Prem Asvikaar - 20 in Gujarati Love Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | પ્રેમ અસ્વીકાર - 20

Featured Books
Categories
Share

પ્રેમ અસ્વીકાર - 20

હર્ષ બસ માં બેસી ને ઘરે ચાલ્યો જાય છે.ઘરે જઈ ને તે ઈશા વિશે જ વિચારવા લાગે છે. બપોર નાં 2 વાગે જ્યારે હર્ષ જમી ને બેઠો હોય છે તો એને એક મેસેન્જર માં મેસેજ આવે છે.
હર્ષ જેવો જુએ છે તો બીજું કોઈ નહિ પણ ઈશા હતી.ઈશા એ મેસેજ માં હાય લખ્યું હતું.
હર્ષ આ જોઈ ને ખુશ ખુશ થઈ જાય છે. ત્યાર પછી ઈશા બોલે છે કે શું તમે જમી લીધું?
હર્ષ બોલ્યો કે " હા હા જમી લીધું.અને તમે? " નાં હું આજનું વોર્ક કરી ને ? "
હમમ તો બોલો શું કામ હતું? " કઈ નહિ એતો તમારા અક્ષર જરાક નાતા સમજતા એટલે તમને મેસેજ કર્યો કે કે શું લખ્યું છે? "
" હા હા બોલો કયા ટોપિક માં સમજ નાં પડી? " ઈશા હસતા હસતા બોલે છે કે અરે મજાક કરું છું તો બાદ એમજ મેસેજ કર્યો હતો...કેમ હું મેસેજ નાં કરી શકું ? " " હા હા કરી શકો ને? એતો બસ એમજ પૂછ્યું"
ત્યાર બાદ બંને એ મેસેજ માં ખુબ વાતો કરી ...અને બંને એ ભણવા નાં ટોપિક પર ચર્ચા પણ કરી...એવા માં હર્ષ નાં સાયન્સ નાં સર નો કૉલ આવતો હતો તો પણ એ કૉલ નો રિપ્લે નાતો આપતો હતો અને બંને વાતો કરતા હતા .
પછી હર્ષ એ કીધું કે ચાલો કાલે તમને રૂબરૂ મળીયે...એમ કહી ને મેસેજ બંધ કરી દીધા....
ત્યાર બાદ હર્ષ સાંજે ક્રિકેટ રમવા ચાલ્યો ગયો ...અને સાંજે આવ્યો તો એને જોયું કે ઈશા ઓનલાઇન ન હતી... હર્ષ એ વિચાર કર્યો કે જો ઈશા ઓનલાઇન હોય તો એને મેસેજ કરી ને વાત કરે પણ ...એવું નાં થયું...એમ ને એમ હર્ષ સુઈ ગયો. અને સવાર પાડી ગઈ...
સવારે વહેલા ઊઠી ને મંદિર જાય છે અને ભગવાન ને પ્રાથના કરી ને કોલેજ જવા નીકળી જાય છે...
કૉલેજ માં જતાં એને એ આગળ નાં દિવસ નાં બપોર ની યાદ આવે છે કે ઈશા રૂબરૂ કરતા મેસેજ માં સારી વાત કરતી હતી.
જેવો કોલેજ હર્ષ ગયો તો એને કોલેજ નાં બહાર બોર્ડ પર ગરબા નાં પ્રોગ્રામ નું બોર્ડ જોયું...
એને બોર્ડ પર જાહેરાત જોઈ ને અંદર ગયો તો બધા ત્યાં નામ લખાવી રહ્યા હતા. ત્યાં અજય પણ આવે છે અને બોલે છે કે ચાલ ભાઈ તું પણ ગરબા માં નામ લખાવી દે.
હર્ષ બોલ્યો કે અરે ભાઈ અને રાત્રે પ્રોગ્રામ માં ગરબા નું આયોજન કર્યું છે.તો બધા ભાગ લે છે એટલે તું પણ નામ લખાવી દે.
એના પછી હર્ષ એ અંદર બેઠેલી ઈશા સામે જોયુ...તો એ વખતે એ કોઈ જોડે ફોન પર વાત કરી રહી હતી....
તો હર્ષ એ વિચાર્યું કે ...આ ઈશા દરરોજ કોનાં જોડે વાત કરે છે...પછી જેવો એ ઈશા જોડે ગયો તો ઈશા તરતજ ફોન મુકી દે છે અને તે હર્ષ સામે શરમાઈ જાય છે અને તે વાળ ને સરખા કરવા લાગે છે...
હર્ષ ને થયું કે એ પૂછે કે કોણ હતું કૉલ પર ....પણ એટલી બધી પણ ઓળખાણ નતી થઈ કે એવા સવાલ એ ઈશા ને પૂછી સકે ....
પછી હર્ષ બોલે છે હાય ઈશા ....શું તમે રાત્રે ગરબા માં આવવા નાં છો?
ઈશા શરમાઈ ને બોલી કે ....નાં ...હું નહિ આવી સકુ....કેમ કે મારે કામ છે ..
પણ તમે કેમ આમ પૂછો છો?
હર્ષ બોલે છે કે " અરે એતો તમે આવવા નાં હોય તો આપડે બધા સાથે ગરબા રમીએ...એટલે...."
" નાં નાં હું નહિ આવી સકુ ....કરે કામ છે એટલે....." એટલું બોલી ને ત્યાં એની ફ્રેન્ડ સાથે ચાલવા લાગે છે ...
હર્ષ કારણ પૂછવા જતો હતો પણ ...કામ નું નામ નાં પૂછી સક્યો.....