Ditective - V - 1 in Gujarati Detective stories by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | Ditective - V - 1

Featured Books
Categories
Share

Ditective - V - 1

સૂચના: ( નમસ્કાર મિત્રો આ કહાનીએ સંપૂર્ણ રીતે કલ્પીનિક છે, આ કથા દ્વારા મારો હેતુ વાંચકને વાંચનનો સંપૂર્ણ રસ અને ન્યાય મળી રહે એનો છે, કથામાં સ્થળ,જગ્યા ,નામ નિર્દેશન બધું મારી કલ્પ્ના નિર્મિત છે જેનો વાસ્તવિકતાથી કોઈ સબંધ નથી ,તમારા સહકાર માટે હમેશા તમારો આભારી તમારો પ્રિય vishesh 💙💗😇🙏)





અંકુરિત ગુલાબી ઠંડીમાં શહેરના બસ સ્ટોપ ઉપર ભાગતી એક નાજુક સ્વભાવની છોકરી જેના માથામાંથી લોહી આવી રહ્યું હતું ,થોડા થોડા હાફતા સ્વરે એને ત્યાં ઉભેલા યુવાનને પૂછ્યું કેટલો સમય થયો છે, પાછળ ફરીને ઉભેલા એ યુવાને તેની તરફ જોતા જ ઘભરાઈને કહ્યું અદિતિ તું?

સવારણી સોહામણી ડિસેમ્બર મહિનની ઠંડીમાં વિશ્વાન્ક ના કાનમાં એના જ નામના શબ્દો ગુંજન કરવા લાગ્યા, આંખો ખોલીને જોતા સવારના 7 વાગીને 15 મિનિટ થઇ હતી અવાજ તેનાં નાનીનો હતો તેને કોલેજમાં જવાની ઉતાવળને લીધે ફ્રેશ થયા પછી નાની સાથે નાસ્તો કરવાનો પણ સમય ન હતો પણ નાનીના વહાલ ભર્યા આગ્રહને કારણથી તેને નાસ્તો કર્યો તે દરમિયાન નાની એ પૂછ્યું આ અદિતિ એજ ને તારી college friend જેનો થોડા સમય પહેલાં અકસ્માત થયો હતો અને તે દવાખાને લઈ જવામાં હેલ્પ કરી હતી?

વિશ્વાન્ક ધીમેથી બોલ્યો આજે પણ મને એના એજ દિવસના વિચારો આવી રહ્યા હતા સપનામાં,

હા તું મનમાં ને મનમાં અદિતિ તું? એવું બોલતો હતો ઉંઘમાં મેં એના પછી તને બુમ પાડી જગાડ્યો, જો બેટા અત્યારે એની તબિયત સારી છે ને તો એને એ ઘટના વિશે વધારે ન પૂછજે એને દુખ પહોંચશે.

નાની ના કહેલા શબ્દોની ગાંઠ બાંધીને વિશ્વાન્ક કોલેજમાં જવા નીકળ્યો ,એ વાતને 3 મહીના થઈ ગયા હતા કોલેજમાં બધાને ખબર હતી કે એ ઘટના થઇ છે પણ એના પાછળ કોણ જવાબદાર છે એવું કોઈ ન હતું જેને વાસ્તવિકતા ખબર હોય,

કોલેજમાં પ્રવેશતા જ id & dress code check થયાં બાદ વિશ્વાન્ક ને કૉલેજ કેમ્પસમાં પ્રવેશ મળ્યો, ત્યાં તેનાં ઘણાં friends તેની રાહ જોઈ રહ્યા હતા, આવનારી exam વિશેની ચર્ચા પણ થઈ અને નવી પુરાણી વાતોમાં 15 મિનિટ વીતી ગઈ,

Lecture શરૂ થયું વિશ્વાન્ક એ ઘણું પોતાના notes 📝 મા નોંધ્યું તે દરમિયાન વિશ્વા એ તેના notes માંગ્યા તેને એક સ્મિત સાથે notes તેનાં હાથમાં આપ્યાં બાદ કહ્યું આજે તેને મળવા જવું છે?

વિશ્વાથી ભાવુક સ્વરે બોલાયું કોને અદિતિને?

વિશ્વાન્ક હા આજે સાંજે 5:15 એ હું, તું અને આપણું આખું friend ગ્રુપ સાથે કોઈ ખાસ વ્યક્તિ પણ આવશે આપણી સાથે?

વિશ્વાએ આશ્ચર્યની પૂછ્યું કોણ?

વિશ્વાન્ક : છે કોઈ ખાસ 🤫...

વધુ આવતા અંકમાં

ક્રમશઃ.....💙💗

( આ મારી એક નવી શરૂઆત છે આજે પહેલો ભાગ રજુ કરી રહ્યો છું, સમાયે સમાયે twist &turns સાથે કહાની next level સુધી આવશે એટલી ધીરજ સાથે તમને મળતો રહીશ મારો સાથ અને સહકાર આમ જ આપતા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર પ્રિય વાંચક મિત્રો..)😊😇🤗

મારાં તરફથી તમારી માટે એક શાયરી 😇
🌺આ અનુભૂતિ જ્ છે કે વીષ્મૃતિ

🌺લાગણી છે કે વિમાશણ

🌺ચિંતા છે કે ચિતા સમાન

🌺ખેચે છે મુજને જે ઘ્રીણા‌ સમાન

🌺કાયા છે કે સપના રૂપી માયા સમાન

🌺અંધકાર છે કે પ્રકાશ જે છે કલ્પના સમાન

🌺જે દેખાય રંગ સમાન પણ હોય બેરંગ્ સમાન

🌺સુંદરતા છે કે મોહ સમાન

🌺સત્ય છે જે મુખોટા સમાન

🌺કોશિશ છે કે પ્રપંચ રૂપી સાજિશ્

🌺દુનિયા ની આજ આશા રૂપી અનુભતી,

🌺અને આજ મારી ,તમારી વીષ્મૃતિ

✍️ Vansh prajapati ( વિશુ ,વિશેષ )💗💚💙


✍vansh Prajapati (vishu, vishesh)💗💙