Trikoniy Prem - 25 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | ત્રિકોણીય પ્રેમ - 25

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ત્રિકોણીય પ્રેમ - 25

ભાગ….૨૫

(વિસામો પરવાળાએ પોતાની શંકા રજૂ કરતાં જ ચંપાનંદ તે સાન્યાં નામની બલાનો ઉકેલ લાવી દેશે એવું કહે છે, એ બાબતે પહેલાં આત્માનંદ અને પછી કેતાનંદસાથે ચણભણ થાય છે અને આ બાજુ સાવન રાજનને ચીડવી રહ્યો છે. હવે આગળ....)

"પ્રેમ આગમાં તો પતિગયું કૂદવા તૈયાર હોય તે સાંભળ્યું હતું અને આજે જોઈ લીધું."

અશ્વિન જવાબ આપવો યોગ્ય ના લાગતાં તે ચૂપ રહ્યો એટલે સાવન,

"સોરી યાર સોરી, બધું જ સેટ છે. તું ફક્ત રામને સાન્યાને છોડાવવાનો પ્લાન જાણી લે."

"હવે આવ્યોને મુદ્દા પર...."

"હા ભાઈ, તારો વિયોગને સંયોગમાં બદલવા આટલું તો બલિદાન આપવું જ પડશે ને?"

"આ વાત ખરી, પણ બલિદાન આપવું પડશે કે બલિદાન દેવું પડશે અમારે તમારા માટે?"

"ના ભાઈ ના, મારા માટે એવી કંઈ જરૂર નથી..."

"પણ મને લાગે છે કે મારે ભાભીને તમારી ફરિયાદ કરવી જ પડશે, પછી કરી જુઓ વિયોગ અને સંયોગની વાતો?"

"ના ભાઈ દયા કર, આ મેં હાર માની લીધી..."

"શું કામ ભાઈ, જરાક અનુભવ તો લો..."

અશ્વિને પણ સાવનની ફીરકી લેતા કહ્યું.

"નથી લેવો અનુભવ, સોરી ભાઈ..."

બંને હસવા લાગ્યા પછી અમને,

"સારું રાજ સિંહ ને સાથે વાત કરી લે, પછી આગળ વધીએ."

અશ્વિને પણ રાજ સિંહ સાથે વાત કરી.

અહીં રામએટલે કે રાજ સિંહ રાજનના અપ્રુવલ પછી તે અને માયા તૈયારીમાં લાગી ગયા. રાજ સિંહ ના પ્લાન મુજબ માયા સાન્યાને રાખી હતી તે કુટિરમાં જાય છે અને તેનું ધ્યાન રાખી રહેલીના ભાવ જોઈને કહે છે કે,

"મને ચંપાનંદ મહારાજે આ કુટિરમાં વાસીદું કાઢવાનું અને સફાઈ કરવાનું કહ્યું છે, એટલે..."

તે સ્ત્રી એકદમ હટ્ટીકટ્ટી છે, તેની પાસે રૂપ નથી પણ કદરૂપી પણ નહોતી અને બેઠીદડીની હોવાથી થોડી ઢીંગણી લાગતી છતાં હાલ તે યમદૂત જેવી લાગતી હતી, ખાસ કરીને માયાને.

માયા તેની સામે દયામણી ચહેરો જોઈ રહી હતી કે તે શું કહેશે? તે બોલી,

"સારું..."

માયા વાસીદું વાળે છે અને પોતા કરવા લાગે છે. ત્યાં જ સદાનંંદની બુમનો અવાજ આવે છે.

"માયાશ્રી... સન્નારી માયાશ્રી... મારી મદદ કરો, હું પડી ગયો છું મારી મદદ કરો અને મને ઉભા થવામાં મદદ કરો."

તે બૂૂમ સાંભળીને માયાએ તે સન્નારીને કહ્યું કે,

"મારા હાથ ખરાબ છે, તો તમે સંત સાધુનંદની મદદ કરશો?"

"ના... તું તારું કામ કર, એમની મદદ બીજું કોઈ કરશે."

ત્યાં ફરીથી બૂમોનો અવાજ આવ્યો.

"તેમની બૂમ સાંભળીને તમે એટલે કહું છું તમે મદદ કરો તો?"

"સારું, હું જાઉં છું પણ આવું નહીં ત્યાં સુધીમાં આનું ધ્યાન રાખજે."

સાન્યાને બતાવીને તેને કહ્યું અને તે બહાર જાય છે. તે રામપાસે પહોંચીને જોયું તો તે એક ખાડામાં પડી ગયેલા અને પગ પકડી ને તે કણસાઈ રહ્યા હતાં. તેમના ઘણા પ્રયત્ન પછી પણ તે ઊભા નહોતા થઈ શક્યા તેની હાથની છાપ બતાવી રહ્યા છે. સદાનંંદને હાથ પકડીને ખાડામાંથી બહાર કાઢયા અને તેેમને વાગેલી જગ્યા જોવા નજીક જોવા ગઈ તો એ સમયે જ સદાનંદે તેને બેહોશીનું ઈન્જેક્શન આપી દે છે. તે બેહોશ થઈ જતાં જ તેને એ જ કુટિરના પલંગ પર સુવાડીને મોઢું ઢાંકી દે છે અને સાન્યાને લપાતા છુપાતા માયાની કુટિરમાં લઈ જાય છે અને તેને ભાનમાં લાવવા માટે માયા પ્રયત્ન કરતાં,

"સાન્યા... સાન્યા, ઊઠ..."

પણ સાન્યા ના ઉઠતા રાજ સિંહે કહ્યું કે,

"માયામેમએમ જલ્દી તે નહીં ઉઠે, મારા ખ્યાલથી તેને ડ્રગ્સનું ઈન્જેક્શન આપ્યું લાગે છે એટલે ઉતરશે પછી જ ઉઠશે. તમે ત્યાં સુધી આનું ધ્યાન રાખો અને હા તેના માટે લીબું પાણી તૈયાર રાખજો. હું ચંપાનંદ અને બીજા પર ધ્યાન રાખું છું."

તે બહાર નીકળ્યા. ચંપાનંદ સાન્યાની કુટિરમાં પહોંચે છે તો સાન્યાના ચહેરા પર ચાદર ઓઢેલી હતી અને કુુટિરમાં બીજું કોઈ ના દેખાતા તે બોલ્યા,

"જો મુકતા આ પણ કામચોર થઈ ગઈ છે, આને આમ છોડીને જતી રહી. શોધ એને જરાક..."

મુકતાનંદ બહાર તેને શોધવા જાય છે અને અહીં સાન્યાને સૂતી જોઈ તેને ઝેરનું ઈન્જેક્શન આપી દે છે. તે થોડીવાર તરફડે છે અને થોડીવારમાં તરફડાટ સમી જાય છે. તે ચૂપચાપ બહાર નીકળી જાય છે અને મુકતાનંદને કહે છે કે,

"આ લાશ ખાડો ખોદી અને દાટી દો."

મુકતાનંદ કામે લાગે છે પણ જ્યારે લાશ દાટવા લાગે છે તો તેનું મ્હોં જોઈને તે ચકરાઈ જાય છે કે આ તો સાન્યા નથી. તે ફટાફટ ચંપાનંદ પાસે પહોંચીને તેમને વાત કરે છે, તો ચંપાનંદે કહ્યું કે,

"મુકતા... હવે અહીંથી નીકળી જવું પડશે, આ છોકરીનું ગાયબ થવું એ કંઈક અજીબ છે."

તેઓ પોતાની કુટિરની બહાર નીકળે છે અને જુુએ છે કે પોલીસે આશ્રમની ચારે બાજુથી ઘેરી લીધો છે. ચંપાનંદ પોતાની સ્વસ્થતા કેળવીને અશ્વિન સિંહને કહે છે કે,

"પોલીસ સાહેબ આ તો આસ્થાનું પ્રતીક છે અને તમે આમ પોલીસ ઘેરાવો કરો એનાથી અમારા ભજન, સત્સંગમાં ખલેલ પડે."

"જી મહારાજ, એ ખલેલ ના પડે તે માટે જ આપને કષ્ટ આપી રહ્યો છું."

કહીને તે એક પોલીસ ઓફિસરને ઈશારો કરતાં જ તે ચંપાનંદની કુટિરમાં જાય છે અને તપાસ કરે છે. તપાસમાં કુટિરની અંદરથી ડ્રગ્સ મળતાં જ તે અશ્વિન જોડે જઈને બતાવે છે. એટલે રાજન,

"શું મહારાજ કયાંક આ તો આપના ભજનમાં ખલેલ પહોંચાડનાર વસ્તુ નથી કે કષ્ટદાયક વસ્તુ નથી ને?"

"આ અહીં કોને મૂકયું, ક્યાંક તો તમે જ નથી મૂક્યું ને કે જેથી મને પકડી લેવો તમારા માટે આસાન પડે?"

"ના મહારાજ, અમારાથી એવી તકલીફ થાય. અમારા પર આવું આળ?"

ચંપાનંદ ચૂપ રહેવામાં જ ભલાઈ સમજે છે અને તેમને નવાઈ લાગે છે કે આ માલ અહીં છુપાવેલો છે તે પોલીસ કેવી રીતે ખબર પડી. પણ રામને બતાવતો જોઈ તેના પર વહેમાય છે અને પૂછે છે કે,

"રામજી તમે?"

અશ્વિન કહે છે કે,

"રામ નહીં ઇન્સ્પેક્ટર રાજ સિંહ છે, એ મારા પ્લાન મુજબ જ અહીં આવેલા હતા..."

ચંપાનંદ સમજી ગયા કે તે ફસાઈ ગયા છે અને તે ભાગવું કેવી રીતે તે તક જ શોધવા લાગ્યા. આ બાજુ પોલીસ તેમની કુટિર સિવાય ખાલી કુટિરમાંથી પણ ડ્રગ્સ અને ગન શોધી કાઢે છે. અશ્વિન અને તેમનો બીજો ઓફિસર એ ડ્રગ્સ અને એકે47ની ગણતરી કરી રહ્યા હોય છે અને લાગ જોઈ કાળુ ભાગવા લાગે છે.

અહીં એક બાજુ સાન્યા અડધીપડધી ભાનમાં આવે છે અને તે કુટિરમાં થી બહાર નીકળવા મથી રહી છે. માયા તેને લડખડાતી જોઈ પકડી લે છે અને ટેકો આપે છે. ત્યાં જ માયાને ધક્કો મારી કાળુએ તેને જોઈ અને પકડી લે છે અને ચાકુ તેના ગળા પર મૂકી દે છે.

ચંપાનંદ બીજાને કહે છે કે,

"મને જવા દો, નહીંતર આને મારી નાખીશ."

આ હોબાળો સાંભળીને અશ્વિન અને બીજો ઓફિસર તેમની નજીક જવાનો પ્રયત્ન કરે છે, પણ સાન્યાના ગળા પર ચાકુ હોવાથી તે કંંઈ કરી શકતા નથી અને તેઓ જવા દે છે. કાળુ ધીમે ધીમે આશ્રમની બહાર નીકળે છે અને જેવો તે આશ્રમના દરવાજે પહોંચ્યો જ હશે અને તે સાન્યાને ધક્કો મારીને દૂર ફેંકી દે છે અને તે ભાગવા લાગે છે.

(અશ્વિન સાવનની વાત માનશે અને સાન્યાને તેની લાગણી જણાવશે? કાળુ ભાગીને કયાં જશે? બીજા તેના સાથીદારનું શું થશે? સાન્યાને ધક્કો માર્યો એટલે તેને કંઈ થશે કે પછી?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  ભાગ....26)