ભાગ…૨૦
(સાવન રાજનને હેરાન કરે છે અને સમજાવે પણ છે કે એકવાર તે સાન્યાંને તેના મનની વાત કરે. પલ્લવને ઓફિસ જવા માટે સવાઈલાલપણ તેને સમજાવે છે. મગન સાન્યાને પૂછે છે પણ તે જાણી કંઈ શકતો નથી. હવે આગળ...)
"બોસની ઓળખાણ... એ પણ આશ્રમમાં?"
મગનને તેના માણસે પૂછયું તો મગન,
"હા, મને નવાઈ લાગે છે, પણ આપણે શું? જે બોસે કીધું તેમ કર્યું અને છુટા બસ. સારું થયું કે પોલીસ શોધતી આવે એ પહેલાં આ જવાબદારીથી આપણે છૂટાં થઈ જઈએ, એમાં જ મજા... સાચવી ને..."
"હા..."
તેમને સાન્યાને ઈકોમાં સૂવાડી દિધી અને આશ્રમ પહોંચ્યા. વિસામો પરવાળાને વાત કરી તો તેને મુકતાનંદ સાથે મુલાકાત કરાવી. મુકતાનંદે તેમને એક કુટિર બતાવી અને તેમાં એક સન્નારીએ તેને ભગવા કપડાં પહેરાવી દીધા અને પલંગ પર સૂવાડી દીધી. પેલા બંને જણાએ મુકતાનંદને એક બોકસ આપીને કહ્યું કે,
"આ દવાઓ...અને?"
તે બોકસ મુકતાનંદે લઈને કહ્યું કે,
"સારું, જાવ અહીંથી..."
બંને ઈકો લઈને જતા રહ્યા અને મુકતાનંદે તે બોકસ પેલી સાધ્વીને આપ્યું, સમજાવીને અને ધ્યાન રાખવાનું કહીને તે ચંપાનંદ પાસે ગયો. ચંપાનંદને કહ્યું કે,
"ભકતાણી આવી ગયા છે અને તેમની કુટિરમાં વ્યવસ્થા કરી દેવામાં આવી છે."
"સારું તો તેમના ખાનપાનની વ્યવસ્થા બરાબર રીતે પણ કરી દેજો. તમારા સિવાય કોઈના પર પણ ભરોસો ના મૂકતા."
"જી ચંપાનંદ મહારાજ..."
કહીને તે ત્યાંથી નીકળી ગયા.
ચંપાનંદ મહારાજે આત્માનંદ પાસે જઈને કહ્યું કે,
"જય પેલીને અહીં લઈ આવ્યો છું."
કેતાનંદબોલ્યા કે,
"કેમ?"
"કેતન તું જા, પ્રસાદકક્ષમાં તારું કામ છે."
જયાનંદે કહ્યું તો કેતાનંદગુસ્સે થતો અને બબડતો જતો રહ્યો.
"કેમ કાળુ તું સમજતો નથી કે જોખમ અહીં ના રખાય. પણ તું કોઈ વાત માનતો નથી અને પછી કેતન બગડે છે."
"તો તમે જ કહો કે ખુલ્લામાં રાખીને પોલીસને આપણાં સુધી પહોંચવા દઉં નહીં."
"એમ નથી કહેતો પણ તું સમજ કે એમાં અહીં રાખવાથી, આપણાં પર જોખમના વધી જાય."
"ના વધી જાય, પણ ઊલટાનું આપણે સેઈફ થઈ જઈએ. આશ્રમના લીધે આપણા પર પોલીસ કયારે શંકા નહીં કરે. અને શંકા કરશે તો આપણા ભકતગણો આશ્રમની ચકાસણી નહીં કરવા દે."
આત્માનંદ વિચારમાં પડયા તો તે જોઈ,
"પોલીસ સાન્યાને શોધવા લાગી છે. જતે મળી પણ જાય તો તે આપણાં સુધી પહોંચી શકે એમ નથી. પણ મન્થનરાયને પોતાના પુત્ર માટેનો પ્રેમ જાગી ગયો છે અને જો તેને ભનક લાગી જશેને તો તે આપણાં સુધી પહોંચીને આપણને પકડતાં વાર નહીં લાગે."
"મથંન?"
"પેલો સવાઈલાલ . જયારે તમે નવાસવા આવ્યા હતાં ત્યારે મારો પાર્ટનર હતો. પછી તે પોલીટીકસમાં જતો રહ્યો. એમ કહો કે મેં જ મોકલ્યો હતો."
"હા, સવાઈલાલે."
"હા, તે પોલીટીકસમાં શું ગયો અને મેં તેની ધંધામાં થી ભાગીદારી કાઢી નાંખી. તેને પણ પાછું વળીને જોયું નહીં અને મેં તેને ક્યારે યાદ કર્યો નહીં. આમ તો સવાઈલાલ સાલસ વ્યક્તિ છે, પણ પુત્રપ્રેમ જાગે પછી તે ના કરવાનું કંઈ કરી બેસે તો... એટલે જ મેં આવું વિચાર્યું."
"પણ એવું શકય છે ખરું?"
"તને ખબર નથી, સવાઈલાલ એક વર્ષ પહેલાં જ તેના દીકરાને ઉદાસ જોઈ, જે છોકરીએ તેને ના પાડી હતી તેને જ મારી નાખવાનું કહ્યું હતું."
"હે...?"
"હા, પણ નસીબજોગે તે બચી ગઈ. ગઈકાલે તેને મને ફોન કરીને પૂછ્યું કે મેં કયાંક સાન્યાને કિડનેપ તો નથી કરીને?"
"હમમ... પણ તેનાથી શું?"
ચંપાનંદ હસ્યા અને,
"એ જ તો સીક્રેટ છે. એમ જ સમજ કે તેની દુખતી નસ મારા હાથમાં આવી ગઈ છે."
"અને એને આ ધંધાની ખબર પડી ગઈ તો..."
"મેં કહ્યુંને કે પોલીટીકસમાં કેરિયર બનાવવામાં જ તે રચ્યોપચ્યો રહ્યો અને એટલે જ તેને આ વિશે કંઈ ખબર નથી. તે તો મને પહેલાંનો ગુંડો જ સમજે છે. બસ એવું કંઈ ના થાય તે જ ધ્યાન રાખવાનું છે અને આ કેતનીયો કંઈ ના બકે તેનું પણ..."
"એની ચિંતા ના કર, હું સમજાવીશ તો તે સમજી જશે."
"બસ એમ જ કર, મેં તે છોકરી સાથે એકને રાખેલી છે. પણ નવા બનેલા સાધુને ભનક ના લાગે એ માટે એમને એ બાજુ ના જવા દેતા."
"ભલે..."
ચંપાનંદ પણ ત્યાંથી જતા રહે છે અને કેતાનંદઆ સાંભળીને ગુસ્સે થાય છે પણ તે કંંઈ કહેવા તૈયાર નહોતા એટલે તે સાન્યાને જોવા તેની કુટિરમાં જાય છે. અને તેને જોઈ,
"કેવી ભલી ભોળી છોકરી, વગર વાંકગુને દંડાય છે. કાળુ આમ પણ જનાવર જ છે, તેનામાં પહેલેથી દયા જેવું કંંઈ છે જ નહીં, પણ જય કેમ આવો થઈ ગયો? પણ કયાંક તમારા બંનેનું બેફામ થવું અને જયાનું કાળુને છાવરવાનું કયાંક ભારે ના પડે."
ત્યાં જ સાધ્વી આવે છે અને નમન કરીને તેેને પૂછે છે કે,
"ૐ શાંતિ... કંઈ જોવે છે?"
"ના બસ, હું તો આ મહેમાનને કંઈ તકલીફ નથીને તે જોવા જ આવ્યો છું. તેેનું બરાબર ધ્યાન રાખજો."
કહીને તેમની કુટિર તરફ વળ્યા.
સવાઈલાલનો ખાસ ખબરી તેમને મળવા આવે છે, તો તેને સ્ટડીરૂમમાં બોલાવીને પૂછે છે કે,
"શું ખબર જશા?"
"ખબર આમ તો નથી સારી? પણ.."
"સારી ખોટી કે પણને બણ કર્યા વગર સીધું જ બોલ કે વાત શું છે?"
"વાત એમ છે કે સાન્યાને કાળુભાઈએ જ કિડનેપ કરાવી છે."
"જુઠો માણસ, એક નંબરનો ગુંડો છે. કરે છે, છતાં મને ના પાડે છે."
"એ કરતાં બીજી વાત એનાથી પણ મોટી છે."
"શું?"
જશાએ કાળુભાઈસાધુ બનીને કેવી રીતે સાયબર સ્કેમ થકી લોકોને લૂંટે છે, તે જણાવ્યું. જોડે જોડે તેમનો ડ્રગ્સ અને ગનનો બિઝનેસ પણ ચાલુ છે, એ બધું જ કહ્યું.
"હમમ, મને લાગતું જ હતું કે કંઈક તો ગડબડ છે. પણ એમ માને તો એ કાળુ કયાંનો?"
તેમને જશાને કહ્યું કે,
"સારું જશા, તે સરસ કામ કર્યું. હવે તું જા અને તારો હિસાબ કાલે એકાઉન્ટન્ટ પાસેથી લઈ લેજે. કંઈ કામ હશે તો તને કહીશ."
તે જતો રહે છે. તેમને સેક્રેટરીને કહ્યું કે,
"કાલે હું બાવાજી આશ્રમની મુલાકાતે જવાનો છું, તો મારી કોઈપણ એપોઈન્ટમેન્ટ હોય તો, તેને બીજા દિવસે ટ્રાન્સફર કરી દો."
"જી સાહેબ... સાહેબ બાવાજીનો આશ્રમ તો આસ્થાના પ્રતિક સમાન છે. ભજન કીર્તન કરવા લોકો ખૂબ ખૂબ દૂરથી પણ આવે છે અને શાંતિ પ્રાપ્ત કરે છે. મારી મા પણ તે જ આશ્રમમાં ઘણીવાર જાય છે."
"સારું... મેં આપેલું કામ કરો."
સવાઈલાલમનમાં જ,
"કાળુ હવે તો તારી મુલાકાત લેવી જ પડશે. પહેલા થી તું જીદી અને ધાર્યું કરનારો જ હતો, પણ આ વખતે એવું નહીં થવા દઉં, તારી મનમાની નહીં ચલાવું. તે ફક્ત મારી મિત્રતા જ જોઈ છે, પણ પિતાપણું જોયું નથી. અને આ વખતે તો તારી દુખતી રગ મારા હાથમાં છે, એટલે યાદ રાખ કે આ વખતે તો તારે મારી જ વાત માનવી પડશે."
આમ વિચારીને તે પોતાના મનમાં કાળુ સાથે કેવી રીતે વાત કરવી નક્કી કરે છે. સવાઈલાલ બીજા દિવસે બાવાજી આશ્રમ પહોંચે છે.
(સાન્યાને શોધવા પોલીસ અહીં પહોચશે કે નહીં? આત્માનંદ નો સાથ મળતા બેફામ થયેલો ચંપાનંદ કયાંક આશ્રમ માટે મુસીબત નહીં લાવેને? સવાઈલાલઆશ્રમાં આવશે પછી શું થશે? અને તેમની કંઈ દુખતી રગ ચંપાનંદના હાથે ચડી છે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ ભાગ.... 21)