■■■■ભીંજાવલી■■■■
એક વ્યથા પ્રેમની
-મેહુલ વઢવાણા (માધવ)
------------------------------------------------------------------
પુનરાવર્તન
બારી બંધ કરવા હાથ બહાર કાઢ્યો કે તરત માત્ર એક સેકન્ડ માટે મને અચાનક એવો આભાસ થયો કે કોઈએ મારો હાથ પકડી લીધો હોય, હું ડરી ગયો જલ્દી મારો હાથ અંદર લીધો અને જોયું તો બારીની બહાર ખૂબ અંધારું હતું કુતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો અને વરસાદ પણ મન મૂકીને વરસી રહ્યો હતો, મેં બારીને સરખી બંધ કરી અને પાછો પથારી પર આવીને સુઈ ગયો..અને મારી નજર દિવાલના એક ખૂણામાં પડે છે જયાં પાણીનો ભેજ હોય છે આંખોમાં ઊંઘ ઉડી ગયી હતી અને નજરો એ ભેજને જોયા કરતી હતી, એક એક ટીપું પાણીનું ધીમે ધીમે જમીન પર પડી રહ્યું હતું અને હું મારા ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો..
ભાગ - ૨
એક સમય એવો હતો કે મારી ઉંમર માત્ર 16 વર્ષની હતી અને આજ ગામમાંથી મારે ભાગવું પડેલું, શહેરની ટ્રેન પકડવી પડી હતી... મારી જિંદગીમાં પણ આવાજ અમુક ભેજ રહી ગયા જે હજી સુધી ગયા નથી, 35 વર્ષની ઉમર થઈ ચૂકી, જીવનમાં કોઈ જીવનસાથી નહીં, ગામમાંથી ભાગીને કેટલીય હોટેલમાં કામ કર્યું મહેનત કરી આગળ ભણ્યો અને પોસ્ટ ઓફિસમાં નોકરી લાગેલો..આજે 19 વર્ષ પછી પણ નાનપણની યાદોના ભેજ મારી આંખોથી આંસુ બનીને વહી રહ્યા છે...16 વર્ષની ઉંમરમાં પરિવાર અને ગામને છોડવું સહેલું નહતું... આજે હું મારા એજ પરિવાર વિશે જાણવા માટે અહીં સુધી પહોંચ્યો છું...
સમય વીતવા લાગ્યો સવાર પડી ગયી મુરઘાનો અવાજ આવ્યો વરસાદ શાંત પડી ચુક્યો હતો પણ કિશન ખુલી આંખોએ પેલા ભેજને જોઈને ભૂતકાળમાં ખોવાયેલો હોય છે કે તરત ગોપાલ આવીને કિશનને હાથ અડાવીને ઉઠાડે છે કિશન અચાનક જબકીને ઉભો થઇ જાય છે..
ગોપાલ : બાબુજી હું ગોપાલ , સવાર પડી ગયી એટલે ઉઠાડ્યા, ...
કિશન : હા ગોપાલભાઈ ચાલો હું તૈયાર થઈ જાવ પછી આપણે પોસ્ટ ઓફીસ જઈએ..
1 કલાક પછી......
કેતલપુર ગામ રાતે જેટલું ભયાનક લાગે એટલું દિવસે વધુ સોહામણું અને સુંદર પણ લાગતું, હું અને ગોપાલ ચાલતા ચાલતા ગામના સાંકડા રસ્તેથી પોસ્ટ ઓફીસ જઈ રહ્યા હતા.. રસ્તા પર લીલોતરીની કોઈ કમી નહીં અને સુંદર મજાનો મોસમ પણ હતો થોડે દૂર જતા એક ચા ની નાની એવી દુકાન પણ આવી ત્યાં ગામના 5-6 લોકો બેઠેલા હતા મને જોઈને જરા ઉત્સુકતામાં હતા કે ગામમાં નવો વ્યક્તિ કોણ આવ્યો...પણ ગોપાલભાઈ ને કાંઈ પણ કહેવુ ના પડે, એ ભારી ઉતાવળા , મને એ ચા ની દુકાને લઈ ગયા અને પછી..
ગોપાલ : ઓય ચંપક (ચા ની દુકાનનો માલિક) .. એક મસ્ત ચા બનાવ બાબુજી માટે, આ આપણી ગામના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે,
(માત્ર અટલુંજ સાંભળતા તો ગામવાળા ત્યાં પડેલા બાંકડામાંથી ઉભા થઇ ગયા અને બધા ખુશી ખુશી વારાફરતી મને મળવા આવ્યા વાતો કરવા લાગ્યા અને મને એ બાંકડે બેસાડી દીધો...પછી શું , ચંપક ભાઈ ની ગરમ ગરમ ચા પીધી પણ સાચું કહું તો બહુ હળવું મન થઈ ગયુ હતુ કેટલાય વર્ષો પછી મેં આમ અટલા બધા લોકો સાથે બેસીને હસી મજાકની વાતો કરી, નહીતો જીવન બહુ ગુમસુમ વીતી રહ્યું હતું.. અમે ચા પીધી અને પછી ઉભા થઇને નીકળ્યા આખા રસ્તા પર ગોપાલની વાતો ચાલુ ને ચાલુ હતી , અને જોયું તો અચાનક મારી નજર સામે રસ્તા પર આવતી એક બહુજ સુંદર છોકરી પર ગયી એ મને જોયા કરતી હતી મારી નજર પણ એના પર હતી અને ગોપાલનું મોઢું પણ ચાલુજ હતું, એ છોકરી એ લાલ રંગની ચૂંદડી ઓઢેલી હતી અને ખૂબ સુંદર વસ્ત્રમાં એ હાથમાં માટલી લઈને આવી રહી હતી, ધીરે ધીરે એ મારી બાજુમાંથી નીકળી અને ખબર નહીં એ મને એકધારું જોયા કરતી હતી, કદાચ હું આ ગામના લોકો માટે અંજાણ વ્યક્તિ હતો, હું અને ગોપાલ આખરે થોડીવાર પછી ગામની પોસ્ટ ઓફિસે પહોંચી ગયા, પોસ્ટ ઓફીસમાં બધાંયે મારું સ્વાગત કર્યું, આખી પોસ્ટ ઑફિસમાં 5 થી 6 લોકોનો સ્ટાફ હતો.. ગોપાલે બધા સાથે મુલાકાત કરાવી અને આખરે મને મારી કેબીન બતાવી અને હું મારી ખુરશી પર બેસી ગયો..
પછી મારી નજર ઓફિસ ની એક દિવાલ પર ગયી ત્યાં પણ પાણીનો ભેજ હતો ...
કિસન : અરે, ગોપાલભાઈ..
ગોપાલ : હા બોલો બાબુજી,
કિસન : આ પાણીનો ભેજ ઓફિસમાં પણ, કેમ તમે કોઈ કંમ્પ્લેઇન નથી કરાવતા ??
(ગોપાલ ભેજની સામે જોવે છે અને હસવા લાગે છે અને પછી કહે છે..)
ગોપાલ : અરે બાબુજી, આ આખાય ગામમાં એવું કોઈ ઘર કે બિલ્ડીંગ નહીં હોય જ્યાં ભેજ નહીં રહેતો હોય..
(હું અચમ્બામાં પડી ગયો અને મને કાંઈ ખબર ના પડી)
કિસન : અરે મતલબ ???
ગોપાલ : મતલબ કે બાબુજી ગમે એટલા સમારકામ કરાવશો પણ આ ભેજ નહીં જાય, એટલેજ તો હું કાલ રાતે તમને લઈ જતા પણ ડરતો હતો..
કિસન : અરે ગોપાલભાઈ ચોખ્ખું કહો, શુ વાત છે ??
(ગોપાલભાઈ એ આજુ બાજુ જોયું અને ચુપ ચાપ મારી સામે ખુરશીમાં આવીને બેસી ગયા..અને પછી)
ગોપાલ : જુઓ બાબુજી સાચું કહીશ, પણ કોઈને કહેતા નહીં કે મેં કીધું, મને પણ ડર લાગે છે ચુડેલથી તો..
કિસન : શું (હસીને) ચુડેલ ???
ગોપાલ : હા આ ગામમાં એક ચુડેલ રહે છે જેની આત્મા જ્યાં સુધી ગામમાં રહેશે ગામના દરેક ઘરમાં ઇમારતોમાં બધીજ જગ્યાએ તમને ભેજ જોવા મળશે..
કિસન : (હસીને) અરે પણ ભેજનું સાચું કારણ તો કાચા અને જુના બાંધકામ છે...
ગોપાલ : બાબુજી જો સાચેક આવું હોયતો પછી જે મકાનો પાક્કા છે એમને કેમ ભેજ આવે છે ?
કિસન : બની શકે બહાર થી જે સારા પાક્કા બાંધકામ દેખાય એ અંદર થી મજબૂત ના પણ હોઈ...
ગોપાલ : (પોતાના માથે હાથ મૂકી હસીને) અરે બાબુજી તમે શહેરી છો તમે સત્ય નહીં માનો પણ આ ગામમાં કોઈને પણ પૂછી જોશો તો ખ્યાલ આવશે.. હું તો ચાલ્યો બાબુજી કોઈપણ કામ હોય તરત યાદ કરજો...
(કિસન બેઠો બેઠો પોતાના કેબીનની દિવાલો પરના ભેજ ને જોઈ રહ્યો હોય છે અને પછી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે સમય વીતવા લાગે છે સાંજ પડી જાય છે કિસન બેસી બેસીને થાકી ચુક્યો હોય છે પ્રથમ દિવસે પણ ઘણું કામ કરી લીધું હવે ફરી પોતાના રુમે જવાનો સમય થઈ ચૂક્યો હોય છે કિસન પોતાની કેબીન થી બહાર નીકળે છે બીજા સ્ટાફ ના લોકોને ગોપાલભાઈ વિશે પૂછે છે પણ ગોપાલભાઈ કઇંક કામથી બહાર ગયા હોય છે એટલે કિસન આજે પોતાના રુમે જવા એકલો નીકળી પડે છે...)
(ઑફિસ થી પોતાનો રૂમ બહુ દૂર તો નથી હોતો પણ ગામમાં આટલાં વર્ષે પાછા ફર્યા પછી ગામ જોવાની પણ બહુજ ઉત્સુકતા હોય છે અને પોતાના પરિવાર વિશે જાણવા પણ માંગતો હોય છે , કિસન વિચારોમાં ડૂબેલો એકલો એકલો ચાલતો જઇ રહ્યો હોય છે અચાનક નજરચુક થતા એ રસ્તામાં કોઈની સાથે ભટકાય જાય છે અને તરતજ કિસનનો શર્ટ ભીનો થઈ જાય છે પાણીની લીધે કિસન નજર ઉઠાવી જોવે છે તો આ તો પેલી સવાર વાળી સુંદર છોકરીજ હોય છે કિસન પેલી છોકરીની આંખોમાં ખોવાઈ જાય છે છોકરી કિસન ને ખભે હાથ મૂકી મારી ને હસતા હસતા બોલે છે)
છોકરી : અરે બાબુજી માફ કરજો મારી નજરચુક થઈ ગયી ..
કિસન : (હસીને) અરે ના ના સાચેક તો હુંજ વિચારોમાં ખોવાઈ ને ચાલી રહ્યો હતો એટલેજ તમને ભટકાય ગયો માફ કરજો..
છોકરી : (આંખો પહોળી કરીને) અરે મારા લીધે તમારા કપડાં ભીના થઈ ગયા..
કિસન : એમ જોવા જઈએ તો મારા લીધે તમારો પાણીનો ઘડો પણ તૂટી ગયો અને પાણી પણ ધોરાઈ ગયું...
છોકરી : એતો બીજું ભરાઈ જશે, આવો બાબુજી મારું ઘર અહીં નજીકમાંજ છે તમેં કપડાં બદલી લેજો..
કિસન : (હસીને) અરે ના ના એવી કોઈ તકલીફ ન લેશો..
છોકરી : તમે તો મહેમાન લાગો છો ગામ માં નવા આવ્યા લાગો છો અને અતિથિની સેવા અમારો પ્રથમ ધર્મ છે..
(કિસન , ના ના પાડી રહ્યો હોય છે એટલમાંજ અચાનક ખૂબ વરસાદ ચાલુ થઈ જાય છે અને કિસન તથા પેલી છોકરી વરસાદમાં સાવ ભીનાં થઈ ચૂક્યા હોય છે.. પેલી છોકરી કિસન ની સામે હસીને કહે છે..)
છોકરી : લો હવે કેમના જશો બહુજ ઝડપી વરસાદ છે અને પવન તથા વિજળીઓ પણ ચાલુ થઈ ગયી, હાલો મારી સાથે અહીં નાજીકમાંજ મારું ઘર છે ..
કિસન : (લાબું વિચારીને) સારું ચલો..(હસીને)
(કિસન તથા પેલી છોકરી ચાલુ વરસાદમાં જઈ રહ્યા હોય છે થોડો વધુ જંગલ જેવો રસ્તો હોય છે અને પછી દૂર થી એક ઘર દેખાય છે કિસન ને એવું લાગે છે કે આ જગ્યા પર તો એ પહેલાં પણ ક્યારેક આવી ચુક્યો છે..., છોકરી પેલા દેખાઈ રહ્યા ઘરે કિસન ને લઈ જાય છે..)
છોકરી : આવો બાબુજી ... આ મારું ઘર..
(કિસન ઘરના ઉમરે ઉભો ઉભી ઘરને નિહાળી રહ્યો હોય છે ઘરમાં લાઈટ ની સુવિધામાં પણ નથી હોતી પેલી છોકરી એક દીવો સળગાવીને ઓરડામાં અંદર મૂકે છે કિસનનું ધ્યાન કાચા ઘરની દિવાલો પર જાય છે ખુબજ ભેજ વહી રહ્યો હોય છે ઘરની જમીન પણ પાણીના લીધે ભીની ભીની હોય છે બેસવાનીતો વાત દૂરની ઉભું રહેવાય એમ પણ નથી હોતું છતાં કિસન પોતાના પાણીથી નીતરતા કપડે અંદર પ્રવેશે છે... છોકરી ઘરમાંથી સૂકું કપડું શોધીને કિસનને શરીર લૂછવા આપે છે..)
છોકરી : લો સાહેબ પાછળ બીજા રૂમમાં જઈને કપડાં શરીર લૂછી નાખો અને થોડા સમય કપડાં સુકવી દો ત્યાં અંદર મેં મારા સ્વર્ગવાસી પિતાજીના કપડાં મુકેલા છે એ પહેરી લો... હું ત્યાં સુધી તમારી માટે ગરમાં-ગરમ ચા બનાવી દઉં..
કિસન : અરે ખૂબ આભાર આપનો...
(કિસન કપડાં બદલવા અંદર જાય છે બહાર તો વરસાદ ખૂબ વધી રહ્યો હોય છે હવે ચાલુ વરસાદમાં જવાય એમ પણ નથી હોતું કિસન થોડા સમયમાં કપડાં બદલી બહાર આવે છે પેલી છોકરી કિસનની સામે જોઇને..)
છોકરી : બાબુજી, માફ કરશો કાંઈ બેસવા માટે પણ સરખી જગ્યા નથી તમે અહીં બેસી જાવ મેં સાફ કરી દીધી છે જમીન..
કિસન : ( હસતા હસતા ) અરે કાંઈ વાંધો નહીં પણ અટલા સમય થી સાથે હોવા છતાં પણ મેં તમારું શુભ નામ ના પૂછ્યું શુ હું તમારું નામ જાણી શકું ?
છોકરી : (મોઢા પર મીઠા સ્મિત સાથે) મારું નામ ચાંદની છે..
કિસન : અરે વાહ ખૂબ સરસ નામ છે ચાંદનીજી, તમે એકલા રહો છો ? તમારા પરિવારમાં કોઈ નથી ???
ચાંદની : (થોડી દુઃખી થઈને) ના બાબુજી, મારા માતા પિતા નાનપણમાંજ મૃત્યુ પામી ચુક્યા હતા મને મારી દાદીમાં એ મોટી કરી પણ છેલ્લા વર્ષે મારા દાદીમાં પણ મને મૂકીને ચાલ્યા ગયા...
કિસન : ઓહ ખૂબ દુઃખ લાગ્યું જાણીને, ઘરમાં એક છોકરીનું એકલું રહેવું કોઈ સાહસ થી ઓછી વાત નથી.
ચાંદની : હા, બાબુજી થોડું મજબૂત રહેવું પડે નહીતો આ જમાનામાં એક સ્ત્રીની શુ હાલત થાય એનું કાંઈ કહી ના શકાય... તમે બાબુજી કોના ઘરે રોકાયેલા છો ?
કિસન : અરે કોઈના નહીં, હું શહેરથી આવ્યો છું અહીંની પોસ્ટ ઓફિસમાં મારી બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે બઢતી અને બદલી થયેલ છે...
(ચાંદની સાંભળીને તરત ઉભી થઇ જાય છે આંખો નીચી કરીને શરમાય જાય છે...)
કિસન : અરે શુ થયું ચાંદનીજી કેમ આમ અચાનક ઉભા થઇ ગયા ??
ચાંદની : અરે બાબુજી તમે અટલા મોટા સરકારી કર્મચારી છો હું પણ સાવ બુદ્ધુ કાંઈ પૂછ્યા જાણ્યા વગર તમારી સાથે બક બક કરવા લાગી...
કિસન : (ચાંદની સામે હસીને જોઇને બોલે છે) અરે એવું કાંઈ ના હોય હવે તો આપણે સારા મિત્ર પણ બની ગયા ને ? બેસો નીચે તમારે અટલું માન આપવાની જરૂર નથી..
(ચાંદની પાછી બેસી જાય છે બંને ચા પીતા-પીતા વાતો કરી રહ્યા હોય બહાર વિજળીઓ પણ થઈ રહી હોય છે અને વરસાદ પણ ખૂબ પડી રહ્યો હોય છે વાતો કરતા કરતા સમય વીતવા લાગ્યો હોય છે , કિસનના મગજમાં પોતાના પરિવાર વિશે જાણવાની થોડી વધુ ઉત્સુકતા હોય છે હવેતો ચાંદની સાથે વાત કરી શકાય એમ લાગે છે પણ છતાંય એ કાંઈ પૂછતો નથી અને ચાંદની નું બક-બક ચાલુજ હોય છે ને કિસન ક્યાંક વિચારોમાં ખોવાઈ જાય છે તો ચાંદની પૂછે છે..)
ચાંદની : અરે બાબુજી હું બક બક કરું છું અને તમે તો ક્યાંક ખોવાયેલા લાગો છો કયા વિચારોમાં ખોવાઈ ગયા ??
કિસન : (જબકીને વાત બદલીને બીજી વાત પર લઈ આવે છે ) અરે ના ના બસ એજ વિચારી રહ્યો હતો કે શું ખરેખર આ ગામમાં ચૂડેલની આત્મા છે ??
(ચાંદની સાંભળીનેજ ડરી જાય છે..)
ચાંદની : અરે બાબુજી ધીમે બોલો અહીં તમને હજી ખ્યાલ નથી ગામમાં બહુજ ખરાબ હાલત છે, ચુડેલનું નામ લેતાજ હાજર થઈ જાય છે..
કિસન : (હસીને) ખરેખર ? પણ શું હું જાણી શકું આ વાર્તા છે કે કોઈ હકીકત મને જણાવશો ??
ચાંદની : હા , પણ કોઈને કહેતા નહીં...
કિસન : હા, નહીં કહું...મને જણાવો...
ક્રમશઃ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
પ્રેમ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર ડરાવના સફરને અધુરો ન છોડતા આવનારો ભાગ વાંચવાનું ન ભૂલતા.. ભીંજાવલી..
-મેહુલ વઢવાણા 'માધવ'