એક ગામમાં એક વડીલ રહેતા હતા જેઓ માટીકામ કરતા હતા. તેઓ એ એક જમકું નામની એક બકરી પાળી હતી. તેને સરસ મજાના બે ભોલું અને ગોલું નામના બે બચ્ચાં હતાં. બંને બચ્ચાં ખૂબ જ ડાયા અને મસ્તીખોર હતાં. બકરી પણ ખૂબ જ સમજુ અને હોંશિયાર હતી. વડીલ દરરોજ સવારે ઉઠીને રોજિંદા સમયપત્રક પ્રમાણે કાર્ય કરતા હતા.
સવારે વડીલ ઉઠે, મોં સાફ કર્યા બાદ બકરીને દોહીને કઢા જેવી ચા બનાવીને, બચ્ચાઓને આધોડિયામાં મૂકી, એના ઉપર પથ્થર મૂકીને બકરીને સાથે લઈ ગામના તળાવમાં માટી લેવા જતા. બકરી તળાવના કિનારે પોતાને મનપસંદ વનસ્પતિઓના પાંદડા આરોગતી ને વડીલ ત્યાં સુધીમાં તળાવમાંથી ચીકણી માટી ખોદતાં, દોડીયામાં ભરી પાછા ઘરે આવતા.
ત્યારબાદ વડીલ ઘરે આવીને નાસ્તો-પાણી પતાવી સરસ મજાના માટીમાંથી કોડિયાં, કલાડી, માટલું, ગાગર અને વિવિધ વાસણો બનાવતા, કોઈ ઘરાક આવે તો યોગ્ય રકઝક બાદ વાસણો વહેંચતા. બકરી આવીને આ નઝારો જોતી અને તેના વહાલસોયા બચ્ચાંને ધવરાવતી.
બપોરે જમ્યાબાદ વડીલનો પરિવાર બકરી સહિત આરામ કરતો. બપોરે વળી ચા પીને વડીલ બકરી માટે ચારો લેવા સીમમાં જતા. સાંજે આવીને દિવસે બનાવેલા વાસણો નિભાડામાં પકવતા. આરતી અને અગરબત્તી કર્યા બાદ રસોઈ બનાવતા. પછી જમીને બકરી સાથે અલક-મલકની વાતો કરી ને સુઈ જતા.
એકવાર આમ વાતો કરતાં-કરતાં બકરી અને વડીલ ચડસાપડસી પર ઉતરી આવ્યા. બન્યું એમ કે વડીલ પોતાને ખૂબ ચતુર અને દેશ-પ્રદેશના જ્ઞાતા સમજતા તા એટલે બકરીથી રહેવાનું નહિ. બકરીએ વડીલને કહ્યું કે તમે અહીં વાસણો એકદમ સસ્તા ભાવમાં વહેંચો છો, એના કરતાં કોઈ મોટા શહેરમાં જઈને વહેંચશો તો તમને ભાવ પણ મળશે અને તમારી કળાની કદર પણ થશે. વડીલ આ વાત સાંભળી વડીલ પોતાના વાસણો મોટા શહેરમાં વહેંચવા ઈચ્છુંક બન્યા ને ગામના સરપંચને મળી શહેરમાં જવા માટે માર્ગદર્શન.
સરપંચ સમજાવ્યું કે મોટા શહેરમાં જવું હોય તો ટ્રેનમાં જવું પડે જેમાં ભાડું પણ સસ્તું રહે, માલસામાન પણ વધુ લઈ જઈ શકાય. વડીલ માત્ર ટ્રેન સાંભળ્યું હતું કે ટ્રેન છુકછુક અવાજ કરે, ઉપરથી ધુમાડો કાઢે.
વડીલ ઘરે આવીને પોતાનો સમાન પેક કર્યો, બકરીએ એમાં મદદ કરી અને તેઓ સમાન લઈ શહેરમાં જવા ઉપડ્યા. બકરીને કહ્યું હું આવું છું, તું તારું અને ભોલું અને ગોલુનું ધ્યાન રાખજે, કઈ કામ પડે તો મને ફોન કરજે.આમ તેઓ શહેર જવા ઉપડ્યા. આગળ હાલતા થયા ત્યાં સમય શિયાળાનો હતો, મીલમાંથી આખો દિવસ મજૂરી કરીને એક આધેડ ઉંમરનો ભાઈ ભૂંગળી પીતો આવી રહ્યો તો, ધુમાડા ખૂબ જ ઉડી રહ્યા હતા, મીલમાં ધૂળના કારણે ટીબી થઈ ગઈ હોય એમ ઉધરસ ખાઈ રહ્યો હતો, આ જોઈને વડીલ સમાજાણુ કે આ જ ટ્રેન છે. આધેડને નજીક આવતાની સાથે વડીલ સામાન લઈને કૂદકો મારીને આધેડ ઉપર ચડી ગયો. આખા દિવસનો કંટાયેલો આધેડ ગુસ્સો કરીને વડીલને નીચે નાખ્યો, એની સાથે બે-ચાર પાંસલા તૂટી ગયા, ને બેભાન થઈ રસ્તા ઉપર પડ્યો.
થોડીવાર કોઈ માણસ ત્યાંથી પસાર થયા હશે એમને 108 બોલાવી વડીલને દવાખાને પહોંચાડ્યો, ત્યાં દવા લીધા બાદ વડીલ ભાનમાં આવ્યા. ત્યાંના સ્ટાફ પૂછી પોતે ક્યાં છે એની માહિતી મેળવી, ઘરે બકરીને ફોન કર્યો કે આમ ઘટના ઘટી છે. આ સાંભળીને બકરી ધ્રુજી ઉઠી આ વાત ગામના સરપંચ બતાવી, એમની ગાડી લઈને દવાખાને ગયા અને વડીલને ઘરે લાવ્યા. થોડા દિવસે ગામના લોકો અને બકરીની સેવાથી વડીલ સાજા થઈ ગયા.
બકરી સાંજે ચડસા-પડસી કરવાનું વડીલ ટાળવા માંડ્યા અને માત્ર સુખ-દુઃખની જ વાતો કરતા. અત્યારે ભોલું અને ગોલું મોટા થઈ ગયા છે ને બકરી તથા વડીલ સાથે આનંદથી રહે છે.