The Author वात्सल्य Follow Current Read પ્રેમ પત્ર..... આસ્થા.. અભિ. By वात्सल्य Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books My Devil Hubby Rebirth Love - 55 अब आगे छिपकली सुन कर उस लड़की ने अपने हाथों की मुट्ठी गुस्से... तेरी मेरी यारी - 12 (अंतिम भाग) (12)मकान पर पहुँच कर संजय ने दरवाज़ा खटखटाया। रॉकी ने... मोमल : डायरी की गहराई - 38 पिछले भाग में हम ने देखा कि फीलिक्स ने खुद पर काबू तो कर लिय... Secret Billionair जंगलों के बीचों बीच बना एक सुनसान घर जिसके अंदर लाशों का ढेर... बैरी पिया.... - 58 अब तक : शिविका बोली " क्या आप खिला सकती हैं दादी... ?? " ।शि... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share પ્રેમ પત્ર..... આસ્થા.. અભિ. (2) 642 1.9k 1 પ્રિય અભિષેક....પ્રેમ કેટલો છે એ નથી ખબર પણ જેટલો છે.એ બધો પ્રેમ હવે તમારો જ છે.અને આજીવન તમારો જ રહેશે.મારા પાસે પ્રેમ કરવા ફક્ત એક વ્યક્તિ છે.એને નઈ લૂંટુ પણ પ્રેમથી એમની પાસે લૂંટાઈ જઈશ.હું તો તમને મનમાં રાખવા માટે પ્રેમ કર્યો.તમે તો મારી આત્મામાં ઘૂસી ગયા. હવે તમારા વગર એ આત્માને નહી ચાલે,મને તો નથી જ ચાલતું એટલે દર બે ત્રણ કલાકે મારો પ્રેમ ચાર્જ કરું છું.લોકોને બીજી દુન્યવી વસ્તુની આદત હોય અને મને તમારી વાતોની આદત છે.તમે મળ્યાને એટલે મારું જીવન તો સફળ જ છે.બાકી! બધું જે પૈસા માટે પામવાનું છે એ બૌ ગૌણ છે.મારા માટે જે જોઈતું હતું ને એ સામે આવી મારું થઈ ગયું.એટલે આટલો બધો પ્રેમ કરું છું.તમે મારા વગર અધૂરા છો ને તો હું પણ તમારા વગર અપૂર્ણ છું.એટલે તમારા વગર તો મારું પણ કોઈ નઈ થવાનું.અને જોઈતું પણ નથી.મારી કોઈ આશા પણ નથી કે માટે માટે આવું કરજો તેવું કરજો!બસ એક આશા છે કે જેટલો પ્રેમ છે,એટલો કરતા રહેજો.પ્રેમમાં ફેરા ફરવા અને લગ્ન કરવાં આ બધું દુનિયાએ શોધ્યું છે.હું તમને પ્રેમ કરું છું.જે પ્રેમ ભગવાને શોધ્યો છે.એટલે મારો આપણા પ્રેમનો રંગ સિંદૂર જેટલો પવિત્ર છે.અને ગઠબંધન જેટલો મજબૂત.રહી વાત સપ્તપદી શ્લોકની!એ તો આપણે 81 દિવસોથી બોલી જ રહ્યા છીએ ને!આજે એનો 82 મો દિવસ છે.પ્રેમના બધા બોવ કિસ્સા હશે પણ ફક્ત 82 દિવસમાં કોઈ જ મતભેદ મનભેદ વગર પરસ્પર સમજી ગયાં કે આવા કિસ્સા તો નઈ હોય. અને એનું કારણ છે કે તમે બધો અનુભવ કરેલો છે.અને હું નાની નાની વસ્તુ અને વાતને સમજુ છું.અનુભવ અને સમજ જ્યારે ભેગા થાયને તો કંઈ જ મુશ્કેલ નથી.એક તમે તો છો જેની પાસે દિલ ખોલીને વાત કરી શકું છું. એટલે જ ફક્ત પ્રેમની વાતમાં નઈ બધી વાતમાં સમજુ છું તમને.તમે ક્યારે બોવ ખુશ થઈ જાવ છો,ક્યારે મારા પ્રેમમાં ખુશી થી દુઃખી થઈ જાવ છો.ક્યારેક મારી ચિંતા કરો છો.ક્યારેક પોતે તડપી ને ફક્ત મારા પ્રેમ માટે અને મારા જીવન માટે ઘણું બધું બોલવાનું હોવા છતાં મારા માટે મૌન થઈ જાવ છો.બધું સમજુ છું.એટલે જ તો પ્રેમ થઈ ગયો.એવો પ્રેમ કે મનથી મજબૂર થવું પડ્યું.સામે વાળાને પ્રેમ કરવા.નકર મારું તો ક્યાંય ઠેકાણું નતું પડવાનું!મારા જેવું નોટંકી સાચવવું બધાંનું કામ નથી. એના માટે ફક્ત એક જ વ્યક્તિ જોઈએ અને એ છો આપ!I LOVE YOU SO MUCH.મારે તામારી પાસે લૂંટાવું જ છે.મને તમેં આખે આખી લૂટી લો.ખબર છે કે તમને રૂપિયા,સોના,ચાંદીનો મોહ નથી.તારા લૂંટવાના અભરખાના લિસ્ટમાં એકજ વસ્તુ છે "પ્રેમ."હું તમને એજ આપીશ.બઉ બધામાં તમેં નીરિક્ષણ કરી આવ્યા છો.પ્રેમ શોધવામાં હું પણ ઘણું બરબાદ કરી આવી છું. 🙏🏿એજ લિખિતન તમારી આસ્થા 🙏🏿**********************************પ્રિય.... આસ્થા.... અનેક નિરાશાઓ અને તારા હ્રદયની પ્રાર્થનાથી તને જે ભગવાને મોડું તો મોડું પણ શ્રેષ્ઠ આપ્યું છે.નસીબદાર છું કે હું જે શોધતો'તો તેવું જ વ્યક્તિ ભગવાને મારી પાસે મોકલી દીધું છે.હું તારા પ્યારને ક્યારે ઓછું નહીં આવવા દઉં.તું પણ નસીબદાર કે હું મોડો મોડો પણ તને મળ્યો છું.તારા દરેક શબ્દોમાં જે સાચો પ્રેમ અને તારી આંખોમાં જે કરુણા દેખાય છે,તે ભાગ્યેજ કોઈનામાં મેં જોઈ હશે !આટલુ મારા માટે કરે છે.પછી હું શું કરવા બીજે ભટકું ?તારો "અભિ" તારી સાથે ફેરા ફરી લાવી શકે પણ હવે એ કરવું હાસ્યાસ્પદ અને બાલિશતા ગણાય.એવા દેખાડા કરી મારે મારો પ્યાર નથી ખોઈ દેવો.એટલે આ જનમે આસ્થા!આમજ જીવીને પ્રેમની અનુભૂતિ માણવી પડશે.તારા શબ્દોમાં સચ્ચાઈ તેમજ તારી વાણીમાં મને મળવાની ઉત્કંઠા દેખાય છે.આખો દિવસ તારા ખીલતા હસતા મુખડે પ્રસન્નતા હોય પછી એ ચહેરો જોવાની તાલાવેલી કોને ન હોય!♥️આસ્થા આઇ લવ યુ❤આખી રાત જેટલી વખત જાગું છું તેટલી વખત મોબાઈલ પર નજર કરી લઉં છું કે મારી આસ્થાએ શું મોકલ્યું છે?આખો દિવસ તારી યાદમાં સમય વીતે છે.🙏🏿હવે એક ઝંખના છે કે તું મને મળી જાય.🙏🏿પળ બે પળ તને મળવુ છે....તને મળીને મારો જીવ રાજી રાજી થઇ ઉઠશે.એટલે જલ્દી મળી જા....હું પ્રેમ કરું છું.તને પરંતુ બીજા જેવો નહીં.મારો પ્યાર જે છે તે તું અનુભવે છે,શબ્દોમાં.તું સન્મુખ નથી પરંતુ તારા ચહેરાના હાવભાવ હું અનુભવી શકું છું. જાગી જા ને આસ્થા .........પંખી કલશોર કરે છે. સૂરજ ઉગી ગયો છે.તારું નામ હોઠ પર આવે એટલે અલગ પ્રકારનો રોમાંચ થાય છે.તારાં સ્વપનાં દુર્લભ છે કેમકે એવી સ્વપનાં આવે એવી ઘેરી ઊંઘ આવતી નથી.છાતી પર મારો હાથ જાય તો સ્વપ્નું આવે ને?કેમકે આંખો બંધ કરી માત્ર ઊંઘવાનો ડોળ કરતો હોઉં છું.તું કે છે ને કે બઉ ના જાગો! આંખો દુઃખે એટલે તારું આ વાક્ય મને અસર કરે છે.એટલે પરાણે આંખો મીંચું છું.ત્યાં ખુલી જાય છે.... તારી આરજૂ અને યાદમાં રાત વીતી જાય છે.💞તને તો ક્યાં સ્વપ્ન આવે?કેમકે આખા દિવસનો થાક તો તને લાગે છે ?અત્યાર સુધી તેં જે કીધું તે બધું સાચું પડ્યું છે.તારું દિલ અને શરીર તેં ક્યાંય અભડાવા દીધું નથી.મારે માટે સાવિત્રી જેવી પવિત્ર છો.સાવિત્રી એવા સમયમાં થઇ ગઇ કે એ જમાનો મોહ નગરી કે મોબાઈલ,ફિલ્મનો નહોતો....🙄પરંતુ તારી આંખો સામે આ બધું જ છે.ધારે તો એક પલકારામાં બધું જ મેળવી શકે છે.પણ તેં એ નથી કર્યું. એટલે જ હું તારા પ્રેમ પર વારિ ગયો છું.જો કે પુરુષ તો ભમરા જેવો છે.સ્ત્રી એ ફૂલ છે.ફૂલ જુએ એટલે ભમરો બેસીને રસ ચૂસવા લાગે.તું એક એવું નરગીસનું ફૂલ છે કે વાળની અણી જેટલોય ડાઘ તારા અંગે પડવા દીધો નથી.હું ખુબજ ખુશ છું મારી આસ્થા ....i love you આસ્થા!!!તું જલ્દી મળવા આવ હવે તને મળવાની લગની લાગી છે.દિલમાં જલન તારા પ્રેમની છે.તેને ઠારવા તું આવી મળ.લે સવારમાં તારા પ્રેમ ને વર્ણન કરવા આંગળીઓ થાકી છે 🌹શબ્દો નથી થાકતા ..આઇ લવ યુ આસ્થા ❤ - અભિષેક - વાત્ત્સલ્ય Download Our App