Street No.69 - 62 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-62

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-62

સોહમ આદેશગીરી બાબાને એક ચિત્તે ધ્યાનથી સાંભળી રહેલો એક એક શબ્દ એમનો એનાં મનમાં ઉતરી રહેલો સમજી રેહલો એને આનંદ હતો કે છેવટે આદેશગીરી બાબાએ એમનાં શિષ્ય તરીકે મને સ્વીકાર્યો મને આદેશ આપી જવાબદારી સોંપી.. શું હશે મારો ગત જન્મ ? શું સાવી સાથે મારો.. અનેક પ્રશ્નો હતાં અને બાબાએ જેવી વિદાય લીધી બધી માયા સંકેલાઇ ગઇ એક વાવાઝોડું આવ્યું પવન ફૂંકાયો અને સોહમની આંખ સામેથી બધુ અલોપ થઇ ગયું.

સોહમે જોયું તો એ દાદર રેલ્વેસ્ટેશન પર બેઠો છે સાંજનાં 6.00 વાગ્યા છે સ્ટેશન પર ખૂબ ભીડ છે અને એ એકલો એક બાંકડા પર બેઠો છે.

સોહમે આંખો ચોળી... બધે જોવા લાગ્યો આ શું ? આ કેવી માયા ? હું તો વિક્રોલી પ્રભાકર સાથે ગયેલો અમે બંન્ને ચર્ચગેટ કોફી શોપ પાસે મળેલાં. જીપવાળો ડુંગરે મૂકી ગયો અને હજી 6.00 વાગ્યા છે અત્યાર સુધી હું કંઇ દુનિયામાં હતો ? આ બધુ શું થઇ ગયું ?

સોહમ હજી વિચારોનાં અવઢવથી બહાર નીકળે ત્યાં સામેથી પ્રભાકર આવતો દેખાયો. પ્રભાકરે પૂછ્યું “ભાઉ અત્યારે સાંજે અહીં સ્ટેશન કેમ બેઠાં છો ? ઘરે નથી જવાનું ? કંઇ નહીં કાલે મળીએ મારે આજે શનિવાર છે હનમાનજીમાં મંદિર જવાનુ છે.” એમ બોલતો આગળ વધી ગયો.

સોહમે બે હાથે માથું પકડી લીધું આ શું છે ? પ્રભાકર તો એની નોકરીથી પાછો આવી ફાસ્ટમાંથી ઉતર્યો... હું 5.30 વાગે તો ચર્ચગેટ એને મળેલો પછી સાથે દાદર આવેલાં અહીથી વિદ્રોલી...

સોહમ થોડીવાર આંખો બંધ કરીને બેસી રહ્યો એને કંઇ સમજાતું નહોતું એને થયું મારી સાથે ચોક્કસ કંઇક અગમ્ય થયુ છે બાબા આદેશગીરી સાથે મુલાકાત થઇજ છે. મને એમણે શિષ્ય માન્યો છે એમણે કહ્યું આસામથી માં કામાક્ષી -કામ્ખયાનાં શરણેથી આવ્યાં છે. બટુક ભૈરવ, કાળ ભૈરવનાં શિષ્ય છે.

સોહમને થયું આટલું બધુ માયાવી બધુ ? આતો મારી સાથે થયેલો ચમત્કાર છે ? એમણે મને જણાવ્યું એ બધુ સાચું હોય તો સાવી ફસાઇ ચૂકી છે એનો જીવ ગયો અને હવે પ્રેત યોનીમાં છે પણ બાબાએ મને શું આદેશ કર્યો ? મારે શું કરવાનું છે ? મને એહસાસ કરાવો.

સોહમને થયું સાંજ પડી છે હું ઘરે જઊં પછી જે આદેશ આવશે એમ કરીશ એની બાજુમાં એની બેગ પડી હતી એને સવારથી એણે કરેલાં કામ યાદ આવ્યાં. કંપનીમાંથી પૈસા મળી ગયાં બેંકમાં ગયેલો બેંકમાં માલિની મળી હતી.. પછી જે માયા ચાલુ થઇ તે અત્યારસુધી... એને થયુ ઘરે પહોચુ અને બાબાએ શું શક્તિ કે સિધ્ધિ આપી છે એનો પ્રયોગ પણ કરી જોઉ.. એમ મનમાં વિચારી ઘર તરફ નીકળ્યો.

***********

ચંબલનાથ અધોરી ગુફામાં સાવીનાં પ્રમ સામે જોઇ રહેલો એણે સાવીને કહ્યું. “સમય ઓછો છે હજી પ્રેત છું અને શેનાં વિચારોમાં છે ? મારો હુકમ સંભળાતો નથી ? એક એક ઘડી ઘણી કિંમતી છે અત્યારે રાત્રીનાં 12 વાગી ચૂક્યા છે યમઘંટનો સમય છે હું કહું છું એ પુરુ કર. એય નીચ પ્રેત સંભળાય છે તને ?”

સાવીનું પ્રેત બધું સાંભળી રહેલું. એને થયું આ અઘોરી આટલી ઉતાવળ કેમ કરી રહ્યો છે ? એની પાછળ શું રહસ્ય છે ? જો એણે વિધી કરાવવી હોય તો એ પણ આ શબને ભસ્મ લગાવી શકે ને ? એણે એની કસોટી લેવા સમય લેવા માંડ્યો એણે અઘોરીને કહ્યું “અરે દેવ આટલી ઉતાવળ શું છે ? જેનાં મૃત શબમાં મારાં જીવને પ્રવેશ કરવાનો છે એનાં વિશે પુરુ જાણું તો ખરી...”

ચંબલનાથે ક્રોધથી કહ્યું “તને સામે ચાલીને બધું જણાવ્યું તો ખરુ એનું નામ એનું કુળ એનાં માંબાપ પણ છેવટે વેશ્યા બની વેશ્યા રૂપેજ મૃત્યુ પામી બસ આનાંથી વિશેષ તારે શું જાણવું છે ? ઉતાવળ કર તારી જ આ ભસ્મ એનાં શરીરે લગાવ તો તું એનાં શરીરમાં પ્રવેશ કરી શકીશ...”.

સાવીનાં પ્રેતને એ ચોક્કસ ખબર પડી ગઇ કે જેટલો સમય વિતી રહ્યો છે એમ આ ચંબલનાથ વિહવળ અને ઉતાવળો થઇ રહ્યો છે એની પાછળ ચોક્કસ ભેદ છે.. હું ઉતાવળ નથી કરવાની એને પ્રશ્નો કરી કરીને અકળાવી દઊં જોઊં છું એની શક્તિ સિધ્ધી શું કરી શકે છે ?

સાવીએ નરમાશથી કહ્યું “દેવ તમે એનાં વિશે જાણકારી તો આપી એનાં શબમાં પ્રવેશ કરવાની વિધી પણ સમજાવી પણ આ પડેલી ભસ્મ મારી નથી આતો મારી બહેન અન્વીની છે તમે ભૂલ ખાવ છો મારી ભસ્મતો.”.

સાવી આટલું બોલી ત્યાં પેલાં ચંબલનાથ નો પિતો ગયો.. “સાલી રાંડ તું શું સમજે છે ? હું તને ક્યારનો હુકમ કરું છું સાંભળતી નથી... એ ભસ્મ નથી તારી રાખ છે ચોપડ ચાલ જલ્દી...”

સાવીએ કહ્યું “હું પણ અધોરવિદ્યા ભણી છું તું મને શું આદેશ આપવાનો સાલા ઘમંડી જુઠ્ઠા એ ભસ્મ મારી બહેન અન્વીની છે મારામાં હજી શક્તિ સિધ્ધી છે તારાં માટે મેં મારા જીવનો ત્યાગ કર્યો, મારો પ્રેમ મારી પાત્રતા નંદવાઇ ગઇ તારાં જૂઠા વચનોમાં હું ભરાઇ ગઇ. તારી કામ વાસના તારાં માથે ચઢી ગઇ હતી મારું જીવન બરબાદ થયું.”

“સાલા ચંડાળ મારી બહેનનું શબ અભડાવવું છે તું અઘોરી નથી એક મામુલી નીચ તાંત્રિક છે મને બધુજ અત્યારે દેખાઇ રહ્યું છે સમજાઇ રહ્યું છે તેં મારાં ગુરુ અઘોરીનો તાંત્રિક નીચતા વાપરીને જીવ લીધો એ મારી સામે ઉભા છે તારો હવે છૂટકારો નહીં થાય મારી અત્યાર સુધીની જીવની મારી સામે આવી ગઇ છે”.

સાવીએ બે હાથ જોડ્યા પ્રાર્થના કરવા લાગી પેલાં ચંબલનાથે ક્રોધમાં ને ક્રોધમાં મૂઠીમાં ભસ્મ ઉઠાવી અને બોલ્યો “નીચ છીનાળ યમઘંટ બેસી જશે પછી પંચક છે આ શબ સડી જશે.. તું... તું.. ત્યાં મોટો ભડકો થયો આખી ગુફામાં અગ્નિ અગ્નિ થઇ ગયો પછી જોયું તો....”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-63