Kavitamay in Gujarati Poems by anghan smit books and stories PDF | કવિતામય

Featured Books
Categories
Share

કવિતામય

-| જીવન ના ઈન્સ્ટાગ્રામ માં |-

સુખ ની Story મૂકી દુઃખ ને hide કરીએ,
ઇચ્છાઓ ની Story મૂકી સ્વપ્નને mention કરીએ...!
જીવન ના ઈન્સ્ટાગ્રામ માં..

સમજણ ને Post કરી ફરિયાદને Archive કરીએ,
આવડત ને Post કરી જુનુંન ને tage કરીએ...!
જીવન ના ઈન્સ્ટાગ્રામ માં..

વ્હાલને like કરી ભૂલો ને Report કરીએ..
હાસ્ય ને like કરી લાગતા-વળગતા ને Shere કરીએ...!
જીવન ના ઈન્સ્ટાગ્રામ માં..

મિત્રો ને Follow કરી શત્રુ ને Block કરીએ,
પ્રેમ ને Follow કરી લાગણી ને Dm કરીએ...!
જીવન ના ઈન્સ્ટાગ્રામ માં..



-| ગામડાની મોન |-

મોજ વાડીએ જઈને મંગાળે બનાવેલી ચા માં હતી,
Cafe માં ઈ વાત નથી.

મોજ ધોરિયે ખોબે ખોબે પાણી પિવામાં હતી,
bisleri માં ઈ વાત નથી.

મોજ ગોળ ના ગાંગડા ને શીંગ ના દાણા ખાવામાં હતી,
Snickers માં ઈ વાત નથી.

મોજ પંખા વગર ની સાયકલ માં ચાર સવારી માં જવાની હતી,
Activa માં ઈ વાત નથી.

મોજ મેમાને આપેલી પાચ ની નોટ વાપરવા માં હતી,
Pocet money માં ઈ વાત નથી.

મોજ નિશાળે થી છૂટી ને વાડીએ ભાતું દેવા જવામાં હતી,
Zometo માં ઈ વાત નથી.

મોજ ખારા માં જઈને સાત પડીયા દડે ક્રિકેટ રમવામાં હતી,
Woop માં ઈ વાત નથી.

મોજ સિમેન્ટ ના ગદડિયા ને વાળે થી બાંધી દોડવવા માં હતી,
GTA માં ઈ વાત નથી.

મોજ તો મારાં બાળપણ માં ગામડાની હતી,
બાકી City માં ક્યાં ઈ વાત છે.





-| મારા સ્વપન નું પ્રેમ વૃક્ષ |-
[ભાગ : ૧]

જયારે હું એને પેહલી વાર મળ્યો ત્યારે મારા સ્વપ્નમાં વાવેલા એક પ્રેમ વૃક્ષ ની આ કલ્પના છે, જેનું બીજ એ હતી, અને એ પ્રેમ વૃક્ષનો હું પ્રેમરાહી....!

તું...
મારા સ્વપ્ન ના પ્રેમ વૃક્ષ નુ બીજ.

તારું હાસ્ય...
મારા સ્વપન ના પ્રેમ વૃક્ષ ની ડાળીએ ફૂટેલી કુંપળો.

તારા આંસુ...
મારા સ્વપન ના પ્રેમ વૃક્ષ ના પર્ણમાંથી ટપકતું જાકળબુંદ.

તારી ખુશી...
મારા સ્વપન ના પ્રેમ વૃક્ષ માં આવેલું અમૃત ફળ.

તારી નારાજગી...
મારા સ્વપન ના પ્રેમ વૃક્ષ ની સુકાય ભાંગતી ડાળી.

તારી બોલી...
મારા સ્વપન ના પ્રેમ વૃક્ષ પર આવી બેસેલી કોયલ .

તારું મૌન...
મારા સ્વપન ના પ્રેમ વૃક્ષ ના પાનખર નો સુનો ર ધબકાર.

તારું મિલન...
મારા સ્વપન ના પ્રેમ વૃક્ષ ને વાયેલો પવન નો વાયરો.

તારો વિરહ...
મારા સ્વપન ના પ્રેમ વૃક્ષ ને પડેલી પાણીની અછત.

અને અંતે હું...
મારા સ્વપન ના પ્રેમ વૃક્ષ નાં છાયડે બેઠેલો પ્રેમરાહી.




-| જિંદગીનો સ્માર્ટ ફોન |-

કેમ ના થાય એવું કે..
જિંદગી ના સ્માર્ટ ફોન માં દુઃખ ને અનિંસ્ટોલ કરી સુખ ની એપ ઇન્સ્ટોલ કરીએ...!

કેમ ના થાય એવું કે...
જિંદગી ના સ્માર્ટ ફોન માં ચિંતા ને અપડેટ કરી ખુશીઓ ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરીએ...!

કેમ ના થાય એવું કે...
જિંદગી ના સ્માર્ટ ફોન માં ફરિયાદ ને બદલી સમજણ ની થીમ ઇન્સ્ટોલ કરીએ...!

કેમ ના થાય એવું કે...
જીંદગી ના સ્માર્ટ ફોન માં પ્રપંચ ના વાયરસ ક્લીન કરી પ્રેમ ની સિક્યોરિટી ઇન્સ્ટોલ કરીએ...!



(ઉતરાયણ)

દોરીના ભરોસે ઊડતી પતંગ જ્યારે કપાય છે ત્યારે દોરી તો પાછી વીટાય છે પણ પતંગે બરબાદ થવું પડે છે...!!
અને આ બરબાદ પતંગનું શું થાય છે ...?
બાવળ ની વાડ માં સલવાય છે ને
ખુલ્લા મેદાન માં અથડાય છે
પાવરના તારમાં ફસાય છે ને
નદીઓના નિરમા સમાય છે
ફકીર ના તીર થી વીંધાય છે ને
એટલે જ કદાચ વાંક દોરીનો ગણાય છે.



Thank you.
(SMIT ANGHAN)