राज और राजेश्वर
ઘણીવાર એવું બનતું હોય કે ડર, ઉતાવળ, નફરત અથવા તો ગુસ્સા ના લીધે માણસ ઘણીબધી ભૂલો કરી બેસતા હોય છે. પણ રાજ ઠાકોરના મનમાં તો અત્યારે આ ચારેય નેગેટિવ કારણો ખૂબ જ વધારે પ્રમાણમાં ભરેલા હતા. જેના લીધે તે આવી ભૂલો કરે તેમાં કંઈ ખોટું નહોતું.
એના લીધે જ તેણે ઘણી બધી ભૂલો કરી હતી. અને તેમ છતાં તે અહીં જ અટકવાનો નહોતો. તે વારંવાર ઘણીબધી ભૂલો હજી પણ કરવાનો હતો. અત્યારે તો તેને પણ સમજાઈ ન્હોતું રહ્યું કે તે આટલી બધી ભૂલો કેમ કરી રહ્યો હતો..!
અહીં રાજ ઠાકોર પણ કંઇક એવી જ ભૂલ કરી રહ્યો હતો. પોતાનું કામ તેના ધાર્યા પ્રમાણે નહોતું થઈ રહ્યું. જેના કારણે તેને ગુસ્સો આવતો હતો.
તે ક્યાંક એવી જગ્યાએ ફસાયેલો માણસ હતો કે જેના માટે તેની પાસે વધારે સમય પણ નહોતો. એટલા માટે તે ખૂબ જ ઉતાવળમાં હતો.
સિરત પણ અત્યારે રાજ ના કહેવા પ્રમાણે ન્હોતી વર્તી રહી તેના લીધે તેના મનમાં સિરત પ્રત્યે નફરત ઊભી થઈ રહી હતી.
જો સમય રહેતા રાજ ઠાકોરનું કામ નહિ થાય તો કદાચ બહુ મોડું થઈ જાય. તેની પાસે વધારે સમય નહોતો, જો તે સમયસર ત્યાં નહિ પહોંચી શકે તો એ વાતનો તેના મનમાં ડર પણ હતો.
પણ જ્યારે ડેનીએ તેની પોલ ખુલી જાય તેવો પ્રશ્ન કર્યો ત્યારે તે અંદરથી હચમચી ગયો હતો. તેણે ક્યારેય સપનામાં પણ ન્હોતું વિચાર્યું કે તે પોતાને જેટલો રહસ્યમયી રીતે બધાની સામે ઉપસ્થિત કરવા માંગતો હતો તે બધું જ અત્યારે ખુલ્લું પડી રહ્યું હતું.
તે કોણ હતો અને આ સફરમાં તેમની સાથે શા માટે જવા માંગતો હતો તે વાત તેના સિવાય બીજું કોઈ જાણતું નહોતું. તેના પોતાના માણસો પણ નહિ.
તે ડેની ઉપર એટલા સમયથી નજર રાખીને બેઠો હતો પણ ક્યારેય તેણે એવું વિચાર્યું નહોતું કે ડેની આટલો બધો સચેત અને બુદ્ધિશાળી વ્યક્તિ હતો. તેમ છતાં તે જાણતો હતો કે હજી તે સમય નથી આવ્યો કે તે પોતાને બધાની સામે ખુલ્લો મૂકે.
એટલે તેણે આખી વાતને બીજી દિશામાં લઈ જવાની કોશિશ કરતા આગળ કહ્યું..
राज: आई हॉप के अब तक तुम सभी यह बात समझ गए होंगे की हमारी इस सफर में कई मुसीबतें आने वाली है। मैं वहा तक बस यही देखने आया था की तुम लोग इन मुसीबतों का सामना करने केलिए तैयार हो या नहीं।
नक्शे के उन टुकड़ों को ढूंढने में जो मुश्केलिया आने वाली थी, अगर तुम उन से ही हार जाते तो तुम लोग कभी भी इस सफर केलिए तैयार नहीं हो पाते।
सीरत: (गुस्से में) अच्छा, तो जब मेरे लोग वहा पर पत्थरों पे पटक पटक कर अपनी जान गवां रहे थे तब तुम वहां छुपकर सबकुछ देख रहे थे?
तुम्हे एक बार भी ऐसा नही लगा की हमे इस बारे में इत्तला कर दो ताकी मैं अपने लोगों की जान बचा सकु।
तुम्हारी इस एक जानकारी केलिए तुमने मेरे पांच लोगों को जानबूझ कर तुमने मरने दिया।
राज: अगर तुम्हारे सिर्फ पांच लोग मरे है और तुम्हे इतनी तकलीफ हो रही है तो एक राज की बात सुनो।
आगे की इस सफर में तुम्हारे लोगों में से आधे भी नहीं बचेंगे। ऐसा भी हो सकता है की शायद पांच छे लोग ही जिंदा बचे।
चलो मैने इस बार तुम्हे इत्तला किया है, अगर बचा सको तो बचा लो अपने लोगों को। अगर कर सकती हो तो इस सफर को कैंसिल कर दो।
तुम्हारे इस सफर में आने का मतलब है की तुम अपने लोगों को जानबूझ कर ही मौत से रूबरू करवाने जा रही हो।
સિરત બે ક્ષણ માટે વિચારમાં પડી ગઈ. તેને સમજાઈ ન્હોતું રહ્યું કે શું સાચે જ આ સફર એટલી ભયાનક હતી કે પછી રાજ તેમને ડરાવવા માટે જ આ બધું કહી રહ્યો હતો..?
અચાનક જ ડેની વચ્ચે પડતા બોલ્યો.
डेनी: तुम कह रहे थे की तुम अगर साथ रहोगे तो हमारे कम से कम लोग मरेंगे। तुम आखिर इस सफर के बारे में इतना कैसे जानते हो? कोन हो तुम?
રાજ ઠાકોર ખૂબ સારી રીતે જાણતો હતો કે જો તે પોતાની ઓળખાણ અત્યારે આપશે તો તેની સામે ઊભેલા બધા જ લોકો તેનાથી ડરવા લાગશે. તેઓ તેમના ડરના લીધે કેવું રીએકશન આપશે તે ખૂબ સારી રીતે જાણતો હતો.
તે એ પણ જાણતો હતો કે ડેનીએ પૂંછેલાં પ્રશ્નને તે કોઈ પણ રીતે ઇગ્નોર કરી શકે તેમ નહોતો. તેને ડેનીના સવાલનો જવાબ તો ગમે તે રીતે આપવો જ પડે એમ હતું અને તેના લીધે ભલે તેને પોતાની સાચી ઓળખાણ પણ આપવી પડે. એટલે તે થોડુક વિચારીને બોલ્યો.
राज: पहली बार जब वो लोग उस सफर में गए थे तब उस सफर में उन लोगों के साथ जो भी हुआ, जो उन्हे सेहना पड़ा, जीन जीन मुश्किलों का सामना उन्हे करना पड़ा, मैं उन सभी वारदातों को जानता हूं।
डेनी: उस सफर की वारदातों के बारे में तुम्हे किसने बताया। क्या कोई था जो तुम्हारा अपना था और उस सफर में शामिल था? कोन था वो?
राज: (कुछ सोचते हुए) उस सफर में उनके साथ जाने वाले राजेश्वर, जीन से मेरा बहुत ही नजदीकी ताल्लुक था।
રાજેશ્વરનું નામ સાંભળતા જ ડેની સહિત ત્યાં ઉપસ્થિત દરેક જણ એક ક્ષણમાં સમજી ગયા કે રાજેશ્વર કોણ હતો.
રાજેશ્વરની દહેશત અને તેની ગદ્દારી વિશે ત્યાં હાજર દરેક જણ ખૂબ સારી રીતે જાણતા હતા.
ત્યાં હાજર લગભગ દરેક જણના દિમાગમાં થોડીક ક્ષણ માટે તો એવો વિચાર આવ્યો જ હશે કે તેમની સામે હાજર રાજ નામના માણસને કે જે રાજેશ્વરનો સંબંધી હતો તેને અત્યારે જ મોતને ઘાટ ઉતારી દે.
તેમ છતાં દરેક જણ એ પણ જાણતા હતા કે તેમના આ નિર્ણયમાં તેમની સરદાર સિરત ક્યારેય સહમત નહિ થાય. એટલે દરેક વ્યક્તિ પોતાનો ગુસ્સો એમ જ દબાવીને ત્યાં જ બેસી રહ્યા.
સિરત પણ રાજેશ્વર વિશે તો ખૂબ સારી રીતે જાણતી હતી પરંતુ તે એ પણ ખૂબ સારી રીતે જાણતી હતી કે તેની સામે ઊભેલા માણસે તેમની ખૂબ જ મદદ કરી હતી. તેના સિવાય પણ તે આ સફર વિશે જે કંઈ જાણતો હતો તે તેમના સાથીઓના જીવ બચાવવા માટે ખૂબ જ કામ આવે તેમ હતા.
જો આ બધું ના પણ હોત, તો પણ સિરત તેની દરેક વાત માનવા માટે જ કહેત કેમ કે સિરતે રાજની શરતો માનવા માટે પ્રોમિસ કરેલું હતું.
સિરત પોતાનું વચન નિભાવવા માટે ગમે તે કરવા તૈયાર હતી. ભલે તે વચન તેણે પોતાના દુશ્મનને જ કેમ ન આપ્યું હોય.
પણ અત્યારે તેમની સામે જે કન્ડીશન ઊભી હતી તેવી કન્ડીશનના કારણે જ ઘણા સમય પહેલા તેમના સાથીઓએ ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.
શું સિરત રાજની શરતો માનશે?
કેવી હશે આ સફર..?
પેલા બીજ શેના હતા?
ખજાનો મળશે કે નહિ..?
આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
'ચોરનો ખજાનો..'
Dr Dipak Kamejaliya
'શિલ્પી'