પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૬૭
આરવ વિચારમાં ડૂબી ગયો હતો. તેણે રચનાને ફોન કરી અપડેટ આપવાનું વિચાર્યું ત્યાં ડોરબેલ વાગ્યો. તેને આશા જાગી કે હોટલવાળા કોઇ ખબર લઇને આવ્યા હશે. તેણે દરવાજો ખોલ્યો.
સામે કોઇ ન હતું. તેને થયું કે આ શું બની રહ્યું છે? કોઇ ભૂત- પ્રેત તેનો પીછો કરી રહ્યું છે કે શું? બેલ કોણે માર્યો હશે? અહીં વિદેશની હોટલમાં કોઇ મજાક કરતું નથી કે કોઇને કારણ વગર ડિસ્ટર્બ કરતું નથી. તેને થયું કે રચનાએ હોટલ પસંદ કરવામાં ભૂલ કરી છે. આ કહેવા પૂરતી જ ફાઇવ સ્ટાર હોટલ છે. એનું મેનેજમેન્ટ બરાબર નથી. તે વિચારમાં હતો ત્યારે 'હાઉ...' અવાજ કરીને રચના તેની સામે આવી ગઇ.
આરવ ચોંકીને એને જોઇ જ રહ્યો. એને સાચું લાગતું ન હતું કે આ રચના છે. એક ક્ષણ તો થયું કે રચનાનું ભૂત તો નથી ને!
'આરવ, મારી સરપ્રાઇઝ કેવી લાગી?!' રચનાએ સવાલ પૂછતાની સાથે દિગ્મૂઢ બનેલા આરવને પકડીને અંદર ધકેલ્યો અને બારણું બંધ કરી દીધું. એ આરવને ભેટીને એના ચહેરાને અને હોઠને બેતહાશા ચૂમવા લાગી હતી. આરવ એને જોઇને આશ્ચર્યચકિત થવા સાથે તન-મનથી ઝૂમી ઉઠ્યો હતો. એણે પણ રચના પર પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું. આરવને ખ્યાલ આવી ગયો કે આ રણપ્રદેશયુક્ત દુબઇમાં રચના મીઠી વીરડી બનીને આવી છે. છેલ્લી થોડી મિનિટોની તકલીફ અને હેરાનગતિને ભૂલીને એ રચના પર પ્યાર લૂંટાવવામાં તલ્લીન થઇ ગયો હતો. બંનેએ ઊભા ઊભા જ એકબીજાને ચુમ્માચાટીનો પ્રેમ કર્યો પછી થાકીને બેડ પર બેસતાં બેસતાં ખુશીથી હસવા લાગ્યા.
'રચના, તેં તો મને ગભરાવી જ દીધો હતો. ગજબની સરપ્રાઇઝ આપી છે.' આરવ ખુશીથી ઉછળી રહ્યો હતો.
'આરવ, હું અહીં કેવી રીતે આવી અને તારી સાથે કેવી મજાક કરી એની બધી જ વાત પછી કરીશ. પહેલાં આપણે સુહાગરાત મનાવીશું! કેમકે હું એ માટે જ આવી છું. મેં તારી સાથે થોડી તોફાનમસ્તી અને રમત કરી છે. હવે તું મારી સાથે થાય એટલી મસ્તી કરી લે. આજે તને બધી છૂટ છે!' રચના એકદમ રંગમાં આવીને બોલી.
'મને કલ્પના ન હતી કે તારી સાથે આટલી જલદી સુહાગરાત માણવાની મળશે અને એ પણ દુબઇમાં!' આરવ કોઇ સપનું પૂરું થવા જઇ રહ્યું હોય એટલો ઉત્સાહમાં હતો.
'હા, મેં તને બહુ તરસાવ્યો છે, તડપાવ્યો છે. મને એ માટે માફ કરી દે છે. આજે તારી બધી ઇચ્છાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવાની સામે ચાલીને તક આપી રહી છું. અને હવે પછી પણ તું મારા પર હક ભોગવી શકશે. તારા ઉપવાસ પૂરા થાય છે!' રચના આરવને ઉત્તેજિત કરી રહી હતી.
'ઓહ!' કહી આરવે એના હોઠને ફરી ચૂમી લીધા.
રચનાને થયું કે આરવનો સંયમ હવે તૂટી જશે. એ ઝાલ્યો નહીં ઝલાય! એને આજે પત્ની તરીકેની ભૂમિકા ભજવી તનમનથી પૂરો સંતોષ આપવો છે.
આરવ રચનાના શરીરને દિલથી પ્રેમ કરી રહ્યો હતો. રચનાને કલ્પના ન હતી કે આરવ કામકલામાં પણ નિપુણ છે! રચનાએ કામસૂત્ર વાંચી રાખ્યું હતું. એ આરવને એવું કામસુખ આપવા માગતી હતી કે એની કોઇ વાતને પછીથી ઉથાપે નહીં. એના ઇશારે જ ચાલતો રહે! પણ એને લાગ્યું કે એણે પહેલ કરવાની જરૂર જ નથી. આરવ બરાબર આગળ વધી રહ્યો છે.
આરવ એના હોઠનો અમૃતરસ પીધા પછી એ જ હરોળમાં નીચેની તરફના અંગો તરફ આગળ વધતો રહ્યો. એના અંગેઅંગને સહેલાવી- પંપાળીને ચૂમતો રહ્યો. રચનાને થયું કે પોતે આ પ્રેમાનંદ મેળવવામાં મોડું કર્યું છે! પણ જે રસ્તો પસંદ કર્યો છે એમાંથી એ ચલિત થઇ શકે એમ ન હતી. આરવે એના નિર્વસ્ત્ર થયેલા શરીરને બરાબર ભીંસમાં લઇ લીધું હતું. ત્યારે એને ખબર ન હતી કે રચનાએ એના જીવનને તો ક્યારનુંય ભીંસમાં લેવાનું શરૂ કરી દીધું છે. રચનાના અતિનાજુક અંગોને ભીંસમાં લઇને એ સ્વર્ગનું સુખ ભોગવી રહ્યો હતો ત્યારે રચના એના પરિવારની જિંદગીમાં નરક કેવી રીતે લાવવું એનો વિચાર કરી રહી હતી. આરવ રચનામાં ડૂબી ગયો હતો. એના શરીરમાં ઓતપ્રોત થઇને ચરમસીમા પર પહોંચવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે એને કલ્પના ન હતી કે રચનાની તેના પરિવારના જીવનને બરબાદ કરવાની ચરમસીમા કઇ હશે? એનો પ્રેમનો ઘડો જ્યારે રચના પર સંપૂર્ણ ઠલવાઇ ગયો ત્યારે આરવ એક 'હાશ' અનુભવી રહ્યો હતો. આરવના ચહેરા પર ચરમસુખની અનુભૂતિ પામ્યાનો આનંદ ઊભરાઇ રહ્યો હતો ત્યારે રચના મનમાં જ મુસ્કુરાતી બોલી:'આરવ, ચરમ દુ:ખ માટે પણ તૈયારી રાખવી પડશે...'
ક્રમશ: