પ્રસ્તુત વાર્તા "ચમકતી આંખો" સંપૂર્ણતા કાલ્પનિક અને સ્વરચિત છે. કોઈ પણ વાર્તાની ઉઠાંતરી કે અન્ય ભાષાની વાર્તાનું ભાષાંતર કે રૂપાંતર કરેલ નથી .આ વાર્તાના પાત્રોના નામો, ઘટનાઓ, પ્રસંગો, સ્થળો,ગામના નામ વિગેરે બધુજ કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ જોડે સીધી કે આડકતરી રીતે જરાય સંબંધ નથી અને જે પણ કઈ હશે તો તે એક સંજોગ જ હશે.આ વાર્તા સંપૂર્ણપણે મનોરંજન માટે જ લખાયેલી છે.
.**************************************************************************
વાર્તા : *ચમક્તી આંખો*
સુશીલ ,દેવું ,માનવ ,અને દાસ ગૌતમી ,કલ્યાણી ,અને ઉષા એમ કોલેજના ૭ મિત્રો તેમાં છોકરીઓ ત્રણ અને છોકરાઓનું ઉનાળુ વેકેશન ચાલતું હતું. કઈક સાહસ કરવાની તેમને ચળ ઉપડી એટલે સાતે મિત્રો તેનું આયોજન કરતા હતા.
દેવું બોલ્યો,"આપણે કોઈએ જોઈએ ના હોય કે કોઈ ગયું ના હોય તેવી કોઈક જંગલ કે પહાડી પર જઈએ
"ના હ....."ના જંગલમાં નહિ જવું.બીક લાગે છે " કલ્યાણી બોલી ગૌતમીએ પણ તેમાં સુર પુરાવ્યો.
"મને પણ બીક લાગે છે. કોઈ પર્યટન સ્થળે જઈએ “ સુશીલ બોલ્યો ,
" તેમાં ગભરાવની જરૂર નથી આપણે સાવધાની વર્તીશું ,સાથે હથિયાર રાખીશું અને અમે ચાર જણા તો છીએ તો પછી એમાં વળી શું ગભરાવાનું."માનવે પણ જવાની ચોખ્ખી ના પાડતા કહ્યું,
"યાર બીજું કોઈ સ્થળ શોધોને? જાનનું જોખમ રહે એવા સ્થળે શું કામ જઈને અખતરા કરવાના?“ સુરક્ષાના ઉપકરણો, દોરી, છરી, પાણીની બોટલો, ખાદ્ય સામગ્રી, જરૂરી દવાઓ, બેટરી, તેજ હત્યાર, ચાદર, પહેરવાના કપડાં, કેમ્પ્રોન નામનું ઉપકરણ જે ખાસ જૂતાની સાથે ફીટ કરેલું હોય જેમાં ૮ થી ૧૪ દાંતા ( Spike) હોય છે. પર્વત પર ચઢતી વખતે આ ઉપકરણના દાંતાઓ અંદર સુધી ખૂપાઈ જાય છે જેથી લપસી જવાનો ભય રહેતો નથી.” વધુ ઉમેરતા સુશીલ બોલ્યોન
"હાસ્તો ..સાચી વાત છે. કઈ ગભરાવવાની જરૂર નથી." દાસ બોલ્યો
એક કલાકની માથાકૂટ બાદ અંતે બે છોકરીઓ માની ગઈ અને એક અજ્ઞાત સ્થળે જવાનું આયોજન કર્યું.માનવ અને ગૌતમીએ નાસંમતિ દર્શાવતા તેઓ અંજન સ્થળે જવાથી બાકાત રહ્યા પણ સાથ આપવા અમુક હદ સુધી જવા તૈયારી દર્શાવી. પનાસ ગામની આજુબાજુનું સૌંદર્ય નિહાળવા ગયા અને નાની નાની ટેકરીઓ પર ટ્રકિંગ કરવા જવાના હતા .ત્યાં બહુ લોકોની અવર જવર હતી. કોઈનો ભય કે રહસ્મય વસ્તુ કે ઠેકાણું નહોતું. ગામના કોકોએ એ પણ હા પડતા કહ્યું કે ત્યાં કોઈ ભય કે ડરામણું કે નથી.આરામથી જવાય .શહેરથી ૨૦૦ કી મીના અંતરે રાણાવાવનું ઘોર જંગલ. એ જંગલમાં જવું હોય તો પનાસ નામનું એક નાનું ગામ છે હદ પર ત્યાંથી જવું પડતું હતું.બીજો કોઈ રસ્તો નહોતો ભાગ્યેજ એ જંગલમાં કોઈ જતું હોય .સતત જંગલી જાનવરનો ભય સતાવતો. જંગલી જાનવર બિન્દાસ્ત ફરતા હોય. કોઈ વન અધિકારી નહિ કે એમની ઓફિસ પણ ના હોય. કોઈ ફરકતું પણ નહિ .
એવા જંગલમાં એક અવાવરું કાચા મકાનનું ઘર અને એ ઘરની બાજુમાં ખળખળ ઝરણું વહેતુ હોય .ટેકરી ઉપરથી પાણીનો સતત ધોધ પડતો હોય. એ ઝરણામાં જંગલી જાનવર પાણી પીવા આવતા. જંગલ ખૂબ જ ગાઢ અને ખૂબ જ રહસ્યમય હતું. પનાસ ગામમાં માંડ માંડ ૨૦-૨૫ ઝુંપડાઓ અને ૫-૧૦ કાચા મકાનો હતા. એ ગામના લોકો પણ કોઈ દિવસ રાણાવાવ જતા નહોતા કે બહારના કોઈને પણ જવા દેતા નહોતા .પણ કોઈ નહિ માને તો જવા દેતાકારણ એ જ કે એ જંગલમાં ઝરણાં પાસે એક કાચું અવાવરું રહસ્યમય કાચું મકાન હતું તેમાં ભૂતનો વાસ હતો.જે પણ કોઈ એ ઘરમાં જાય તો પાછો નહિ આવે . જંગલમાં ભૂત રાજા અને ભૂત રાણીની ગંધ આવે છે અને તે આ બધા જંગલોની રક્ષા કરે છે. તે જંગલમાં કેટલીક જગ્યાએ ઘણા મગર અને અજગર જેવા જંગલી જાનવરોને કારણે પણ કોઈ ત્યાં જવાની હિંમત કરતું નહોતું એ ઝરણાની પેલે પર વાઘ સિંહ, ચિત્તો ,સુવર જેવા જંગલી જાનવર પાણી પીવા આવતા પણ એ ઝરણું પણ રહસ્યમય હતું.
પેલે પાર કોઈ જંગલી જાનવર હોય અને આ પાર કોઈ પાલતુ પ્રાણી કે માનવી હોય તો પણ જંગલી જાનવર કંઈજ કરતા નહોતા. જો માનવી કે પાલતુ પ્રાણી પેલે પાર જાય તો જ જંગલી જાનવર હુમલો કરતા અને ફાડી ખાતા .અંતે એક દિવસ નક્કી કરી સાતે મિત્રો રાણાવાવ જંગલમાં ફરવા ગયા પણ માનવ અને ગૌતમી પનાસ ગામે જ એક ભાડાના મકાનમાં રોકાઈ ગયા. ગામના લોકોએ તેમને ના પાડી કે ત્યાં જતા નહિ.ઝરણાં પાસે જે કાચું મકાન છે ત્યાં ભૂતનો વાસો છે. જે જાય તે પાછો આવે નહિ. પણ આ મિત્રોએ ગામના લોકોની સલાહની અવગણના કરી ત્યાં ગયા.
કશું નહીં થાય.ભૂત વુંત કઈ હોતું નથી.માણસની મગજનો વહેમ છે. ” દાસ અને દેવું બોલ્યાપણ ઘણાખરા લોકો અનુભવી કે જુના લોકોની સલાહ અવગણી એટલે અતિ આત્મવિશ્વાસ સાથે રાચતા હોય છે બીજા કોઈ કહે કે આમ નહિ કર ,તેમ નહિ કર,આમથી જાઓ,તેમથી જાઓ ,કહે તો એવા લોકો જાણીજોઈને અખતરો અજમાવતા અને આફતને નોતરું આપી દે છે અને જીવ પણ ગુમાવી દે છે અહીં પણ સાતમાંથી પાંચ મિત્રો અતિ આત્મવિશ્વાસ સાથે ગામના લોકોની સલાહને અવગણી જંગલમાં જવાની જીદ પકડે છે અને પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે.જંગલમાં જવાનો રસ્તો પણ કાચો ,પથરીલો,ખાડા ટેકરાવાળો હતો.કોઈ પણ વાહન ચલાવવું મુશ્કેલીજનક હતું. વાહનના ટ્યૂબ,ટાયર પણ પંક્ચર પડે ,એક્સેલ પણ તૂટી જાય એટલો ખરાબ રસ્તો હતો .ગામના લોકોએ વાહન લઇ જવાની ધરાર ના પાડી હતી એટલે બધા મિત્રો ચાલતા જ જંગલ તરફ જવા નીકળ્યા .રસ્તાની એક બાજુ નાની નાની ખાઈ પણ હતી અને રસ્તાને વળાંકો પણ હતા ચાલવું અઘરું હતું .જેમતેમ ચલાતું હતું પણ મિત્રો જુસ્સામાં હતા એટલે હોંશે હોંશે ચાલતા હતાતેજ લિસોટા સાથે વીજળીનો ભયંકર ગડગડાટ થતો હતો. શિયાળો હોવા છતાંય ચોમાસાની જેમ વીજળી ચમકતી હતી .જંગલી જાનવરોનો ડરામણો આવાજ,ઘુવડનો આવાજ, પવનના ઝોકથી વૃક્ષની ડાળીઓ ઝોખા ખાતી અને તેમાંથી નીકળતો પાંદડાઓના સળવળાટથી ડરામણો માહોલ ઉભો થતો. તેમાં જંગલી કુતરા આગળ પાછળ દોડતા . એ લોકો ફરતા ફરતા એ ઝરણાં પાસે આવ્યા.પાણીની તરસ લાગી એટલે ત્રણ મિત્રો ઝરણાંનું પાણી લેવા ગયા.એકે પાણી ચાખ્યું તો અલગ જ સ્વાદ આવતો હતો. પણ તરસ લાગી હતી એટલે ના છૂટકે પીવું આવશ્યક હતું. "અલ્યા ,દાસ આપણે આ મકાનમાં રોકાણ કરીએ .થાકી ગયા છીએ
""ના ભાઈ , પેલા ખેડૂતે તો કહ્યું હતું કે એ કાચા મકાનમાં નહિ જવાય .જે જાય તે પાછો નહિ આવે .ખબર હોવા છતાં કેમ સાહસ કરવું? અને જીવને જોખમમાં મૂકવું? તે કરતા પાછા ફરીએ .આગળ નથી જવું ?" કલ્યાણી બોલી.
"હા સાચી વાત છે નથી જવું ", સુશીલે પણ નકાર કીધો.
પણ ઉષાના મનમાં હતું કે અંદર જઈએ તો ખબર પડે વાત કેટલી સાચી કેટલી ઝૂઠી ." એ બોલી જ્યાં વગર કેવી રીતે ખબર પડશે ? મારું તો મન કહે છે કે જઇયે "
સાંજનો સમય હતો. શિયાળો હોવાથી ઝટ અંધારું પથરાઈ જતું હતું . એમની પાસે ટોર્ચ હતી જ . પાંચેય મિત્રો જેમ જેમ ધીમે ધીમે આગળ વધતા હતા તેમ તેમ તેઓને વિચિત્ર પ્રાણીઓ ,પક્ષીઓ જોવા મળ્યા .એક વિશાલ કાય અજગરે ચિંતાનો ભરડો લીધો હતો જયારે એક હરણની પાછળ એક વાઘ તેની ઉપર તરાપ મારવા દોડતો હતો. અને જંગલી કૂતરાઓનું ટોળું એક બકરીને ફાડી ખાતા હતા .૪-૫ કુતરાઓ આ પાંચેય મિત્રોને જોઈને લાગ્યા જોરજોરથી ભસવા લાગ્યો તે કૂતરાનું જોઈ બીજા કૂતરાઓએ પણ તેનું અનુકરણ કર્યું. કુતરાઓના મોં માંથી લાળ ટપકતી હતી તો કોઈ કુતરાઓ હાડકાયેલ કૂતરાની જેમ વર્તન કરતા હતા.ત્રણ છોકરો અને બે છોકરીઓએ કાચા મકાનની ફરતે ચક્કર માર્યો.આજુબાજુ નિરીક્ષણ કર્યું. કોઈ સંદિગ્ધ વસ્તુ કે અજ્ઞાત માણસ છુપાયેલો છે શું? જો વખત આવે સંકટ સમયે બહાર નીકળવાનો રસ્તો છે શું? તેનો તાગ મેળવી લીધો. મકાન એટલું મોટું નહોતું . એક રસોડું અને બે રૂમ હતા.આગળ ઓટલો હતો. નળિયાનું છત હતું.બહાર ઓટલા પર એક જૂનું ફાનસ ટીંગાડેલું હતું . એ કાચા મકાનમાં જવાનો રસ્તો બહુ વિકટ. દરવાજો માંડ માંડ ત્રણ ફૂટનો. કમર જેટલું વાંકા વળીને જવું પડે.
દાસ અને દેવુએ ધીમેથી દરવાજાને ધક્કો માર્યો . કર્ર્ર્રર્રર્રર..... કરતા દરવાજો ધીમેથી અડધો જ ખુલ્યો .જેવો દરવાજો અડધો ખુલ્યો તો ઉપરથી માટી પડી અને એક કબૂતર અચાનક માથા ઉપરથી ઉડીને લટકતી તલવાર પર બેસી ગયું અને ગુટર ગુ કરવા લાગ્યું . એ કાચા મકાનમાં નીરવ શાંતિ હતી.બહાર ઘોર અંધારું . પેલું કબૂતર આમતેમ ઉડવા લાગ્યું.
દરવાજો હજુ થોડો ખુલવા જતા એટલે કર્ર્ર્રર્રર્રર્રરરરરરરર અવાજ આવ્યો જાણે દરવાજો તુટી જ જવાનો . એટલે બીજી વાર દરવાજો ખોલવાની કોશિશ નહિ કરી .જેટલો ખુલ્યો તેટલામાંથી આરામથી અંદર પ્રવેશ કરી શકાય તેમ હતું અને બહાર પણ આવી શકાતું હતુંદરવાજાની સામે એક ખૂણામાં અશ્લીલ આકારવાળી પુતળો હતો તેની ઉપર ઘુવડ હતું. જાળા લટકતા હતા. બીજા એક રૂમમાં એક નાનું અમસ્તું કોડિયું ટમટમતું હતું.
"અલ્યા દેવું અહીં કોડિયું ટમટમતું છે તો તેમાં તેલ નાખવા કોણ આવતું હશે? તેલ વગર દીવો બળે? " દાસ બોલ્યો
"હા યાર ...દિવેટ પણ કોણે બનાવી હશે ? કેવી રીતે શક્ય છે ?" ઉષા બોલી
અશ્લીલ મૂર્તિની ડાબી બાજુએ વર્ષોથી સુકાઈ ગયેલા લોહીથી લથબથ ઊંડો ખાડો હતો, અને તેમાં પગથિયાં પણ દેખાયા .નીચે ભોંયરું હોવું જોઈએ એવી પાંચેય મિત્રોએ અંદાજ લગાવ્યો . એક તરફ થોડાક માનવ ખોપરીઓ પડેલી હતી અને બીજી બાજુ ખોપરી વગરના હાડપિંજર હતા.હાડપિંજર ને પણ જાળાં લટકેલા હતા.મૂર્તિની જમણી બાજુએ એક કાળો પથ્થર હતો, તેને જોઈને તેણે વિચાર્યું. તે હોલો હોવું જોઈએ અથવા તેની પાછળ કંઈક હોવું જોઈએ. પણ થોડીક જ વાર માં એ પથ્થર જેવી વસ્તુ હલી અને એકદમ છલાંગ મારી કશેક જતું રહ્યું .
મિત્રોએ કાળી બિલાડી હોવાનું અનુમાન લગાવ્યું એ અશ્લીલ આકારવાળી મૂર્તિના પાયામાં લોહીના ડાઘા હતા. મતલબ કોઈની હત્યા થઇ હોવાનું અનુમાન લગાવ્યું અંદર પ્રવેશ્યા પછી પાછો છ ફૂટનો સફેદ વસ્ત્રોવાળો ભૂત! જોઇને બધાનું મન ચકરાઇ ગયું. કાચા મકાનમાં અંધારું હતું પણ પાંચેય મિત્રો પાસે ટોર્ચ હતી. દરેકે પોતપોતાની ટોર્ચ અલગ અલગ દિશામાં અને દરેક ખૂણે ટોર્ચનો પ્રકાશ ફેલાવી મકાનનું નિરીક્ષણ કરતા હતા ઉપરાંત શિયાળો હોવા છતાંય બહાર આકાશમાં વીજળીનો ગડગડાટ થતો હતો અને ચમકતી પણ હતી .વીજળીનો પ્રકાશ બારીમાંથી એ કાચા મકાનમાં આવતો હતોઅંધારામાં સફેદ વસ્ત્ર ધારી માનવી આકૃતિની આંખો લખોટીની જેમ ચમકતી હતી. ઘૂંટણથી નીચે હાથ , પેટ ફુલેલું હતું, બે દાંત આગળ , લાંબી મૂછ જેટલી આંખની ભ્રમરો , ગેરિલા વાનર જેવા પગ, અને શરીરની ચામડી ગોરી ચટ્ટી ચહેરો સહેજ બ્રાઉન કલરનો, ચળકતી ટાલ, સફેદ ભૂતને પગ હોવા છતાંય જમીનથી અધ્ધર ચાલી રહ્યો હતો.
મકાનની અંદર પાંચે જણા જ્યાં ઉભા હતાં ત્યાજ હજુ બીજા દરવાજેથી બીજા એક રૂમમાં ગયા . પાંચ મિનિટમાં એક માનવી આકૃતિ લાલ વસ્ત્રોમાં દેખાણી એ માનવી આકૃતિ ધીમા પગલે આ પાંચેય મિત્રોની નજીક આવતી હતી. એ માનવી આકૃતિ માણસની છે કે સ્ત્રીની તે સ્પષ્ટ થતું નહોતું . તેના હાથમાં વિચિત્ર હથિયાર હતું જે કોઈએ પણ ના જોયું હોય.ધીમા પગલે પાંચેય મિત્રો બીજા રૂમમાં જતા હતા.રૂમનો દરવાજો ખોલ્યો .એક ખૂણામાં કંઈક ચમકતી વસ્તુ દેખાઈ .થોડીવાર પછી એ વસ્તુ સહેજ હલી અને અદૃશ્ય થઇ ગઈ..પાછી ચમકી .પછી આવાજ સંભળાયો "મ્યાઉં " અને પળપરમાં એક કાળો બિલાડી જોરદાર છલાંગ મારી અંધારામાં છું થઇ ગઈ આ પાંચેય મિત્રોમાં દેવું અને દાસ બે જણા થોડા હિમ્મતવાળા હતા બાકીનાઓનું ગેગે ફેંગે થઇ ગયું હતું. બોબડી વળી ગઈ હતી.
સુશીલ રૂમાલ વડે અશ્લીલ મૂર્તિના પગ લૂછતો હતો, ત્યાં એકાએક જોરદાર ગડગડાટનો અવાજ સંભળાયો. પાંચેય જણાંએ અવાજની દિશામાં જોયું તો મૂર્તિમાં થોડી હિલચાલનો અહેસાસ થયો અને એમાંથી લોહીના ટીપાં નીચે જમીનપર પડતા હતા. અને એક જ ક્ષણમાં ડરી જઈ બધા મિત્રો જમીનપર પડી ગયા. પાંચેય મિત્રો વિચારતા થયા કે મૂર્તિમાં લોહી ક્યાંથી ? ભયાનકતા જોઈને ઉષા અને સુશીલ થીજી ગયા અને ભયભીત થઈ ગયાં.અચાનક બાજુનો દરવાજો જોરદાર કચ્ચચ્ચચચચચચ અવાજ સાથે ફરી ખુલ્યો અને લાલ વસ્ત્રોવાળી માનવ આકૃતિ દેખાણી .
લાલ વસ્ત્રધારી માનવ આકૃતિના હાથ કમર સુધીજ હતા, એના પગ કૂતરીના પગ જેવા , બંને ભ્રમર એકદમ પાતળી , આંખો ચમકીલી . જાણે અંદર ટોર્ચ જ મુકેલો હોય .ખભા સહેજ નીચે અને ચહેરો લંબગોળ અને સફેદ રંગનો હતોમૂર્તિની બાજુમાં કોઈકના માથા વિનાના શબ લોહીના ખાબોચિયામાં પડેલા હતા .પણ લોહી સુકાઈ ગયું હતું
"કss કss કss ક ..કોણ છો તમે? " દાસ હિમ્મત એકઠી કરી બોલ્યો.એ સફેદ વસ્ત્રોવાળી માનવી આકૃતિ ટગર ટગર જોયા કરતી હતી.સફેદ ભૂત છત પર ઊંધો થઇ ચાલતો હતો.તેના પગ છતપર હતા અને માથું નીચે જમીન તરફ હતું .પગ છતને સપર્શ નહોતા કર્યા. અધ્ધર જ ચાલતો હતો .
"અપનીકી એકેહને કેના એશેચેના ? " (તમે અહીં કેમ આવ્યો છો? )
"અપનીકી કાજે એશેચેના ? " (શું કામ આવ્યો છો ?) બેસૂર અને ઘોઘરા આવાજમાં એ માનવી આકૃતિ બોલી
સફેદ વસ્ત્રોમાંની માનવી આકૃતિના સવાલોથી બધાજ એક બીજા સામે જોવા લાગ્યા કોઈને કંઈજ ગતાગમ પડતી નહોતી.તેની ભાષા આ લોકોના સમજમાં નહોતી આવતી.કઈ ભાષામાં એ માનવી આકૃતિ બોલે છે તે કઈ જ ખબર પડતી નહોતી .એ સફેદ વસ્ત્રોમાંની માનવી આકૃતિ માણસની છે કે સ્ત્રીની તે પણ ખબર પડતી નહોતી .ઘડીકમાં બેઘુર આવાજ તો ઘડીકમાં તીક્ષ્ણ અવાજ .
“એ સફેદ માનવી ભાઈ આપ બહન હો ય ભાઈ એ બતા દો ઔર આપ કિસ ભાષામેં બાત કર રહે હો ? " દેવું ગભરાતા ગભરાતા બોલ્યો .
બધાની બોબડી વળતી હતી .હોશકોશ ઉડી ગયા હતા . થર થર કાપવા લાગ્યા ઉષા બોલી યાર નહિ આવતે તો સારું .હું પણ રોકાઈ જાતે તો સારું હવે અહીંથી નીકળવાની કોશિશ કરો તો સારું. જેવા આ મિત્રો અંદર પ્રવેશ્યા તો દરવાજો આપોઆપ બંધ થઇ ગયો. દાસે બહુ કોશિશ કરી દરવાજો ખોલવાની પણ ખૂલતો નહોતો .
"દરાજા ખુલાબે ના " ( બારણું નહિ ખુલશે ) પાતળા અવાજમાં સફેદ માનવ આકૃતિવાળું ભૂત બોલ્યું.
આ પાંચેય મિત્રોને ભૂતની ભાષા સમજ પડતી નહોતી કે ભૂતને પણ આ પાંચેય મિત્રોની ભાષાની સમજ પડતી નહોતી વિકટ હાસ્ય રેલાવતા ઘોઘરા અને પહાડી અવાજમાં આંખો લાલચટાક કરી સફેદ ભૂતે તો તેની ભાષામાં સવાલોની ઝડી વરસાવી
“આમી કી ? “ (આપ કોણ છો ?)
“તોમર નાં કી “( આપણા બધાનું નામ શું છે ?)
“કોઠા થેકે એશેચેના “ ( ક્યાંથી આવ્યા છો?)
“કી કાજે એસેચેના ? “ ( શું કામ માટે તમે આવ્યા છો?)
“તુમિ કિભાબે એલે “ ( તમે લોકો કેવી રીતે આવ્યા છો ?)
“અપની કી સત્યિ બંધુબાં અપની બરી થેકે પાલીયેયાછે ?” (તમે બધા ખરેખર મિત્રો છો કે ઘરેથી ભાગીને આવેલા છો? )
“તુમાર કથા ભૂલા હાલે કેઉં બામચા બે નાં “ ( જો તમારી વાત ઝૂઠી નીકળી તો કોઈ પણ જિંદા નહિ બચી શકે )
“અમાર સાબાઈકે મેરે ફેલેબા” (બધાને મારી નાખીશું )
" સત્ય યાઈ હોકા ના કેના બલુના " (જે પણ કઈ છે તે સાચું સાચું બતાઓ )
ઉષાની એક બહેનપણી બંગાળી હતી તેની જોડે કોઈક વાર બંગાળીમાં વાત કરતી એટલે ઉષાએ અંદાજ લગાવ્યો કે બંગાળી ભાષા બોલતો હોવો જોઈએ.
" યુ તમિલ? પંજાબી? તેલુગુ ? મરાઠી " ગભરાતા ગભરાતા ઉષા બોલીએ સફેદ ભૂતને જાણે અંગ્રેજી સમજી હોય તેમ એને જવાબ આપ્યો".. બેંગાલી"
ઉષાનો અંદાજ સાચો ઠર્યો .એ સફેદ ભૂત બંગાળીમાં બોલતો હતો.ઉફ્ફ્ફ ..ઓહો ...હવે આપણામાંથી કોઈને બેંગાલી નથી આવડતી અને ભૂતને નથી ગુજરાતી કે હિન્દી આવડતી
" અપનારા કે યુ યદિ કોના મેયેકે ભાલો બસીના ?? સત્ય બલાચી બરના ખેરા તોમર ન્યાં .તોમર કથા મિથ્યા હયે ગેલે બામચાનો યા બે ના " સફેદ ભૂતે કડકાઈથી પૂછ્યું ( જે બોલો તે સાચું બોલજો નાહિતા જો તમારી વાત ખોટી નીકળી તો ખેર નહીં તમારી.)
" નો .નો લવ ...ફ્રેન્ડ ઓન્લી " ઉષા અને સુશીલ બોલ્યા.મિત્રો પાસે મોબાઈલ હતા પણ ટાવર પકડાતું નહોતું .નહીંતર મદદ માટે કોઈને પણ બોલાવી શકાતુંસ્ત્રી ભૂત થોડીક હિન્દી જાણતી હતી એટલે એને ટૂટી ફૂટી હિન્દીમાં કહેવાનું શરુ કર્યું . (અહીં ગુજરાતીમાં ભાષાંતર કરી લખ્યું છે )
"હું મરાઠી અને આ મારો પ્રેમી બેંગાલી . મારું નામ સુમિત્રા રહાણે અને આનું નામ શક્તિકાંત બાસુ .અમે એક કંપનીમાં નોકરી કરતા હતા . એક વાર અમારી કંપનીવાળા બધા સ્ટાફને એક દિવસ હિલ સ્ટેશને પીકનીક માટે લઇ ગયાં હતાં .સાંજનો સમય હતો.શિયાળુ હોવાથી અંધારું પથરાઈ ગયું હતું અચાનક એક જંગલી જાનવરે મારી ઉપર હુમલો કર્યો .એ જંગલી જાનવર મને કઈ કરે તે પહેલાજ આ બેંગાલી બાબુએ જોયું કે જંગલી જાનવરે મારી ઉપર તરાપ મારવાની પળોજણમાં હતો તેટલી વારમાં એક મોટો સળીયો લઈને આ બેંગાલી બાબુ એ જાનવર પર હુમલો કર્યો અને એ લોખંડી સળિયાથી જાનવરનું થીમ ઢાળી દીધું પણ આ ઝપાઝપીમાં આ પણ ઘાયલ થઇ ગયો હતો.
જાનવરે હાથપર અને છાતી પર તેમજ પાછળ પીઠપર પંજા માર્યા હતા એટલે શક્તિ બાબુ ઘાયલ થઇ બેભાન થઇ ગયો હતો.બધાએ તેને ઉંચકીને અમારા ક્વાર્ટરમાં લાવ્યા અને પ્રાથમિક ઉપચાર કરી શક્તિને ભાનમાં લાવ્યા . એને મારી જાન ન બચાવી હોત તો હું જીવતી ના રહી હોત.ત્યારથી અમારા વચ્ચે સારી એવી મિત્રતા કેળવાઈ ગઈ હતી .એ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં રૂપાંતરિત થઇ.અમે એકબીજાને પસંદ કરતા હતા. અમારી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો પણ ભાષા અલગ,જાત અલગ,રીત રિવાજ અલગ હોવાથી અમારા બંનેના ઘરવાળાઓએ અમારા સંબંધને સ્વીકૃતિ નહોતી આપી.ધીમે ધીમે અમારું પ્રેમ વધુ ને વધુ ગાઢ બનતું હતું.એકબીજા વગર અમારાથી રહેવાય તેમ નહોતું. હું ભાગીને પરણી જવા માંગતી હતી પણ શક્તિએ ના પાડી. ઘરવાળાઓની મંજૂરી વગર એવું કાયર પગલું નહિ ભરવું .ભલે ઘરવાળાઓ સંમતિ નહિ આપે તો કોઈને નહિ પરણીએ "
"સાથ જીયેંગે સાથ મરેંગે " તેવું વચન અમે એકબીજાને આપી ચુક્યા હતા .અમારું મળવાનું ચાલુ જ હતું .પણ મારા ઘરવાળાઓએ જબરીથી મારા લગ્ન બીજા જોડે નક્કી કરી લીધા હતા. મને આ વાતની જાણ થતા હું અને શક્તિ ના છૂટકે ઘરથી ભાગી ગયા અને એક મંદિરે લગ્ન કરવાના હતા . શક્તિના ઘરવાળાઓને આની જાણ થતા એ લોકો અમને બેઉને મારવા દોડી આવ્યા અમે જીવ બચાવવા ભાગતા રહ્યા અને આ જંગલમાં આવી ગયા.થોડાક જ દિવસો પછી ફરી શક્તિના ઘરવાળા,એના મિત્રોનું ટોળું શોધતા શોધતા આ જંગલમાં આવી ગયા અને આ મકાનમાં એક દિવસ અમે રોમાંચિત થઇ રતિક્રીડા કરતા હતા .અચાનક અમારી ઉપર તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો અને અમારું તેજ ઘડીએ મોત નીપજ્યું હતું.
અમારા આત્માને શાંતિ નહિ મળવાથી આ કાચા મકાનમાં અમારો આત્મા ભટકતો રહ્યો અને જે પણ કોઈ પ્રેમી પંખીડા આવે તેમને અમે ખતમ કરી નાખતા. તમારી પહેલા પણ ઘણા એવા યુવાનો અને યુવતીઓ આવી ગયા તેમાંથી જે પ્રેમી પંખીડા હતા તેમને અમોએ ખતમ કરી નાખ્યા છેજે દિવસે અમને રહેંસી નાખવામાં આવ્યા તે દિવસથી અમે રોજ અહીં રતિક્રીડા , માનીએ છીએ રોમાન્સ કરીએ છીએ. કોઈ આવે તો અમે સાવધ થઇ જઇયે છીએ અને કોઈ નહિ આવે તો અમે અમારી રતિક્રીડા કરીએ છીએ .
અધવચ્ચેથી ઉષા હિન્દીમાં બોલી," તો આપણે એ લાલ પીલા વસ્ત્ર ક્યુ પહેના હૈ ? ઔર આપકા મંગેતર શક્તિને સફેદ વસ્ત્ર ક્યુ પહેના હૈ ?"
સ્ત્રી ભૂતે તૂટી ફૂટી હિન્દીમાં જવાબ આપ્યો " જબ હમકો માર ડાલા ઉસ દિન હમ અર્ધ નગ્ન અવસ્થા મેં થે ઔર અમારી રતિક્રીડામેં તલ્લીન થે. હમકો કુછ બોલનેકા ,સોચનેકા મોકા ભી નહિ દિયા . મેરા બદન દેખકર એક આદમી કે મનમેં હવસ કા કીડા જાગ ઉઠા ઔર મેરે સાથ જબરદસ્તી કરને લગા .મેરે શક્તિ કે પાસ ચાકુ થા ઉસને ઉસ હવસખોર કે પેટ મેં ઘુસેડ દિયા ઔર ઉસકો ઉધરી ચ માર ડાલા.”એ દેખકે જો ઔર લોગ થે વો તિલમિલા ગયે ઔર હમ કુછ સોચતે ઉસકે પહેલી હી શક્તિ કે પેટમેં તલવાર ઘુસા દી ઔર મેરે પેટમેં ચાકુ ઘુસેડ દિયા . મુઝે તો એક નહિ દો નહિ ..બલ્કિ ૩ જગહ ચાકુ ઘુસેડા સાલોને."હમારે તન પર એક ભી કપડાં નહિ થા. ઈસલીયે એક આદમી કે પાસ ધોતી થી તો ઉસને શક્તિકે શરીર પર ડાલ દી ઔર એક કે પાસ લાલ કપડે કા ટુકડા થા વો મેરે બદન પર ડાલ દિયા . તબ તો હમ દોનોંકી જાને નહિ ગઈ થી. હમારી સાંસે ચાલ રહી થી .હમને બહોત ગુહાર લગાઈ લેકિન વો હરામી લોગ હસકે ચલ પડે.
દેવું બોલ્યો ,"બહોત હી બુરા હુઆ આપકે સાથ "" મતલબ કોઈ ભી પ્રેમ કરને વાલે પ્રેમી પંખી યહાં આ ગયે ઔર ઉન્હોને અગર પ્રેમ કબૂલ કર લિયા તો આપ ઉનકો ખતમ કર દેતે હૈ" દેવું બોલ્યો
ગુસ્સામાં લાલ કપડાંવાળું સ્ત્રી ભૂત ઘરે અને ડરામણા અવાજે બોલી , "હા ....અગર કોઈ પ્રેમી પંખી હમારે સાથ ઝપાઝપી કરે, અમારા અમારો મુકાબલા કરે,અમને કરે, હમકો ચેલેન્જ કરે, અમારે સાથ લડાઈ કરે તો અમારી આત્મા ઐસે લોગોં કે શરીરમેં ઘુસકે ઉનકો હેરાન પરેશાન કરતે .એક દૂસરે કો તીક્ષ્ણ હથિયાર ઉનકે છાતીમેં ,પીઠપર યા પેટમેં ઘુસેડ કે માર ડાલ દે તેથે હમ. યા તો ફિર ગલા ઘોટ કે ,નાક દબાકે યા તો હમારે નાખુન ઉનકે પેટ મેં ,છાતીમેં યા ગલે મેં ઘુસેડ કે માર ડાલ દેતે થે હમ .
પાછું સ્ત્રી ભૂતે (હિન્દીમાં )બોલવાનું ચાલુ જ રાખ્યું (અહીં ભાષાંતર કરીને લખ્યું છે) " તમે સારા મિત્રો છો એવું તમારા બોલવા પરથી પ્રતીત થઇ રહ્યું છે એટલે તમને કઈ ઇજા નથી કરતા કે વાળ પણ વાંકો નથી કરતા. તમે હેમખેમ છો.અને હેમખેમ પાછા જશો.“ જર તુમચી કહાની ખોટી નિઘાલી આણી જર કા આમ્હાલા નંતર કળાલ તર તુમ્હી કોનીચ જીવંત રાહુ શકનાર નાહી “
સ્ત્રી ભૂત કડકાઈથી અને ડરામણા અવાજે બંને આંખો લાલ કરીને,વાળ છુટા કરીને અને વિકટ હાસ્ય કરી એની મરાઠી ભાષામાં કહ્યું " આમચા આત્મા સતત તુમચ્યા વર લક્ષ ઠેવેન આમ્હાલા જર કળાલ તર કોણત્યાહી વેશાત કેવ્હા હી આમ્હી યેઉન તુમ્હાલા ખતમ કરુ શકતો " ( તમારી વાત જો ઝૂઠી નીકળી અને તમારામાંથી કોઈ પ્રેમી પંખીડા નીકળ્યા તો તમે ખતમ થઇ ગયા સમજશો . અમારો આત્મા સતત તમારી ઉપર વોચ રાખશે જેથી અમને તરત ખબર પડી જશે અને ગમે ત્યારે ગમે તે વેળાએ ગમે તે વેશમાં આવીને તમને ખતમ કરી નાખીશું આ તમને ચીમકી આપી છે )
મેરે મંગેતર શક્તિને જો આપકો ઉસકી ભાષા બેંગાલીમેં કહા વોહી બાત મૈને આપકો મરાઠી ઔર હિંદીમે કહી. મતલબ દોબારા દોહરાઈ બધા મિત્રોએ હાથ જોડી અંત:કરણથી આભાર વ્યક્ત કરી મકાનમાંથી નીકળી નજીકમાં આવેલ ગામ ભણી દોડ્યા જ્યાં અન્ય બે મિત્રો રોકાયેલા હતા અને જે ગામવાળાઓએ અહીં આવવાની મનાઈ કરી હતી .પાંચેય મિત્રોએ આશ્વાશન આપતા અને તમની ઉપર વિશ્વાસ મુકતા ભૂત અને ભુતનીએ પાંચેય મિત્રોને હેમખેમ જવા દીધા .બધા પાછા ફર્યા ત્યારે તેઓ ખુશ હતા અને બધાએ તેમની સાથે બનેલ બનાવથી વાકેફ કર્યા અને બંને ભૂત પ્રેમી પંખીડાએ કહ્યા મુજબ આપણી કોઈ વચ્ચે પ્રેમ સંબંધ નહિ બંધાયો હોવો જોઈએ અને જો બંધાયો તો સમજો ગયા તમે ""
મિત્રો, આપણા વડીલોની પુણ્યાઈ આડે આવી એટલે બચી ગયા અગર પ્રેમનો એકરાર કર્યો હોત તો ગંભીર ઘટના બની ગઈ હોત. જે પ્રેમ કરતા હતા તે ગૌતમી અને માનવ નહોતા આવ્યા એટલે ભગવાને એમને નહિ આવવાની બુદ્ધિ આપી આપણને બચાવ્યા " સુશીલ બોલ્યો.
"હા યાર , અને જો આપણામાંથી કોઈ એક પણ બોલ્યો હોત કે માનવ અને ગૌતમી એક બીજાને પ્રેમ કરે છે અને અમારી સાથે અહીં સુધી નથી આવ્યા તો શું થાત? વિચારીને કંપારી છૂટે છે " દાસ ખિન્ન મને બોલ્યો "હવે કોઈ વાર આવી જગ્યાએ નથી જવું .આજથી પાણી છોડી દીધું " ઉષા બોલી
"હવે તો કોઈ ધાર્મિક કે પર્યટન સ્થળે જઈશું " દાસ બોલ્યો
બીજે દિવસે સવારે પોતાના ગામ ભણી જવાની બધી ગોઠવણ કર્યા પછી, પરોઢિયે ત્યાંથી નીકળ્યા. રસ્તામાં કોઈ કોઈની જોડે વાતચીત કરતુ નહોતું. બધા સુનમુન બેસી રહ્યા અને ઘેર સહી સલામત પહોંચવાની રાહ જોતા હતા.બધાની નજર વારાફરતે આકાશ તરફ મંડાતી હતી અને હાથ જોડી મનોમન ઈશ્વરના પાડ માનતા હતા કે હે ઈશ્વર તમે અમારો જીવ બચાવ્યો . અમે બધા મિત્રો તમારા આભારી છીએ
સમાપ્ત
***************************************************************************