Trikoniy Prem - 21 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | ત્રિકોણીય પ્રેમ - 21

Featured Books
Categories
Share

ત્રિકોણીય પ્રેમ - 21

ભાગ…૨૧

(સાન્યાને બાવાજીના આશ્રમ લઈ જવામાં આવે છે. ચંપાનંદ જયાનંદને આ વાત જણાવે છે. આ બાજુ સવાઈલાલકાળુભાઈવિશે ખબરી પાસેથી માહિતી મેળવે છે અને આશ્રમ જવાનું નક્કી કરે છે. હવે આગળ....)

"કાળુ હવે તો તારી મુલાકાત લેવી જ પડશે. આ વખતે તારું ધાર્યું નહી થવા દઉં."

સવાઈલાલબીજા દિવસે બાવાજી આશ્રમ પહોંચે છે અને તે આશ્રમને જોઈ જ રહ્યા હતા ત્યાં જ ચંપાનંદ તેમને જોઈ જાય છે, તે એટલે કે કાળુ પણ તેેમની પાસે પહોંચે છે.

"ઓહો સવાઈલાલતમે?"

"હા તું કહેતો... અરે માફ કરજો આપ કહેતા હતાં ને કે એકવાર આપની મુલાકાત લઉં એટલે આવી ગયો."

"પધારો... પધારો, આવો આપણે મારી કુટિરમાં જઈ બેસીએ, જેથી આપણે શાંતચિત્તે વાત કરી શકીએ."

બંને જણા ચંપાનંદની કુટિરમાં જાય છે.

કુુટિર એકદમ સાફ સુથરી અને તેની સાદગી આંખને ઉડીને વળગે એવી હતી. એક ભીંત પર ૐ દોરેલો અને એક પર ભગવાનનું મોટું ચિત્ર અને તેની સામે પાટ. પાટ પર પતલી એવી ગોદડી અને તેના પર ભગવા કલરની ચાદર અને એવું જ પતલું ઓઢવાનો ધાબળો એ પણ ભગવો અને બાજુમાં એક નાનું ટેબલ. ટેબલ પર તાંબાનો લોટો અને જગ હતો. બાજુુમાં એક મોટું ટેબલ તેના પર આધ્યાત્મિક પુસ્તક અને ટેબલ લેમ્પ હતો. પાટની સામે બે ખુરશી પડેલી. ૐ વાળી દિવાલને અડી એક નાની એવી ખુલ્લી તિજોરી. એ ખુલ્લી તિજોરીમાં ભગવા કપડાં અને એક ભગવા કલરની રજાઈ દેખાઈ રહી હતી. ચંપાનંદે તેમને ખુરશી બતાવીને બેસવાનો ઈશારો કર્યો અને તે પાટ પર બેઠા. સવાઈલાલબાજ નજરે જ કુટિરનું નિરીક્ષણ કરીને કહે છે કે,

"ચંપાનંદજી, તમારે તો હાલ આ કુટિરની જગ્યાએ બંગલામાં એ પણ સુખ સુવિધાવાળામાં હોવું જોઈએ, પણ આ કુટિર સારી પસંદગી છે."

મન્થનરાયની વેધક નજર અને પસંદગી શબ્દના ભાર પરનો વ્યંગ સમજવા છતાં અવગણીને ચંપાનંદે કહ્યું કે,

"શું હોવું અને શું ના હોવું જોઈએ, તે કંઈ આપણા હાથમાં નથી. છતાં સાધના કરવાથી જે અત્યારે આપણને ના મળ્યું હોય તે કદાચ આવતા જન્મમાં મળી શકે."

"ઉપદેશ પણ સારો આપ્યો છે, પણ એ ખબર ના પડી કે તમે આવા રૂપમાં?"

"બસ જેમ તમને તમારા જીવનમાં ધ્યેયની પ્રાપ્તિ થઈ, એમ જ મને ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ અને હું આત્માનું કલ્યાણ કરવા આ તરફ વળી ગયો. તમે સારી એવી પ્રગતિ કરી એ જોઈ મને ખૂબ આનંદ થયો."

"અને તમારા ધંધાનું શું?"

"બસ મેં એ કામ છોડી દીધું છે."

"એક નંબરનો જુઠાડો..."

મનમાં જ સવાઈલાલબોલ્યો ત્યાં જ ચંપાનંદ,

"કંઈ બીજું કામ? અમારા લાયક સેવા?"

"સેવા અને તમે પણ મહારાજ, હવે તો તમે આર્શીવાદ આપો એ જ અભિલાષા."

"સવાઈલાલતમે વ્યંગ કરો છો?"

"તો શું કરું, એક નંબરનો ગુંડો જે સૌથી વધારે જીદી અને જાલિમ હતો. તે આવા મહારાજના રૂપમાં. એવું લાગે છે કે, બિલ્લી સો ચાહે મારકે હજ કો ચલી."

તે ના રહેવાતા છેવટે બોલી પડયા પણ ચંપાનંદ એમને ઈગ્નોર કરીને બોલ્યો,

"તમે તો બોલવામાં માહિર થઈ ગયા છો. નવીનલાલ કહેતા હતા ને કે તમે ખરેખર ઉચ્ચ લેવલે પહોંચશો અને તમે ખરેખર કરી બતાવ્યું."

"અને તું?"

"બસ અમે પણ ધર્મના માર્ગે આગળ વધીએ છીએ."

"એક વાત સમજી લે, આવા નાટક બીજા સામે કરજે, મારા સામે નહીં. બાકી તારા જેવો કયારે ના સુધરે અને ના સુધરશે. તું પહેલેથી જ જાલિમ હતો અને જાલિમ જ રહીશ."

સવાઈલાલે કાતિલ અને ઠંડા કલેજે કહ્યું તો ચંપાનંદે પણ,

"હું.... સાચું સમજો છો, પણ તું યાદ રાખજે કે આ બધું તમને પણ લાગું પડશે."

"એમ... મને લાગુ પડશે, જા જા હવે, હું તારી પોલ ખોલીશને તો તને આ તારા ભક્તો કયાંનો નહીં છોડે, સમજયો..."

"મને ધમકી... પણ આ ધમકીની અસર અહીં નહીં થાય."

સવાઈલાલ તેની સામે આવક થઈને જોઈ રહ્યા તો,

"આમ મારી સામે ના જો, જે તે તારા દીકરા માટે જે છોકરીને મારી નાખવા કહ્યું હતું. એ વાતનું રેકોર્ડિંગ હજી મારી પાસે છે."

"તો તેનું શું?"

"એ જ કે હું તો ફકત સમાજ આગળ ખુલ્લો પડીશ, પણ હું તને તારા દીકરા આગળ ખુલ્લો પાડીને તેની જ નજરોમાં નીચો પાડીશ, પછી તું શું કરીશ?"

"કાળુ..."

"કાળુ નહીં ચંપાનંદ મહારાજ બોલો એમલે સવાઈલાલ. હવે મારી સાથે ઊંચી અવાજમાં વાત કર્યા વગર નીચી અવાજમાં બોલજો. અને બીજી વાત ભલે હું કંઈ પણ છોડી દઉં એમ નથી, અને એમાં પણ મારો સ્વભાવ.... હજી તેવોને તેવો છે અને રહેશે. ચાલો... પધારો."

સવાઈલાલ ચૂપચાપ જતા રહે છે. કેતાનંદ આ જોઈ રહ્યા છે પણ તેમને ખબર છે કે ચંપાનંદ કયારે સાંભળશે નહીં અને આત્માનંદ કયારે માનશે નહીં. એટલામાં સવાઈલાલ તેને જોઈ જાય છે અને તેને પૂછે છે કે,

"કેતન છે ને તું?"

"હા... સવાઈલાલતમે અહીં અને આની પાસે પાછા?"

"કેતન આવી અપેક્ષા નહોતી તમારી પાસેથી, પણ જયારે જે મારો જ બાળપણનો ભાઈબંધ જ આવો દગો કરે અને મને ધમકાવી શકે તો તને શું કહું!"

"તમારી વાત સાચી પણ બધા આવા ના હોય."

સવાઈલાલ કંઈ કહે તે પહેલાં જ બોલ્યો કે,

"તમે વિચાર્યું હતું કે સાન્યાને કિડનેપ કરનારને સમજાવીને કે મિત્રતા બતાવીને છોડાવી લઈશ નહીં! પણ બની ગયું ઊંધું."

થોડીવાર રહીને,

"તમે બંને ખોટા અને સ્વાર્થી છો. જો કે મને ખબર છે કે તમે કયારે નહીં સમજો અને તે સમજશે નહીં એટલે તમને સમજાવા શકય નથી. બાકી 'બીજા માટે ખાડો ખોદનાર જ પડે' એ કહેવત તમારા પર બરાબર લાગુ પડે છે અને એના પર કયારેક પડશે."

સવાઈલાલ નિરાશ થઈને જતા રહે છે.

આ બાજુ રામ આત્માનંદ મહારાજની સેવા કરવા તેમની કુટિરમાં જાય છે અને તેમના પગ દબાવી રહ્યા છે. આત્માનંદ બોલ્યા કે,

"વાહ વત્સ તારા હાથમાં તો જાદુ છે. મારા પગનો દુખાવો ઘણો ઓછો થઈ ગયો."

"બસ, એ જ તો તમારી કૃપા. તમારા જેવા મહારાજની સેવા કરીને સ્વર્ગમાં સ્થાન પામી શકીએ એ જ તો અમારા જેવા પામરને જોઈએ. અને એ માટે તમે માર્ગ બતાવ્યો એટલે તમારી સેવા કરીએ એટલી ઓછી છે. અરે તમારી સેવા કરીશ તો ભગવાનની સેવા કરાવ્યા બરાબર ગણાશે."

આત્માનંદ હસીને રહી જાય છે. પગ પર દબાણ અનુભવાથી તેમને રાહત મળે છે અને તેમની આંખો મળી જાય છે. અને રામ મોકો મળતાં જ તે સ્પાય કેમેરા અને અને લાઈવ રેકોર્ડર એ બધું ફીટ કરી દે છે, આવી જ રીતે કેતોનંદની કુટિરમાં પણ કર્યું. સૌથી વધારે મુશ્કેલ હતું ચંપાનંદની કુટિરમાં જવું. એ માટે માયા કેતોનંદને આજીજી કરે છે કે,

"મહારાજે કહ્યું છે ને કે, ગુરુજી ની સેવા કરવી જોઈએ. પણ હું સ્ત્રી થઈને શું કરી શકું? માટે તમે તમારા બધાની કુટિરમાં થી કચરો કાઢવાની રજા આપો."

"પણ... સારું આજથી તમે બધાની કુટિરમાં વાસીદુ કરજો."

"ધન્યવાદ મહારાજ...."

એકાદ દિવસ રહીને ચંપાનંદ જ્યારે કુટિરમાં નહોતા ત્યારે તેને સાચવીને સ્પાય કેમેરા વગેરે ફીટ કરી દીધું અને અશ્વિને પણ જાણ થતાં જ તેનું કનેક્શન સેટ કરી દીધું. હવે તો રાહ જોવાઈ રહી હતી સબૂત ભેગા થવાની. એવામાં એક દિવસ ચંપાનંદ સાન્યાની કુટિરમાં લપાતા છુપાતા જાય છે. સાન્યાને જગાડી તેની પૂછતાછ ચાલુ કરે છે.

(સવાઈલાલચંપાનંદ પાસેથી નિરાશા મળી, તે હવે શું કરશે? કેતાનંદ આત્માનંદ વાત કરવાનો પ્રયાસ કરશે? ચંપાનંદ કેમ સાન્યાની કુટિરમાં ગયા?

જાણવા માટે વાંચો આગળનો ભાગ  ભાગ....22)