Bhayanak Ghar - 17 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 17

Featured Books
Categories
Share

ભયાનક ઘર - 17

કિશન ભાઈ ગભરાઈ ગયા અને બોલવા લાગ્યા કે "તું એવું કઈ નાઈ કરે કે મારી દીકરી ને ઇજા થાય. તારે જે કરવું હોય એ મારી સાથે કર પણ એને જવા દે.તેને તારું જે વહાલું હતું એના સમ છે.તું મારી દીકરી ને એવું કઈ નાઈ કરે ."
એવા માં આશા એક દમ નીચે પડી ગઈ અને બે ભાન થઇ ગઇ. કિશન ભાઈ એ એને ઉઠાડી પણ આશા ઊઠી નહિ અને એને તેડી ને કિશન ભાઈ અગાસી પર થી નીચે ચાલવા લાગ્યા અને એવા માં આશા ની આંખ ખુલી અને બોલવા લાગી કે "પાપા મને બચાવી લો હું હવે નાઈ જીવી સકુ મને શ્વાસ નથી લેવા તો"
કિશન ભાઈ નીચે ગયા અને આશા ને એક પલંગ માં સુવડાવી અને બોલવા લાગ્યા કે તને મારી જ દીકરી મળી હતી અંદર એના માં પ્રવેશવા માટે?"
એવા માં આશા એક દમ ઊભી થઈ ને બોલવા લાગી કે "કિશન તું સમ કોને આપતો હતો, આજ પછી કોઈ સમ નાં આપતો નાઈ તી હું તારી દીકરી ની આખરી શ્વાસ ગણતા મજબૂર કરી દઈશ....."

કિશન ભાઈ બોલ્યા કે "કેમ ? કોણ છે તારું વહાલું? તુતો હવે આ દુનિયા માં નથી આવે તરે બીજાની યાદો ને વિચારી સુ ફાયદો...?"
આશા માં રહેલી આત્મા બોલી કે " તારે જેમ આશા અને તારી પત્ની છે એમ મારું પણ કોઈ હતું.....મારે પણ ઘણા બધા સપના હતા પણ મારા એ સપના ઓ પર પાણી ફરી ગયું...." એવું કહી ને આશા જોર જોર થી રડવા લાગી અને તે ત્યાં ને ત્યાં પોતાના હાથ એ પલંગ પર પછાડવા લાગી...........
એવા માં કિશન ભાઈ એ કીધું કે બેટા શું બોલી રહી છે.....? મને કઈ સમજાતું નથી...." એવું બોલતાં જ આશા જોર જોર થી રડવા લાગી અને તેના અંદર નાં બધાજ અવાજો એક મિનિટ માટે થંભી ગયા......અને આશા બોલી કે......"તમે બેટા કોને કીધું?...હું તારી દીકરી નથી....."
કિશન ભાઈ એ કીધું કે..."તું કોઈ પણ હોય પણ કોઈ ની તો દીકરી હતી ને?....માંને નથી ખબર કે તું કોણ છે પણ હું એટલું જાણું છું કે તું મારી આશા માં છે એટલે તું મારી દીકરી જેવીજ છું....જે પણ ઇજા થશે મારી દીકરી નેજ થશે ....અને પ્રેમ પણ મારી દીકરી ને જ મળશે.........."
એવું સંભાળી ને આશા રડવા લાગી...અને બોલી કે" હું તમારી આશા નથી ...."
કિશનભાઇ : તો? તો તું કોણ છે?
આશા બોલી કે" હું તારી આશા નથી મારું નામ મોહિની છે........
મારું નામ મોહિની છે અને હું આશા મારી ને જ જંપીશ...ચાહે કઈ પણ થઈ જાય.કિશન ભાઈ એ કીધું કે "જુઓ તમે કઈ પણ હોય પણ આશા પણ મારી દીકરી છે અને તમે પણ કોઈક નાં દીકરી તો હસોજ. હું આશા નાં પિતા હોવાના માટે હું તમને એક ભીખ માગું છું કે એ ભીખ માં મારી દીકરી ની જીંદગી આપી દો...
મોહિની બોલી કે" કેમ મને કોઈ ને નાં બચાવી અને હું હવે કોઈ ને કેવી રીતે જવા દઉં..મારી જિંદગી નું શું....મારે પણ જીવવું હતું....મારા પણ સપના હતા..મે પણ ઘણા જીંદગી માં સપના જોયા હતા. એ સપના નું શું?"
કિશન ભાઈ બોલ્યા "કેમ શું થયું હતું તને એક વખત એક ભાઈ મળ્યા હતા એતો કહેતા હતા કે તે આત્મા હત્યા કરી હતી અને તું બધા ને મારવા અહીંયા ભટકે છે....તો એમાં બીજા નો થોડો વાંક છે ....બીજા ની જીંદગી ને કેમ બગડી રહી છે....તું તો આ દુનિયા માં નથી પણ હવે મારી દીકરી નો શું વાંક છે......?"
મોહિની બોલી કે "વાંક તો છેજ હું એના વતી હું બદલો લેવા માંગુ છું...અને હું એના શરીર નો ઉપયોગ કરવા માગું છું..." કિશન ભાઈ કહે"નાં મોહિની તું એવું કઈ નાઈ કરે..તરે જે પણ પ્રોબ્લેમ હોય મને કે ...કારણ કે હું તારી કંઇક મદદ કરી શકું પણ તું મારી દીકરી ને એમાં નાં ધકેલીસ...કારણ કે હવે મને પણ બઉ દુઃખ થાય છે..."
મોહિની એ કીધું કે " હું તમને કઈ નાઈ કઈ શકું કારણ કે તમે કઈ મદદ નાઈ કરી શકો...અને હા એટલું ધ્યાન રાખો કે મે આત્મા હત્યા નથી કરી મને મારી નાખવા માં આવી છે..."
(એવું સાંભળતાજ કિશનભાઇ એક દમ વિચારમાં પડી ગયા કે આ બધું ચાલી શું રહ્યું છે......)
કિશન ભાઈ બોલ્યા "તારી જે પણ વાત હોય એ મને કે કારણ કે હું તારી વાત અને લોકો ની વાત સમજી નથી સકતો કારણ કે બધા નું એવું કેવું છે કે એક છોકરી આત્મા હત્યા કરી છે.... એ બધા ને હેરાન કરે છે અને એ ઘર મે ખરીધું છે....."