ભાગ….૨૨
(સવાઈલાલ ચંપાનંદને ઘણું બધું પૂછવું છે, પણ તે ફાવી ના શક્યા અને ઉલટાનું તેમને જ એમને ધમકી આપી. રામઅને માયાએ તેમને સોપવામાં આવેલું કામ કરી લીધું. હવે આગળ....)
ચંપાનંદ સાન્યાની કુટિરમાં લપાતા છુપાતા જાય છે. સાન્યાને જગાડી તેની પૂછતાછ ચાલુ કરે છે.
"તું ભવિષ્ય જોઈ શકે છે તો કહેને કે હવે તારી સાથે શું થશે?"
સાન્યાએ કહ્યું કે,
"કેવા માણસ છો તમે એ ખબર નથી? પણ એટલી ખબર છે કે તમે મને કંઈ કરી શકો એમ નથી. છતાં કહી દઉં કે હું ભવિષ્ય નથી જોઈ શકતી કે પછી હજી એકવાર ફરીથી કહું?"
"સાંભળું છું જ, પણ એમ કેમ તારી વાત માની લઉં... તો એ કહે કે આ આશ્રમમાં નવું શું થવાનું છે?"
"નવું?... નવું શું થવાનું હોય આશ્રમમાં? સિવાય કે ભજન કીર્તન કે સત્સંગ. અરે હા તમારી બેન્ડ જરૂર વાગી શકે છે."
ચંપાનંદ ગુસ્સામાં જ,
"એ છોકરી, શાંતિથી પૂછી રહ્યો છું એનો અલગ મતલબ ના કર."
"તો શું કરું તમે મને એકનું એક પૂછીને પરેશાન કરી રહ્યા છો અને તમારો ટાઈમ બગાડી રહ્યા છો."
"હા ખબર છે, તને એવું લાગશે પણ એક વાત કહે કે તને આટલું સરસ નાટક કેવી રીતે કરી લે છે? તારે તો એક્ટિંગ કરવા જવું જોઈએ."
"તો તમે જ કહો કે કેવી રીતે વિશ્વાસ અપાવું કે મને એટલે કે મારામાં ખરેખર કોઈ એવી શક્તિ નથી. તમને કયારનું આ વાત સમજાવી રહી છું, પણ ના તમે કે ના પેલો માણસ સમજવા જ તૈયાર નથી."
ચંપાનંદ ત્યાંથી ગુસ્સે થઈને જતા રહે છે અને તે સ્ત્રી તેને ડ્રગ્સનું ઈન્જેક્શન આપી દે છે. ચંપાનંદ પોતાની કુટિરમાં જાય છે તો એક માણસ તેમની રાહ જોતો ખુરશી પર બેઠો હોય છે. તે જોઈને ચંપાનંદ તેની સાથે વાત કરવા લાગે છે અને આ વાત અશ્વિન સાંભળી રહ્યો હતો. આ વાતચીત સાંભળ્યા બાદ તે ખુશ થઈ ગયો અને મનમાં જ ગણગણવા લાગ્યો કે,
"હવે સાન્યાને બચાવી અને છોડાવી લેવી જોઈએ."
તે એમની કેબિન તરફ જઈ રહ્યો હતો અને સામેથી જ માનવઆવતો જોઈ તે ઊભા રહે છે અને કહે છે,
"આવ અંદર?"
અંદર જઈ તેને પૂછે છે કે,
"માનવબહુ દિવસે?"
"હા, એક વર્ષ પછી, કંપનીએ મને દુબઈ મોકલ્યો હતો એટલે ત્યાં હતો. ગઈકાલે જ આવ્યો. આ બધું શું છે?"
"માનવતને કેવી રીતે કહેવું એ તો ખબર નથી પડતી. તો પણ...."
"મને બધી જ ખબર છે. આવ્યો એવો જ સાન્યાને મળવા તેના ઘરે ગયો હતો. પણ તમે તેનું ધ્યાન રાખશો એવું કહ્યું હતું તો પછી આવું કેમ કરીને થયું?"
"માનવદરેક વસ્તુ પોલીસના હાથમાં પણ શક્ય નથી. છતાં હું પ્રયત્ન કરું છું."
"પ્રયત્ન નહીં... મને પરિણામમાં જ રસ છે. ગમે તેમ કરીને સાન્યાને પાછી લઈ આવો, એ પણ સહીસલામત."
અશ્વિને ઊભા થઈને તેના ખભે હાથ મૂકતાં કહ્યું કે,
"માનવહું..."
તે આગળ કંઈ બોલી ના શક્યા અને માનવઅને અશ્વિને આંખોથી વાતો કરીને એકબીજાને આશ્વાસન આપી રહ્યા. અને માનવજતો ભલે રહ્યો પણ તેની આંખોમાં જોયેલી નિરાશા તેમને અંદરથી હલાવી ગઈ. પાણી પીને તેમને મનને શાંત કરી અને તેને સાવનને ફોન કર્યો,
"સાવન બસ હવે બહુ થયું, તેને છોડવવી લઈએ."
"અશ્વિન તારા મજનુ દિલને કાબુમાં રાખ જરાક, તારા મનને સમજાવ કે પ્રેમ અને ડયુટી મિક્સ ના કરે."
"હું મારા દિલથી કે સાન્યા માટે લાગણી ધરાવું છું એટલે નથી કહી રહ્યો. પણ તું એકવાર હું જે રેકોર્ડિંગ મોકલું છું તે સાંભળી લે પછી કહેજે કે સાન્યાને છોડાવી શકાય કે નહીં."
અમને એ રેકોર્ડિંગ સાંભળી પછી તરત જ રાજનને ફોન કર્યો અને કહે છે કે,
"હવે આપણે સાન્યાને છોડવવાનો પ્લાનની રૂપરેખા તૈયાર કરી દેવી જોઈએ અને એ પ્રમાણેની તૈયારી પણ..."
અશ્વિને તેની ટીમ રેડી કરીને આશ્રમમાં ભક્તોના રૂપમાં મોકલે છે અને સાવન તેના એજન્ટોને ખેતમજૂરના રૂપમાં જેથી એ જગ્યા બરાબર જોઈ શકાય. તેમને બનાવેલા સ્કેચ અને ડેન્જર પોઈન્ટ કહ્યા તેને ધ્યાનમાં રાખીને તેમને પ્લાન રેડી કર્યો.
એ પ્લાન બરાબર વર્ક કરશે કે નહીં તે જોવા અને કોઈ વાતમાં ચૂક ના થાય તે માટે આશ્રમ જોવા જવું જરૂરી હતું. અશ્વિને કહ્યું કે,
"હું જોવા જઈશ."
અમને,
"ના, તું હવે કંઈક ને કંઈક બગાડીશ તો..."
"એવું કંઈ ના થાય."
"કેમ ના થાય, જયારે તારું મન એ લોકોને જોઈ કાબૂમાં ના રહે તો... એના કરતાં હું જોઈ આવું."
અશ્વિન ના છૂટકે માન્યો.
આશ્રમમાં આજે એક મોટી બીએમડબલ્યું આવીને ઊભી રહી. તેમાંથી એક રૂઆબદાર, જેને માથામાં કેપ, વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ અને તેના પર પ્લેઝર પહેરેલું ચહેરો ભરાવદાર, વધારે નહીં છતાં થોડુંક એવું પેટ બહાર નીકળેલું, હાથમાં ભારે સોનાનું કડું અને બંને હાથની આંગળીઓમાં સોનાની વીંટી અને ગળામાં ભારે એવી જ સોનાની ચેન અને પગમાં રિબોકના શુઝ. એ જ્યારે તે આશ્રમમાં એન્ટર થયા એ વખતે આત્માનંદ મહારાજ તેમના ભક્તોને પ્રવચન આપી રહ્યા છે અને તે પ્રવચન ધ્યાનથી અને એકચિત્તે સાંભળે છે.
"શરીરના રોગ કરતાં પણ મનના રોગ ભયંકર છે. શરીરના રોગથી શાંતિ મળી જાય પણ મનના રોગથી... શરીરના રોગોની વ્યાપતિ જેટલી હોય છે એના કરતાં પણ વધારે મનના રોગોની વ્યાપતિ... શરીરના રોગથી મુુક્તિ શકય છે પણ મનના રોગથી... એ ના તો શકય છે કે ના શકય બનવાનું છે. અને એ જ માટે મનને કાબૂમાં લેવા મનનો નિયોગ કરવો જરૂરી છે. તેને કાબૂમાં લેવા મન અને શરીરને એકબીજા થી અલગ કરવાની જરૂર છે. અને એમાં આપણી મદદ કરે છે આપણો આત્મા. જે પરમાત્મા બનવા જ આ સંસારમાં આવ્યો છે અને સંસારમાં ભમી રહ્યો છે. એ આત્માને ઓળખવા સદગુરૂ અને તેના સત્સંગ અતિ આવશ્યક છે. તો જ આ શરીર અને મન એકબીજાથી અલગ થઈ અને ઈચ્છાશક્તિને પ્રબળ કરશે અને આપણા આત્માનું કલ્યાણ થશે. તો બસ પ્રભુભજન કરો, મોહમાયા છોડો અને પોતાની જાત એટલે કે આત્માને ઓળખી અને તેને પરમાત્મા બનવા તરફ લઈ જવા માટે મનને મારી નાખો, તેની ઈચ્છાઓને દબાવી દો...."
પ્રવચન સાંભળ્યા બાદ તે આત્માનંદ મહારાજ ને એક લાખનો ચેક આપીને કહે છે કે,
"મહારાજ તમારા પ્રવચનથી તો મારું હ્રદય ગદગદ થઈ ગયું. બસ તમે જે મને હવે મુક્તિ માર્ગ બતાવ્યો છે તેના પર ચાલીને મારે મારા જીવનને સાર્થક કરી શકું તેવા આર્શીવાદ આપો."
આત્માનંદ તેમને આર્શીવાદ આપતાં કહ્યું કે,
"વત્સ તમે જરૂર સફળ થશો. તમારા જીવનને ઉર્ધ્વગતિ તરફ લઈ જઈ શકો તેવી જ શુભેચ્છા. તમે કયાંથી આવો છો વત્સ? શું નામ છે તમારું?"
"મારું નામ ધનજી છે અને હું બસ બાજુના શહેરમાં થી જ આવું છું. મેં તમારા આશ્રમ વિશે, તમારા વિશે ખૂબ સાંભળ્યું હતું. એટલે જ જે સત્ય અને કલ્યાણકારી માર્ગ શોધતો હતો જે મને આજ સુધી મળતો નહોતો, તે આજે મને મળી ગયો."
"ખૂબ સરસ નામ છે. તમારા શુભ આશયથી તમારો આત્મા ખૂબ જ ધનવાન છે."
"બસ આપની કૃપા બની રહે એ જ કામના."
(સાન્યાની વાત હવે ચંપાનંદ માનશે અને તેને છોડશે? માનવરાજનની વાત માનશે? કે તે કંઈક કરશે? શું ખબર પડી ચંપાનંદ અને તે વ્યક્તિની વાતચીતથી? પ્લાન શું હશે? અને આશ્રમમાં આવનાર ધનજી છે કોણ?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, . ભાગ....23)