Janki - 15 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 15

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જાનકી - 15

વેદ જાનકી ને કવિતા સંભળાવી ને માનવાની અને તેને બોલાવવા ની કોશિશ કરી રહ્યો હતો... આંખ માં આંસુ ના કેહવાય પણ અનહદ પ્રેમ દેખાય રહયો હતો... જાનકી એક શબ્દ પણ બોલી ના હતી.. પણ તે એમ જતાવી રહી હોય કે તે વેદ થી નારાજ નથી હવે... તેવું જતાવી હતી... વેદ તેની સાથે આગળ કંઈ વાત કરે તેની પેલા જ રૂમ નો દરવાજો ખૂલ્યો.. યુગ આવ્યો... તે જાનકી બીજી તરફ આવી ને બેસી ને તેનો હાથ પકડી ને બેસી ને બોલ્યો....
" Dedy, બહાર ચાલો.. વિઝીટ અવર ખતમ... સાંજે મળવા માટે આવવા કહ્યું.. "
આ સાંભળી ને વેદ જાનકી ના માંથા પર હાથ ફેરવી ને તેના ગાલ પર એક કિસ કરી ને બહાર આવે છે...યુગ તેની પાછળ પાછળ રૂમ ની બહાર આવે છે...
વેદ અને યુગ ત્યાં થી ડૉક્ટર નિકુંજ ને મળવા જાય છે.. નિકુંજ ત્યાં કેબિન માં જ હતો.. ત્યાં પોહચી ને વેદ નિકુંજ ને પૂછે છે..
" ડૉકટર, સીટી સ્કેન ના રિપોર્ટ આવ્યાં..? બધું બરાબર તો છે ને..? જાનકી ને હજું હોશ કેમ નથી આવતો..?"
નિકુંજ તેને બેસવા કહી ને જવાબ આપે છે..
" જાનકી ના રિપોર્ટ આવી ગયા છે.. જે થોડા ખરાબ છે.. જાનકી ને માંથા માં જે ઘા વાગ્યો છે તે વધારે જ વાગ્યો છે.. તેને કારણે તેને હોશ માં આવતા વાર લાગે છે.. હજુ છ કલાક માં હોશ જો હોશ ના આવ્યો તો મને ડર છે જાનકી કોમાં માં જતી રહશે..."
આ સાંભળી ને વેદ અને યુગ બંન્ને ચિંતા માં આવી જાય છે.. વેદ બોલ્યો "કંઈક રસ્તો તો હશે ને તેને હોશ માં લાવવા માટે નો....!? તમે જે કરવું પડે તે કરો.."
નિકુંજ તેને જવાબ આપતા કહે છે..
" અમે બધા પ્રયત્ન કરીએ જ છીએ.. બસ જાનકી કેટલો રિસ્પોન્સ આપે છે જોવાનું છે.."
વેદ ત્યાં થી કંઈ જ બોલ્યા વગર જ જવા લાગે છે.. યુગ પડછાયા ની જેમ તેની પાછળ જવા લાગે છે...


**

નિહાન ત્યાં હોસ્પિટલ માં આવેલ કેફે માં બેઠો હતો નિકુંજ ત્યાં જવા માટે હીંમત એકઠી કરે છે અને એ તરફ ધીમા પગલાં ભરે છે... નિહાન ત્યાં એક હાથ માં ચાઈ લઈ ને બીજા હાથે ટેબલ પર પડેલ ફોન લઈ ને બેઠો હતો.. તેમાં ગેલરી માં જાનકી ના ફોટા ને એક જ નજર થી જોઈ રહ્યો હતો.. તેને પોતાની ચાઈ ઠંડી થઈ ગઈ તે વાત નું પણ ભાન ના હતું... બસ તે જાનકી ને જોઈ રહ્યો હતો.. જાનકી ના ફોટા ને..
નિકુંજ ટેબલ પર લાગેલ બીજી ખુરશી પર જઈ ને બેસે છે... ત્યાં કેફે ના વેટર ને નિકુંજ શું પીસે તે ખબર હતી.. માટે નિકુંજ ને આવતા જોઈ તે નિકુંજ માટે આદુ વારી ચાઈ લઈ ને આવે છે... નિકુંજ તેને ટેબલ પર રાખવા ઈશારો કરે છે.. અને પોતાની અંદર રહેલ બધી હીંમત એકઠી કરી નિહાન ને બોલાવે છે...
" નિહાન..."
નિહાન જરા નજર ઊંચી કરી ને નિકુંજ સામે જોવે છે નિકુંજ તેની આંખ માં જોઈ ને બોલે છે..
" જો નિહાન સાંભળ જરા શાંતિ રાખજે.. હું જે કહું એ ઘ્યાન થી સાંભળજે.. "
નિહાન તેની સામે સવાલ કરતાં બોલ્યો...
" શું થયું છે જાનકી ને..? તે ઠીક તો છે ને..? બોલ ને..."
નિકુંજ તેને શાંત કરાવે છે.. અને કહે છે...
" તેને હજી હોશ નથી આવ્યો... અમે સીટી સ્કેન કરાવ્યું હતું તેના રિપોર્ટ આવ્યાં.. જો હજી છ કલાક સુધી હોશ નહીં આવે તો કોમા માં જવાની ની શક્યતા રહે.. અમે બનતી બધી કોશિશ કરીએ છીએ કે તે હોશ માં આવી જાય.. પણ તે રિસ્પોન્સ નથી આપતી.... એટલે થોડી વાર લાગે છે... હોશ માં આવતા.."
નિહાન નો અવાજ જાણે ગળા માં જ જામી ગયો હોય એમ એક પણ શબ્દ તે બોલી ના શક્યો..
નિકુંજ ફરી બોલ્યો...
" નિહાન , કંઈક તો બોલ તું.."
નિહાન બોલ્યો નહીં વરસી જ પડ્યો..
" નિકુંજ તે કહ્યું હતું ને કે જાનકી ને કંઈ નહીં થાય તો આવું કેમ થયું... મને મારી જાના બરાબર જોઈએ છે તું ગમે તે કર.. તેને હોશ આવવો જોઈએ.."
નિકુંજ ને આવા જ જવાબ ની આશા હતી.. નિકુંજ ફરી બોલ્યો..
"અમે બનતી બધી કોશિશ કરીએ જ છીએ.. કે જાનકી ને જલ્દી હોશ આવી જાય...."