ભાગ….૧૯
(ચંપાનંદ કનુને મન્થનરાયની નિગરાની રાખવા કહે છે અને આત્માનંદ રામઅને માયાને સંન્યાસી બનાવવાની તૈયારી કરે છે. અશ્વિન અને સાવન સાન્યા વિશે વાત કરી રહ્યા છે, હવે આગળ....)
"એ પહેલાં તું કહે કે, સાન્યા ગમે છે? સાન્યાના પપ્પાની ચિંંતાનું નામ આપે છે. અહીં મને દેખાય છે તારી આંખોમાં અને મને સમજાવી રહી છે તારા મનમાં પનપતા પ્રેમ વિશે, સમજયો?"
અશ્વિન કંઈ ના બોલતાં જ તેને પાણીનો ગ્લાસ ઉઠાવીને પીવા લાગ્યો તો અમને હસીને કહ્યું તો,
"રહેવા દે ભાઈ, મારા નસીબમાં મારો પ્રેમ નથી, તે તો બીજાને પ્રેમ કરે છે."
"કોને? આવા સ્માર્ટ આઈપીએસને છોડીને કોને પકડયો?"
"મારી ખેંચ નહીં સાવન, મારા મનની તકલીફ તને કેમ કરીને કહું, તે પલ્લવઈન્ફોટેકના ઓનર પલ્લવને પ્રેમ કરે છે."
"આ પલ્લવજેની સોફટવેરમાં બનાવવામાં હથોટી છે તે?"
"હા..."
"સિક્યોરિટી પણ સારી શોધી સાન્યાએ. તારા જેવા જાબાંઝ અને થોડો ખડુસ, જીદી અને જક્કી કરતાં પેલો સોફ્ટ સોફટ નેચર વાળો સારો."
અશ્વિને તેની સામે આંખો કાઢીને જોયું તો અમને હસતાં કહ્યું કે,
"કેમ ભાઈ, થોડુંક તો તને ચકાસવો પડે કે નહીં."
"તો પછી ચકાસી લીધો?"
"હા, છોડ એ વાતને પણ મને પહેલાં તું કહે કે તને તારા મનમાં સાન્યા રિલેટડ કોઈ ડાઉટ છે."
"કેમ આવું પૂછે છે?"
"તો ના પૂછું તો શું કરું, જેને તું પ્રેમ કરે છે તેને જણાવતો તો ખરો."
"પણ તે મને ક્યાં?"
"આ સારું નહીં તારું? 'હું બોલું નહીં ને સામેવાળું સમજી જાય' આ કેમ શકય છે. પણ ભાઈ તું એકવાર તારા મનની વાત કરી હોત તો કદાચ તે હવે તારી જોડે હોત, ના કે પલ્લવસાથે..."
"ના ભાઈ ના, જેને હું પ્રેમ કરું છું તે ભલે મને ના કરે, પણ બસ તે ખુશ રહે છે ને એ જ મારે તો જોઈએ. આમ પણ પ્રેમને છીનવાનો ના હોય પણ મેળવવાની વાત છે, જે ફક્ત ભાગ્યશાળીને જ મળે."
"જવા દે વાત, તું આમ પણ નથી માનવાનો, પાક્કો જીદ્દી."
અમને કહ્યું તો અશ્વિન બોલ્યો કે,
"આ વાત છોડ અને સાન્યા પર... માલવના કેસ પર વિચાર કરીએ?"
સાવન તેની સામે જોઈ રહ્યો, ચૂપ પણ હતો એટલે રાજન,
"આ પણ એક મુસીબત છે કે કંઈ આગળ વધતું જ નથી."
"તો પછી તમે હમણાંથી કેમ બાવાજીના આશ્રમના ધક્કા એમ જ ખાવ છો? એ પણ જરાક જણાવજો."
"હું...?"
"હાસ્તો, એક ભિખારી બનીને..."
સાંભળીને અશ્વિન હસી પડયો.
"વાત એમ છે, એમ તો પછી તમે પણ મજનુ બનીને કયાં કયાં ફરોછો, તે પૂછું છું?"
"ના ભાઈ ના, એ તો અમારું સીક્રેટ છે."
"તો એ સીક્રેટમાં પ્રોસેસ કયાં સુધી થઈ?"
"બસ ઓલમોસ્ટ થઈ ગઈ છે."
"એમ કહોને કે જેની ફિલ્ડિંગ ભરતાં હતા તે મારી ભાભી બનવા તૈયાર થઈ ગઈ છે."
"હા... અશ્વિન સાન્યાને હાલ જયાં છે ત્યાં રહેવા દે."
"સારું, પણ મને દુઃખ થાય છે કે મારા સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરું છું."
"સારું બહુ જલ્દી બચાવી લઈશું. હમણાં થોડાક સબૂત ભેગા થવા દે."
બંને જણા હાથ મિલાવીને છૂટા પડે છે.
અગંદની ઉદાસી દિવસને દિવસે વધતી જ જતી હતી. તે ઓફિસે જતો ન હોવાથી, ઘરે તેનો આસિસ્ટન્ટ આજે ઘરે સિગ્નેચર કરાવવા આવ્યો હતો અને કહે છે કે,
"સર, કેટલી મીટિંગો પેન્ડીંગ છે. બધી જ પાર્ટી તમારા વગર ડીલ કરવા તૈયાર નથી. પ્રેઝન્ટેશન થઈ ગયું પણ તેમને તમારી સ્યોરીટી જોઈએ છે, તો એકવાર એમને મળી લો તો..."
"મારી ઈચ્છા નથી, એ લોકોને કહો કે ડીલ કરવી હોય તો કરે નહીંતર..."
"પણ સર..."
"હા, રહેવા દે, ઓફીસ કરતાં પણ ઘણું મોટું કામ છે, એની પાસે."
મન્થનરાયે રૂમમાં આવતાં કહ્યું.
"યસ સર, પણ..."
"તે પરમ દિવસે જ ઓફિસમાં આવી જશે. બધી જ પાર્ટીઓ ને ડીલ કરવા બોલાવી લે."
તે જતો રહ્યો એટલે પલ્લવે કહ્યું કે,
"મેં તેને ના પાડી દીધી હતી, તો પછી તમે હા કેમ પાડી? હું ઓફિસ જવા નથી માંગતો."
"કેમ બેટા?"
"હું ઓફિસમાં જઈશ પછી બધે જ મને સાન્યા યાદ આવશે. જયાં સુધી સાન્યા નહીં મળે અને ઓફિસમાં નહીં આવે, ત્યાં સુધી હું તો ઓફિસ નહીં જાઉં."
"પછી ભલે બિઝનેસને નુકસાન થાય કે પછી પલ્લવઈન્ફોટેક બંધ થઈ જાય."
પલ્લવચૂપ રહ્યો તો,
"જો બેટા, તું કહેતો હતો ને કે તે બધું જ ભૂલી ગઈ છે. ના કરે નારાયણને કદાચ ફરીથી જ આવું કંઈક થાય તો... અને તે ફરી તને ભૂલી જાય તો તું આવી રીતે જીવીશ, આમ ઉદાસ, કામકાજ છોડીને. પલ્લવજીવનમાં આવનારી તકલીફો ભલે બદલાય પણ રહે તો છે જ. બસ તે એકમાંથી બીજા રૂપમાં પરિવર્તિત થાય છે. એ માટે બધું છોડીને ના બેસી જવાય."
"પણ પપ્પા..."
"મારી વાત પૂરી થઈ?"
"ના..."
"તો પછી તું કહેતો હતો ને કે પોલીસ શોધી રહી છે, તો સમય આપ. કંઈપણ જલ્દી મળતું નથી ને મળવાનું નથી અને સાન્યા તો ગુનેગારોના હાથમાં છે. તેના માટે પોલીસ પણ કંઈક ઠોસ કદમ ઉઠાવશે ત્યારે ને અને એ પણ કયારે ઉઠાવે જયારે મળે ત્યારે ને. માટે પલ્લવભલે દરરોજ ના જતો, પણ પરમ દિવસે જઈ આવ અને ડીલ કરી લે. જેથી સાન્યા આવે તો તને એમ ના કહે કે તે તારું ધ્યાન ન રાખ્યું. તે એકવાર મળી જવા દે, હું બહુ જલ્દી તારા લગ્ન કરાવી દઇશ."
"થેન્ક યુ, પપ્પા..."
કહીને પલ્લવતેમને ગળે વળગ્યો.
સાન્યા આ બાજુ ખુરશીમાં બંધાયેલી છે અને તેનો જાગવાનો સમય થતાં જ એક માણસ તેને ઈન્જેક્શન આપવા જાય છે, તો તેને રોકતા મગન કહે છે કે,
"રહેવા દે આજે તેને જાગવા દે."
સાન્યાની આંખો ખૂલે છે અને તેને માથું ભારે ભારે લાગે છે. તે બધાને જોઈ કંઈ કહેવા જાય ત્યાં જ મગન,
"તો સાન્યા, તારે હજી પણ નથી માનવું કે તારી પાસે ભવિષ્ય જોવાની શક્તિ છે?"
"જે વસ્તુ નથી મારી પાસે તો કેવી રીતે માનું?"
"તને ખબર છે ને કે ખોટું બોલવાથી તારું સારું નહીં થાય?"
"પણ હું ખોટું બોલતી હોત તો તમે જ કહો કે હું મારી જાતને બચાવી ના લેત. તમને એડ્રેસ જ ના બતાવવા આવતી ને, બોલો?"
મગન વિચારમાં પડયો તો,
"તમે જ કહો કે હું બચીને ભાગી ના જતી, કેવી રીતે છૂટવું તે ગમે તેમ કરીને શોધી ના લેતી.., બોલો?"
મગનને તેની વાત સાચી લાગી પણ બોસનો વિચાર આવતાં જ મન પરથી એ વાત ખંખેરી નાખી અને માણસને ઈશારો કર્યો. ઈશારો થતાં જતે માણસ ડ્રગ્સનું ઈન્જેક્શન લાવ્યો અને આપવા ગયો તો સાન્યાએ ધમપછાડા કર્યા પણ પછી શાંત થઈ ગઈ. ત્યાં તો બીજો માણસ ઈકો લઈને આવ્યો તો મગને હિદાયત આપતાં કહ્યું કે,
"આને સાચવીને લઈ જજો. કોઈ ના દેખે તેમ પેલા વિસામો પરવાળાનો કોન્ટેક કરજો. જેથી તે સેઈફ સાઈડ આશ્રમમાં તમને પહોંચાડી દેશે. બોસની ઓળખણ છે, ત્યાં."
"બોસની ઓળખાણ... એ પણ આશ્રમમાં?"
"હા, મને નવાઈ લાગે છે, પણ આપણે તો બોસે કીધું તેમ કર્યું અને છુટા..."
(શું અશ્વિન અને સાવન સબૂત એકઠા કરવા સાન્યાનો ઉપયોગ કરે છે? શું સવાઈલાલ પલ્લવ અને સાન્યાના લગ્ન કરાવી દેશે કે પછી? સાન્યાને મગન અને તેના માણસો સહીસલામત પહોંચાડશે કે પોલીસ તેમને પકડી લેશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, ભાગ....20)