બીજા દિવસની શરૂઆત ખુબ જ અનેરી હતી, મોસમી હવામાં પ્રકૃતિની મહેક હતી આગળ વધતા પવનના મોજા પ્રભાના મિજાજને વધુ અનેરો બનાવતા હતા, પ્રભાએ ગણેશાના મંદિરે જઈને સવારને વધારે સફળ બનાવી, મંદિર દરિયા કિનારાથી નજીક હોવાથી પ્રભાએ ઠંડી - ઠંડી હવામાં થોડોવાર સમય વિતાવવા પોતાના પગ કિનારા નજીક ચાલવા નક્કી કર્યા...
કિનારા નજીક આવેલા બાંકડા ઉપર એક માણસ બ્લેક કોટ અને માથે ટોપી સાથે માસ્કથી પોતાનું શરીર ઢાંકીને બેઠો હતો, પ્રભાએ તેની તરફ ધ્યાનથી જોયા વિના બાંકડા ઉપર બેસી મોજાઓને જોવાનું શરુ કર્યું...
શીતલતા સાથે મોજની સાથે વહી આવતી બાળપણની યાદો પણ પ્રભાની આંખોમાં ખામોશી લાવી રહી હતી સાથે સાથે એને જોયેલા દરેક સપનાઓ તેની સમક્ષ જળહળવા મંડ્યા, પ્રભાએ કલ્પનારૂપી સ્મૃતિમાંથી બહાર આવી હવાની સુંદરતાનો અનુભવ કર્યો અને ત્યાંથી ઉભા થઇ એક પગલું ભરતા જ કોઈએ પાછળથી કહ્યું કેમ પ્રભા આજની ચિંતા અને નિરાશા બહુ દેખાય છે તારા ચહેરા ઉપર
પ્રભાએ પાછળ ફરીને જોયું તો એક માણસ ડાયરી લઈને કંઈક વાંચી રહ્યો હતો, પ્રભાએ કહ્યું આ તો બ્રેઇલ લિપિમાં છે આવી સેમ મારાં મિત્ર જોડે પણ છે,, હાસ્ય સાથે યુવકે કહ્યું અરે વકીલ સાહેબા ઓળખો એને માસ્ક હવાવ્યુ એટલે પ્રભા બોલી ઉઠી અરે યાર તું? પણ કઈ રીતે અને અહીં એકલો મને કહ્યું પણ નહિ કે તૂ છે વિશ્વાસ કેમ? અત્યારે સમય નથી હું કેશની તૈયારી જ કરી રહ્યો છું આર્ટિકલ વાંચી રહ્યો છું ane હું રોજ મોર્નિંગ વોક માટે અહીં આવું છું પ્રભા....
પણ વિશ્વાસ...... "અરે કહ્યું ને અત્યારે hu જવાબ નહિ આપું તને હું જલ્દી કહીશ કેશ પૂરો થશે એટલે.... પણ tu ટેન્શન ના le "
હા પણ કોઈ સુરાગ malyo તને વિશ્વાસ? જેને આપણે પ્રુફ કરી શકીએ જેથી ક્રોન્ટ્રાક્ટર ગુનાહિત સાબિત થઇ શકે?
હા પ્રભા એક નહિ પણ ઘણા જ ગવાહ છે મારી જોડે તું બસ તૈયાર રહેજે બાપેરે હું તને લેવા આવીશ મારી કાર ડ્રાઈવર ચાલવશે કારણકે કોર્ટ તરફ વાળો રસ્તો લાંબો છે અને સમયસર જવું પડશે મેં ઘરે વાત કરી છે આજે કાર ડ્રાઈવર સાથે આપણી પાસે હશે..
પ્રભાએ વિશ્વાસને એની કારમાં બેસાડ્યો કારને ડ્રાંઇવરએ ઘર તરફ ચાલતી મૂકી, પ્રભાએ જતા ફરી એકવાર મંદિરના દર્શન કર્યા અને એ ઘરે ગઈ..
પ્રભાએ બધા ડોક્યુમેન્ટ્સ એકત્રિત કર્યા અને ફાઈલ પણ બનાવી, એને ફરીથી આરોપો અને કાયદાઓને જોવાનું શરુ કર્યું, એક એક કરીને એને ઘણા બધા પેજ જોયા સમય હજી ઘણો હતો એટલે એને એની મમ્મીને કહ્યું જમવાનું રેડી છે મમ્મી? રસોડામાંથી સંતોષબહેન (પ્રભાની મમ્મી ) નો અવાજ આવ્યો હા માત્ર 10 મિનિટ બેટા..
થોડી વારમાં જમવાનું ટેબલ ઉપર ગોઠવાઈ ગયું પ્રભાએ જમતી પહેલા શ્લોક બોલવાનું શરુ કર્યું...
ॐ सह नाववतु ।
सह नौ भुनक्तु ।
सह वीर्यं करवावहै ।
तेजस्विनावधीतमस्तु ।
मा विद्विषावहै ॥
ॐ शान्ति: शान्ति: शान्ति:: ॥
શ્લોક બોલ્યા પછી બંનેએ અન્ન દાતાને નમસ્કાર કરી જમવાનું શરુ કર્યું, જમ્યા બાદ પ્રભાએ ફરીથી નમસ્કાર કરી પોતાની ફાઈલ હાથમા લીધી, એને મમ્મીના આશીર્વાદ લીધા અને વિશ્વાસને કોલ કર્યો માં...
વિશ્વાસને રિંગ ગઈ પરંતુ કોલ વ્યસ્ત આવતો હતો, પ્રભાએ ફરીથી કોલ કર્યો પરંતુ ફરીથી કોલ વ્યસ્ત આવવા લાગ્યો... થોડીવારમાં એક કાર બહાર આવી હૉર્ન વાગ્યું અંને પ્રભા એમાં બેસી કોર્ટ તરફ ગઈ કારમાં વિશ્વાસે કહ્યું આજે હમલો થયો છે પંક્તિની મમ્મી ગવાહી નહિ આપી શકે...... પ્રભાથી આશ્ચર્ય સાથેના દુઃખ ભરેલા અવાજથી બોલાયું પણ કેવી રીતે અને કોને કર્યો? વિશ્વાસએ ટૂંકમાં કહ્યું કોન્ટ્રાક્ટરની જ ચાલ છે.. પણ આપણે એને સાબિત કરીશું પ્રભા દુઃખ સાથે કઈ રીતે વિશ્વાસ કંઈક તો બોલ...... મોન સાથે ગાડી આગળ વધવા લાગી રસ્તામાં સાંન્નાટો વહી રહેતો પ્રભાને લાગ્યો....
To be continue..................................................