Chorono Khajano - 25 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 25

Featured Books
Categories
Share

ચોરોનો ખજાનો - 25

દુર્ગા માતા મંદિર

જ્યારે સિરત ડેનીના રૂમમાં ડેની સાથે વાત કરવા માટે ગઈ તો ત્યાં ડેની હાજર નહોતો. સિરતને યાદ આવ્યું કે તેણે જ ડેનીને દિવાન સાથે મળીને રાજ ઠાકોરે આપેલા લિસ્ટની તૈયારી કરવા માટે કહ્યું હતું.

સિરત ત્યાંથી પાછી ફરી રહી જ હતી કે તેની નજર કંઇક જોઇને અટકી ગઈ. ડેનીના રૂમમાં જેની ઉપર લેપટોપ અને એક લેમ્પ રાખેલો હતો તે ટેબલની નીચે કોઈ કાગળ પડ્યો હતો.

સિરત ડેનીના રૂમમાં અંદર આવી અને તેણે ટેબલ નીચે રહેલો કાગળ બહાર કાઢ્યો. તેના ઉપર ખૂબ ધૂળ જામેલી હતી. એવું લાગતું હતું જાણે ઘણા સમયથી તે કાગળ ત્યાં જ પડ્યો હશે. સિરતે કાગળ ઉપર જોરથી ફૂંક મારી. કાગળ ઉપરની ધૂળ, ડમરી વાટે ઉડીને રૂમમાં ફેલાઈ ગઈ.

સિરતે તે કાગળ ધ્યાનથી જોયો. તે કોઈ જગ્યાનો નકશો હતો. જાણે કોઈ દેશનો નકશો હોય એવું લાગતું હતું. પણ આ નકશો વિચિત્ર લાગી રહ્યો હતો. તેમ છતાં સિરતે તે નકશો જોયો ત્યારે તેના ચેહરા ઉપર ખુશી અને આંખોમાં ચમક એકદમ સાફ દેખાઈ રહી હતી. તરત જ તે ધીમેથી નકશો સાફ કરીને પોતાની સાથે લઈ ડેનીના રૂમમાંથી બહાર આવી ગઈ.

આ તરફ ડેની અને દિવાન, રાજ ઠાકોર દ્વારા આપવામાં આવેલું લીસ્ટ તૈયાર કરી રહ્યા હતા. તેઓ લગભગ બધી જ વસ્તુઓ વ્યક્તિ દીઠ લઈ રહ્યા હતા. ડેનીએ રાજ ઠાકોરને ફોન કરીને તેની સાથે આવનાર લોકોનું લીસ્ટ પણ મંગાવી લીધું હતું.

આ સફરમાં ટોટલ ચોર્યાસી લોકો જવાના હતા. જેમાં સ્ત્રીઓ, પુરુષો અને તેમાં પણ વૃધો, બાળકો અને યુવાન મુજબનું લીસ્ટ ડેની પાસે તૈયાર હતું. રાજ ઠાકોર ના કહેવા પ્રમાણે તેમને વ્યક્તિદીઠ એક અને તેના સિવાય દસ જોડી બીજી એક્સ્ટ્રા એમ ટોટલ ચોરણું જોડી દરેક વસ્તુઓ લેવાની હતી. જેથી પ્લાન A અને તેની સાથે સાથે બેકઅપ પ્લાન B પણ તૈયાર થઈ રહ્યો હતો.

બધી વસ્તુઓ તૈયાર થઈ જાય એટલે પછી તેઓ જલંધર જહાજમાં જે ફેરફાર કરવાનાં હતાં તેના માટે નીકળવાના હતા. જ્યારે તેઓ નીકળવાની તૈયારી કરી જ રહ્યા હતા ત્યારે જ ડેનીના ફોન પર સિરતનો કોલ આવ્યો.

ડેની એ ફોન પર વાત કરી અને જ્યારે તે વાત કરી રહ્યો હતો ત્યારે તેના ચેહરા ઉપર એકદમ સિરિયસ એક્સપ્રેસન વર્તાઈ રહ્યા હતા. ફોન મુક્યા પછી તેણે દિવાનને કહ્યું,

डेनी: सीरत ने हमे अभी के अभी हवेली पर बुलाया है। वो चाहती है की हम जहाज का काम अभी रोक दे। उसे इस काम केलिए माता का आशीर्वाद लेने जाना है और वो भी आज के आज ही।

दिवान: क्या उसने हमे अभी निकलने केलिए कहा है?

डेनी: हां, और हमे वहा पहुंच कर सीधा दुर्गा माता के मंदिर केलिए निकालना है, ऐसा उसने कहा है।

दिवान: ठीक है फिर, हम अभी निकलते है, चलो।

દિવાને હાથથી ઈશારો કરીને પોતાના બીજા સાથીઓને પણ આવવા માટે કહ્યું.

જ્યારે તેઓ હવેલી પહોંચ્યા ત્યારે સિરત બહાર જ પરિસરમાં રહેલા ટેબલ પાસે ખુરશી ઉપર બેઠી હતી. તેની આસપાસ અમુક લોકો અલગ અલગ રીતે બધી તૈયારીઓમાં લાગેલા હતા.

સિરત આશીર્વાદ લેવા જવા માટે તૈયાર જ હતી એટલે તેણે ડેની અને દિવાન તરફ ઈશારો કરીને બધાને ઝડપથી તૈયાર થવા માટે કહ્યું.

અત્યારે પણ સિરત બેઠા બેઠા ત્રાંસી નજરે ડેની તરફ જોઈ રહી હતી. તેની એ ત્રાંસી નજર ક્યારેક મુસ્કુરાઈ પણ રહી હતી. ડેની ધીમેથી સ્માઈલ આપીને હવેલીમાં પોતાના રૂમમાં તૈયાર થવા માટે ચાલ્યો ગયો.

થોડી જ વારમાં બધા તૈયાર થઈને આવ્યા એટલે તરત જ તેઓ નીકળવા માટે પોતપોતાની ગાડીઓ તરફ જવા લાગ્યા.

અચાનક સિરતને કંઇક યાદ આવ્યું હોય તેમ તેણે દિવાનને કહ્યું,

सीरत: दिवान साहब, क्या आपने प्रसाद की बोतल और गिलास अपने साथ ले लिया है?

दिवान: ओह सॉरी, मैं तो भूल ही गया था। अभी लेकर आता हु।

સિરત થોડુક મોઢું વાંકું કરીને દિવાન ઉપર થોડાક ગુસ્સાના ભાવથી જોવા લાગી. દિવાન તરત જ દોડીને હવેલીની અંદર ગયો. થોડીવાર પછી તે જ્યારે બહાર આવ્યો ત્યારે તેના હાથમાં એક નાનકડું બેગ હતું.

બધા ગાડીઓમાં બેસીને જવા માટે નીકળી ગયા. તેઓ જ્યારે હવેલીની બહાર નીકળ્યા કે તરત જ ત્યાં ધૂળનું એક નાનું તોફાન ઉઠ્યું અને તરત જ નીચે બેસી ગયું.

હવેલીમાં કામ કરી રહેલા અમુક સાથીઓમાંથી એક સાથી જઈને હવેલીનો ગેટ બંધ કરી આવ્યો અને વળી પાછો પોતાના કામમાં લાગી ગયો.

આ તરફ સિરત અને ડેનીની ગાડીઓ રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડતી જતી હતી. તેઓ નાગૌર જિલ્લામાં આવેલા એક દુર્ગા મંદિર જઈ રહ્યા હતા.

દિવાને જેમ કહ્યું હતું તેમ આ મંદિર જોધપુરથી લગભગ 160km દૂર નગૌર જિલ્લામાં આવેલું છે. જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ડેની, દિવાનને આ મંદિર વિશે પૂછવા લાગ્યો. ડેનીને કોઈ પણ નવી જગ્યાએ જતા પહેલા તે જગ્યા વિષે બધી જાણકારી મેળવવાની આદત હતી.

તેમની ગાડીમાં દિવાન, સુમંત અને ડેની સાથે ડ્રાઈવર સહિત બીજા બે સાથીઓ બેઠેલા હતા. દિવાને પહેલા તો સુમંત સામે જોયું અને પછી જ્યારે સુમંતે પોતાનું માથું હકાર માં હલાવ્યું એટલે દિવાન આગળ કહેવા લાગ્યો.

दिवान: दरअसल, ये मंदिर बहुत ही पुराना है। इस मंदिर का निर्माण सो साल पहले हमारे पूर्वजोने किया था। उस वक्त वो लोग डकैत हुआ करते थे। तब उन्होंने माता का आशीर्वाद पाने केलिए और अपनी विजय के पश्चात इस मंदिर को बनवाया था।
नागौर जिले में स्थित इस मंदिर में काली माता और ब्रह्माणी माता की मूर्तियां एकसाथ रखी गई है। इस मंदिर की सबसे बड़ी खासियत ये है की काली माता को इस मंदिर में मदिरा का भोग लगाया जाता है और ब्रह्माणी माता को मिठाई का भोग लगाया जाता है।
काली माता को ढाई प्याला मदिरा का भोग लगाने के बाद बची हुई मदिरा को मंदिर में रहे भैरव को चढ़ाया जाता है। ढाई प्याले की मदिरा को प्रसाद के रूप में लोगो में बांटा जाता है।
हमारे पूर्वज भी मां का आशीर्वाद लेकर ही कोई भी डकैती किया करते थे। और वो हमेशा कामियाब होते थे।

डेनी: अच्छा तो अभी सीरत ने आपको प्रसाद की बोतल कहा मतलब वो शराब की बोतल की बात कर रही थी, और आपने इस बेग में शराब की बोतल ली है क्या?

दिवान: हां बिलकुल। हमे यही तो प्रसाद चढ़ना है माता को।

डेनी: ठीक। ડેની શાંત થઈને બોલ્યો.

ડેની અને સુમંત સાથે બાકીના બીજા સાથીઓ પણ અત્યારે એકદમ શાંત થઈને દિવાનની વાત સાંભળી રહ્યા હતા. ડ્રાઈવર પણ ગાડી ચલાવતા પોતાનું ધ્યાન દિવાનની વાતોમાં નાખતો રહેતો.

લગભગ સાડા ત્રણ કલાકના સફર પછી તેઓ માતાના મંદિર પહોંચ્યા. સિરત પોતાના બધા જ સાથીઓને લઈને મંદિર તરફ જવા લાગી. ડેની ધીમે ધીમે પાછળ ચાલી રહ્યો હતો. તેનુ ધ્યાન અત્યારે દિવાન સાથે વાતો કરવામાં હતું.

ડેની અને દિવાન હવે એકબીજા સાથે આટલો સમય રહ્યા પછી એકદમ હળીમળી ગયા હતા. દિવાન પણ તેમના સાથીઓ વિશે ડેની જે કંઈ પૂછતો તે જણાવી દેતો. ડેની અત્યારે તો પોતાની સાથે બનેલી અમુક ઘટનાઓ ભૂલી ગયો હતો પણ જ્યારે તે દિવાનને પુછે ત્યારે તે શું જવાબ આપશે તે ઘણીવાર દિવાન પોતાના મનમાં વિચારતો રહેતો.

બધા મંદિરે પહોંચી ગયા હતા અને મંદિરની ભવ્યતા જોવામાં મશગુલ થઈ ગયા હતા.


કેવું હતું દુર્ગા માતા નું મંદિર..?
સિરત ને મળેલો નકશો શેનો હતો..?
આ નકશા પછી સિરત અને ડેની વચ્ચેના સંબંધ બગડશે તો નહિ..?

આવા અનેક સવાલોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'