વસુધા-વસુમાં
પ્રકરણ-90
મહીસાગરનાં અવાવરૂ કોતરની ઝાડીમાં ચાર ઓળા બેઠાં હતાં. અંધારૂ ઘોર છવાયું હતું. ત્યાં કોઇ હલચલ કે અવાજ નહોતા. દૂર મહિગરનાં જળ વહેતાં હતાં એનો અવાજ આવી રહેલો. નિશાચર પ્રાણીઓનાં ક્યાંય ક્યાંક અવાજ બીહડમાં સંભળાઇ રહ્યાં હતાં. મોટાં મોટાં ઊડાં ઊડા કોતરોમાં કાળીયાની ટોળી ઉતરી ગઇ હતી.
એક ઝાડીમાં આશરો લીધો. કાળીયાએ કહ્યું “અહીં કોઇ નહીં આવી શકે. ધોળે દિવસે અહીં કોઇ માણસ નથી આવી શકતો એવી ભયાનક કોતરો છે આ રાત્રે તો કોણ આવે ?”
ત્યાં એનો સાથીદાર પક્લો બોલ્યો “પણ અહી સાપ, નાગ, દીપડા ફરતાં હોય છે પકડાઇ જવાનાં ડરે અહીં આવ્યાં પણ કોઇ કરડીને આપણો જીવ ના લે.”
કાળીયાએ કહ્યું “સાલા તું બીક્ણનો બીકણજ રહ્યો આ મારી કાળીયારી ડાંગ જોઇ છે ભલભલાનો ભૂકો કરી દેશે. ત્યાં બીજો રમણો બોલ્યો. “સાલી થોડા માટે બચી ગઇ એ મોટરસાયકલ કોની હતી ? વસુડીને શોધવા કોઇ આવ્યું હશે ?”
કાળીયાએ કહ્યું “એ રાંડી રાંડ આ વખતે બચી ગઇ એનું નસીબ પાધરૂ છે ક્યાં સુધી મારાંથી બચશે ? મેં એની સાડી ચણીયો બધુ ઊચું કરી દીધેલું શુ એનાં પગ એની ધોળી ધોળી જાંધ પીંડીઓ સાલી માખણ જેવી છે એને ભોગવ્યા વિના મને ચેન નહીં પડે હું એનો.”. એની સાડી ઉતારી દઇને ત્યાંજ સાલી બાઇક આવી ગઇ બધુ ઠંડુ પડી ગયું ભાગવું પડ્યું.”
રમણો જે પહેલાં પીતાંબરનો દોસ્ત હતો પણ વસુધાએ ખરાબામાંથી રમણો, કાળીયો, પકલો બધાનાં ભેલાણ દૂર કરાવી દીધાં બધાની નજરમાં આવી ગઇ હતી બધાને ખૂબ એનાં માટે ઝેર હતુ પીતાંબરની જેમ એને ઠેકાણે પાઠવાની વાત હતી.
રમણાએ કહ્યું “મારી માં એજ મને કહ્યું હતું જો પીતાંબર કેવી ભણેલી સુંદર છોકરી પરણીને લાવ્યો તું આવી લઇ આવ... અને હું તો એને જોતાંજ એનાં પર મોહી ગયેલો પણ પકડમાંજ ના આવી.”
કાળીયાએ કહ્યું “મારાં હાથથી પણ છટકી ગઇ નહીંતર આખી રાત એને ભોગવત અને તમને લોકોને પણ ભોગવવા આપત મને એટલો સંતોષ થાત મારાં જીવને ટાઢક થાત મારાં બાપને કાકાને બધાને જેલમાં 10 વર્ષ સુધી ઘાલી દીધાં એનો બદલો વળી જાત.”
પકલાએ કહ્યું “પણ હવે શું ? એ બચી ગઇ તમે લોક એ નથી સમજતાં કે એ ક્યાંથી ક્યાં પહોચી ગઇ ? એકલી રાંડ આજે દૂધમંડળીની ચેરમેન બની ગઇ ડેરી ખોલી એય ધમધોકાર ચાલે છે આખું ગામ એનાં પક્ષે છે પ્રખ્યાત થઇ ગઇ છે હવે પશુદવાખાનુ અને ગામમાં હોસ્પીટલ.. સાંભળો એ પીતાંબરની વહુ નથી રહી ગામની આગેવાન થઇ ગઇ છે મોટી ડેરીનાં સાહેબો પણ સલામ મારે છે”.
“જો આપણે લોકો પકડાઇ ગયાં તો બધાનો એક સાથે ઘડો લાડવો થઇ જવાનો છે. મને તો ડર છે પોલીસ પટેલ શહેરમાંથી પોલીસ બોલાવીને બધે આપણી શોધ કરશે.. જેલમાંજ જવાનું નક્કી છે.”
કાળીઓ એકદમ ગુસ્સામાં બરાડયો “એય બીકણ બાયલા જા બહુ ડર લાગતો હોય તો અહીંથી ભાગી જા આટલો ડર લાગતો હતો તો શા માટે અમારી સાથે આવ્યો ? એને ભોગવવાની હતી ત્યારે તો લાળ પડતી હતી હવે ફાટે છે ?”
ચોથો મગનો ડરનો માર્યો શાંત બેઠો હતો કંઇ બોલીજ નહોતો રહ્યો. કાળીયાએ અંધારામાંજ ઘાંટો પાડી કહ્યું “મગનાં તારાં મોઢામાં મગ ભર્યા છે કેમ કંઇ બોલતો નથી ?”
મગનાએ કહ્યું “તું બહુ બહાદુર છે ને ? કાલે સવારે જોઇએ છીએ તું પકડાઇ જઇશ તો શું કરીશ ? તારાં બાપની જગ્યાએજ જવાનું આપણું નક્કી છે મારી ભૂલ થઇ તારી સાથે આવ્યો. મે તને પહેલથીજ વાળવા પ્રયત્ન કરેલો કે આવુ ના કર પકડાયાતો મરી જઇશું એ લોકોનાં હાથ લાંબા છે આપણને કોઇ છોડશે નહીં.”
કાળીયાએ કહ્યું “સાલા બાયલાઓ ચૂપ રહો આટલું બધું બોલવાની જગ્યાએ આવ્યાંજ શું કામ ? પાદરે બેસી મારી બીડીઓ પીવી દારૂ પીવો એમાં મજા આવતી હતી ? મારે બધુ મફત આવે છે કેટલાં પૈસા તમારી પાછળ ખર્ચ્યા છે તમને કેટાલાં વ્યાજે ધીર્યા છે એ આંકડા યાદ છે ને ? તમારી પાછળ પાણીની જે પૈસા વાપર્યા છે હવે પીઠ બતાવો છો ? સાલાઓ આ ડાંગથી તમારાં માથાં વધેરી દઇશ આમેય જેલમાં જવાનું છે મને શું ફરક પડશે ? હું એક ખૂન કરું કે દસ.. સજા એકવારજ થશે.”
મગનો અને પકલો બંન્ને ચૂપ થઇ ગયાં કંઇ બોલ્યાં નહીં. કાળીયાએ કહ્યું “રમણા આ બે જણાં આપણને સાથ આપવાની જગ્યાએ ડરાવે છે શું કરવું છે આ લોકોનું પતાવી દઊ ?”
પક્લાએ કાળીયાનાં પગ પકડી લીધાં બોલ્યો “કાળુ ભૂલ થઇ ગઇ યાર તારાં જેવા બહાદુર નથી પણ તારાં ભાઇબંધ છીએ એટલે તો તારી સાથે આવ્યાં.”
કાળીયાએ કહ્યું “સાલા ડરપોક પછી ગંદી ગાળ બોલીને કહ્યું “મને સાથ આપવા નહીં પેલીને માણવા ઠોકવા આવેલાં. મને ખબર નથી પડતી હવે જો પાણીમાં બેઠાં છો તો આ મહીસાગરમાં ડૂબાડી દઇશ તરતી લાશ ક્યાં જશે એ ખબર પણ નહીં પડે.”
રમલાએ કહ્યું “કાળુ બસ કર હવે બધાં સરખાં ના હોય આમ અંદર અંદર ઝગડીશું તો બધાં કમોતે મરીશું. અથવા પકડાઇ જઇશુ પછી એણે પકલા મગનાને કહ્યું સાલો બોબડી બંધ રાખો નહીંતર તમારુ રામ નામ સત્ય અહીંજ થઇ જશે.”
થોડીવાર સુધી કોઇ કંઇ બોલ્યુ નહીં રાત વધી રહેલી.. ત્યાં કાળીયાએ કહ્યું “મોડી રાત થઇ છે મને ખૂબ ભૂખ લાગી છે કોતરોમાં ચાલતાં ચાલતાં વાસદ સુધી જઇ કોઇ હોટલમાંથી ખાવાનું લઇ આવીએ.. વાસદ પેલો જગલો મળી જાય તો પીવાની પણ વ્યવસ્થા થઇ જાય.”
રમલાએ કહ્યું “ભૂખ તો ખૂબ લાગી છે પોલીસ હાલને હાલ પાછળ નહીં આવે વાસદથી ખાવાનું અને પીવાનું લઇ આવીએ જેમ જેમ સમય જશે એમ પછી નહીં નીકળાય.”
ત્યાં મગનો બોલ્યો “એક જોખમ તો થયુંજ છે આપણે ભાગતાં હતાં ત્યારે પેલો ટેણીયો આપણને ભાગતાં જોઇ ગયેલો..” કાળીયાએ તરતજ...
વધુ આવતા અંકે - પ્રકરણ-91