Pranay Parinay - 12 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 12

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 12



'તું વિરોધમાં જઈ શકીશ નહીં? અને હું? હું તો મારા ભાઈના વિરોધમાં ગઈને? કોના માટે? આપણાં પ્રેમ માટે જ ને? અરે! હું આપણા માટે મારી આખી ફેમિલીના વિરોધમાં જવા તૈયાર છું. બધાં સાથે સંબંધો તોડી નાખવા તૈયાર છું. અને તું કહે છે કે તું તારા ઘરનાની વિરોધમાં નહીં જઈ શકે?' કાવ્યાનો અવાજ ઉંચો થઈ ગયો. એના ચહેરા પર લોહી ધસી આવ્યું.


'આમ જો કાવ્યા, તું શાંતિથી વિચાર કર..' મલ્હારે બેઉ હાથમાં કાવ્યાનો ચહેરો લીધો: 'એબોર્શન કરાવીને તરતજ આપણે લગ્ન કરી લઇશું.. વધારેમાં વધારે શું થશે? આપણે ગુપચુપ લગ્ન કરીશું એટલે મારા ઘરના મારાથી નારાજ થશે એટલું જ ને? કદાચ મારી સાથે થોડા દિવસો બોલશે નહીં.. પણ સમય વીતવા સાથે બધું થાળે પડી જશે.. ' મલ્હાર બોલ્યો.


'નો મલ્હાર.. પ્લીઝ ટ્રાઈ ટૂ અન્ડરસ્ટેન્ડ.. આ આપણું પહેલું બાળક છે, દુનિયામાં આવતા પહેલા જ તું એને મારી નાખીશ?' બોલતાં કાવ્યા રડી પડી.


**


પ્રણય પરિણય ભાગ ૧૨



'લગ્ન પછી પણ બીજુ બાળક થશે કાવ્યા, યુ ટ્રાઈ ટૂ અન્ડરસ્ટેન્ડ મી.' મલ્હાર બોલ્યો.


'મલ્હાર..' કાવ્યા ઉંડો શ્વાસ લઈને બોલી.


'જો કાવ્યા ભૂલ આપણે બન્નેએ કરી છે.. સુધારવી પણ આપણે બંનેએ જ પડશે. પણ એક વાત ચોક્કસ છે કે તારે બાળક જોઈતું હોય તો પછી આપણા લગ્નની વાત ભૂલી જવી પડશે.. તારે બાળક જોઇએ છે કે હું? એ તું નક્કી કરી લે.' મલ્હાર ખભા ઉછાળીને બોલ્યો. આ એનો અંતિમ ઘા હતો.


કાવ્યા વિચારમાં પડી. એ મલ્હારને હદથી વધારે પ્રેમ કરતી હતી. સ્વાભાવિક રીતે તેને અજન્મા બાળક પ્રત્યે લાગણી જન્મી હતી. મલ્હારે તો બાળક પ્રત્યેની જવાબદારી પરથી હાથ ખંખેરી લીધા હતાં. કાવ્યા ભલે ગમે તેટલી આધુનિક યુવતી હોય પણ એકલા હાથે બાળક ઉછેરવાની હિંમત નહોતી એનામાં.

તેને પોતાની કુંવારી માં બનવાથી લઈને ફેમિલીની રેપ્યુટેશન સુધીના વિચારો આવી ગયાં. એ વિચારોએ એને ડરાવી મૂકી.

એક ભૂલ ઢાંકવાથી અનેક ભૂલો સર્જાય છે તે સત્ય હોવા છતાં હરહંમેશ એ વાત ધ્યાનમાં રાખીને ચાલી શકાતું નથી. વળી માણસ પ્રેમમાં પડે છે ત્યારે સામે પડેલા ધગધગતા અંગારા પણ તેની નજરે ચડતા નથી.

તેણે એક વાર પોતાના પેટ પર હાથ મૂકીને ફેરવ્યો, તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ઉંડો શ્વાસ લઈને આંખો બંધ કરી..


'ઠીક છે મલ્હાર હું એબોર્શન માટે તૈયાર છું, પણ એક કન્ડિશન પર.' કાવ્યા બોલી.


'કેવી કન્ડિશન?'


'એબોર્શન થાય કે તરતજ આપણે લગ્ન કરી લેવાના.' ક્વ્યા નિર્લેપ ચહેરે બોલી.


'ઓફ કોર્સ માય લવ, એબોર્શન થયા પછી આપણને કોઈ વાતનો ડર નથી.' મલ્હારે કાવ્યાને આલિંગનમાં લીધી: 'આઈ લવ યૂ બેબી, એન્ડ આઈ એમ સોરી..! મારા લીધે તારે કેટલી તકલીફ ભોગવવી પડે છે..!' મલ્હાર આંખોમાં ખોટા આંસુ લાવીને બોલ્યો.


'આઈ લવ યૂ ટૂ મલ્હાર.. આઈ કાન્ટ લીવ વિધાઉટ યૂ..' કાવ્યાએ મલ્હારને પોતાની છાતી સાથે વધુ ભીંસ્યો અને રડતાં રડતાં બોલી.


'શ્શશશશ.. ડોન્ટ ક્રાય.. એક વાર એબોર્શન થઈ જાય એટલે બધું જ સારૂં થઈ જશે.' મલ્હારે કહ્યુ.


'સાચ્ચે?'


'હાં બેબી સાચ્ચે.. હવે તું ફ્રેશ થઇ જા, પછી આપણે લંચ કરવા જઈએ.' મલ્હાર કાવ્યાના ગાલ પરથી આંસુ લૂછતાં બોલ્યો.


કાવ્યા એબોર્શન માટે રાજી થઈ ગઈ ત્યારથી જ મલ્હાર ખુબ ખુશ હતો પણ પોતાની ખુશી ચહેરા પર છલકી ના જાય એનુ તે ધ્યાન રાખી રહ્યો હતો.


કાવ્યા ફ્રેશ થવા ગઈ અને મલ્હાર રૂમની બહાર ગયો. બહાર જઇને પહેલા તો એ કાવ્યાની મૂર્ખતા અને પોતાની હોંશિયારી પર થોડીવાર સુધી ખડખડાટ હસ્યો. પછી તેણે એક ફોન લગાવ્યો.

ફોન કટ કરતા પહેલા તેણે ચેતવણીના સૂરમાં કહ્યું: 'બધી વ્યવસ્થા મેં કહ્યું એ પ્રમાણે જ થવી જોઈએ. ભૂલ કરવાનું પરિણામ તું જાણે છે.'


ફોન પતાવીને મલ્હાર અંદર આવ્યો. થોડી વારમાં કાવ્યા ફ્રેશ થઈને આવી.


'ચલ નીકળીએ?' મલ્હારે પૂછ્યું.


'હાં.' કાવ્યા બોલી.


'કાવ્યા, મેં હમણાં ડોક્ટર સાથે વાત કરી. એબોર્શન માટે આપણને ચાર દિવસ પછીની તારીખ મળી છે.' મલ્હાર કાવ્યાના ખભા પર હાથ રાખીને બોલ્યો.


'હાં ઠીક છે.' કાવ્યા થોડી ઉદાસીનતાથી બોલી.


'ડોન્ટ બી અપસેટ બેબી.. હું તને ઉદાસ જોઇ નથી શકતો.. પ્લીઝ સ્માઈલ ના કાવ્યા..' મલ્હાર બોલ્યો.


કાવ્યા સાવ ફિક્કું હસી.


'કાવ્યા પ્લીઝ ચાર દિવસ હસતું મોઢું રાખજે એટલે કોઈને કશી શંકા ના જાય.' મલ્હારે કહ્યુ.


'હમ્મ.. ડોન્ટ વરી, કોઈને કંઈ ખબર નહીં પડે.' કાવ્યા બોલી.


'ગુડ.. ચલ.' કહીને મલ્હારે કાવ્યાનું કપાળ ચૂમ્યું.

બંને બહાર ગયાં અને એક રેસ્ટોરન્ટમાં જઇને જમ્યા. પછી કાવ્યા ત્યાંથી પોતાના ઘરે ગઇ અને મલ્હાર પોતાની ઓફિસે ગયો.

ઓફિસમાં જઇને મલ્હારે ફરી પેલા નંબર પર ફોન લગાવ્યો.


'હલો.. તને સોંપ્યું હતું એ કામ થયું કે?' મલ્હારે પૂછ્યું.


'યસ બોસ.' સામે વાળી વ્યક્તિએ કહ્યું


'અને સાંભળ.. આપણાં બહાર વાળા ગોડાઉનમાં વ્યવસ્થા કરવાની છે. ડોકટર માંગે એટલા પૈસા આપજે પણ કાગળમાં મારુ નામ ક્યાંય હોવું ના જોઈએ. અને પેલા પેપર્સ પર એવા માણસનું નામ હોવું જોઈએ જેનો દૂર દૂર સુધી મારી સાથે છેડો અડતો ન હોય.' મલ્હારે કડક સૂચના આપી.


'યસ બોસ, તમે ટેન્શન નહીં લો. બધુ કામ એકદમ પરફેક્ટ થશે.' સામે વાળી વ્યક્તિએ કહ્યુ અને ફોન કટ કર્યો.


ફોન મુકીને મલ્હાર ખંધુ હસ્યો અને કામે વળગ્યો.


**


કાવ્યા ઘરે આવી અને ઉતાવળે પગલે પોતાના રૂમ તરફ ચાલી.


'એ.. હેલો.. ભાગતી ગઈ અને આમ ઉતાવળે આવી.. શું ચાલે છે આ બધું?' સમાઈરાએ કાવ્યાને અંદર આવતા જ ટોકી.


'કંઈ નહીં સમ્મુ.. બહાર ગરમી ખૂબ હતી એટલે જરા શાવર લઇને ફ્રેશ થઈ જઉં પછી તારી સાથે ગપ્પા મારવા આવુ.'


'તારી તબિયત તો સારી છે ને? ખૂબ થાકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.'


'મારી તબિયત તો એકદમ મસ્ત છે. બસ ગરમીને લીધે નીચોવાઈ ગઈ છું. એટલે જ તો પહેલા નાહી લઉં પછી આવું.'


'હમ્મ.. ઓકે, ફ્રેશ થઈને મારી રૂમમાં આવ.. હું વેઈટ કરૂ છું.' સમાઈરા બોલી.


'હાં, આવું દસ મિનિટમાં.' એમ કહીને કાવ્યા એની રૂમમાં ગઈ.


**


નીશ્કા ગઝલનાં ઘરે આવી હતી. એ બંને ગઝલની રૂમમાં બેસીને બૂકે મોકલાવનાર વિષે વાત કરી રહી હતી.


'વાહ મસ્ત બૂકે છે.. અને કેટલી સુંદર શાયરી લખી છે.' નીશ્કા બૂકેનું કાર્ડ વાંચતા બોલી.


'એ બધુ તો ઠીક છે પણ બૂકે કોણે મોકલ્યો હશે?' ગઝલ હડપચી પર આંગળી મૂકીને બોલી.


'એમા શું... હશે કોઈ તારો મજનુ..' નીશ્કા ખીલ ખીલ હસતાં બોલી.


'વેરી બેડ જોક નીશ્કા.. આપણે જાણવું તો જોઈએને કે કોણ મોકલે છે?' ગઝલ બોલી.


'આપણે તેના સ્ટોર્સ પર જઈને પૂછીએ તો?' નીશ્કાએ કીધું.


'ગુડ આઈડિયા.. ચલ.' ગઝલ ફટ કરીને ઉભી થઈ અને નીશ્કાનો હાથ ખેંચતી એને રૂમની બહાર લઇ ગઈ.


'અરે પણ ઉભી તો રહે.. મારી બેગ રહી ગઈ.' નીશ્કા એક હાથે તેને પાછળ ખેંચતા બોલી.


'લઈ લે જલ્દી.. ત્યાં સુધી હું ભાભીને કહી દઉં.' કહેતી ગઝલ કૃપાને સાદ આપતા નીચે ઉતરી: 'ભાભી.. ભાભી..'


'અરે અહીં છું હું..' કૃપાએ એની રૂમમાંથી અવાજ આપ્યો.


'ભાભી અમે બંને બહાર જઇએ છીએ.' ગઝલ બોલી.


'બહાર ક્યાં?' કૃપાએ પૂછ્યું.


'પેલી ચોકલેટ અને બૂકે કોણ મોકલે છે એ પુછવા માટે એના સ્ટોરમાં જઈએ છીએ.' ગઝલએ કહ્યુ.


'અચ્છા ઓકે, જાવ.. જરૂર પડે તો મને ફોન કરજે.' કૃપાએ કહ્યુ. નીશ્કા પણ એની બેગ લઇને આવી ગઈ.


'હાં ભાભી.. બાય..' કહીને બંને જણી નીશ્કાનું સ્કુટી લઇને "ફ્લાવર્સ એન્ડ ગિફ્ટ સ્ટોર્સ" પર જવા નીકળી ગઈ.


એ.. ઉભી રહે.. ઉભી રહે.. આ શોપનું જ એડ્રેસ હતું બૂકે પર.. ગઝલ બોલી.


'ઓકે ઓકે.. ' કહીને નીશ્કાએ સ્કૂટી સાઈડમાં લઈને સ્ટેન્ડ પર ચઢાવી.

બંને જણી સ્ટોર્સમાં પ્રવેશી.


'એક્સક્યુઝ મી..' ગઝલએ કાઉન્ટર પર ઉભેલા પર્સનને કહ્યુ.


'યસ મે'મ.. મે આઈ હેલ્પ યૂ?'


'મારે એક ઇન્કવાયરી કરવાની છે.'


'યસ મે'મ, ટેલ મી.'


'કૂડ યૂ ટેલ મી ધેટ વ્હુ ઈઝ સેન્ડિંગ ફ્લાવર્સ એન્ડ ચોકલેટ્સ એટ મિ. મિહિર કાપડિયા'ઝ હોમ બાય યોર સ્ટોર્સ?' ગઝલએ પૂછ્યું.


'સોરી મે'મ વી કૂડ નોટ રિવીલ અવર કસ્ટમર્સ આઈડેન્ટિટિ, ઈફ અવર કસ્ટમર ડઝન્ટ વોન્ટ ટૂ.' પેલા સ્ટોર વાળા પર્સને કહ્યુ.


'પણ આવી રીતે કોઈને ખબર ના હોય તેમ છુપાઈને કોઈને ત્યાં ફ્લાવર મોકલવાનું યોગ્ય તો નથી ને?'


'યૂ આર એબ્સોલ્યુટલી રાઈટ મે'મ, પણ અમે કોઈને બિલકુલ નુકશાન ના થાય એની પુરી તકેદારી રાખીને ડિલિવરી કરીએ છીએ. અગર તમને તકલીફ પડતી હોય, અથવા તમારા ઘરે આ રીતે બૂકે ના આવે તેમ જો તમે ઈચ્છતા હોય તો તમે સર્વિસ બ્લોક કરાવી શકો છો.

જો તમે બ્લોક કરાવશો, તો આગળથી તમારા એડ્રેસ પર કોઈ સરપ્રાઈઝ બૂકે કે ગિફ્ટ ડિલિવર નહીં કરીએ.' તેણે સ્ટોરની પોલિસી સવિસ્તર સમજાવી.


પહેલાં તો ગઝલને થયું કે બ્લોક કરાવી દે. પણ પછી તેને મલ્હારનો વિચાર આવ્યો. ગઝલએ મનોમન વિચાર્યુ:

'જો મલ્હાર પ્રેમથી સરપ્રાઈઝ બૂકે અને ચોકલેટ મોકલતો હશે અને હું બ્લોક કરાવી દઉં તો એને કેટલુ ખરાબ લાગે!'


ગઝલને વિચારમાં પડેલી જોઈને પેલાએ પૂછ્યું :

'મે'મ, શું કરવું છે?'


'અં.. એમ તો ખાસ કંઈ તકલીફ નથી કેમ કે એમાં શાયરી અને ચોકલેટ સિવાય કશું નથી.' ગઝલ બોલી.


'ઓકે, એનીથિંગ એલ્સ મે'મ?' પેલાએ પૂછ્યું.


'નો, આઈ એમ ડન. થેન્કસ્.' ગઝલએ કહ્યું.


'થેન્ક યૂ ફોર યોર વિઝિટ, ઈટ ઈઝ નાઈસ ટૂ ટૉક ટૂ યૂ મે'મ, હેવ એ પ્લેઝન્ટ ડે એહેડ..' પેલાએ મસમોટી સ્માઈલ સાથે કહ્યુ.


'થેન્ક યૂ.' ગઝલ બોલી અને પછી બંને બહાર નીકળી ગઈ.


'હેલો બોસ.' એ લોકો ગયા પછી તરતજ વિક્રમે ત્યાંથી લગાવ્યો.


'યસ વિક્રમ.' વિવાન બોલ્યો.


'હું મારા મિત્રના બર્થડે માટે બૂકે લેવા ફ્લાવર એન્ડ ગિફ્ટ સ્ટોર્સ પર આવ્યો હતો, અહીં ભાભી સાહેબ પણ આવ્યા હતા.' વિક્રમે વિવાનને માહિતી આપતા કહ્યું.


'વ્હોટ..? એ તને ઓળખી ગઈ કે?' વિવાને પૂછ્યું.


'નહીં બોસ, હજુ સુધી એણે મને તમારી સાથે જોયો નથી એટલે એ મને નથી ઓળખતા.' વિક્રમ બોલ્યો.


'અચ્છા.. એ ત્યાં શું કામ આવી હતી એ ખબર પડી?' વિવાને પુછ્યું.


'હાં બોસ, ભાભી સાહેબ એના ઘરે આવતાં બૂકે અને ચોકલેટ કોણ મોકલે છે તેની ઇન્કવાયરી કરવા આવ્યા હતા.' વિક્રમે કહ્યુ.


'વ્હોટ? એને ખબર પડી કે કોણ બૂકે મોકલે છે?'


'ના બોસ.' કહીને વિક્રમે સાંભળી લીધેલી ગઝલ અને પેલા પર્સન વચ્ચેની વાતચીત વિષે વિવાનને બધું કહ્યું.


'ગુડ..' વિવાને કહ્યુ.


'પણ બોસ, ભાભી સાહેબને ખબર પડી જાય તો શું વાંધો છે?'


'યોગ્ય સમયે ખબર પડી જશે, હજુ એ સમય આવ્યો નથી.' વિવાને કહ્યુ.


'ઓકે બોસ.' વિક્રમ બોલ્યો. અને ફોન મુક્યો.

ત્યાં રઘુ વિવાનની કેબિનમાં એન્ટર થયો.


'ભાઈ, મલ્હારની કંપનીના ગોટાળા વિશે જાણવા મળ્યું છે.' રઘુ વિવાનની નજીક આવીને બોલ્યો.


વિવાને પ્રશ્ન સૂચક નજરે રઘુ સામે જોયુ.


'ભાઈ, એની કંપનીએ જે પ્રોજેક્ટ માટે બેંક લોન્સ લીધેલી છે તેને એ ગેરકાયદેસર પોતાની બીજી કંપનીઓ તરફ વાળે છે. ઉપરાંત બે નંબરના કાળા નાણાંને કલકત્તાની એક શેલ કંપનીમાં વ્હાઈટ કરાવીને એ નાણાં રુદ્રપ્રતાપ વાળા પ્રોજેક્ટમાં રોકી રહ્યો છે.' રઘુએ વિવાનને વિગતવાર માહિતી આપી.


'આ તો સીધે સીધો મની લોન્ડરીંગનો કેસ છે.' વિવાન હાથમાં પેન રમાડતાં બોલ્યો.


'હાં ભાઈ એજ, બોલો હવે શું કરવું છે?' રધુ ઉત્તેજનાથી બોલ્યો.


'તું એનો ટ્રેક રાખ, સમય આવ્યે આનો ઉપયોગ કરીશું.' વિવાન ઠંડકથી બોલ્યો.


**


'હાં બોલ..' કાવ્યા ફ્રેશ થાયા પછી સમાઈરાની રૂમમાં જઈને બોલી.


'શું બોલે? મારી રજાઓ પૂરી થવા આવી. બે દિવસ પછી મારે નીકળવાનું છે, અને હજુ સુધી તારા ભાઈ જોડે સરખી રીતે ફરવા જવાનો મને મોકો નથી મળ્યો.' સમાઈરા મોઢુ વંકાવીને બોલી.


'ઓહો.. એટલા માટે મેડમનો મૂડ ખરાબ છે એમને?' કાવ્યા લટકો કરીને બોલી.


'હાં, અને એક મોકો કાલે મળ્યો હતો એ તારા લીધે ગયો..' સમાઈરા ફરિયાદ કરતાં બોલી.


'ઓ.. આઈ એમ સોરી ફોર ધેટ બચ્ચા.. ચલ આજે તારા માટે સ્પેશિયલ પ્લાન બનાવીએ.' કાવ્યા આંખ મિંચકારીને બોલી.


'કેવી રીતે કરીશું? મારો વર તો કામ સિવાય બીજું કશું ભાળતો જ નથી.' સમાઈરા ક્યુટ ફેસ બનાવીને બોલી.


'મારા દિમાગમાં તારા માટે મસ્ત ડિનર ડેટ પ્લાન કરવાનો આઇડિયા છે.'


'સાચ્ચે..?'


'હમ્મ.. ફક્ત તું અને ભાઈ.. પૂરુ એકાંત.. હું પણ નહીં હોઉં ત્યાં..'


'ઓહ થેન્કસ્ કાવ્યા.. પણ એ અડિયલ એકલો મારી સાથે આવશે?' સમાઇરા શંકાશીલ અવાજે બોલી.


'જો.. આપણે ઠાકર્સ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ટેબલ્સ બૂક કરાવીએ.. તું પહેલાથી ત્યાં પહોંચી જજે

ભાઈને આપણે એમ કહેશું કે બધા આજે એક સાથે ત્યાં ડિનર લઇશું. પણ હું અને ફઈ બંને ત્યાંથી દૂર રોયલ વેલવેટમાં જઈશુ. અને તમે બેઉ એકલા ત્યાં ઠાકર્સ ગાર્ડનમાં..' કાવ્યાએ પ્લાન બતાવ્યો.


'ગુડ આઈડિયા.. લવ યૂ ડાર્લિંગ..' સમાઈરા કાવ્યાને હગ કરતાં બોલી.


'હં.. બસ બસ.. મને એ કહે કે તું અમેરિકા જવા ક્યારે નીકળવાની છે?' કાવ્યાએ પૂછ્યું.


'પરમ દિવસની ટિકિટ છે. હવે છ મહિના પછી આવીશ.. કાયમ માટે..' સમાઈરા બોલી.


**


ઓફિસનું કામ પતાવીને વિવાન ઘરે આવ્યો.

વૈભવી ફઈ, સમાઈરા કે કાવ્યા કોઈ ઘરે નહોતું.


'ફઈ.. કાવ્યા..' વિવાને સોફા પર બેસતાં સાદ પાડ્યો.


'સાહેબ, ઘરે કોઈ નથી, બધાં ડિનર માટે બહાર ગયાં છે.' એક નોકર વિવાન માટે પાણી લઈને આવ્યો અને કહ્યું.


'પણ મને કોઈએ કહ્યું નહીં!' કહીને વિવાને ટાઈ લૂઝ કરી અને પાણી પીધું. ત્યાં મોબાઈલ પર કાવ્યાનો મેસેજ આવ્યો.:

"હાય ભાઈ, ઘરે કોઈ નથી અમે બધાં ઠાકર્સ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવ્યા છીએ. તુ પણ ફટાફટ તૈયાર થઈને આવી જા. સમાઈરા પરમ દિવસે અમેરિકા જાય છે, એટલે મારા તરફથી ટ્રિટ.. ટેબલ નંબર થ્રી એન્ડ ફોર.. બાય.. કમ ફાસ્ટ વી આર વેઇટિંગ ફોર યૂ."


મેસેજ વાંચીને વિવાન તૈયાર થવા એની રૂમમાં ગયો.


**


ઠાકર્સ ગાર્ડન રેસ્ટોરન્ટ ઓપન એર હતી. એમાં ચાર ચાર ટેબલ આવે એવા કયુબિકલ્સ બનાવવામાં આવ્યા હતાં. ઓરસ ચોરસ મહેંદીની ઉંચી વાડ બનાવીને દરેક ખાનામાં ફક્ત ચાર ચાર ટેબલ અને ખુરસીઓ રાખવામાં આવ્યા હતા. એટલે દરેક ફેમિલીને પૂરતી પ્રાઈવસી મળે.

કાવ્યાએ એક ભાગના ચારેચાર ટેબલ બૂક કરાવી લીધા હતાં એટલે ત્યાં વિવાન અને સમાઈરા સિવાય કોઈ ન આવે.


સમાઈરા ત્યાં એકદમ સેક્સી અને બોલ્ડ બ્લેક ડ્રેસમાં વિવાનનાં આવવાની રાહ જોઈને બેઠી હતી.


અડધો કલાક પછી વિવાન ત્યાં પહોંચ્યો. વિવાનને આવતો જોઈને સમાઈરા ખુશ થઈ ગઈ. એ એક ખૂણામાં જઇને છુપાઈ ગઈ.

વિવાન બૂક કરેલા ટેબલ પાસે આવ્યો.

ત્યાં કોઈ નહોતું. તેણે આજુ બાજુ જોયું.


'ફઈ… કાવ્યા..' એણે અવાજ દીધો.


ત્યાં સમાઈરા પાછળથી આવીને એને ભેટી પડી. વિવાન એકદમ ચમક્યો.


'વ્હોટ ધ હેલ..' વિવાન પાછળ ફરીને બોલ્યો.


'આઈ લવ યૂ, માય ડિઅર હસબન્ડ..' સમાઈરા બોલી અને ફરી વિવાનને ભેટી.


'સમાઈરા.. આ શું કરે છે? આવી રીતે અચાનક પાછળથી આવાય?' વિવાન એને હળવેથી બાજુમાં કરતા બોલ્યો.


'સોરી સોરી..' સમાઈરા કાન પકડતાં બોલી.


'હં.. બાકીના ક્યાં છે?' વિવાને પૂછ્યું.


'બાકી કોઈ નથી. આજે ફક્ત તું અને હું..' સમાઈરા સેકસી અવાજમાં બોલી.


'મતલબ?' વિવાને બઘવાઈને પૂછ્યું.


'મતલબ.. આ ડિનર ડેટ ફક્ત આપણાં બંને માટે જ છે, આજે આપણને કોઈ ડિસ્ટર્બ કરશે નહીં. જો મે આજુ બાજુના બધાં ટેબલ બૂક કરાવી લીધા છે.' સમાઈરા વિવાનના ચહેરા પર પ્રેમથી આંગળી ફેરવતાં બોલી.


'શુંઉઉઉ..' વિવાનને આંચકો લાગ્યો. તેણે આજુ બાજુમાં નજર ફેરવીને જોયુ તો ખરેખર ત્યાં બીજુ કોઈ નહોતું. બધાં ટેબલ ખાલી હતા.


'યસ નાઉ કમ..' એમ કહીને સમાઈરા એનો હાથ પકડીને એક ટેબલ સુધી લઇ ગઈ. અને એક ચેર ખેંચીને વિવાનની નજીક બેસી ગઈ.


'સમાઈરા.. કેટલી જગ્યા છે ત્યાં.. તું ત્યાં જઇને બેસ ને..' વિવાન ચીડાઈને બોલ્યો.


'હું ત્યાં બેસુ તો તું મારી ખૂબસૂરતી કેવી રીતે જોઈશ?' એમ કહીને સમાઈરા પગ પર પગ ચડાવીને બેઠી. સમાઈરાનો ડ્રેસ એકદમ શોર્ટ હતો એટલે એવી રીતે બેસવાથી એના ગોરા સાથળ દેખાઈ રહ્યા હતા. એના અર્ધા ઢંકાયેલા સ્નિગધ ગોરા સ્તન યુગ્મ ડિપનેક બ્લેક ડ્રેસ સાથે ગજબનો કોન્ટ્રાસ સર્જી રહ્યાં હતાં. પણ વિવાનનું એમાં બિલકુલ ધ્યાન નહોતુ.


વેઈટરે આવીને સ્ટાર્ટર સર્વ કર્યું. સમાઈરાએ એને ફટાફટ રવાના કર્યો અને જ્યાં સુધી બોલાવવામાં ના આવે ત્યાં સુધી નહીં આવવાની સુચના આપી.


વિવાનને મન નહોતું છતાં સ્ટાર્ટર ખાઈ રહ્યો હતો અને બીજા હાથમાં મોબાઈલ રમાડી રહ્યો હતો. સમાઈરાનું ધ્યાન ના જાય એ રીતે એણે મોબાઈલમાંથી રઘુને લોકેશન સેન્ડ કર્યું અને નીચે લખ્યું: 'કમ ફાસ્ટ.'


'ક્યારનો મોબાઈલમાં માથું નાખીને શું કરી રહ્યો છે?' કહીને સમાઈરાએ વિવાનના હાથમાંથી મોબાઈલ ખૂંચવી લીધો.


'સમાઈરા.. મારો મોબાઈલ પાછો આપ.' વિવાને કોઈ નાના બાળકને કહેતો હોય તેવી રીતે શાંતિથી કહ્યુ.


'નહીં.. બિલકુલ નહીં, મને તો એ નથી સમજાતું કે મારા જેવી હોટ છોકરી સામે બેઠી હોય ત્યારે કોઈ મોબાઈલમાં ધ્યાન પરોવી જ કેવી રીતે શકે?' સમાઈરા વિવાનના મોબાઈલને પોતાના પર્સમાં મૂકીને બોલી.


'સમાઈરા.. હાઉ મેની ટાઈમ્સ આઈ ટોલ્ડ યૂ ધેટ આઈ એમ નોટ ઈન્ટરેસ્ટેડ ઈન યૂ, ધેન વ્હાય આર યૂ ફોર્સિંગ મી?' વિવાન ઠંડા પણ ધારદાર અવાજમાં બોલ્યો.


'ડિયર હસબન્ડ, આઈ એમ લિવિંગ ફોર યુ.એસ. ડે આફ્ટર ટૂમોરો, પછી તો હું છ મહિના પછી રિટર્ન આવીશ.. અને તું મને એક રાત નહીં આપી શકે? તારી થોડી મીઠી યાદો મારી સાથે લેતી જાઉં બસ એટલી જ તો આરઝુ છે મારી.' સમાઈરાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું.


'વિવાને એક નિઃશ્વાસ છોડ્યો. પછી બોલ્યો: 'જો સમાઈરા, આપણે બંને ફક્ત સારા મિત્રો છીએ.. એથી આગળ આપણી વચ્ચે બીજુ કંઈ થવાની શક્યતા નથી. યૂ આર એ નાઈસ ગર્લ.. તું ડોક્ટર છે, તારા ફિલ્ડમાં તને સારો જીવનસાથી મળી શકશે… મારી પાછળ સમય વેડફવામાં તારુ કશું વળશે નહીં.' વિવાને સમાઈરાને શાંતિથી સમજાવતાં કહ્યું.


'મને બીજુ કોઈ નહીં તું જ જોઈએ છે. મિત્રોમાંથી પ્રેમી બનતા વાર કેટલી? હું જ્યારે રીટર્ન આવીશ ત્યારે તને મારા પ્રેમમાં પાડીને દેખાડી દઈશ તું જોઈ લેજે..' સમાઈરા આંખ મારીને બોલી.


'આ છોકરીનું કંઈ થઈ શકે તેમ નથી' એમ વિચારતા વિવાને માથું ધુણાવ્યું.

એટલી વારમાં સોફ્ટ રોમાન્ટિક સોન્ગ ચાલુ થયું.


'ડાન્સ?' સમાઈરા વિવાન તરફ હાથ લાંબો કરતાં બોલી: 'પ્લીઝ ના નહીં કહેતો.. પરમ દિવસે હું જાઉં છું, આપણી રોમાન્ટિક યાદગીરી માટે..' સમાઈરાએ ક્યુટ ફેસ બનાવ્યો.

વિવાન તેને વધુ હર્ટ કરવા નહોતો માંગતો એટલે એ ડાન્સ કરવા ઉભો થયો.


ડાન્સ કરતી વખતે વિવાનને સિડ્યુસ કરવાનો એક પણ મોકો સમાઈરા છોડતી નહોતી. હજુ તો માંડ થોડી વાર ડાન્સ કર્યો હશે ત્યાં વિવાનને સામેથી રઘુ અને વિક્રમ આવતાં દેખાયા.


'રઘુ.. વિક્રમ..' વિવાને અજાણ હોવાનું નાટક કરતાં સાદ પાડ્યો.


એ લોકોને જોઈને સમાઈરાનું મોઢુ બગડ્યું.


'ભાઈ તમે અહીં..!?' રઘુ નવાઈ પામતો હોય તેમ બોલ્યો.


'હાં, હું અને સમાઈરા અહીં ડિનર માટે આવ્યા હતાં.. તમે લોકો અહીં ક્યાથી?' વિવાન રઘુ સામે આંખ મારીને બોલ્યો.


'આજે વિક્રમનો જન્મદિવસ છેને? એટલે અમે અહી જમવા માટે આવ્યા છીએ.' રઘુએ વિક્રમને આંખ મારી. હકીકતમાં વિક્રમનો બર્થડે તો ચાર દિવસ પછી આવતો હતો


'તમને લોકોને આ જ રેસ્ટોરન્ટ મળી?' સમાઈરા મોઢુ બગાડીને હોઠ ફફડાવતી હોય તેમ બોલી.


'વ્હોટ મે'મ? તમે કંઈ કહ્યું કે?' વિક્રમે સમાઈરા સામે જોઇને કહ્યું.


'નથિંગ.. હેપ્પી બર્થડે વિક્રમ!' સમાઈરાએ પરાણનું વિશ કર્યું.


'ઓ, થેન્ક યૂ મે'મ..!' વિક્રમ સ્માઈલ કરતાં બોલ્યો.


'હેપ્પી બર્થડે વિક્રમ..' વિવાન વિક્રમને ગળે લગાવતા બોલ્યો.


'ઓલવેઝ વેલકમ બોસ.' વિક્રમે કહ્યુ.

એને જોઈને રઘુ મનમાં હસતો હતો.


'એની વે, તમે તમારી રીતે એન્જોય કરો અને અમે અહીં એન્જોય કરીએ.' સમાઈરા એ લોકોને ભગાડવાના ઈરાદે બોલી.


'ઓફ કોર્સ મે'મ.. પણ બોસ, મારી એક નાનકડી રિક્વેસ્ટ છે.. જો આપ પણ અમને જોઇન કરો તો મને ખૂબ ખુશી થશે.' વિક્રમ અહોભાવ સાથે બોલ્યો. રઘુએ આંખ મારી એટલે વિક્રમ સમજી ગયો હતો કે બોસને અહીંથી છટકવું છે.


'પસ ઓફ કોર્સ..' વિવાને ફટ દઈને હા પાડી.


'યસ? વ્હોટ યસ? આ ફક્ત આપણી ડેટ છે..' સમાઈરા વિવાનને રોકીને બોલી.


'સમાઈરા… આજે એનો બર્થડે છે, આજના દિવસે એને નારાજ કેમ કરાય? ચલ આપણે બધા મળીને ડિનર કરીએ.. એેને પણ સારુ લાગશે અને આપણે ડેટ પણ એન્જોય કરીશું.' વિવાને ભોળો બનીને કહ્યુ.


વિવાનની વાત સાંભળીને સમાઈરાને ખૂબ ગુસ્સો આવ્યો. પણ એને મૂડ બગાડવો નહોતો એટલે નાઈલાજે એ બધા સાથે ડિનર કરવા તૈયાર થઈ.


હજુ ડિનર શરુ જ થયું હતું ત્યાં રઘુએ તબિયત ખરાબ થવાનુ નાટક કર્યું. હવે રઘુને ઘરે મૂકવા જવો પડે તેમ હતું. વિક્રમનો "બર્થડે" હોવાથી વિવાન પોતે ગાડી લઈને રઘુને મુકવા ગયો.

સમાઈરાને વિક્રમ સાથે ડિનર કરવું પડ્યું.

વિક્રમ સમાઈરા સાથે ડિનર પતાવ્યા પછી એને ઘરે મૂકવા ગયો.


સમાઈરાના મનસૂબા પર રઘુ અને વિક્રમે પાણી ફેરવી દીધું એટલે સમાઈરા ગુસ્સે તો બહુ થઇ પણ એ ગુસ્સો તે કોઈના પર ઉતારી શકે તેમ નહોતી.

બે દિવસ પછી સમાઈરા અમેરીકા માટે નીકળી ગઈ અને વિવાને છુટકારાનો શ્વાસ લીધો.

.

.

ક્રમશઃ

.

.

**


મિત્રો, આજે હું એક વિનમ્ર ચોખવટ કરવા માંગુ છું. આ નવલકથા લખવા માટે મને કોઇ પૈસા મળતા નથી. હું ફક્ત મારા શોખ માટે લખી રહ્યો છુ. વાચકો માટે મારી પહેલી નવલકથા 'ઋણાનુબંધ' તથા આ નવલકથા 'પ્રણય પરિણય' પણ હંમેશા મફતમાં ઉપલબ્ધ રહેવાની છે. તમારો પ્રેમ અને ઉત્સાહ વર્ધક પ્રતિસાદ જ મારી કમાણી છે.


❤ તમારા સરસ મજાના પ્રતિભાવની પ્રતિક્ષામાં ❤