Trikoniy Prem - 18 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | ત્રિકોણીય પ્રેમ - 18

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ત્રિકોણીય પ્રેમ - 18

ભાગ….૧૮

(સવાઈલાલકાળુને આડકતરી રીતે પૂછતાછ કરે છે, પણ તેની પાસેથી બરાબર જવાબ નથી મળતો. અહીં કનુ બાવાજીના આશ્રમ પૈસા લેવાના બહાને રાજ સિંહને મળે છે. હવે આગળ....)

ચંપાનંદને જોઈ કનુ એટલે કે અશ્વિને વાત અને સૂર બદલી નાખ્યો.

"મહારાજ, આ ભાઈને એમ જ પૂછતો હતો કે તમને દરરોજ આવું સ્વાદિષ્ટ ભોજન મળે છે? તો તમને અહીં કેવી રીતે કાયમી રહી શકો છો, જણાવો ને?"

"હા, મહારાજ એટલે જ હું તેને સમજાવી રહ્યો હતો કે એ માટે તમે સંન્યાસ લઈ લો. ભજન અને ભોજનની જોગવાઈ થઈ જશે."

રામે કહ્યું.

"હું સંન્યાસ લઈ શકું, મહારાજ?"

"ના, એ રામજેવા જ માટે છે જેમને આ ઉંમરે ભજનની જરૂર છે, પણ જેના હાથ પગ સલમાત હોય અને સમાજની જવાબદારીનું વહન કરી શકે એવાને ના અપાય પણ તમે કોઈક વાર ભોજન માટે આવી શકો છો. અને ભકતશ્રી તમે આજકાલ બહુ બોલો છો?"

ચંપાનંદે તેને આંખો કાઢતાં કહ્યું તો કનુુએ તેની નજર નીચે કરી લીધી. ચંપાનંદ બોલ્યા કે,

"ભોજન પતી ગયું હોય તો પછી આવો મારી સાથે."

અને રામને કહ્યું કે,

"આત્માનંદ મહારાજ તમને યાદ કરે છે, તો પછી આપ પણ પધારો."

કહીને તે જતા રહ્યા તો તેમના ગયા બાદ તેઓ હાથ ધોતાં,

"બસ એ જ શોધવાનું છે. હાલ તો વિચાર્યા વગર તમે તમારા કામે લાગો અને હું મારા?"

તેઓ છૂટા પડે છે. રામઅને માયા આત્માનંદ પાસે જઈ રહ્યા છે તો આત્માનંદ અને કેતાનંદબંને વાત કરી રહ્યા છે કે,

"કેતન જો બધું જ બરાબર હોય તો પછી એમને દીક્ષા દઈએ. "

"હા મને તો તેઓ બરાબર લાગી રહ્યા છે. પણ પૈસાની વાત તમે ન કરતાં, તે ચંપાનંદ જ કરશે."

"એ વાત તારી સાચી."

"તો તું કાળુ જોડે વાત કરી લેજે."

"ભલે..."

એટલામાં રામઅને માયા ત્યાં આવ્યા અને જયાનંદને પગે લાગ્યા.

"ૐ શાંતિ વત્સ, તમને અમે બહુ રાહ જોવડાવી એ બદલ ક્ષમા કરશો પણ તે મારા ધ્યાનના દિવસો હતા એટલે..."

"કંઈ વાંધો નહીં મહારાજ, તમારા આ ધ્યાનના લીધે જ મને દીક્ષા અને સંન્યસ્ત વિશે વધુને વધુ જાણી શકયા અને અમારો નિર્ણય તેનાથી વધારે મક્કમ થઈ ગયો છે. બસ હવે રાહ ન જોવડાવો અને અમને દીક્ષા આપો."

સદાનંદે આજીજી કરતાં કહ્યુ.

"જરૂર... એટલે જ આ કેતોનંદને બોલાવ્યા છે. જેથી તે જલ્દી શુભ મુહૂર્ત કાઢે અને તમને આ સંસાર સમુદ્ર માંથી છૂટા કરી શકીએ."

"આપનો ખૂબ ખૂબ આભાર..."

કહીને તે ખુશ થતાં બહાર નીકળે છે. જયારે કનુ ચંપાનંદ પાસે જાય છે, તો

"પેલા લોકો જોડે બહુ વાત ના કર અને બીજી વાત તે જેમ આ સાન્યા પર જેમ વોચ રાખી હતી. તેમ તારે એમલે સવાઈલાલઅને તેના પરિવાર પર પણ રાખવાની છે."

"કેટલા દિવસ સુધી, મહારાજ? "

"દિવસ તો નથી ખબર પણ આ વખતે તને દિવસના 400 રૂપિયા આપીશ અને પોલીસનો હપ્તો એ અલગ."

"સારું, હું એ કામ કરીશ પણ મહારાજ 400 થોડા... ઓછા?"

"ભાઈ તું ભિખારી નહીં, એક નંબરનો ગુંડો હોય એવું લાગે છે. જા હવે 500 આપીશ, બસ?"

"હા બરાબર, આજથી જ કામે ચડી જાઉં મહારાજ. પણ મહારાજ..."

"હવે શું છે?"

"આ ફોનથી જ તમને અપડેટ આપું ને?"

કહીને તેને ફોન બતાવ્યો.

"હા..."

કેતાનંદબીજા દિવસનું જ મુહૂર્ત કાઢે છે અને ભક્તોને કહી સંન્યાસ વિધિની તૈયારી કરે છે. સવારના પહોરમાં જ વિધિનો આરંભ થઈ જાય છે. અમુક સંત કંઈક મંત્રોચ્ચાર કરે છે. અમુક તેમના વેશની તૈયારી કરે છે તો અમુક આમતેમ ફરીને ભકતોને સમજાવી રહ્યા છે. થોડીવારમાં રામઅને માયા ત્યાં આવે છે. તેમની વિધિવત સંન્યાસ અર્પણ કરવાની વિધિ શરૂ થાય છે.

એ વિધિ રોકીને રામકહે છે કે,

"બાબા આ સંન્યાસ ગ્રહણ કરતાં પહેલાં હું આ મોહ માયા છોડવા માંગું છું અને એટલે જ આ મોહ માયા તમારા ચરણોમાં અર્પણ કરું છું."

કહીને તે આત્માનંદ મહારાજના પગમાં પાસબુક, એફડી બધું મૂકી દે છે.

"બેટા, મેં તો આ મોહ માયા છોડી દીધી છે. મારે તેનું કંઈ કામ નથી, તો તું લઈ લે અને તને યોગ્ય લાગે તેવી વ્યવસ્થા કર."

"મહારાજ પણ..."

"ૐ શાંતિ વત્સ, તું જો આ મોહ માયા છોડવા માંગતો જ હોય તો આશ્રમને દાનની જરૂર છે, ત્યાં દાન કરી દે."

"જી મહારાજ..."

અને તે બધું જ આશ્રમમાં દાન કરી દે છે અને વિધિ ફરી ચાલુ થઈ. થોડીવાર રહીને સદાનંદનું મુંડન અને કપડાં બદલવાનું કરવામાં આવે છે. જયારે માયા પણ ભગવા કપડાં પહેરીને ત્યાં આવે છે. તેમનું નામ બદલીને સદાનંદનું સંત સાધુનંદ અને માયાનું સન્નારી માયાશ્રી પાડવામાં આવે છે.

અશ્વિન સાવનને મળે છે, તો

"અરે પછી પેલા માલવના કેસનું શું થયું?"

"કયાં, કંઈ આગળ વધ્યું જ છે. મારા બે માણસો પણ ત્યાં ફસાઈ ગયા છે. છતાંય આશા છે કે આજે નહીં તો કાલે કંઈક થશે."

"બસ તો આજ શકયતાને આશામાં ફેરવી દે બીજું શું? અને તું કહેતો હતોને સાન્યા વિશે, તે બરાબર છે ને, તેના કોઈ સમાચાર?"

"અરે હું તો તને એ વાત જ કરવાનું ભૂલી ગયો કે સાન્યાને કિડનેપ કરી દેવામાં આવી છે."

"તે શોધી કે પછી?"

"કેવી રીતે શોધું એ જ તકલીફ છે. પણ હા, તે ખબર છે કે ક્યાં છે તે?"

કહીને તેને મોબાઈલમાં લાઈવ બતાવી તો સાન્યાને ખુરશીમાં દોરડાથી બંધાયેલી અને મ્હોં પર પટ્ટી મારેલી. તે સૂતી હતી.

"અશ્વિન આ સાન્યા જરાક અજીબ રીતે નથી સૂઈ રહી."

અમને સાન્યાને બતાવતાં કહ્યું.

"હા, જાણે નશાનું ઈન્જેક્શન આપેલું હોય એવું લાગે છે."

"બની શકે, પણ એટલું સારું છે કે તેને હજી કંઈ નુકસાન નથી પહોંચાડયું."

"હા એ તો છે જ...."

અશ્વિન થોડો ઉદાસ થઈ જાય છે તો અમને પૂછ્યું કે,

"અશ્વિન મનમાં કંઈક વાત છે..."

"કંઈ નહીં યાર, આ તો સાન્યાની આવી હાલત જોઈને દુઃખ થાય છે કે મારા સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરી રહ્યો છું. મને ખબર નથી કે તેને ક્યાં રાખવામાં આવી છે, પણ જો પ્રયત્ન કરું તો મળી જાય અને ત્યાંથી બચાવી લીધી હોત તો આજે તેની કંડિશન આવી ના હોત. મગરમચ્છના મ્હોંમાં પડી હોય તેવી હાલત છે સાન્યાની. હજી પણ હું મારા સ્વાર્થ માટે જ ત્યાંથી કાઢતો નથી."

"એ વાત તો સાચી..."

"હા વળી, અહીં અંકલ પણ કેટલા ટેન્શનમાં છે, પણ તેમને કેવી રીતે કહેવું?"

અશ્વિન થોડો શાંત થયો અને અમને કહ્યું કે,

"અશ્વિન..."

"સાવન સાન્યાને છોડાવવા માટે કંઈ કરવું પડશે? કયાંક તે મુશ્કેલીમાં ના મૂકાય."

"અશ્વિન નહીં મૂકાય... પણ એ પહેલાં તું કહે કે, સાન્યા ગમે છે?"

અશ્વિન કંઈ ના બોલતાં જ તેને પાણીનો ગ્લાસ ઉઠાવીને પીવા લાગ્યો તો સાવને હસીને કહ્યું,

"હમમ... તો એમ નહીં કહે કે તે એને મારી ભાભી બનાવવાની તૈયારી ચાલુ છે, બરાબર?"

"ના એવું કંઈ નથી..."

"નથી તો પછી તેને છોડવવાની ઉતાવળ કેમ છે? એ પણ જવા દે, સાન્યાના પપ્પાની ચિંતાનું નામ આપે છે અને મને દેખાય છે તારી આંખોમાં?"

(સવાઈલાલપર કનુ કેવી રીતે નજર રાખશે? એમાંથી કંઈ ખબર પડશે? તેમનો ભૂતકાળ ખબર પડશે? રામઅને માયા સાન્યાને શોધી શકશે? અશ્વિન સાવનની વાતનો જવાબ શું આપશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  ભાગ....19)