Collegeni Jindagi - 5 in Gujarati Love Stories by Smit Banugariya books and stories PDF | કોલેજની જિંદગી - 5

Featured Books
Categories
Share

કોલેજની જિંદગી - 5

આગળના ભાગમાં આપણે જોયું કે મિત અને રાઘવ બંને અથડાઈ જાય છે અને રાઘવ નીચે પડી જાય છે.મિત રાઘવને સોરી પણ કહે છે પરંતુ તેના ક્લાસમેટના હસવાથી રાઘવને મિત પર ગુસ્સો આવી જાય છે.તે કોલેજમાંથી બહાર જતો રહે છે અને મીત સાથે બદલો લેવાનું વિચારે છે.તે દરમિયાનજ તને એક ફોન કોલ આવે છે અને તેને કોલેજ પર આવવા માટે જણાવે છે.


આ કોલ કોનો હશે?
કોલેજમાં એવું તો શું થયું હશે..?
રાઘવ હવે શું કરશે?


અને આ બધાથી મહત્વનો સવાલ....
મિતનું શું થશે....?

આ બધા સવાલોના જવાબ મળશે આજના આ ભાગમાં જેનું નામ છે - પરિસ્થિતિથી અજાણ મિત...




પરિસ્થિતિથી અજાણ મિત...


રાઘવ ફોન કિસ્સામાં મૂકે છે એટલામાં જ સની તેને પૂછે છે, "હવે શું થયું? શુ નવી પરેશાની આવી?"( સની એટલે એ વ્યક્તિ જે અત્યાર સુધી રાઘવ સાથે વાત કરતો હતો પહેલા પાંચ લોકોમાંનો એક અને બાકીના ચારના પણ નામ તમને કહી દઉં તો બંટી,મોન્ટી, લકી અને વિકી)

રાઘવ : કંઈ નહીં...તું ગાડીમાં બેસ.આપડે કોલેજ જવું પડશે?

સની : પણ થયું શું?એ તો બોલ.?

રાઘવ : એ કોલેજ જઈને જ ખબર પડશે.. તું અંદર બેસ.

બંને ગાડીમાં બેસી જાય છે અને ફરી કોલેજ તરફ જાય છે.કોલેજ પહોંચી રાઘવ ગાડી પાર્ક કરી પેલા વ્યકિતને કોલ કરે છે.

રાઘવ : બોલ સમર્થ,ક્યાં ચર તું?

(આમ જોઈએ તો સમર્થ એ રાઘવનો સાચો મિત્ર.જેમ આપડા મિત માટે પ્રિત છે એમ.તે રાઘવને હંમેશા સાચી સલાહ આપે.ઘણીવાર તો તેના કારણે જ રાઘવ મુશ્કેલીમાં પડવાથી બચાવેલો.તેમની મિત્રતા તેમના પિતાના કારણે થઈ.તેમના પિતા વર્ષોથી એકબીજાના મિત્ર અને વ્યવસાયમાં ભાગીદાર. તો નાનપણથી જ રાઘવ અને સમર્થ બંને મિત્રો.પણ સમર્થ રાઘવથી સાવ વિપરીત.અમીર હોવાનો ઘમંડ તો તેનામાં હતો જ નહીં.તે ઘણીવાર રાઘવને પણ સમજાવતો કે રાઘવ પૈસા તો આજે છે અને કાલે નથી માટે તેને સમજી વિચારીને વાપર.પણ રાઘવને ક્યાં આ બધું સમજાવવાનું હતું.તે તો બસ મોજ મસ્તી કરીને જીવવા વાળો વ્યક્તિ.પણ તેમ છતાં બંનેની મિત્રતા એટલી જ સારી જેટલી આપણા મિત અને પ્રિતની.આ હતો સમર્થનો પરિચય હવે આગળ...)

સમર્થ : હું કોલરજના નોટીસબોર્ડ પાસે છું.તું અહીં આવી જા અને નોટીસબોર્ડ જો એકવાર.

રાઘવ : અરે એ બધું તું જોઈ લે..

સમર્થ : અરે પણ, તું આવ તો....

રાઘવ : (તેને વચ્ચે જ અટલાવીને) એ બધું તું જોઈને કોલેજના કેન્ટીનમાં આવ.હું ત્યાં બેઠો છું.

સમર્થ : ઠીક છે.

રાઘવ કોલ કટ કરીને ફોન ખિસ્સામાં મૂકે છે અને કેન્ટીન તરફ ચાલવા માંડે છે.સાથે પેલા પાંચ લોકો પણ ચાલવા લાગે છે.બધા લોકો કેન્ટીનમાં જાય છે અને એક ટેબલ પર જઈને બેસે છે અને સમર્થના આવવાની રાહ જોવે છે.થોડીવારમાં સમર્થ ત્યાં આવી જાય છે અને એક ખુરશીમાં બેસીને વાતની શરૂઆત કરે છે.

સમર્થ : તમને બધાને ખબર પડે છે હમણાં કોલેજ સ્ટુડન્ટ યુનિયન લીડરનું ઈલેકશન થવાનું છે.

સની : તો એમાં શું મોટી વાત છે?

લકી : આપડા રાઘવભાઈ જ જીતશે.

વિકી : અરે જીતશે નહીં જીતી ગયા.કેમ કે રાઘવભાઈ સામે કોઈ ઉભું રહેવાની હિંમત જ નહીં કરે.

બંટી : અરે સમર્થ, તને તો ખબર જ છે કે ૨ વર્ષ પહેલાં રાઘવની સામે જે ઉભો રહેલો તેનો શું હાલ કરેલો રાઘવે..


મોન્ટી : એ જોઈને તો ગયા વર્ષે કોઈએ ફોર્મ જ નહતું ભર્યું અને આ વખતે પણ કોઈ નહીં ભરે.

રાઘવ : હા, આ કોઈ એટલી મોટી વાત નથી સમર્થ કે જેના માટે તે આટલો જલ્દી મને બોલાવ્યો.

સમર્થ : અરે પહેલા તો તમે લોકો રાઘવને આમ ચડાવવાનું બંધ કરો અને રાઘવ આમ બસ હવામાં ઉડવાનું છોડ હવે.વાતને સમજવાનો પ્રયત્ન કર.

રાઘવ : હા બોલ.શું થયું?

સમર્થ : ગયા વર્ષે પહેલા વર્ષમાં કોઈ બે મિત્રોએ એડમિશન લીધું હતું અને ત્યારથી જ તે બંને બધી જ વસ્તુઓમાં આગળ રહે છે.એટલે તે બધા લોકોમાં જાણીતા થઈ ગયા છે અને પ્રિસિપાલને પણ તે સારી એવી રીતે પસંદ છે.

રાઘવ : હા તો?તેમાં શું?

સમર્થ : તો તરમનમાંથી એક આ વખતે તારી સામે ઇલેશન લડશે.

રાઘવ : તેને ખબર નથી લાગતી રાઘવ કોણ છે?

સમર્થ : તેને તો કદાચ એ પણ ખબર નથી કે તે ઇલેશન લડવાનો છે.!!

સની : આ શું બોલશ?તું આમ વાતને ગોળ-ગોળ કેમ ફેરવશ?

સમર્થ : અરે પ્રિન્સિપાલે સીધું જ તેનું નામ જાહેર કર્યું છે અને આ વખતે ફોર્મ પણ નહીં ભરાય.કેમ કે પ્રિસિપાલે સીધી જ તારીખ અને ઉમેદવારની જાહેરાત કરી છે.

રાઘવ : તો તારું કહેવું એમ છે કે આ બધી રમત પ્રિન્સિપાલની છે...

સમર્થ : હા અને એટલે જ હું તને અહીં બોલાવતો હતો.

રાઘવ : તો એક કામ કરો.પહેલા આને પકડો.જોઈએ કોણ છે આ જે મારી સામે ઉભું રહેવાની હિંમત રાખે છે..


સની : નામ શું છે એનું?

સમર્થ : નામ તો મીત છે એનું.હું એક ફોટો લાવ્યો છું આ જાહેરાતનો.રાઘવ લે આ જો..

(સમર્થ રાઘવ તરફ ફોન આગળ કરે છે.)

રાઘવ : મારે નથી જોવો.સાની તું ફોટો જો અને એને મારી સામે હાજર કર.

સની : ઓકે રાઘવભાઈ.

આટલું કહીને તે પાંચ લોકો ત્યાંથી નીકળી જાય છે.હવે ટેબલ પર રાઘવ અને સમર્થ બેઠા હોય છે.

સમર્થ : રાઘવ, તને કેટલીવાર કહ્યું પણ તું મારી વાત માનતો જ નથી.તારા આ ચમચાઓથી દૂર રહે તો સારું રહેશે તારા માટે.

રાઘવ :.મારે અત્યારે તારું આ ભાષણ નથી સાંભળવું... આમ પણ પેલા બેવકૂફનાં કારણે મને ગુસ્સો આવે છે.

સમર્થ : શું થયું હવે?

રાઘવ : તું એ છોડ.પહેલાં આ ઇલેશનવાળાને જોઈ લવ.પછી એને જોઈ લઈશ.

બસ આમ જ બંનેની વાતો ચાલતી હતી.આ બાજુ મિતને આ વાતની કંઇ ખબર જ ન હતી.તે તો મસ્ત પોતાના ક્લાસમાં હતો.લેક્ચરમાં એકાગ્ર થઈને ભણતો હતો. થોડીવાર બાદ લેક્ચર પૂરો થયો અને પોફેસર બોલ્યા, "મિત, તને ખૂબ ખૂબ અભિનંદન. તું આ વખતેના કોલેજ સ્ટુડન્ટ યુનિયન લીડરના ઇલેશનમાં ઉભો રહેવાનો છે અને આ વાતની જાહેરાત પ્રિન્સિપાલસરએ પોતે કરી છે"

મિત : પણ સર,મને તો એમાં કઈ રસ નથી અને ખબર પણ નથી.

સર : એ તો હવે ખબર પડી જશે.આ તો સરનો નિર્ણય છે એટલે તું ના નહીં પડી શકે.

મિત : ઠીક છે,સર.

સર : ઠીક છે તો ફરી એકવાર અભિનંદન.


આટલું કહીને પોફેસર તો કલ્સની બહાર જતા રહ્યા.પણ હવે આખો કલાસ મિતની પાસે આવી ગયો.બધા તેની સાથે હાથ મિલાવવા માટે આવતા હતા.મિત માટે આ બધું એક નવું જ હતું.મિતને આમ તો પોતાના વખાણ સાંભળવાની આદત હતી કેમ કે અવારનવાર તે સારું કામ કરતો અને લોકો તેના વખાણ કરતા.પણ આ વખતે વાત કંઈક અલગ જ હતી.

મિત્ત હવે બધા સાથે હાથ મિલાવીને થાકી ગયો હતો.કોઈ કહેતું હતું કે, "મિત તો હવે મોટો વ્યકિત થઈ ગયો."તો કોઈ કહેતું હતું, "મિત તું ઇલેશન જીતીને આપડા ક્લાસનું નામ રોશન કાર." વળી કોઈ તો કહેતા હતા કે,"તું ચિંતા ન કર.તું જ જીતવાનો છે".આ બધા શોરથી હવે મિતને અકળામણ થતી હતી.તે બધાને ભગાડવા મંગતો હતો પણ તેનું કોઈ સાંભળવાના જ કયાં હતા.

આ રીતે મિત બધા સાથે હાથ મિલાવતો હતો ત્યાં જ એક સુંદર હાથ તેની આગળ આવ્યો.તે જોઈને મિતને શું થયું ખબર નહીં પણ તેને તે હાથને પકડી લિધો. જેવો મિતે તે હાથ પકડ્યો તેને એવું લાગ્યું કે જાણે પુરા શરીરમાંથી અચાનક એક વીજળી પસાર થઈ ગઈ હોય.મિત તે વ્યક્તિનો ચહેરો જોવા માંગતો હતો પણ આટલા લોકો વચ્ચે તે તેને જોઈ ના શક્યો અને તનો હાથ છૂટી ગયો.......

કોણ હશે એ વ્યકિત?
મિતને આ કેવો અનુભવ થયો?
શું મિત એ વ્યકિતનો ચહેરો જોઈ શકશે?
શુ મિત અને રાઘવની લડાઈ થઈ જશે?
શું રાઘવ મિતને હેરાન કરશે?
શું મિત ઇલેશન જીતશે?
શું થશે હવે આગળ?

સવાલ તો ઘણા બધા છે પણ તેના જવાબ માટે તમારે રાહ જોવી પડશે.બધા સવાલોના જવાબ મળશે તમને આગળના ભાગમાં.ત્યાં સુધી તમે બસ પ્રયત્ન કરો અને વિચારો શુ થશે આગળ.

આ વાર્તા તમને કેવી લગે છે તે મને જરૂરથી જણાવો.તમારા અભિપ્રાય મને આવકાર્ય છે.ફરી મળીશું આવતા. ભાગમાં ..🙏