દુબઈના શેખ જેવા કપડાં, લાંબો વ્હાઈટ કૂર્તો, પાયજામો અને માથા પર લગાાવાનું વ્હાઈટ કપડું અને તે રહે માટે રીંગ. હાથમાં લેવાની રુદ્રાક્ષની માળા. આ જોઈ તે બોલ્યો,
"સારો આઈડિયા છે અને વેશ પણ પરફેકટ છે. મગજ હજી શાતિર તો ખરું, થેન્ક યુ..."
"થેન્ક યુ મારા પગની જૂતી બરાબર..."
"હા, આ તો સોદો છે, દીકરાની નજરમાં પડી ના જવાય તેના માટેનો. બાકી તે કંંઈ આ કામ ખુશીથી થોડું કર્યું છે... સારું ચાલ ભાગ અને મારા માટે કપડાં અને બેગની વ્યવસ્થા કર. અને હા કેશ પણ..."
"કાળુ..."
સવાઈલાલગુસ્સે થઈને કહ્યું તો કાળુ ઠંડા કલેજે કહ્યું,
"સવલા ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને અવાજ નીચો રાખ, બાકી હું શું કરી શકું એમ છું, તે તને ખબર જ છે..."
"ખબર છે, આમ કરીને તું બ્લેકમેઈલ કરવામાં પાવરધો છે. પણ તને યાદ છે ને કે તે મને સાન્યા ક્યાં છે કહેવાનો હતો?"
"અરે હું ભૂલી જ ગયો, તે તો પોલીસ પાસે છે."
"શું?"
"અરે આમ ડઘાય છે શું કામ? જો હું તેને અહીં લાવતો તો મારી સાથે તું પણ પકડાઈ જતો એટલે જ તેને ત્યાં ફેંકીને આવતો રહ્યો."
"ફેંકીને?"
"તું ચિંતા ના કર, તારે તો શાંતિ મરી જાય તો પણ. બસ હવે જા, કામ પુરું કર..."
(સવાઈલાલતેની સાથે કયાંક દગો તો નથી કરી રહ્યાને? શું આઈપીએસ અશ્વિન તેને પકડી લેશે કે પછી કાળુ દુબઈ ભાગી જશે? સાન્યા વિશે ખબર પડતાં તે કાળુને ભાગવામાં મદદ કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, . ભાગ....28)