Trikoniy Prem - 3 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | ત્રિકોણીય પ્રેમ - 3

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ત્રિકોણીય પ્રેમ - 3

ભાગ….૩

(માલવ પાસે બાવાજી મહારાજનો શિષ્ય હેક ના થયેલા રૂપિયાના વીસ ટકા માંગે છે. દાદા તે કેવી રીતે જીવન જીવવા માગતા હતા અને અચાનક જ દીકરાનો એક્સિડન્ટ થાય છે. હવે આગળ...)

"બસ દુઃખ એ વાતનું જ હતું કે જે વિચાર્યું હતું તે ના થઈ શક્યું. તેનો અફસોસ પણ ભરપૂર હતો.

જીવનનું ગાડું ચાલી રહ્યું હતું એવામાં એક દિવસ મારું પેન્શન મારા એકાઉન્ટમાં જમા થયું અને બીજી જ મિનિટે બેલેન્સ ઝીરો....

બેંકમાં તપાસ કરી પણ કંઈ ખબર ના પડી. બીજા મહિને ફરી થયું. ત્રીજો મહિનો આવ્યો આ વખતે બેંક મેનેજર કહ્યું હતું કે,

'તે પર્સનલી મારા એકાઉન્ટ પર ધ્યાન રાખશે.'

છતાં ફરી એ જ બન્યું. અત્યાર સુધી તો બચાવેલા પૈસાથી ઘરખર્ચ ચાલ્યો પણ પૈસા ખૂટી પડ્યા. એક સવાલ બની ઊભો થઈ ગયો કે, 'ઘરખર્ચ કેમ કરીને કરવો?' એટલે એ બેંક મેનેજરે આ બાવાજી વિશે મને કહ્યું. હું તો આમાં માનતો નહોતો, પણ મારી પત્નીના કહેવાથી અહીં આવ્યો.

તેમને પણ કંકુ છાંટવા કહ્યું અને મેં તે કર્યું. પાંચ છ મહિના તો પેન્શન ગયું નહીં. તેમને પેન્શનનો વીસ ટકા હિસ્સો માંગ્યો અને મેં તે આપ્યો પણ ખરો. પછી તે મને ખટક્યા અને મેં વિરોધ કર્યો. ફરી પાછું પેન્શન જમા થતું અને બીજી મિનિટે ઝીરો થઈ જતું.

મારી પત્નીના કહેવાથી બાવાજી મહારાજની માફી માંગી અને ઉપાય બતાવવા કહ્યું તો બાવાજી મહારાજનો શિષ્ય મને કહે છે કે,

'અડધું પેન્શન આશ્રમમાં આપી દો.... તો જ ઉપાય મળશે."

દાદા પોતાની આટલી દુઃખભરી વાત કહીને શ્વાસ લેવા રોક્યા તો માલવ અવાક બનીને સાંભળી રહ્યો. ફરી દાદા બોલ્યા કે,

"બોલ બેટા, તું જ કહે કે આવી દાદાગીરી, મારા પર મારા દીકરાના બાળકોની જવાબદારી છે. પેન્શન વગર કેમ કરીને ઘર ચલાવવું."

ખેડૂત ચા બનાવતો વાતો સાંભળી રહ્યો હતો. તે બોલ્યો કે

"દાદા તમારા જેવા કેટલાંય શિકાર બન્યા છે એમના, આ કંઈ નવું નથી. આ તો એક નંબરના ઠગ છે. એકવાર આ આશ્રમમાં જે આવે તે ખુવાર જ થઈને જાય છે."

માલવે કહ્યુ કે,

"દાદા, તો પછી તમે પોલીસ કેસ કેમ ના કર્યો. પોલીસ તપાસ કરશે તો ખબર પડી જશે અને આ લોકોની દાદાગીરી પણ બંધ થઈ જશે."

દાદાએ કહ્યું કે,

"ના બેટા ના, પોલીસના પળોજણમાં ના પડ, નહીંતર તને વધારે હેરાન કરશે, આ લોકો..."

"રહેવા દે, આ લોકો ઠગ જ નહીં, જોડે ગુંડા પણ છે."

વિસામો પર બેસેલા ભાઈએ કહ્યું તો માલવ,

"અરે દાદા કાકા, તમે નાહકના ગભરાવ છો, મારી પોલીસમાં ઓળખાણ છે. કંઈ નહીં થાય અને આપણને આ લોકોની દાદાગીરી થી આપણને છોડવાશે અને પૈસા પણ પાછાં અપાવશે."

દાદાએ તો ફટાફટ ચા પી લીધી અને જતાં જતાં કહેવા લાગ્યા કે,

"ભાઈ, હું આ પળોજણમાં નહીં પડું, મારા પૈસા નથી જોઈતા, હું એકાદ એફડી તોડી નાખીશ પણ મને માફ કર. અને આપણા ‌વચ્ચે થયેલી વાતચીત ભૂલી જજે."

માલવે તેમને રોકતાં કહ્યું કે,

"દાદા, તમે તો સરકારી નોકરી કરી છે, તો પછી આટલાં કેમ ગભરાવ છો. ઊભા તો રહો... દાદા એક મિનિટ... દાદા"

દાદા જતાં રહ્યાં પણ માલવ મનમાં જ,

'ગમે તે થાય હું તો કેસ કરીશ જ, પછી જે થવું હોય તે થાય.'

તે તેના મિત્ર ઇન્સ્પેક્ટર રાજ સિંહ ને ફોન કરે છે અને,

"હાય રાજ સિંહ , મારે તને મળવું છે તો જો તું ઘરે હોય તો આવું."

"અરે, હું તો ઘરે નથી, મારી તો આજે નાઈટ ડ્યુટી છે. એક કામ કર, પોલીસ સ્ટેશન આવી જા."

"ના યાર, થોડી પર્સનલ વાત છે એટલે ઘરે યા બહાર મળીને કરવી હતી પણ..."

"અરે, પણ, ના, બધું છોડને તું તારે આવ."

રાજ સિંહ ના ફોર્સથી માલવે થોડુંક વિચારીને હા પાડી. તે રાજ સિંહ ને મળવા પહોંચ્યો તો પોલીસ સ્ટેશનમાં રાજ સિંહ , જુ. ઇન્સ્પેક્ટર અને એક હવાલદાર જ હતો. રાજ સિંહે હાથ મિલાવી અને કહ્યું કે,

"કેબિનમાં બેસીને વાતો કરીએ.'

અને પોતાના જુનિયરને કહ્યું,

"બે ફાલૂદા મોકલાવ અને તમારા બંને માટે જે મંગાવું હોય તે મંગાવી દો. લે આ રૂપિયા..."

કહીને પાંચસો ની નોટ આપી.

બંને જણા કેબિનમાં જઈ બેઠા અને ઔપચારિક વાતો કરવા લાગ્યા, એટલામાં બે ફાલુદા લઈને હવાલદાર આપી ગયો. પછી રાજ સિંહે પૂછ્યું કે,

"બોલ હવે, વાત શું છે?"

માલવ મૂંઝવણ અનુભવતો ચૂપ રહ્યો એટલે રાજ સિંહે,

"માલવ તું પોલીસ સાથે નહીં, તારા બાળપણના મિત્ર સાથે વાત કરે છે, એમ સમજીને તારો પ્રોબ્લેમ કહે, હું સોલ્વ કરવા પ્રયત્ન કરીશ."

માલવે પણ કહ્યું કે,

"એટલે જ તો હું મારા બાળપણના મિત્ર સાથે જ વાત કરવા આવ્યો છું."

કહીને આશ્રમમાં બનેલી, પેલા દાદા સાથે થયેલી અને વિસામો પરવાળાએ કહેલી બધી જ વાત કરી. રાજ સિંહે તે વાત બરાબર સાંભળી પછી કહ્યું કે,

"માલવ એક વાત કહે કે આનું કંઈ પ્રૂફ છે?"

"ના યાર, પ્રૂફ નથી. પણ કેસ કરવો છે."

"સોરી... પણ તો પછી કેસ નહીં બની શકે."

"મને હતું જ, પણ શું એ સિવાય બીજો કોઈ રસ્તો નથી, હોય તો બતાવ?"

રાજ સિંહે વિચારીને કહ્યું કે,

"એક કામ કરીએ, તું કાલે મારી સાથે આવ અને આપણે આઈપીએસ અશ્વિન સર આગળ તારી વાત રજૂ કરી. કદાચ તે તને ઉપાય બતાવે."

"ઓકે, થેન્ક યુ, યાર..."

કહીને તે ગયો. બીજા દિવસે રાજ સિંહે અશ્વિન સરને માલવે કહેલી બધી વાત કરી અને તેમના કહ્યા પ્રમાણે માલવને બોલાવી દીધો. માલવને પણ અશ્વિન સરને ફેરવી ફેરવીને ઘણું બધું પૂછ્યું અને રાજ સિંહે બધી જ વાત રેકોર્ડ કરી લીધી. અશ્વિન સરને કહ્યું કે,

"માલવ હું તમને કેવી રીતે મદદ કરીશ, મદદ કરી શકીશ કે નહીં, એ તો હાલ નહીં કહી શકું. પણ તમને ન્યાય અપાવવા પ્રયત્ન જરૂર કરીશ."

"થેન્ક યુ વેરી મચ સર...."

કહીને માલવે નીકળી ગયો. પછી અશ્વિને રાજ સિંહ ને કહ્યું કે,

"રાજ સિંહ એકવાર રેકોર્ડિંગ ફરીથી સંભળાવ."

રેકોર્ડિંગ સાંભળીને અમુક વાત નોટ કરી. રાજ સિંહ બોલ્યો કે,

"સર તમને શું લાગે છે?"

અશ્વિન સરને કહ્યું કે,

"ઘણું બધું અજીબ ના લાગ્યું, રાજ સિંહ તને? એકાઉન્ટ હેક થવું, બાવાજી જોડે ફોર્સફૂલી મોકલવો, કંકુ આપવું પછી એકાઉન્ટમાં થી રૂપિયા ના ગયા અને છેલ્લે વીસ ટકા હિસ્સો માંગવો. અને પેલા દાદામાં તો એકાઉન્ટ હેક થાય, તેમનું પેન્શન જાય પછી પૈસા ના જાય અને વિરોધ પછી ફરીથી પેન્શન ટ્રાન્સફર થઈ જવું."

"હા, સર એટલે જ તો મેં તમને વાત કરી."

"એક કામ કર રાજ સિંહ , તું સાન્યાને કોલ કરી અને કહે કે આજે આવીને તે મને મળે. મને લાગે છે કે આમાં તેની સેન્સનો ઉપયોગ કરવો પડશે."

"જી સર..‌."

સાન્યાને ફોન કરીને રાજ સિંહે અશ્વિન સરનું ઈન્સ્ટ્રકશન જણાવી દીધું. સાન્યા તૈયાર થઈ પોલીસ સ્ટેશન જવા નીકળી. તે પોતાનું એક્ટિવા લઈને જઈ રહી હતી અને ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ થવાથી તે લીલી થાય તેની રાહ જોતી ઊભી રહી. સિગ્નલ પર લીલી લાઈટ થઈ અને સાન્યાએ એક્ટિવા ચાલું કર્યું. તે જેવો રોડ ક્રોસ કરવા ગઈ ત્યાં તો....

ખબર નહીં એટલામાં જ રોન્ગ સાઈડથી એક કાર ધસમસતી આવી અને રોડ ક્રોસ કરી રહેલી સાન્યાના એક્ટિવા સાથે અથડાઈ.

(અશ્વિન સર અને રાજ સિંહ કેવી રીતે કેસ સોલ્વ કરશે? સાન્યાની સેન્સનો ઉપયોગ કેવી રીતે કરશે? એક્સિડન્ટમાં સાન્યાને કંઈ થયું તો નહીં હોયને?

જાણવા માટે વાંચો આગળનો ભાગ...)