Collegeni Jindagi - 3 in Gujarati Love Stories by Smit Banugariya books and stories PDF | કોલેજની જિંદગી - 3

Featured Books
Categories
Share

કોલેજની જિંદગી - 3

તો આગળના ભાગમાં આપડે જોયું કે મિત તેના ક્લાસમાં ગયો અને ત્યાનો માહોલ તેને જોયો અને બધા લોકો એકબીજા સાથે ગ્રુપ બનવીને બેઠા હતા.તેમાં એક વ્યક્તિ જે એકલી હતી તેની બાજુમાં જઈને બેસે છે અનેં તેની સાથેવાત કરવાનો પ્રયત્ન કરે છે પણ તેને કોઈ જવાબ નથી મળતો.ત્યારે જ તે બીજી કોઈ જગ્યા પર બેસવાનું વિચારે છે પણ પોફેસરના આવવાથી તે જઈ શકતો નથી અને તે બાજુમાં બેસેલા વ્યક્તિનો ચહેરો જુએ છે અને બે મિનિટ માટે સ્તબ્ધ થઇ જાય છે.

તો કોણ હશે એ વ્યક્તિ?
શું મિત તેને ઓળખે છે?
શું તે તેનો કોઈ મિત્ર હશે ? કે પછી કોઈ દુશ્મન?

આ બધા સવાલોના જવાબ. મળશે આજના ભાગમાં
તો વાંચો આજનો ભાગ -ફરી એકવાર જુના દિવસોમાં..

















ફરી એકવાર જુના દિવસોમાં..

મિતને હજુ પણ પોતાની આંખો પર વિશ્વાસ નહતો આવતો.
કે તે જોઈ રહ્યો છે તે ખરેખર સાચું છે કે પછી સ્વાપન.....
તે પોતાના હાથ પર એક ચીમટો ભરીને ચેક કરે છે કે સ્વાપન તો નથી ને...

તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પ્રિત જ હતો.જેની સાથે વાત કરવા મિત આટલો ઉત્સુક હતો તે તેની જ કોલેજમાં હતો અરે કોલેજ નહીં પણ તેના જ કલાસમાં હતો અને તેની બાજુમાં બેઠો હતો.તે પ્રિતને કંઈક કહેવા જાય છે અને તે કંઈ બોલે તે પહેલાં જ પ્રિત તેને ઈશારો કરી ચૂપ રહેવા જણાવે છે અને સર ભણાવે છે તેમાં ધ્યાન આપવા જણાવે છે.

મિત સમજી જાય છે અને ભણવામાં ધ્યાન આપે છે.૧ કલાક પછી જ્યારે લેક્ચર પૂરો થઈ જાય છે અને પોફેસર બહાર જતા રહે છે ત્યારે મિત બોલે છે....

મિત : પ્રિત ! તું આ કોલેજમાં? તે પણ અહીં જ એડમિશન લીધું?મેં તો કેટલું વિચારેલું કે તું કઈ કોલેજમાં હોઈશ?કયો કોર્ષ લીધો હશે?શું આપડી વાત થશે?આપડે ફરી મળીશું કે નહીં?

મિત બસ બોલતો જતો હતો.કેમ કે આજે તેને પોતાનો મિત્ર ફરી એકવાર મળી ગયો અને એ પણ હવે ૪ વર્ષ માટે સાથે જ રહેશે..પ્રિત તેને અટકાવે છે અને કહે છે.

પ્રિત : શાંતિ રાખ. નિરાંત રાખ આપડે આરામથી વાતો કરીશું પણ અત્યારે નહીં જ્યારે રિશેષ પડે ત્યારે.

મિત : પણ...

પ્રિત ફરીવાર તેને વચ્ચે જ અટલાવી દઈને કહે છે.

પ્રિત : હમણાં ભણવામાં ધ્યાન આપ ૨ કલાક પછી રિશેષમાં વાતો કરીએ આપડે.આજે પહેલ્પ જ દિવસ છે હવે તો ૪ વર્ષ આ જ કોલેજમા રહેશું માટે તું હમણાં લેક્ચરમાં ધ્યાન આપ.

મિત : સારું...

મિતને વાતો તો ઘણી કરવી હતી પણ તેને પ્રિતની વાત સાચી લાગી અને તેટલામાં જ બીજા પોફેસર કલાસમાં દાખલ થયા.
બસ આમ જ ૨ કલાકમાં ૨ લેક્ચર નીકળી ગયા અને સમય થઈ ગયો રિશેષનો.રિશેષ પડતા જ બધા લોકો ફરીવાર પહેલાની જેમ પોતપોતાનાં ગ્રુપમાં જમા થવા લાગ્યા.પણ મિતને તો હવે ક્યાંય જવાની જરૂર હતી નહીં.

મિત : હા તો હવે બોલ.તે ક્યારે આ કોલેજમાં એડમિશન લીધું?

પ્રિત : જો તને તો ખબર છે આ કોલેજનું રિઝલ્ટ અને કામ કેટલું સારું છે તો આ કોલેજ સિવાય બીજી કોઈ કોલેજનો વિચાર જ નહતો કર્યો અને મને પણ થોડીક આશંકા તો હતી જ કે તું આ કોલેજમાં જ આવીશ.એટલે મેં અહીં એસમિશન લીધું.

મિત : તું તો ખરો માણસ છે.આટલો ચાલાક નિકલીશ એ તો મેં વિચાર્યું પણ ન હતું.

પ્રિત : અરે તારી સાથે રહીને હું પણ થોડો હોશિયાર થઈ ગયો.

મિત : હા એ તો છે.પણ તું એ કહે કે જો હું કઅ કોલજમાં ના આવ્યો હોત તો?

પ્રિત : તો શું થઈ જાત.આપડી મિત્રતા એટલી કાચી નથી કે આમ જ તૂટી જાત.

મિત : હા બરોબર.પણ તું ક્લાસમાં આમ એકલો કેમ બેઠો હતો અને મારા બોલવા પર તે જવાબ કેમ ના આપ્યો?

પ્રિત : અરે પાગલ, જો હું જવાબ આપી દેત તો તું મને ઓળખી ના જાત.એટલે હું કાંઈ ના બોલ્યો.અને બીજી વાત મેં તો નીચે નોટિસ બોર્ડ પર જોઈ લીધું હતું કે તું પણ આ જ કોલેજમા છે અને એ પણ એક જ કોર્ષમાં.તો મને થયું લવ તને એક જોરદાર ઝટકો આપું....

મિત : ઓહ..... જલ્દી જલ્દીમાં હું નોટિસ બોર્ડ તો જોવાનું જ ભૂલી ગયો હતો અને તું પણ ખરો છે બહુ મોટી રમત રમી ગયો.

પ્રિત : હા તો. આટલી મસ્તી તો કરવી જ પડે ને..

મિત : કાંઈ વાંધો નહી એક દિવસ હું પણ તને ઝટકો આપીશ.

પ્રિત : હું તો તૈયાર જ છું...

બસ આમ જ હસી મજાક કરતા કરતા ક્યારે કોલેજનો પહેલો દિવસ પૂરો થઈ ગયો એ તો બંનેને ખબર જ ન પડી. અનેં હવે તો રોજનું જ હતું બંને સાથે આવે, સાથે જાય, સાથે બેસે અને થોડા જ ટાઈમમાં કોલેજમાં પણ લોકો તેમને જય-વીરુ અને ધરમ-વીરની જોડી કેહવા લાગ્યા.હવે તો બંનેના નવા મિત્રો પણ હતા.પણ તેમની બંનેની મિત્રતાની વાત જ અલગ હતી.
બસ બધું બરાબર ચાલતું હતું અને આમ જ કોલેજના ૬ મહિના જતા રહ્યા.

પરીક્ષા આવી અને સમય થતા રિઝલ્ટ પણ આવ્યું.બસ અહીં પણ આપણા મિત અને પ્રિતની જોડી આગળ જ હતી. આમ કરતા કરતા બીજા ૬ મહિના નીકળી ગયા.આ ૧ વર્ષમાં જે કાંઈ પણ વાત હોય બંને લોકો સાથે જ રહ્યા અને બધી જ રીતે આગળ રહ્યા પછી તે ભણવાની બાબત હોઈ કે પછી બીજી કોઈ પ્રવુતિ હોય.મિત-પ્રિતની જોડી તો હવે બધે જ દેખાતી હતી.તે પરીક્ષાનું રિઝલ્ટ હોઈ કે પછી ઇતર પ્રવૃત્તિ હોય, કોલેજની મેગેઝિન હોય કે કોઈ તહેવારની ઉજવણી હોય.કોલેજના પ્રિન્સિપાલ પણ તેમના વખાણ કરતા.બધું જ સરસ ચાલી રહ્યું છે.




પણ કહેવાય છે ને કે જિંદગી જો આમ જ ચાલે તો ના તો જીવનની સાચી મજા આવે અને ના તો કોઈ રોમાંચ રહે.


તો હવે આગળ શું થશે?
શું હવે બંનેની આ જોડી તૂટી જશે?
શું તેમની આ ખુશી પર કોઈની નજર લાગી જશે?


આ બધા જ સવાલોના જવાબ આગળના ભાગમાં મલશે.
તો બન્યા રહો મારી સત્યે આ રોમાંચક સફરમાં.
મારી વાચકમિત્રોને એક વિનંતી છે કે આ ભાગ સુધી તો બસ શરૂઆત હતી પણ હવે આપણી વાર્તા કેવા કેવા વળાંક લેશે તે વાંચવાની તમને મજા આવશે.તો બસ જો અત્યાર સુધીમાં તમને એમ લાગ્યું હોય કે વાર્તામાં કંઈ મજા નથી તો હવે તૈયાર થઈ જાવ.

એ સાથે જ ફરી મળીશું આવતા ભાગમાં.🙏