નમસ્તે, દોસ્તો.
હું ભાવેશ રાવલ ફરીથી આપની સમક્ષ રજૂ થયો છું એક નવી વાર્તા સાથે..તો આવો શરૂ કરીએ એક નવી સફર....
આમ તો લગ્ન જીવનમાં ઘણા પ્રકારે જઘડા થતાં હોય છે. જઘડા પછી એક પાત્ર રિસાય અને બીજું પાત્ર એને મનાવે એ બાબત સામાન્ય છે.દરેક દંપતી નાં જીવનમાં આવી નાની મોટી નોકજોક ચાલ્યા કરતી હોય છે.આવી નાની મોટી નોક જોક માં પણ એક પ્રેમ છુપાયેલો હોય છે.જે લોકો સમજદાર હોય એ સમાધાન કરીને આગળ વધે છે અને જે લોકો સમજણશક્તિ દાખવતા નથી એ લોકો છૂટા છેડા લઈને જીવનમાં એક ડગલું પાછળ પડતા હોય છે.સાચું જ ને.છૂટા થયા પછી ફરીથી નવું પાર્ટનર શોધવાનું. એ નવી વ્યક્તિ કેવી હશે યા કેવો હશે એ પણ પાછું જોવાનું. અને હા, એની સાથે પણ જઘડો નહિ થાય કે સમજણશક્તિ નઈ કેળવાય એની પાછી શી ગેરંટી? હું પણ ક્યાં ગેરંટી વોરન્ટી લઈને બેસી ગયો. તમ સમજી ગયા હશો હું શું કહેવા માગું છું.આવો વાર્તા શરૂ કરીએ અને થોડું વધુ સમજીએ.
કીર્તિ ટિફિન તૈયાર કરી રહી હતી. "યાર કીર્તિ કેટલી વાર,જલ્દી કર.જો મોડું થઈ જશે તો બોસ ગુસ્સે થશે".મિડલ ક્લાસ જિંદગીમાં એક તો બોસ નો ગુસ્સો અને બીજી બાજુ પત્ની અને બાળકો ની જવાબદારી નિભાવવા નો જુસ્સો. જેવા તેવા નું કામ નથી.આ કળા તો ફક્ત મિડલ ક્લાસ પુરુષમાં જ હોય.મારો મત એવો છે કે એકાદ વીર ચક્ર આજના મિડલ ક્લાસ વ્યક્તિને પણ આપવું જોઈએ.
વાર્તામાં આવો પાછા ક્યાં ખોવાઈ ગયા તમે?
કીર્તિ ટિફિન લઈને આવી અને રોહનને કહ્યું,"તમારો બૉસ છે કે ગબર સિંઘ"? જ્યારે જુઓ ત્યારે ગુસ્સામાં જ હોય છે?. રોહને સ્માઈલ કરીને કીર્તિના ગાલ પર હાથ ફેરવીને કહ્યું," વો દર્દ આપ નહિ સમજેંગી, ચાલો બાય ટેક કેર".એમ કહીને રોહન ઓફિસ માટે નીકળી ગયો.
રોહન અને કીર્તિ બંને અમદાવાદ માં એક ભાડાના મકાનમાં રહેતા હતા. બંને ગ્રેજ્યુએશન એક જ કોલેજમાંથી કરેલું.હા,પણ છતાંય બંનેની અરેંજ મેરેજ હતી.રોહનના માતા પિતા ગામડામાં રહેતા હતા.રોહન એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો હતો.અહી અમદાવાદમાં પોતાનું એક ઘર લઈ અને માતા પિતાને અહી બોલાવી લેવા
ત્યાર બાદ હમેશા માટે અહિયાં જ સેટલ થઈ જવુ એ રોહનનું સપનું હતું.આમ જીવન બહુ સારી રીતે ચાલી રહ્યું હતું.કીર્તિ પણ બહુ ખુશ હતી.અહીંયા પાડોશમાં કીર્તિની સારી એવી ઓળખાણ થઈ ગઈ હતી.તે હંમેશા નવરાશના સમયમાં તેની બહેનપણીઓ સાથે કીટી પાર્ટી કરતી અને ખરીદી કરવા પણ જતી.અહી સારી એવી ઓળખાણ અને સંબંધો થઈ ગયા હતા.આમ લગ્ન સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો.પણ એક વાત નક્કી છે કે સારી રીતે ચાલી રહેલા જીવનમાં કોઈ તોફાન તો આવે જ.કોઈ વિલન તો આવે જ.
કીર્તિ અને રોહનના સુખી દામ્પત્ય જીવનમાં એક વળાંક આવ્યો.દુર્ભાગ્યે જોરથી બારણું ખખડાવ્યું.એવું તો શું થયું હશે આવો જોઈએ.આજે મંગળવાર હતો અને રોહનને ઓફિસ જલ્દી જવાનું હતું. એ જલ્દી જલ્દી તૈયાર થઈને ઓફિસ માટે નીકળી ગયો અને કીર્તિને ઊંઘમાંથી જગાડી નહિ.સવારના સાડા છ વાગ્યા.કીર્તિ રોજની જેમ સાડા છ નાં એલાર્મ પર ઉઠી ગઈ.પણ,બાજુમાં જોયું તો રોહન નાં દેખાયો. એને થોડી હેરાની થઈ.રોજ સાત સાડા સાત સુધી ઊંઘનાર રોહન આજે વેલો જાગી ગયો અને કીર્તિને જાણ કર્યા વિના નીકળી ગયો.કીર્તિ એ રોહનને ફોન કર્યો અને પૂછ્યું તો જાણવા મળ્યું કે ઓફિસમાં આજે કામ હોવાથી વહેલું જવું પડ્યું હતું.કીર્તિ ફોન મૂકી અને ફ્રેશ થઈ ગઈ.આજે તે ખુશ હતી.આજનો દિવસ તેના માટે બઉ મહત્વનો હતો.કારણ કે આજે તેમની મેરીજ એનીવર્સરી હતી.તેને હતું કે રોહન આજે વહેલા આવશે. તેણે ફોન માં જોયું તો આજે તેની બધી બહેપણીઓ અને સગા સંબંધીઓ એ વોટ્સેપ પર તેમની એનીવર્સરી નું સ્ટેટસ મૂક્યું હતું. તેણે બધાય લોકોને રિપ્લે આપ્યા અને તેણે પણ સ્ટેટ્સ મૂક્યું. તેણે રોહનને પણ વિશ કરી પણ રોહન તો ઓફ્લાઈન હતો. તેણે રોહનને ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો.તેના ચહેરા પરની મુસ્કાન થોડી ફિકી પડી ગઈ અને તેણે ફોન મૂકી દીધો.તેની બહેપણીઓ પૂછવા લાગી કે કેમ હજી તારા હસ્બેન્ડ નું સ્ટેટસ નથી દેખાતું? તેમણે તને વિશ કરી કે નહિ? શું તેઓ કામના ચક્કર માં ભૂલી તો નથી ગયા ને? યાર,કેટલા મતલબી અને અન રોમેન્ટિક છે તારા પતિ? એક સ્ટેટ્સ નાં મૂકી શકે? આવા બધા આક્ષેપો રોહન પર સાંભળીને કીર્તિ થોડી ગુસ્સામાં આવી ગઈ.એનીવર્સરી નાં દિવસે કોઈ પતિ પત્નીને વિશ નાં કરે તો તો આભ ફાટી પડે એવું આજે રોહન સાથે થયું.
દિવસ આથમવા આવ્યો પણ રોહન નો કોઈ ફોન નાં આવ્યો કે કોઈ મેસેજ નાં આવ્યો.રાતના આઠ વાગ્યા અને રોહન નો મેસેજ આવ્યો કે તું જમી અને સૂઈ જજે મારે આજે લેટ થઈ જશે.મેસેજ વાંચતા જ કીર્તિ નો ચહેરો ગુસ્સેથી લાલ પીળો થઈ ગયો.તે ફોન મૂકીને જમ્યા વગર જ સૂઈ ગઈ. તેણે રૂમ અંદરથી બંધ કરી દીધી અને સૂઈ ગઈ.રાતના બાર વાગ્યા હશે.રોહન આવ્યો અને રૂમનો દરવાજો ખખડાવ્યો પણ કોઈએ દરવાજો ખોલ્યો નહિ.રોહનને થયું કે કદાચ ભૂલથી દરવાજો બંધ થઈ ગયો હશે અને કીર્તિ સૂઈ ગઇ હશે.એમ વિચારીને તે બહાર સોફા પર જ સૂઈ ગયો.
સવાર પડી.રોહન સોફા પર જ સૂતો હતો.તેની બાજુમાં તેની બેગ પડી હતી.કીર્તિ રોજની જેમ આજે પણ વહેલી જાગી ગઈ પણ એનો ગુસ્સો હજી એનો એ જ હતો. રોહનને સોફા પર સૂતો જોઈને તેને વધુ ગુસ્સો આવ્યો.તે મનમાં ને મનમાં બોલવા લાગી કે એકવાર પણ બારણું નાં ખખડાવ્યું.જરાય વિચાર નાં આવ્યો કે બારણું બંધ કરીને કેમ સૂઈ ગઈ હશે.એમને તો યાદ પણ નથી કે કાલે શું હતું? જાગવા દો આજે તો વાત.રોહન કાલનો આખા દિવસનો થાકેલો હતો એટલે મોડા સુધી જાગ્યો નહિ.
નવ વાગ્યા અને તેની આંખ ખુલી.ઘરમાં મહાભારત નાં યુદ્ધનો શંખ વાગી ચૂક્યો હતો જેની તેને ખબર સુધ્ધા નહોતી.રોહન જાગ્યો અને ફ્રેશ થઈ ગયો. તેણે કીર્તિને બૂમ પાડી અને ચા બનાવવાનું કહ્યું.કીર્તિ ગુસ્સે થઈને બોલી હા,હા હું તો નોકરાણી છું.બસ હુકમ કરો બેઠા બેઠા.હું ક્યાં પત્ની છું.એમ બોલીને જોર થી વાસણ ખખડાવ્યા.રોહન કઈ સમજ્યો નહિ. તે બોલ્યો,"સવાર સવારમાં તીખા તીખા મરચા ખાધા છે કે શું કે પછી કોઈ સિરિયલ જોઈ લીધી? યાર,આટલી ગુસ્સામાં કેમ છે? તું તો સ્વીટ ડિશ જેવી છે અચાનક તીખી પકોડી કેમ બની બેઠી છો? એમ બોલીને રોહન હસ્યો.આ સાંભળીને કીર્તિ બહાર આવી અને રોહનની સામે બેસી ગઈ.
"ઓહોહો,જુઓ તો ભોળા બને છે.કાલે આખો દિવસ ઓફિસમાં રહ્યા રાતે પણ લેટ? એવું તો શું કામ હતું તે કાલનો દિવસ ભૂલી ગયા? આખી સોસાયટી ને યાદ છે. સગા સંબંધીઓ ને યાદ છે એક તમને જ નહિ યાદ.કાલે શું હતું?શું હતું કાલે? રોહને પૂછ્યું.તમને સાચે જ યાદ નહિ? કીર્તિ એ ફરીથી પૂછ્યું. ના,શું હતું કાલે બોલને? રોહને જવાબ આપ્યો. કાલે આપણી અનીવર્સરી હતી.તમે મને વિશ નાં કરી.સ્ટેટ્સ ના મૂક્યું અને કઈ સેલિબ્રેશન પણ નાં કર્યું.એમ બોલીને કીર્તિ એ મોઢું ફેરવી લીધું. "ઓહ,સોરી યાર વેરી સોરી....કાલે કામમાં ને કામમાં હું ભૂલી ગયો કીર્તિ.મને માફ કરી દે.કાલે કામ નું એટલું બધું દબાણ હતું કે ફોન પણ સ્વચ ઓફ કરવો પડ્યો.સોરી ખરેખર હું દિલગીર છું." એમ કહીને રોહને કાન પકડ્યા. કીર્તિ હજુ નારાજ હતી.તે કઈ બોલી નહિ અને મોઢું ફેરવી લીધું. રોહન તું દર વખતે આવું જ કરે છે.તું મને મહત્વ આપતો જ નથી. ખબર છે માંરી ફ્રેેન્ડ સોનાલી નો પતિ રોજ એને નવા નવા ગિફ્ટ આપે છે.રોજ કેવા કેવા રોમેન્ટીક સ્ટોરી અને સ્ટેટસ હોય છે એમના.કેટલો પ્રેમ કરે છે તેની પત્ની ને અને તમે.એમ કહીને કીર્તિ ચૂપ થઈ ગઈ. એનો પતિ એક નંબરનો લફડા બાજ અને નવરો છે.તને ખબર છે એ બધો દેખાડો છે બાર કેટલી છોકરીઓ સાથે એ ફરતો હોય છે એની જાણ તેની પત્ની ને થશે ને તે દિવસ ગયો એ કામ થી.જો કીર્તિ આ સોશિયલ મીડિયા અને સંબંધ આ બંને મિક્ષ નાં કરાય.સાચું જીવવું આ દેખાડા નાં જીવનને રિયાલિટી તો નાં જ કેવાય ને યાર.મારા માટે તું છે અને તારા માટે હું. આપણી વચ્ચે આ વોટસઅપ કે બીજા સોશ્યલ મીડિયા નાં માધ્યમ મહત્વના નથી.મે તને વિશ કરી કે નાં કરી.મને એનીવર્સરી યાદ છે કે ભૂલી ગયો એ મહત્વનું નથી.મહત્વનું છે તો મારા માટે તારી લાગણી અને તારા માટે મારી લાગણી.સ્ટેટસ મૂકવાથી એવું સાબિત થાય કે લાગણી કેટલી છે? મારી લાગણી,મારો પ્રેમ,મારી કાળજી,મારી જિંદગી નું સર્ટિ મને આ સોશિયલ મીડિયા કે આ સમાજ આપશે? તે બઉ સહેલાઇ થી કઈ દીધું કે તમે મને પ્રેમ નથી કરતા અને મારી ફ્રેન્ડ નો પતિ એને બઉ પ્રેમ કરે છે.રોહનના સ્વરમાં ગંભીરતા હતી.રોહન ની સામે જોઈને કીર્તિ બોલી. તું ગમે તે કહે પણ તું અન રોમેન્ટિક થઈ ગયો છે.તને મારામાં હવે રસ નથી.જો એવું જ હોય તો તું છૂટાછેડા લઈ શકે છે.હું ઘણા દિવસથી નોટિસ કરું છું કે,જ્યારે પણ શોપિંગ માટે પૈસા માગું તું વાત ટાળી દે છે.જમવાનું કેવું બન્યું છે એનો રિપ્લે પણ નથી આપતો.હું પિયર મળવા જઉં તો મને જતા રોકતો પણ નથી.હું હેરાન થઈ ગઈ છું.એમ કહીને કીર્તિ ચૂપ થઈ ગઈ.
રોહન કીર્તિના સવાલ રૂપી તીર નો સામનો ન કરી શક્યો.તેને જાણે આઘાત લાગ્યો.કીર્તિના આ આક્ષેપો સાંભળીને રોહન સ્તબ્ધ થઈ ગયો. તેની આંખો થોડી નમ થઈ ગઈ અને બોલ્યો, "બરાબર કીધું તે કીર્તિ." હું અન રોમેન્ટિક થઈ ગયો છું.મને તારી પરવા નથી.બરાબર.હું તને પ્રેમ નથી કરતો એવી જાણકારી તને તારી બહેનપણી આપે છે.હું બધું ભૂલી જાઉં છું અનીવર્સરી યાદ નથી રહેતી અને સ્ટેટસ નથી મૂકતો એટલે મને આપણા સંબંધ નું સમ્માન નથી.બરાબર છે.હું જ્યારે ઓફિસ વહેલા જવાનું હોય એટલે તને જાણ નથી કરતો અને તને જગાડ્યા વિના કે હેરાન કર્યા વિના અમુક સમયે પોતાનું કામ જાતે જ પતાવીને તારી ઊંઘ ન બગાડીને ઓફિસ જતો રહું છું અને આખો દિવસ ત્યા કામ કર્યા કરું છું.હા હું તારી કાળજી નથી લેતો.ઓફિસ પહોંચીને જ્યારે ખબર પડે કે આજે કામ વધારે છે અને વહેલા પહોંચી નઈ શકાય એટલે હું તને મેસેજ કરું છું કે આજે મોડું થઈ જશે તો હું તારી કાળજી નથી લેતો બરાબર છે.રાતના બાર વાગ્યે ઘેર આવું છું,આખા દિવસ નો થાકેલો હું ભૂખ્યા પેટે જ તને જગાડ્યા વિના બહાર સોફા પર જ સૂઈ જાઉં છું. બરાબર મને તારી જરાય ચિંતા નથી.અને હા સોશિયલ મીડિયા માં હું સ્ટેટસ નથી રાખતો કે તને મેરીજ અનીવર્સરી વિશ નથી કરતો પણ જ્યારે જ્યારે તું શોપિંગ માટે પૈસા માગે છે ને ત્યારે ત્યારે હું ઓવર ટાઇમ કરું છું અને પૈસા જમા કરું છું.તને યાદ છે જયારે તારા હાથે ફ્રેકચર થયું ત્યારે મે અઠવાડિયાની રજા લીધી હતી.તારા માટે ચા બનાવી,તારા માટે જમવાનુ બનાવ્યું, તુ જલ્દી ઓકે થઈ જાય એના માટે મે માનતા પણ માનેલી.આ બધું ગણાવતો નથી પણ તે કીધું ને કે તું કાળજી નથી લેતો એટલે તને કહ્યું ખાલી.તું જ્યારે ઉદાસ થઈ જાય છે એટલે હું તને તારા પિયરમાં જવાની રજા આપુ છું કારણ કે હું તારા વગર બોલ્યે સમજી જાઉં છું કે તું કેમ ઉદાસ છે અને તારે શી જરૂર છે.અરે યાર હું બચત કરું છુ,ઓવર ટાઇમ કરું છું કેમ કે તને આપેલું પ્રોમિસ પૂરું કરવું છે. આપણા સપના નું ઘર લેવું છે.તારી મનપસંદ ગિફ્ટ તને આપવી છે.મે તને બધી આઝાદી આપી છે કેમ કે તું મારી અર્ધાંગિની છે.જેટલો અધિકાર મને મારી જિંદગી જીવવાનો છે એટલો જ તને તારી જિંદગી જીવવાનો છે.અને તને એમ લાગે છે કે મને તારી કોઈ ચિંતા નથી.બરાબર છે.તું મારું અડધું શરીર છે.હું તારા વિના અધૂરો છું.તું મારી શક્તિ છે.જો તું મને છોડી દઈશ તો હું શક્તિહીન થઈ જઈશ.હું નિર્બળ થઈ જઈશ.આ જમાનો મને ખાઈ જશે. રોહન નાં હોઠ ધ્રુજી રહ્યા હતા અને આંખો ભરાઈ ગઈ હતી.આ બધું જોઇને કીર્તિ પણ આંસુ સારી રહી હતી.તે એક જ નજરે રોહન સામે જોઈ રહી હતી.રોહન ફરી બોલવાનું શરૂ કર્યું.
સાંભળ,તારે છોડીને જવું છે ને તો એક વાત સાંભળ. એ વાતની શી ગેરંટી છે કે મને છોડ્યા બાદ તારા લગ્ન જેની સાથે થશે તેની સાથે તારી સમજદારી કેળવાશે? તારા એની સાથે જગડા નહિ થાય? ગેરંટી આપ કે તે વ્યક્તિ તારી કાળજી લેશે અને સ્વભાવે સારો હશે? યાર પ્રશ્ન બધો સમજદારી નો જ છે તો એ અહી જ કેળવી લે ને.આ સોશ્યલ મીડિયા તો જૂઠું જીવન છે.યાર આ સોશિયલ મીડિયા મને સર્ટિ આપશે કે હું તારી ચિંતા કરું છું કે નહિ? સમાજ આવશે આપણ
વચ્ચે પ્રેમ વધારવા? તારી બહેનપણીઓ કહેશે કે આપણે કેવી રીતે જીવવું? યાર હું બીમાર પડીશ તો તું મારી કાળજી લેવાની છે આ સમાજ કે સોશિયલ મીડિયા નહિ આવે.તું બેસ્ટ છે એ મારું દિલ જાણે છે.તને કંઈ થાય ત્યારે મારો જીવ નીકળી જાય છે એ વાત જાહેર કરવાની મારે જરૂર નથી. આપણો પ્રેમ ફક્ત આપણે બંને વચ્ચે હોવો જોઈએ.જાહેર માં આપણ સંબંધ નો ઢંઢેરો ન જ પીટાવો જોઈએ.સમજવાની કોશિશ કર અને વાસ્તવિક જીવનમાં પાછી ફર.આમ કહીને રોહન કીર્તિનો હાથ પકડી અને તેની આંખોમાં જોઈને બોલે છે,
"નથી જોઈતું મારે એ ઘર જ્યાં તું ના હોય. નથી જોઈતું એ જીવન જેમાં તું નાં હોય.નથી જોઈતું સુખ સમૃદ્ધિ જેમાં તું સાથે નાં હોય.આ નોકરી,ઘર,પૈસા અને આ દુનિયા તારા વિના તો ફિકા પકવાન જેવા છે.તું નહિ હોય ને તો શ્વાસ તો કદાચ ચાલશે પણ જીવન નહિ હોય.મને જીવતી લાશ ન બનાવ.હું તારા વગર નહિ જીવી શકું." આ સાંભળીને કીર્તિ રડવા લાગી અને રોહનને ભેટી પડી. મને માફ કરી દે રોહન.હું હવે કોઈ દિવસ આવું નહિ કરું.મને સમજાઈ ગયું છે કે સાચું જીવન અને સાચો પ્રેમ શું છે.હું તમને બહુ પ્રેમ કરું છું.મને માફ કરી દો.એમ કહીને બંને ભેટવા લાગ્યા અને હસવા લાગ્યા.
ત્યારબાદ કીર્તિ એ ચા બનાવી અને રોહનને આપી.બંને જણ સાથે ચા પીધી.આમ નાના મુદ્દે મોટી બબાલ થઇ.અંતમાં સમજદારી દાખવી ને બધું સમેટઈ ગયું.
તો મિત્રો અંતમાં એટલું જ કહેવા માગીશ કે વાસ્તવિક જીવન જીવો.વોટસઅપ નાં સ્ટેટસ કે સ્ટોરી એ સાચી હકીકત નથી પણ તમારી લાગણી સાચી હોવી જોઈએ.સોશ્યલ મીડિયા માં વધારે રસ ન રાખો એ તમારી જિંદગી બરબાદ પણ કરી શકે છે.અસ્તુ જય શ્રી કૃષ્ણ... જય શ્રી રામ.... જય હિન્દ....
લિ.ભાવેશ એસ રાવલ
મો.7359779412