A request to my beloved... in Gujarati Spiritual Stories by Bindu books and stories PDF | મારી દ્રારકાધીશ ને એક અરજ...

The Author
Featured Books
Categories
Share

મારી દ્રારકાધીશ ને એક અરજ...

દરેકના જીવનમાં તો આપણે નાયક નથી જ બની શકવાના. પણ શું કોઈકના જીવનમાં બનવું અશક્ય છે ? આનો ઉત્તર હું મારા જીવન પરથી આપવા માંગું છું. જીવનના મોટાભાગનો સમયને મેં મારા કુટુંબીજનો માટે જ વ્યક્ત કર્યો છે અને સાચું કહું ને તો ખૂબ ઓછી જગ્યાએથી મને એ માન સન્માન મળ્યું છે એમાં એ ખાસ કરીને લગ્નજીવન પછી, જેમાં સન્માન મળવું જોઈતું હતું તેના બદલે અવગણના જ થઈ છે બસ મારા હમસફર મારી સાથે હતા એથી વિશેષ મારા માટે બીજું કશું ખાસ નથી પણ છેલ્લા સાડા ચાર વર્ષથી વધારે સમયથી જ્યારે હું એક શિક્ષક બની છું ,(એ પણ મારા વડીલોના આશીર્વાદ અને મારા દ્વારકાધીશ ની કૃપા છે મારા પર) હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે બહુ મોડું મળ્યું પણ મારા જીવનના લક્ષ્યને તો હું પામી તો સકી .
હું કલ્પના પણ નથી કરી શકતી કે મારા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા તથા કુટુંબીજનો તરફથી મને જે માન અને સન્માન મળ્યું છે એ કદાચ મારા માટે રાષ્ટ્ર પુરસ્કારથી પણ સવિશેષ છે. કે મારા દુઃખના દરેક સમયે તેઓના આશીર્વાદ મારી સાથે જ છે વિચાર્યું જ નથી શકતી કે મારા વિદ્યાર્થીઓ તો મારા માટે એટલી લાગણી ધરાવે છે પણ તેના નાના ભાઈ બહેનો પણ મને જે માન સન્માન આપે છે એના માટે હું દ્વારકાધીશની ખુબ ખુબ આભારી છું હા હું જાણું છું કે
હું ખૂબ જ લાગણીશીલ સ્વભાવની છું અને બીજાને મદદ કરનાર સ્વભાવની છું પણ અનુરાગ હંમેશા કહેતા કે "આપણે આપણા વખાણ ક્યારેય નહીં કરવાના ,જ્યારે બીજા કરેને તો એ સાચું." અને આ સમયે હું એ મહેસુસ કરી શકું છું ..
હું ક્યારેક ક્યારેક દ્વારકાધીશ પાસે નત મસ્તકે રડી પડું છું કે હે દ્વારકાધીશ ! કેટલો આભાર માનું તારો જેટલો માનું ને એટલો ઓછો છે શું કહુ હું તને બસ એક જ પ્રાર્થના છે એક જ અરજ છે મારી કે હે મારા દ્વારકાધીશ જેટલું શેષ જીવન છે ને મારુ એ મારું જીવન પરોપકાર અને સત્કર્મમાં જ વ્યતિત થાય હું કોઈ નાયક તો નથી પણ તારી રચેલી આ સૃષ્ટિ રૂપી થિયેટરમાં હું એકાદના જીવનમાં પણ જો નાયક બની શકું ને તો એ મારું સદભાગ્ય રહેશે ..
હા હું જાણું છું કે હું દુષ્ટ લોકોના આંખોમાં કણાની જેમ ખુન્ચુ છું.. શા માટે ? એને હું નથી સમજી શકતી પણ હા મેં આ માર્ગ મારી મરજીથી નહીં પણ તારી કૃપાથી તારી કૃપાદ્રષ્ટિથી પસંદ કર્યો છે અને લાખ મુસીબત આવશે ને તો પણ હું આ જ માર્ગ પર અડગ રીતે ચાલીશ તો બસ મને આશિષ દેજે મારા ઠાકોરજી હું જાણું છું કે ખૂબ જ કઠિન છે આ માર્ગ પર ચાલવું પણ આ કાંટાળા રસ્તા પર ચાલીને તો તારા સુધી પહોંચી શકાશે ને ખરું ને ? અને હું બસ તારી સુધી પહોંચવા તો માંગુ છું તારી કૃપાદ્રષ્ટિના આધારે જ તો હું આ કર્મ કરું છું તું જ તો છે જિંદગીના સાચી રાહ બતાવનાર સાચા માર્ગ પર ચલાવનાર સાચું કહું ને તો મને કોઈનો ડર નથી બસ એક તારો જ ડર છે હે મારા દ્વારકાધીશ ! માટે તને જ અરજ કરું છું,આરાધના કરું છું અને જો હું કદાચ ભટકી જાવ ને તો મને સાચવી લેજે હો પણ બસ મારી ભેગો રહેજે સદાય માટે હું કોકના જીવનમાં અજવાળું બનીને રહેવા માગું છું બસ મારી આ અરજ સાંભળજે મારા દ્વારકાધીશ........ જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻