આપણાં દેશના સ્યૂડો સેક્યુલરીસ્ટો દ્વારા સગવડીયા સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવેલી એક માન્યતા એ છે કે સ્વતંત્રતા આપણને સરળતાથી મળી હતી. આ ભ્રામક દંતકથા અનુસાર અંગ્રેજો ભારત પર ૧૯૦ વર્ષ શાસન કર્યા પછી સામ્રાજ્ય ચલાવવાની જવાબદારીઓથી એટલા કંટાળી ગયા કે તેઓએ તેમના સામ્રાજ્યનું ફીંડલું વાળીને ઘા કરી દીધો!
જોકે, ભારતમાંથી ઉતાવળે બિસ્તરા પોટલાં સંકેલવા પડ્યા એની શરમ છુપાવવા અંગ્રેજોએ આ થિયરી ઘડી કાઢી હતી પણ નિમ્નબુદ્ધિ સેક્યુલરો માને છે કે ગાંધીજીએ અહિંસાના શસ્ત્રનો ઉપયોગ કર્યો અને બ્રિટિશ સંસ્થાનવાદીઓને ભારત છોડવા માટે શરમાવ્યા અને ત્યારથી આપણે અંગ્રેજોના ગુલામ મટીને મિત્ર બની ગયા!
તમને શું લાગે છે? આઝાદી મેળવવી એટલી આસાન હતી?
ભાઇ, આ આઝાદી રાતોરાત નથી આવી બહુ મોટી કિંમત ચૂકવવી પડી છે – લાખો ભારતીયોએ પોતાની જિંદગીઓના બલિદાન આપ્યા છે આ આઝાદી માટે.
ઘણાં કહેવાતા “બુદ્ધિજીવીઓ” એવું માને છે કે બ્રિટિશ શાસનનો સમય ભારત માટે સ્થિરતાનો સમય હતો આવી બાલિશ માન્યતાથી વિપરીત, હકીકતમાં બ્રિટીશ શાસન દરમિયાન ભારતમાં ઠેક ઠેકાણે બળવાઓ થયા હતા.
૧૮૫૭નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ એક જાતનું અંગ્રેજો સામેનુ સૌથી મોટુ યુદ્ધ હતું, એ યુદ્ધની ઝાળ લગભગ સમગ્ર દેશમાં ફેલાઈ હતી અને મહિનાઓ સુધી ભારત એક વિશાળ યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયું હતું. બ્રિટન ભારત પરથી એનો કબજો ગુમાવવાની લગભગ અણી પર આવી ગયું હતું. એ વખતે ધ ગાર્ડિયને લખ્યું હતું કે બ્રિટને બળવાનો બદલો લેવા માટે લાખો ભારતીયોનો નરસંહાર કરી નાખ્યો હતો, શહેરોથી લઇને ગામડાઓ સુધી સમગ્ર વસ્તીનો નાશ કરવામાં આવ્યો. અને બીજા લાખો લોકો ગાયબ થઈ ગયા હતા.
ખરેખર તો ભારત પર ફરીથી કબજો મજબૂત કરવા માટે બ્રિટિશરોને એ નરસંહાર જરૂરી લાગ્યો હતો કારણ કે બળવો ડામી દીધા પછી તરત જ ધ ગાર્ડિયને પોતે જ અંગ્રેજોની ક્રૂરતાને જસ્ટિફાય ઠેરવતા નરસંહાર વિશે લખ્યું: “We sincerely hope that the terrible lesson thus taught will never be forgotten.”
ભારતીય pseudo seculars ના પ્રિય ચાર્લ્સ ડિકન્સે કીધું હતું : “I wish I were commander-in-chief in India … I should proclaim to them that I considered my holding that appointment by the leave of God, to mean that I should do my utmost to exterminate the race.”
૧૮૫૭ના સંગ્રામની ચિનગારીના મૂળ ખરેખર તો વિપ્લવની અડધી સદી પહેલાં ૧૮૦૬માં દક્ષિણ ભારતીય નગર વેલ્લોરમાં થયેલા બળવામાં હતા. એ બળવો આમ તો માત્ર એક દિવસ ચાલ્યો હતો પરંતુ હતો ઘણો ઘાતકી. કારણ કે બળવાખોરો વેલ્લોરના કિલ્લામાં ઘૂસી ગયા હતા અને અંગ્રેજોના ૨૦૦ સૈનિકોને મારી નાખ્યા હતા.
એના પછી ૧૮૨૪માં કર્ણાટકમાં કિત્તુર રાજ્યની રાણી ચેન્નમ્માએ અંગ્રેજો સામે સશસ્ત્ર બળવો કર્યો. ૧૮૫૭ના બળવામાં આગેવાની લેનાર રાણી લક્ષ્મીબાઈના ૫૬ વર્ષ પહેલાં જન્મેલી રાણી ચેન્નમ્મા અંગ્રેજો સામે લડનાર પ્રથમ મહિલા હતી.
૧૮૫૮ થી ૧૯૦૦ ના દાયકાની શરૂઆત સુધી એકંદરે શાંતિ કાળ રહ્યો. બ્રિટિશરોએ તે સમય દરમિયાન ગળી, કાંતણ, વણાટ, બીજા ઉદ્યોગો તેમજ કૃષિ અને વેપાર સહિતના સમૃદ્ધ ભારતીય ઉદ્યોગોના શોષણનું તેમજ લુંટવાનું કામ કર્યું હતું.
ઓગણીસમી સદીના છેલ્લા ક્વાર્ટર દરમિયાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સ્વામી વિવેકાનંદ અને અન્ય લોકોના રાષ્ટ્રવાદના ઉપદેશોમાંથી પ્રેરણા લઇને અંગ્રેજો દ્વારા માત્રૃભૂમિના કરવામાં આવી રહેલા એકધારા શોષણથી ગુસ્સે ભરાયેલા ક્રાંતિકારીઓ ધીમે ધીમે ફરીથી એકઠા થવા લાગ્યા હતા. ૧૮૮૨માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયએ આનંદમઠ નવલકથામાં લખેલા વંદે મમાતરમે તો ક્રાંતિકારીઓમાં અભૂતપૂર્વ જોમ જુસ્સો ભરી દીધો. એ સમયે વંદે માતરમ્ જાણે રાષ્ટ્રવાદનુ સ્તોત્ર બની ગયું હતું. આઝાદીના સંપૂર્ણ સંઘર્ષની ચિનગારી ૧૯૦૫માં સ્વદેશીની શરૂઆત સાથે જાગી. આ જબ્બર અખિલ ભારતીય આંદોલને લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાવી.
૭ ઓક્ટોબર ૧૯૦૫ના રોજ પૂણેમાં સૌપ્રથમ વિદેશી કપડાની હોળી પ્રગટાવનાર વીર સાવરકર હતા. એમ. કે. ગાંધીએ તો ભારતથી દૂર દક્ષિણ આફ્રિકાથી આ સમગ્ર આંદોલનની ટીકા કરી હતી,
જોકે ૧૬ વર્ષ પછી તેઓ પોતે જ સ્વદેશી ખાદીને અપનાવીને સ્વતંત્રતા સંગ્રામના નેતા બન્યા હતા.
એક તરફ શિક્ષિત વર્ગ સ્વદેશી આંદોલન દ્વારા અંગ્રેજો સામે લડી રહ્યો હતો, ત્યારે બીજી તરફ સમગ્ર ભારતમાં અંગ્રેજો સામે હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો.
ઝારખંડમાં બિરસા મુંડાએ બ્રિટિશરો સામે લાંબા સંઘર્ષનું નેતૃત્વ લીધુ, ૧૯૧૪માં જાત્રા ઓરાઓંએ "તાના" ચળવળની શરૂઆત કરી, જેમાં ૨૫,૦૦૦ થી વધુ આદિવાસીઓએ ભાગ લીધો.
૧૯૨૦માં તાના આંદોલનકારીઓએ બ્રિટીશ સરકારને મહેસુલ ચૂકવવાનું બંધ કર્યું. પછી તો ક્રાંતિની આગ ભારતીય રજવાડાંઓ સુધી પણ ફેલાઈ દરભંગાના રાજાએ પોતાનુ રજવાડું જવાનું જોખમ હોવા છતાંય આંદોલન કરી રહેલા ખેડૂતોને પોતાનુ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
આંધ્ર પ્રદેશના આદિવાસી વિસ્તારોમાં ઓગસ્ટ ૧૯૨૨માં બળવો ફાટી નીકળ્યો, અલ્લુરી રામચંદ્ર રાજુની આગેવાની હેઠળ આંધ્રની પહાડીઓના આદિવાસીઓએ ગેરિલા યુદ્ધમાં અંગ્રેજોને પીછેહઠ કરાવી હતી.
સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજે અંગ્રેજોને બતાવી દીધું’તુ કે ભારતમાં હવે તેમના માટે કોઈ સલામતી નથી.
અંગ્રેજો દિલ્હીમાં બેસીને પણ ક્રાંતિની ઝાળ અનુભવી રહ્યા હતા.
૮ એપ્રિલ, ૧૯૨૯ના રોજ ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીની અંદર બોમ્બ વિસ્ફોટ કર્યો. ક્રાંતિકારી ઉદ્ધમ સિંહ બ્રિટન ગયા અને પંજાબના ૨૦૦૦ થી વધુ નિઃશસ્ત્ર સ્ત્રી પુરૂષોની હત્યા માટે જવાબદાર બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ’ડ્વાયરની હત્યા કરી.
આવા અહીં કે ઈતિહાસમાં ન નોંધાયેલા બીજા હજ્જારો કિસ્સાઓ છે.
ટૂંકમાં આપણને આઝાદી અચાનક મળી નથી. કે માત્ર અમુક વ્યક્તિઓએ અપાવી નથી..