Help in Gujarati Short Stories by Dr. Sweta Jha books and stories PDF | મદદ

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

મદદ

આજે સૂર્યના કિરણો ઠંડીને પ્રસરવા જાણે અવકાશ આપતા હોય એમ આછા આછા જમીન પર પડતા હતા. કાવ્યાને આજની સવાર ખુશનુંમાં કરતા ઠંડી વધારે લાગી રહી હતી. કાવ્યાએ કારના વિન્ડો ગ્લાસ બંધ રાખ્યા હતા છતાં અંદરની ઠંડક જાણે તેને જડવત બનાવી રહી હતી. કાવ્યના હાથ સ્ટીયરીંગ પર ચોંટી ગયા હતા. અને તેનું સમગ્ર ધ્યાન રસ્તા પર કેન્દ્રિત હતું. તે વિચારી રહી હતી કે આજે વર્ષના છેલ્લા મહિનાનો આ છેલ્લો દિવસ છે. અને વર્ષ જાણે એક પલકારામાં જ પસાર થઈ ગયું. તેણે સ્માર્ટ વોચમાં નજર કરી, હજી ઓફિસ શરૂ થવાને ૧૦ મિનિટની વાર હતી. તેણે મનમાં વિચાર્યું ‘ચલો આજ તો ઓફિસ સમયસર પહોંચાશે. અચાનક તેણે જાણે તંદ્રામાંથી સફાળી જાગતી હોય તેમ જોરથી બ્રેક મારી. એક ત્રણ- ચાર વર્ષની માસુમ છોકરી તેની સામે દોડતી આવી રહી હતી. ગુલાબી રંગનું ફ્રોક પહેરેલી એ રડતી છોકરી ગાડીથી પાંચ- છ કદમ જ દૂર ભયથી પડી ગઈ. કાવ્યાએ ગાડીને સાઈડમાં ઉભી રાખી અને તે ઝડપથી બહાર આવી. કાયમની જેમ પાટનગરનો તે રસ્તો ઓછી અવરજવર વાળો હતો. કાવ્યાએ છોકરીને પ્રેમથી ઉભી કરી. પરાણે વહાલી લાગે એવી તે બાળકી ભયથી ધ્રુજી રહી હતી.કાવ્ય એ પ્રેમથી એના માથે હાથ ફેરવી પૂછ્યું,” બેટા, તુ અહી રોડ પર ક્યાંથી આવી? તારા મમ્મી પપ્પા ક્યાં છે?” તે છોકરી હજુ ડઘાયેલી જ હતી અને રોડની બાજુમાં આવેલા ઝૂંપડા તરફ હાથ કરી રહી હતી. કાવ્યાએ રોડ પરથી જોયું તો સર્વિસ રોડ પછી તરત જ ઝૂંપડાઓની હારમાળા હતી. પાટનગરના મોટાભાગના સેક્ટરોમાં આ કાયમની સમસ્યા બની ગઈ હતી. વૃક્ષો માટેના આરક્ષિત વિસ્તારમાં બહારથી આવેલા મજૂરો ઝૂંપડા બનાવી દેતા હતા. પહેલા એક ,બે અને પછી અચાનક બિલાડીના ટોપની જેમ ઝૂંપડાઓની સંખ્યા વધી જતી. સ્થાનિક રહીશોની ફરિયાદ કોઈ કાને ધરતું નહીં. કાવ્યાએ બાળકી સામે ફરીથી જોઈ તેનું ઝીણવટ પૂર્વક અવલોકન કર્યું.સુંદર ગુલાબી રંગનું બ્રાન્ડેડ ફ્રોક પહેરેલી તે બાળકીના વાળ સુઘડ રીતે ઓળાયેલા હતા. અને ગુલાબી રંગની મેચિંગ હેર બેન્ડ લગાવેલી હતી. તેના ગોરા ગાલ પર એ હેરબેન્ડમાંથી નીકળેલી લટ ફરફરતી હતી. બાળકીના પગમાં સુંદર સફેદ રંગના બ્રાન્ડેડ સેન્ડલ પહેરાવેલા હતા. કાવ્યાએ અનુમાન લગાવી દીધું કે બાળકી કોઈ પૈસે- ટકે સુખી સંપન્ન પરિવારમાંથી આવતી હોવી જોઈએ. રડતી બાળકીને ચૂપ રાખવા કાવ્યાએ પ્રેમથી તેના ખભા પર હાથ ફેરવીને પૂછ્યું,”બેટા તું રડ નહીં. તું પડી ગઈ તો તને વાગ્યું છે?” હિબકા ભરતી બાળકીએ નકારામાં ડોકું ધુણવ્યું. કાવ્યાએ ફરીથી તેને પૂછ્યું,” તારું નામ શું છે?” બાળકીએ એક જ શબ્દમાં જવાબ આપ્યો….”મિશા…” પછી તે ડરેલી નજરે ઝૂંપડા તરફ હાથ કરી બતાવવા લાગી અને ફરીથી રડવા લાગી. કાવ્યા સમજી ગઈ કે બાળકી ખૂબ ડરી ગઈ છે અને ઝુંપડા તરફ ઈશારો કરી કંઈ કહેવા માંગે છે. કાવ્યાએ બાળકીને ફરી પૂછ્યું,” બેટા, તુ અહીંયા રહે છે?” બાળકીએ ફરીથી નકારમાં માથું ધુણઆવ્યું. કાવ્યા વિચારવા મંડી કે આ બાળકી કોની હશે અને અહીં ક્યાંથી આવી હશે. ત્યાં જ પાછળથી દોડતા આવતા પગલાના અવાજથી તેના વિચારોની તંદ્રા તૂટી. તેણે પાછા વળી જોયું તો ઝૂંપડાની લાઇન તરફથી એક લઘરવઘર મજૂરણ જેવી લાગતી શ્યામવર્ણની બાઈ તેની તરફ દોડતી આવી રહી હતી. એને જોઈને બાળકી જોરથી રડવા લાગી અને ધ્રુજતા ધ્રૂજતા કાવ્યાની સાડીનો પાલવ પકડી એની પાછળ છુપાઈ ગઈ. આ જોઈ કાવ્યાને કંઈક અજુગતું લાગ્યું. તેને થયું કે કંઈ ખોટૂ થઈ રહ્યુ છે. શા માટે આ બાળકી આ સ્ત્રીને જોઈને ડરી રહી છે? તેણે બાળકીનો હાથ પકડી લીધો. હજુ એ સ્ત્રી એમની સુધી પહોંચે એ પહેલા તો એ ઝુંપડાની હારમાળા તરફથી બીજો એક પુરુષ એ સ્ત્રીની પાછળ ઝડપથી ચાલીને આવી રહ્યો હતો. તે સ્ત્રીએ કાવ્યા પાસે પહોંચીને બાળકી સામે ઠપકા ભરી નજરે જોયું અને બોલી,” તું અહીંયા કેમ આવી? ગાડીની જોડે ભટકાઈ ગઈ હોત તો! ચાલ ઘરે.” મિશા આ સાંભળી જોરથી રડવા લાગી એટલે તે સ્ત્રીએ કાવ્યા સામે જોઈને કહ્યું,” બેન, સારું કર્યું તમે મારી છોડીને બચાવી લીધી. હું થોડી ખીજાઈ એટલે એ છોડી રિસાઈને આમ ભાગી આવી.” કાવ્યાએ અચરજથી તેની સામે જોઈને પૂછ્યું, “તમારી છોકરી? આ તમારી છોકરી છે ?જોઈને તો જરાય લાગતી નથી.” પછી તે સ્ત્રીને આડે હાથે લેતી હોય તેમ કાવ્યાએ પૂછ્યું,” એનું નામ શું છે?” તે સ્ત્રી ઝડપથી બોલી” મોંઘી” “ હે?” કાવ્યાથી બોલી જવાયું. તે સ્ત્રી છોભીલી પડી અને બોલી,” એ તો મારું નામ મોંઘી છે અને છોડી નું નામ મિતા છે.” કાવ્યા બોલી,” પણ એણે તો બીજું જ નામ કીધું.” ત્યાં તો પેલો પુરુષ ત્યાં આવી ચડ્યો અને એ સ્ત્રીનો બચાવ કરતો હોય એમ બોલ્યો, “ એ તો સ્કૂલમાં અમે એનું બીજું નામ લખાયું છે.”કાવ્યાએ પૂછ્યું કે તમારી છોકરી કઈ સ્કૂલમાં જાય છે તો ફરીથી તે પુરુષ બોલ્યો, “અમારી છોડી તો એક દૂરની સ્કૂલમાં જાય છે.” કાવ્યાએ મિશા સામે જોયું તો એ ભય થી ધ્રુજી રહી હતી. અને એટલા જોરથી તેણે કાવ્યાનો હાથ પકડી રાખ્યો હતો કે જાણે કે કોઈ દિવસ હાથ છોડવા જ ના માંગતી હોય.કાવ્યાએ ઝડપથી પરિસ્થિતિનો તાગ મેળવી લીધો અને પર્સમાંથી મોબાઈલ કાઢતા એ બોલી,”ગાડી બંધ પડી ગઈ છે એટલે મિકેનિક ને બોલાવી લઉં.” અને તેણે એ લોકોને ખ્યાલ ન આવે એમ 100 નંબર ડાયલ કરી અને મિકેનિકને બદ્લે પોલીસને એડ્રેસ આપી દીધું. પછી સમય પસાર કરવા ચતુરાઈપૂર્વક કાવ્યાએ એ સ્ત્રીને પૂછ્યું,”તમારી છોડી કયા ધોરણમાં ભણે છે?” એ સ્ત્રી કંઈ જવાબ આપે એ પહેલા તે પુરુષ બોલ્યો, “બેન, હવે એ બધી વાત રહેવા દો, અમારે મજૂરીએ જવાનું મોડું થાય છે.” એમ બોલી તે મિશાનો હાથ પકડવા અને તેને સાથે લઈ જવા આગળ વધ્યો. મિશાએ જોરથી બૂમ પાડી,”. નહીં…” કાવ્યાને થયું કે આ બંનેને એકલા હાથે નહીં પહોંચી વળાય, કંઈક પ્રયુક્તિ અજમાવી પડશે કેમકે આ છોકરી એમની નથી એટલું તો નક્કી જ છે એટલે પોલીસ આવે ત્યાં સુધી એમને રોકી રાખવા પડશે. કાવ્યાએ તેમને કહ્યું,” જો આ તો હું એટલે પૂછું છું કે હું જે સંસ્થામાં કામ કરું છું તે લોકો ગરીબ બાળકોને ભણવા આખા વર્ષની ફી અને ચોપડા મફત આપે છે. અને આજે આ યોજનાનો છેલ્લો દિવસ છે. તમે મને થોડી માહિતી આપો તો આજે જ હું તમને મફત ચોપડા અને ફીના પૈસા અપાવી દઉં.” તે સ્ત્રી તરત બોલી,. “કેટલા પૈસા મળે?” કાવ્યા બોલી,”તમારી છોકરી કયા ધોરણમાં ભણે છે?” પેલા પુરુષ તે સ્ત્રી સામે ડોળા કાઢી જોયું અને બોલ્યો,” બેન અમારે મોડું થાય છે. અમને જવા દો .અમારે ફીના પૈસા નથી જોઈતા.” ત્યાં જ કાવ્યા તરત એ સ્ત્રી સામે જોઈ બોલી,” છોકરીની ઉંમર જોઈ ત્રીજા ધોરણમાં ભણતી હોય એવું લાગે છે. તો 20,000 રૂપિયા ફી મળે પણ તેના માટે તમારે એક ફોર્મ ભરવું પડશે.” આ સાંભળી પેલી સ્ત્રીની આંખમાં ચમક આવી ગઈ અને તે પુરુષને એક બાજુ બોલાવી તેની સાથે ઘુસ્પુસ કરવા મંડી. કાવ્યાને હાશકારો થયો. તેણે પ્રેમથી મિશાને કહ્યું,” બેટા, ડર નહીં. હું તને બચાવી લઈશ.” પેલા સ્ત્રી પુરુષ પાછા ફર્યા અને પેલી સ્ત્રી જોરથી બોલી,” જુઓ બેન, આ છોડી…” હજી તે વાક્ય પૂરું કરે એ પહેલા જ પોલીસની જીપની સાયરનનો અવાજ સંભળાયો. અવાજ સાંભળી બંને સ્ત્રી પુરુષ ડઘાઈ ગયા અને મુઠીયો વાળી ત્યાંથી ભાગવા મંડ્યા. પોલિસની જીપમાંથી ઊતરી બે હવાલદાર તેમની પાછળ દોડ્યા. જીપમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર નીચે ઉતર્યા એટલે કાવ્યાએ તેમને બધી હકીકતથી વાકેફ કર્યા. હવલદાર એ બદમાશ સ્ત્રી પુરુષને પકડી લાવ્યા એટલે ઇન્સ્પેક્ટરે બૂમ પાડી કહ્યું,” હાથકડી પહેરાવી નાખો એ બેય બચ્ચા ચોરને વાનમાં.” કાવ્યાએ આભારવશ નજરથી ઇન્સ્પેક્ટર સામે જોયું અને પછી મિશાને પૂછ્યું, “તું ક્યાં રહે છે?...બેટા.” મિશા બોલી, “સાઈબાબાના મંદિર સામે.” આખા પાટનગરમાં એક જ સાઈબાબા નું મંદિર હોવાથી મિશાનું ઘર શોધવામાં વધારે તકલીફ ન પડી. જ્યારે કાવ્યાએ ઇન્સ્પેક્ટરની જીપમાંથી મિશાને ઉતારી એની મમ્મીના હાથમાં મિશાનો હાથ સોંપ્યો ત્યારે આંસુભરી આંખે તેની મમ્મીએ બે હાથ જોડી કાવ્યાનો આભાર માની તેને અનેક દુઆઓ આપી. કાવ્યાએ કારમાં બેસતા ફરી સ્માર્ટવોચમાં નજર કરી અને વિચાર્યું આજે છેલ્લા મહિનાના છેલ્લા દિવસે પણ બોસ નો ઠપકો સાંભળવો પડશે પણ નિર્દોષ મિશાને કરેલી મદદથી મળેલ સંતોષ સામે એ ઠપકાની શું વિસાત!

-  શ્વેતા ઝા

1

2

3