Bhayanak Ghar - 20 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 20

Featured Books
Categories
Share

ભયાનક ઘર - 20

જ્યારે અમે બધા ઘરે જતા હતા ત્યારે રસ્તા માં અભય અને કાવ્યા બંને જોડે રિક્ષા માં બેઠા હતા અને કઈક ધીમા અવાજ થી વાતો કરી રહ્યા હતા..હું બંને ને જોઈ રહી હતી અને ખુશ પણ હતી કે કાવ્યા ને એક સારો જીવન સાથી મળ્યો.એમ ને એમ અમે ઘર ચાલ્યા ગયા...
ઘરે જઈ ને મે મારા રૂમ માં ગઈ તો મે જોયુ કે મારા ફોન માં એક મેસેજ આવ્યો હતો ...અને એ મેસેજ કાવ્યા નો હતો...અને એને મને પૂછ્યું કે "બોલ મોહિની કેવો લાગ્યો અભય નો સ્વભાવ?..."મે કહ્યુ સારો સ્વભાવ છે અને તેને બઉ ખુશ રાખશે...એવું કહી ને મે ફોન બંધ કર્યો...અને હું જમવા બેસી ગઈ...રાતે સૂતી વખતે...મે પણ મારી લાઈફ વિશે વિચાર કર્યો કે સુ મને પણ એવો અભય જેવો સારો છોકરો મળશે કે ....જેમ કાવ્યા ને સમજે છે એમ મને પણ સમજી સકે?...પછી એવા વિચારો થી આંખ મીચાઈ ગઈ......
સવારે જ્યારે આંખ ખુલી ત્યારે કોલેજ જવા માં મોડું થઈ ગયું હતું...તો જલદી જલદી તૈયાર થઈ ગઈ અને બસ સ્ટેન્ડ માં બેસી ગઈ..પણ ખરેખર એવું થયું કે એ દિવસે બઉ લેટ થઈ જવાયું હતું...ત્યારે એવા નાં એક છોકરા ની ત્યાં બસ સ્ટેન્ડ માં એન્ટ્રી થઈ...એક દમ શાંત અને એક દમ દેખાવડા ચેહરા વડો છોકરો ત્યાં બસ સ્ટેન્ડ માં આવી ને બેસી ગયો....અને બોલ્યો કે "હું આજે પણ લેટ થઈ ગયો" એમ કહી એને પોતાને જ દોશી માની ને બેસી ગયો...પણ એવા માં મે પણ કીધું કે હા આજે વાતાવરણ નાં કારણે કોઈ ને ખબર અજ નાં પાડી સમય ની.. મને ખબર ન હતી કે હું સુ બોલી રહી હતી પણ....કઈ બોલી તો રહી જ હતી....ત્યાં તો એને કીધું કે....નાં નાં મારું તો રોજ નું છે..પણ તમે પણ તમે આજે લેટ પડ્યા લગો છો....તો મારું નામ છે રાજ અને તમારું?...
એને એટલું જલ્દી નામ પૂછી લીધું કે....મને સમજવા માં ટાઈમ લાગી ગયો કે મને એ કઈક પૂછે છે...એને ફરી થી મને પૂછ્યું કે તમારું નામ?
પછી મે કીધું કે મારું નામ મોહિની છે.....એને ફરી થી કીધું કે તમે પણ કોલેજ કરો છો?....મે નાં સંભાળ્યું કારણ કે એની બોલવા ની વાત મજ એટલો બધો ભાર હતો કે હું કઈ સમજતી નતી...ખાલી એને જોયાં જ કરતી.......
પછી મે કીધું કે " હા કોલેજ....અને તમે ?" એને કીધું કે હા હું પણ અહી ની કોલેજ માં જ છું....કોલેજ અમારી બંને ની સરખી હતી....
એને કીધું કે" તમને તો ક્યારેય કોલેજ માં નાં જોયા?" મે કીધું કે હું 1 યર માં છું....એને કીધું કે....બરાબર ...હું 2 યર માં છું... એવી અમારા બંને વચ્ચે વાત ચિત થઈ અને ...કોલેજ જતી બસ આવી અને અમે બેસી ગયા....કોલેજ જઈ ને અમે જુદા પડ્યા....પછી હું ક્લાસ માં ગઈ તો કાવ્યા ત્યાં બેસી હતી...અને મને બોલવા લાગી કે કેમ લેટ થઈ?
તો મે જવાબ આપ્યો કે...અને લેટ થઈ ગઈ......બસ પછી અમે લેક્ચર ભર્યા પણ ત્યાં મને એ છોકરા ની યાદ આવતી હતી...કોઈ નાં કોઈ વાત પર એનો ચેહરો યાદ આવી જતો હતો.....અને મને બઉ અલગ ફીલ થતું હતું....
ત્યાર બાદ અમે બધા છૂટી ને ઘરે ચાલ્યા ગયા...મને ઘરે જઈ ને પણ અજ વિચાર આવતો હતો કે ...તે કેટલો ક્યૂટ અને એક સિન્સર છોકરો હતો....
મે એને ફરી મળવા માટે....બીજા દિવસ એ બસ સ્ટેન્ડ ગઈ...ત્યાં તો મારી કાવ્યા આવી અને બસ પણ આવી ગઈ..અમે બસ માં બેસી ગયા અને કોલેજ ચાલ્યા ગયા...મે બસ માં જોયું હતું કે રાજ બસ માં હોય પણ ત્યાં પણ રાજ બસ માં જોવા નાં ....મળ્યો...પણ મે વિચારી લીધું કે કદાચ હું વેહલી છું એટલે .....નાં મળ્યો...પછી હું અને કાવ્યા કોલેજ જઈ ને ...લેક્ચર ભરવા લાગ્યા.....અને રોજ નાં જેમ ઘરે ચાલ્યા ગયા...
પછી બીજા દિવસે......પણ મે એવું વિચાર્યું કે આજે હું મોડા જાઉ તો કદાચ રાજ મળી જાય?...એવું વિચારી ને મે થોડા લેટ જવા નું નક્કી કર્યું.....
એવા માં નીચે મામી ની બુમ સંભળાવી કે મોહિની બેટા જલ્દી ચલ કોલેજ જવા માં લેટ થઈ જઈશ ......તારા મામા ત્યાં થી જાય છે તને સ્ટેન્ડ સુધી ઉતરી દેશે.......
હું નીચે ગઈ તો મામા ઓફિસ જવા તૈયાર હતા અને મને લઈ ને ચાલવા લાગ્યા...અને બસ સ્ટેન્ડ જોડે ઉતરી અને એ બોલ્યા કે હું જાઉં છું...તું બસ માં જતી રેહજે.....
મે મામા ને કહી દીધું કે હું જતી રહીશ એક બસ બીજી આવશે.....એવું કહી બસ સ્ટેન્ડ માં બેસી ગઈ...
15 મિનિટ થઈ પણ બસ નાં આવી કે રાજ પણ...પછી.....મે નક્કી કર્યું કે રિક્ષા માં જાઉં..પણ થોડી વાર માં રાજ આવતો દેખાયો......
એને એ રિક્ષા માં હતો...તેને રિક્ષા સ્ટેન્ડ તરફ ઊભી રાખવી અને બોલ્યો કે મોહિની ચાલ આજે બસ નું ઠેકાણું નથી....
હું તરત ઊભી થઈ અને રિશા માં બેસી ગઈ...અને બોલી કે રાજ આજે કેમ રિક્ષા? એને કહ્યું કે "બસ પાછળ છે અને એ બગડી ગઈ છે..એટલે રિક્ષા માં બેસી ગયો" મે કહ્યુ ઓહ...તો આજે પણ લેટ?....એને કહ્યું કે " મારે તો રોજ નું છે...પણ આજે તમે પણ?"
મે કહ્યુ હા આજે લેટ થઈ ગયું...
પછી વાત વાત મા કોલેજ આવી ગઈ....રોજ નાં જેમ ક્લાસ ચાલુ થઈ ગયા હતા તો અને ક્લાસ ભરવા ચાલ્યા ગયા......અને રોજ ને જેમ એજ દિવસે પણ મને એના વિચાર આવતા રહેતા હતા...એમ નાં એમ ક્લાસ ખતમ કરી ઘરે પહોંચી ગયા.....