કિશન ભાઈ એ કીધું કે" એનો મતલબ આ તારા મામા નું ઘર છે? મોહિની એ કીધું કે હા આજ મારા મામા નું ઘર હતું.....
હું અહીં તો આવી ગઈ અને મામા એ મને કોલેજ માં એડમીશન પણ લઇ દીધું.. અને મે કોલેજ પણ જવા નું શરુ કરી દીધું....જ્યારે મારો કોલેજ નો પેહલો દિવસ હતો ત્યાર નાં સમય ની વાત કરું તો....
જ્યારે કોલેજ નો પેહલા દિવસ ની વાત કરવા માં આવે તો બઉ અજ સરસ હતો કારણ કે આમને બઉ મજા આવી હતી... મને લાગતું હતું કે કોઈ ફ્રેન્ડ નાઈ બને પણ તે દિવસે 2 મારી ફ્રેન્ડ બની ગઈ અને અને સાથે બેસી ને અમે ખૂબ એન્જોય પણ કર્યું....
હું ત્યાં ઘરે આવી ત્યારે મામી એ મારા માટે ખીર પણ બનાવી હતી....અને અમે બધા એ બેસી ને ખાધી હતી....બીજા દિવસ હું કોલેજ ગઈ તો મેડમ એ બધા નાં નામ પૂછ્યા અને બધી વાત પણ કરી...પછી ત્યાં મારી ફ્રેન્ડ બની હતી એ બંને નું નામ કવ્યા અને કવિતા હતું....અમે 2 દિવસ માં જ ઘણા ગાઢ મિત્રતા થઈ ગઈ હતી....એમાં તો કાવ્યા ના પાપા અને મારા મામા બંને ખાસ મિત્રો પણ હતા.....
પછી મારી સહેલી ઓ દરરોજ મામા નાં ઘર મને મળવા માટે આવતી હતી...અને અમે બેઉ એન્જોય કરતા....જ્યારે જ્યારે મારી બહનપાની ઓ આવે એટલે અમે અહી અગાસી માં આવી જતા અને ખૂબ. ભણવા ની અને ખુબજ શુખ દુઃખ ની વાતો કરતા હતા......
એમ ને એમ અમે 1 મહિનો વીતી ગયો અને અમે 3 એ ખૂબ એન્જોય કરતા....ત્યાર પછી અમે 3 એ એક દિવસ ઉપર ની અગાસી એ બેઠા હતા અને ત્યારે મને એ વખતે કાવ્યા એ એક વાત કરી કે...." મને એક છોકરો પસંદ આવ્યો છે ...અને એ પણ મને પસંદ કરે છે..." આ વાત મે સંભાળી તો હું ખુશ થઈ ગઈ અને મે પૂછ્યું કે કોણ છે એ ક્યાં રહે છે એ....તો તેની જવાબ આપ્યો કે હું જ્યારે અહીંયા એવું છું ત્યારે અહી થી થોડે દૂર રોડ ને પેલે પર એક ઘર છે ત્યાં તે રહે છે.....અને ત્યાં થી રોજ મારી રાહ જુએ છે....અને નવાઇ ની વાત એ છે કે એ આપડા કોલેજ માં પણ આવે છે..."
મે કીધું કે "ઓહો કાવ્યા એ તો છોકરો પણ પસંદ કરી લીધો... આ બધું ક્યાર નું ચાલે છે....?"
કાવ્યા એ કીધું " હજુ મે એને સાથે વાત નથી કરી પણ કાલે મારે એને વાત કરવી છે........"
મે પણ કીધું કે કાલે મને પણ બતાવજે કે તારી પસંદ કેવી છે.એવું કહી ને અમે છુટા પડી ગયા.
બીજા દિવસે હું કોલેજ ગઈ તો ત્યાં કાવ્યા નવા કપડાં પેહરી ને આવી હતી એના બાજુ માં કવિતા પણ ત્યાં ઊભી હતી...હું ત્યાં ગઈ તો તે બોલવા લાગી કે "ચાલો રૂમ માં બધા બેસી ગયા છે...અને ત્યાં અભય પણ ત્યાં જ છે......"
મને એ વખતે ખબર પડી કે કાવ્યા જેને પસંદ કરતી હતી તેનું નામ અભય હતું.....
પછી અમે ત્યાં અંદર ગયા તો કાવ્યા એ મને ઈશારો કર્યો કે પેલો જે છેલ્લે છે તે છોકરો છે...છોકરો સારો હતો હું ખુશ થઈ ગઈ...પછી ક્લાસ ખતમ થયો અને અમે 3 એ જાન બહાર ગયા અને અભય પણ ત્યાં આવ્યો એને કાવ્યા એ અભય ને ઓળખાણ આપી ...બધા એ જોડે બેસી ને વાત પણ કરી.....ત્યારે અભય મને જોઈ ને ખુશ થયો અને બોલ્યો કે તમે કાવ્યા નાં ફ્રેન્ડ છો? મે કીધુ "હા"
અભય એ કીધું મળી ને ખુશી થઈ ...એજ રીતે અમે બધા એ બઉ વાતો કરી.....અને અમે બધા ઘરે ચાલ્યા ગયા....