Trikoniy Prem - 24 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | ત્રિકોણીય પ્રેમ - 24

Featured Books
Categories
Share

ત્રિકોણીય પ્રેમ - 24

ભાગ….૨૪

(ધનજી એટલે કે સાવન રામને કામ સોંપીને જતો રહે છે. રામસાન્યાને શોધી કાઢે છે અને તે મેસેજ મળતાં જ અશ્વિન પ્લાન મુજબ તૈયારી કરવામાં લાગી જાય છે. હવે આગળ...)

"ગરબડ, કેવી ગરબડ?"

"હમણાંથી આશ્રમમાં ભક્તોનો ઘસારો વધી ગયો છે અને આજુબાજુમાં ખેતમજૂરો વધારે દેખાઈ રહ્યા છે, તે તમને નવાઈ નથી લાગતી."

"અમે તો આવું કંઈ વિચાર્યું નથી."

"લો વિચાર્યું નથી, ખરા છો? મને તમારી ચિંતા થઈ બાકી મારે તો શું? આમ તો મારો ધંધો પૂરજોશમાં ચાલે છે."

"તો આ વાત તારા માટે સારી તો છે?..."

ખેડૂત પોતાની શંકા રજૂ કરતાં જણાવ્યું તો ચંપાનંદે કહ્યું.

"હા, જે વકરો દિવસનો માંડ સોએક રૂપિયા પરાણે થતો હતો એની જગ્યાએ હમણાંથી પાંચસો રૂપિયા જેવો થવા લાગ્યો છે અને તે મારા માટે તો સારી વાત છે જ... પણ તમારા માટે નથી તેનું શું?"

"એટલે?"

"સમજદારને તો ઈશારો જ કાફી છે, બાકી તમારી મરજી"

કહીને તે જતો રહે છે. આત્માનંદે ચંપાનંદને કહ્યું કે,

"કાળુ હવે આ છોકરીને છોડી દે."

"કેમ?"

"કેમ એટલે તે ભવિષ્ય જોઈ નથી શકતી, પછી શું કામ છે?"

"હા, એ તો છે જ, નહીંતર અત્યાર સુધી તે ભાગી જાત, પણ તે ભાગી નથી."

મુકતાનંદે કહ્યું તો ચંપાનંદ બોલ્યા કે,

"હા, મારી જાળમાં પણ તે ના ફસાઈ એટલે તેની પાસે કોઈ શક્તિ નથી, તે તો માની લીધું."

"બસ તો પછી તેને છોડી દે, જેથી આ બલા અહીંથી જાય અને આપણે છૂટીએ. આમ પણ કાળુ આ શંકા જ હતી અને તે નાબૂદ પણ થઈ ગઈ. મુખ્ય તો એ જ છે કે આપણે બચી ગયા અને હવે જે કરવું હોય તે કરી શકીશું."

આત્માનંદે પોતાની વાત રજુ કરી તો ચંપાનંદ,

"બધું બરાબર પણ તેને છોડી ના શકાય..."

"કેમ?"

"અરે, તમે ભૂલી ગયા મુકતાનંદજી, તેને આપણો ચહેરો જોઈ લીધો છે. અને તે પોલીસને જણાવી દેશે તો..."

"હા, એ પણ સાચું."

મુકતાનંદજી બોલ્યા.

"તો પછી બીજો રસ્તો લેવો પડે."

"કાળુ કોઈ નવો રસ્તો નહીં, બસ આની મુક્તિ એ જ રસ્તો."

આત્માનંદે કહ્યું તો,

"ના હવે તો તેના માટે મુક્તિ એ જ રસ્તો છે અને હું તેનો ફેંસલો બહુ જલ્દી લાવી દઈશ."

"ના કાળુ, હું આ ખૂનખરાબામાં ભાગીદાર બનવા તૈયાર નથી. ગગને તને કહ્યું હતું ને કે ખૂનખરાબા નહીં કરવાના... પછી?"

"એ કેતનીયો તો ડરપોક છે એટલે મારે ડરપોક બનીને બેસી જવાનું. અને એ માટે થઈને મારે જેલમાં જવાનું? ના... એ મને મંજૂર નથી. હવે તો મોત જ તેનો આશરો બનશે અને મારી મુક્તિનો પણ એનાથી જ રહેશે, સમજ્યા."

"પણ હું એ નહીં કરવા દઉં."

"એમ જય, તમે નહીં કરવા દો એમ, પણ યાદ રાખો કે આ સ્થાન પર મેં જ તમને બેસાડયા છે અને જેમ તમને બેસાડયા તેમ ઉતારતા પણ આવડે છે. માટે માપમાં જ રહેજો."

"મને ધમકી આપે છે, તું?"

"આ ધમકી નથી, તમને મારી ખુલ્લી ચેતાવણી છે કે હું જે કરું તે જ બરાબર અને એમાં જ હા એ હા કરવાની નહીંતર?..."

"નહીંતર શું?"

"નહીંતર તો આ જગ્યા, માનપાન અને વાહવાહી જે તમારા માટે છે એ કયાંક એક જ મિનિટમાં નહીં રહે. એટલું યાદ રાખ કે આ તારો ચોલો ફગાવતાં મને આવડે છે."

"કાળુ તો પછી એમાં તું પણ ખુલ્લો પડી જઈશ."

જય પણ સામે ધમકી આપતાં કહ્યું.

"ડર લાગ્યો... હમમ.. મહારાજ હું નહીં, ખાલી તું જ અને તારો મિત્ર કેતન બરાબર, બાકી મેં કાચી ગોળીઓ નથી ખાધી કે નથી કોઈ કાચો ખેલ ખેલ્યો નથી. માટે ચૂપ..."

ચંપાનંદે સામે જવાબ આપતાં કહ્યું.

"કાળુ..."

"ના આત્માનંદજી ધીમે બોલો... કયાંક આજુ બાજુના સંતો સાંભળશે તો... પછી તમારી શું દશા?"

ચંપાનંદ એટલે કે કાળુએ ઠંડા કલેજે કહ્યું.

"અને હા... કેતનને કાબૂમાં રાખવાનું કામ તમારું છે, મારું નહીં. અને એને કહી દે કે મને વતાવીને કંઈ નહીં મળે કેમ કે પૈસા મારા સિવાય કોઈ પાસે નથી."

આત્માનંદ ધીમા અને ડરતાં અવાજે કહ્યું કે,

"કાળુ પણ પેલી..."

"જય બસ આ બધો દેખાડો, પ્રદર્શન ભક્તો માટે રાખો, મારા માટે નહીં. મુકતા ઊભો થા, હવે તો કંઈક કરવાનો સમય આવી ગયો છે."

"એમ તને વતાવી ના શકાય... તને ધમકાવી ના શકાય... પણ યાદ રાખ કે આ કેતનમાં હજી તને રોકવાની તાકાત છે અને તે તારું કહેલું નહીં માને."

કેતાનંદએટલે કેતન અચાનક પાછળથી બોલ્યો.

"ચાલ હટ રસ્તામાં થી... જય..."

"આ બધી જ અસર ફક્ત આત્માનંદ પર થશે, મારા પર નહીં..."

ચંપાનંદ બહાર નીકળવા જાય છે અને કેતન તેને આડે હાથથી રોકવા પ્રયત્ન કરે છે, પણ ચંપાનંદ પહેલેથી હટ્ટોકટ્ટો હોવાથી તેને કેતનને એક હાથની ધોઈ મારીને પાડી દે છે અને બોલે છે કે,

"એક વાત સમજી લે કે આ બધું મેં ખોવા માટે ઊભું નથી કર્યું. આ ધંધામાં કે આ વેશમાં પકડાઈ જઈએ એટલા માટે નથી પહેર્યો. આ બધું જ લકઝુરિયસ જીવન જીવવા માટે ભેગું કર્યું છે અને એમ જ આ બધું છોડી દઉં... એ માટે હું તૈયાર નથી. તારી પાસે ભલે સંતોષ નામની ચીજ હશે, પણ મારી પાસે નથી અને જોઈતી પણ નથી."

અને મુકતાનંદને ઢંઢોળતા,

"ચાલો મુકતાનંદ... અને કેતન મારી પાછળ બિલકુલ ના આવતો, બાકી હું તારા શું હાલ કરી શકું છું, તે તને ખબર છે ને જય?"

ચંપાનંદ ગુસ્સાભરી નજરે કેતન અને જયની સામે જોઈને કહ્યું તો જય કેતનને પકડી લે છે અને કેતન પોતાને છોડવવાનો પ્રયત્ન કરતાં કહે છે કે,

"પણ યાદ રાખ કે હું તને કંઈ જ ખોટું નહીં કરવા દઉં નહીંતર તારી પોલ ખોલી દઈશ. છોડ મને જય..."

આમ તે બોલતો રહ્યો અને આત્માનંદની પકડમાં થી છૂટવા મથતો રહ્યો પણ ચંપાનંદ અને મુકતાનંદ ત્યાંથી બહાર નીકળી જાય છે.

પોલીસ સ્ટેશનથી અશ્વિને સાવનને ફોન કર્યો કે,

"સાવન ઓલ ઈઝ સેટ?"

"હા, તારા પ્રેમને છોડવવા રેડી છીએ."

"સાવન હાલ નહીં, આ સમય મારી ખેંચવાનો નથી."

"હા, એ પણ છે આ સમયે તો ફકત મનમાં સપનાં સજાવવાનો છે."

"એવું કંઈ નથી..."

"તો પછી ઉતાવળ કેમ છે, ભાઈ?"

"બસ હું તો તેને એ તકલીફોમાંથી..."

"એમ કહે ને કે બહુ દિવસ થઈ ગયા તેને જોયે એટલે જોવાની ઉતાવળ છે."

અશ્વિને જવાબમાં ચૂપ રહેવામાં જ ભલાઈ સમજી તો,

"ઉતાવળ કેમ નથી, ભાઈ? આમ પણ તે ફક્ત તારી છે તો નહીં."

"એવું કંઈ નથી, પણ તેની સેફટીનો વિચાર કરીને કહું છું."

"હા, એ પણ છે. જવા દે, મેં કહ્યું હતું તે વિશે શું વિચાર્યું?"

"શેનું?"

"તેને પ્રપોઝ કરવાનું? તેને તારી લાગણીઓ વિશે કહેવાનું?"

"મને લાગે છે કે તું ફક્ત મારી ખેંચાવામાં જ રસ છે. કંઈ નહીં હું એકલો જ જઈશ..."

"સારું તને ઉતાવળ હોય તો એકલો જા..."

"ભલે..."

"અરે એક મિનિટ, પ્રેમ આગમાં તો પતિગયું કૂદવા તૈયાર હોય તે સાંભળ્યું હતું અને આજે જોઈ લીધું."

અશ્વિન ચૂપ રહ્યો એટલે સાવન,

"સોરી યાર સોરી, બધું જ સેટ છે. તું ફક્ત રામને સાન્યાને છોડાવવાનો પ્લાન જાણી લે."

"હવે આવ્યો મુદ્દા પર...."

(ચંપાનંદ શું કરશે? તે આ સાન્યા સાથે શું કરશે? કેતાનંદચંપાનંદને રોકવા સફળ થશે? અશ્વિન સાવનની વાત માનશે કે પછી?

જાણવા માટે વાંચો આગળનો ભાગ . ભાગ....25)